________________
તા. ૧-૧-૭૦
પ્રભુ જીવન
એ અધિવેશના
જૂની અને નવી કાગ્રેસના અધિવેશના અમદાવાદ અને મુંબઈ થઈ ગયા. આ બનેં અધિવેશનાનો મુખ્ય ઉદ્દેશ, મહાસમિતિના સભ્યોમાં અને કૉંગ્રેસના પ્રતિનિધિઓમાં બહુમિત કોને પક્ષે છે અને જાહેર જનતાને વધારે ટેકો કોને છે, તે નક્કી કરવાના હતા. બન્ને પક્ષે એવા દાવા કરવામાં આવ્યો છે કે મહાસમિતિના સભ્યો અને કોંગ્રેસના પ્રતિનિધિઓની બહુમતી પેાતાના પક્ષે છે. જો સંયુકત અધિવેશન થયું હોત અથવા બન્ને અધિવેશના એક જ સમયે થયા હોત તો આ પ્રશ્નના નિર્ણય કરી શકાત. અત્યારે સંખ્યાની ઈન્દ્રજાળમાં પડવાથી કાંઈ નક્કી થઈ શકે તેમ નથી. બન્ને સ્થળે સારી સંખ્યામાં હાજરી હતી એટલું જ કહી શકાય. જનતાને લાગેવળગે છે ત્યાં સુધી એમ કહેવાય કે અમદાવાદના અધિવેશનમાં મોટી સંખ્યામાં હાજરી હતી, મુંબઈમાં તેથી પણ મોટી સંખ્યાની હાજરી હતી. અમદાવાદના અધિવેશન પાછળ ગુજરાત પ્રદેશ સમિતિ, ગુજરાત સરકાર અને મેારારજીભાઈનું બળ હતું. મુંબઈના અધિવેશન પાછળ મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિ, મહારાષ્ટ્ર સરકાર અને ચવ્હાણ તથા નાયકનું બળ હતું. અદાવાદમાં હાજરી પ્રમાણમાં ઘણી ઓછી થશે એ હકીકત ખોટી ઠરી છે. વડીલ નેતાઓ જરૂર દાવા કરી શકે કે સારા પ્રમાણમાં તેમને ટેકો છે. એક વાત નિર્વિવાદ છે કે કોંગ્રેસનું ભંગાણ ઉપરથી છેક નીચે સુધી કાયમનું થયું છે. અત્યારે એકતાના કોઈ સંભવ નથી. બન્ને પક્ષે આખર સુધી લડી લેવાની પૂરી તૈયારી છે. કોને પ્રજાનો વધારે ટકો છે તે ચૂંટણી સમયે જ નક્કી થશે. બન્ને પક્ષના સંઘર્ષ વધારે તીવ્ર થતા જશે.
કોંગ્રેસનું સંસ્થાકીય સ્વરૂપ સર્વથા પલટાઈ ગયું છે તે સમજી લેવું. ૧૯૬૭ સુધી વરિષ્ઠ નેતામંડળ(High Command) સર્વોપરી હતું. દેશભરમાં કૉંગ્રેસમાં તેની આણ વર્તતી– તેનો નિર્ણય આખરી થતા. રાજ્યના મુખ્ય મંત્રી, પ્રદેશ સમિતિએ અને કૉંગ્રેસના બધા કાર્યકર્તાઓ ઉપર વરિષ્ઠ મંડળનું વર્ચસ હતું. પ્રદેશ સમિતિઓ કે મંત્રીમંડળામાં ફાટફટ હોય તે વરિષ્ટમંડળ પાસે જવું પડતું અને તેનો નિર્ણય સ્વીકારવા પડતા. ૧૯૬૭ની ચૂંટણી પછી આ બધું બદલાઈ ગયું. કેટલાંય રાજ્યોમાં કોંગ્રેસ સરકાર રહી નહિ. ચૂંટણીના પરિણામે વરિષ્ટ નેતાઓનું તેજ ઝાંખું પડયું. તેમાંનાં કેટલાક હારી ગયા. ઈન્દિરા ગાંધી દોઢ વર્ષ સત્તાસ્થાને રહ્યા પછી, નવી પેઢીની નેતાગીરી Post-Nehru leadership ની આગેવાની લીધી. અને કાંઈક આત્મવિશ્વાસ આવ્યો. જે રાજ્યોમાં કૉંગ્રેસ સરકાર ન રહી ત્યાં કૉંગ્રેસ નબળી પડી, ફાટફ્ટ થઈ, પક્ષબદલા થયા, જોડાણા થયા, નવા પક્ષા થયા, નવા કાર્યકર્તાએ જાગ્યા. જ્યાં કોંગ્રેસ સરકાર રહી ત્યાંના મુખ્ય મંત્રીઓ અને કેટલેક સ્થળે પ્રદેશ સમિતિના પ્રમુખો અને આગેવાન કાર્યકર્તાઓ જોરદાર થયા. પંચાયતી રાજ્ય દાખલ થયું ત્યારથી પરિસ્થિતિ બદલાવી શરૂ થઈ હતી. ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતાને વધતી ઓછી સત્તાઓ મળી અને તે સાથેPatronage મળ્યું ત્યારે નવી વ્યકિતઓ સત્તાસ્થાને આવી. પ્રદેશ સમિતિઓ અને મુખ્યમંત્રીઓ અને બીજા પ્રધાનોએ પંચાયતો અને તેના કાર્યકર્તા ઉપર આધાર રાખવા પડે તેવું થયું. આથી નવાં બળા પેદા થયાં. આજે પરિસ્થિતિ એ છે કે નેતાઓ ઉપર કાર્યકર્તાઓએ આધાર રાખવા પડે તેનાં કરતાં નેતાઓએ કાર્યકર્તાઓ ઉપર આધાર રાખવા પડે. વડા પ્રધાને મુખ્ય મંત્રીઓ ઉપર, વર્કિગ કમિટીએ પ્રદેશ સમિતિએ ઉપર અને તેમણે તેનાથી નીચેના કાર્યકર્તાઓ ઉપર આધાર રાખવો પડે. The process is reversed. આ પરિસ્થિતિમાં કોને કેટલા સાથ છે તે જોઈ લઈએ. વડીલ નેતાઓને ગુજરાત અને માયસારમાં પૂરતા સાથ છે. તામીલનાડમાં કામરાજ હજી જોરદાર છે. પણ DMK પક્ષ અને સરકાર ઈન્દિરા ગાંધીને પક્ષે છે અને ત્યાંની કૉંગ્રેસ
7
૧૯૯
✩
વિભાજિત છે. ભકતવત્સલમાં અને સુબ્રમણ્યમ જેવા આગેવાને કામરાજના વિરોધી છે. કેરળમાં કોંગ્રેસ નામની છે. આંધ્રપ્રદેશમાં બ્રહ્માનંદ રેડ્ડી, મહારાષ્ટ્રમાં પ્રદેશ સમિતિ તથા સરકાર, રાજસ્થાનમાં, સમિતિ અને સુખડીયા, મધ્ય પ્રદેશમાં શુકલ અને દ્વારકાપ્રસાદ મિશ્રા તથા પ્રદેશ સમિતિના મોટો ભાગ, બંગાળમાં કોંગ્રેસના માટો વર્ગ, આસામમાં ચાલીહા અને પ્રદેશ સમિતિ, જમ્મુ કાશ્મીરમાં સાદીક અને પ્રદેશ સમિતિ ઈન્દિરા ગાંધીના પક્ષે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને ઓરિસ્સામાં કૉંગ્રેસ વિભાજિત છે. હરીયાણા અને હિમાચલ પ્રદેશમાં સરકાર અને પ્રદેશ સમિતિઓ ઈન્દિરા ગાંધીને સાથ આપે છે. બિનકોંગ્રેસી સરકારો—-પંજાબ, તામીલનાડ, કેરળ, બંગાળ, – એકંદરે ઈન્દિરા ગાંધીને સાથ આપે છે.
આ પરિસ્થિતિમાં બન્ને પક્ષે પાયામાંથી ચણતર કરી, નવરચના કરવાની રહે છે. કામરાજ આ હકીકત બરાબર સમજે છે. તામીલનાડમાં તે જરૂર ભગીરથ પ્રયત્ન કરશે. એક વખતના કટ્ટર પ્રતિસ્પર્ધીઓ - કામરાજ અને રાજાજી - હવે એક બીજાને ટેકો આપે છે! મારારજીભાઈએ ગુજરાતને મજબૂત પકડી રાખ્યું છે. વિજ્યકુમાર ત્રિવેદી અને ગાયકવાડ આસપાસના દબાણની ઝીંક ઝીલી ન શકયા. માયસોરમાં નિજલિ ગપ્પા અને વીરેન્દ્ર પાટિલ હજી જોરમાં છે. બંગાળમાં અતુલ્ય ઘોષનું કોઈ સ્થાન નથી. મુંબઈના પાટિલ મુંબઈ બહાર ભાષણા કરે કે છાપાઓમાં તીખાં નિવેદન આપે. આ ભીષણ આંતરવિગ્રહમાં, સામ, દામ, ભેદ, દંડની બધી રીતિએ અજમાવાશે. નૈતિક મૂલ્યો અને ગાંધીજીનું નામ વચ્ચે લાવવાનું બન્ને પક્ષા છોડી દે તો સારૂ છે. કેટલાય પક્ષપલટા થશે. સામા પક્ષે હોય કે સામા પક્ષે જાય તે દગાબાજ અને તે જ વ્યક્તિ પોતાના પક્ષમાં આવે ત્યારે દેશહિતચિન્તક.
