SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ 92 ૧૭૮ પ્રભુ જીવન આંદાલનનું અવલાકન ✩ (તા. ૧૬-૧૦-૭૦ના ભૂમિપુત્રમાંથી સાભાર ) રાજગીર અધિવેશનને એક વર્ષ પૂરૂ થયું. આ વીતેલા મહત્ત્વપૂર્ણ વર્ષ દરમિયાન ગ્રામદાન આંદોલન ધીમી ગતિએ, પણ આગળ વધ્યું છે; તેમ જ આંદોલનની આજની પદ્ધતિની મર્યાદાઓ પણ ઉપસી આવી છે. અહિંસા સામે કેટલાક પડકાર ખડા થયા, એને સામના કરવાની શક્તિ પણ વિક્સી. નૈતિક હ્રાસ થવાને કારણે આ અવિધ દરમિયાન દેશમાં અંધકાર વધ્યા છે. નાટકીય ઢબે સાલિયાણાં નાબૂદ થવા છતાં દેશમાં ‘ યથાસ્થિતિ ’ ની બાલબાલા છે. નકસલપંથીઓની ગતિવિધિ વધી છે. રાજકીય અસ્થિરતાને કારણે રાજનીતિજ્ઞા પરનો જનતાનો વિશ્વાસ ઉત્તરોત્તર ક્ષીણ થતા જાય છે. એ રિકતતા ભરવાનું સામર્થ્ય ગ્રામસ્વરાજ - આંદોલનમાં છે? આજે પણ સર્વોદય આંદોલનનું કેન્દ્રબિન્દુ તો ગ્રામદાન જ છે. આ એક વર્ષમાં