અમદાવાદના અધિવેશન ઉપરથી હવે નક્કી છે કે વડીલ નેતાઓએ ઈન્દિરા ગાંધીને કોઈ પણ ભાગે ઉખેડી નાખવાનો નિર્ણય કર્યો છે. ઈન્દિરા ગાંધીએ એટલી જ દઢતાથી લડવાના નિર્ણય કર્યો છે. વડીલ નેતાઓને મતે બધા પાપનું મૂળ ઈંદિરા ગાંધી છે. તે દગાબાજ છે, સરમુખત્યાર છે, સામ્યવાદી છે, કૉંગ્રેસના પતનનું કારણ છે, સમાજવાદી કાર્યક્રમનો અમલ ન થયો તે ઈન્દિરા ગાંધીના જ દાપ છે અને તેના પિતાશ્રી નેહરુનો પણ. આ બધું છેલ્લા છ મહિનામાં બેગ્લાર અધિવેશન પછી જ બન્યું! આટલા વખત આ બધા કાં હતા? ઈન્દિરા ગાંધી ઉપર બધું આક્રમણ કેન્દ્રિત કર્યું છે કારણ કે વડીલ નેતાઓ એમ માનતા લાગે છે કે ઈન્દિરા ગાંધીને ખસેડી શકાય તો તેમના સાથી ખરી પડશે અથવા શરણે આવશે અને સત્તા પેાતાના હાથમાં આવશે. કાળબળ કઈ દિશામાં જઈ રહ્યું છે તે વર્તમાનમાં ડૂબેલા જોઈ શકતા નથી. ઈન્દિરા ગાંધી હોય કે નહિ, દેશ અને પ્રજાએ નવી દિશા પકડી છે. તે માર્ગેથી પાછા વળવાપણું નથી. તેના અવરોધ કરવાવાળા ટકવાના નથી. આ બન્ને અધિવેશનોની ફલશ્રુતિ શું?
અમદાવાદમાં ત્રણ પ્રસ્તાવ થયા રાજકીય, આર્થિક અને વિદેશનીતિ અંગે. મુંબઈમાં બે પ્રસ્તાવા થયા–રાજકીય અને આર્થિક. બન્ને પક્ષના રાજકીય ઠરાવે ખૂબ લાંબા અને પરસ્પરના તહોમતનામા અને બચાવરૂપ હતા. નિજલિગપ્પાના ભાષણના ત્રણ ચતુર્થાંશ ભાગમાં ઈન્દિરા ગાંધી સામેના આરોપોની હારમાળાઓ હતી. અમદાવાદમ અમર્યાદ વાગ પ્રહારો થયા હતા. મુંબઈમાં એક દરે વાણીમાં સંયમ હતો. અમદાવાદના આર્થિક પ્રસ્તાવમાં નવું કાંઈ ન હતું. દશમુદ્દાના કાર્યક્રમનું પુનરુચ્ચારણ હતું, રાજવીઓના સાલિયાણા અને વિશેષ અધિકારો તુરત નાબૂદ કરવાની માગણી હતી. મુંબઈમાં પણ તે મુદ્દો સ્વીકારાયો છે. અમદાવાદમાં રાષ્ટ્રીયકરણ શબ્દ વપરાયો નથી. સામાજિક માલિકી એવા શબ્દપ્રયોગ થયો છે. અમદાવાદમાં દારૂબંધીના પૂરો અમલ કરવાની માગણી છે. મુંબઈમાં, શાસકિય પક્ષે તાત્કાલિક અથવા નજીકના ભવિષ્યમાં શું પગલાં લેવાં તેનું મુદ્દાસર સ્પષ્ટીકરણ છે. ઈન્દિરા ગાંધીના ભાષ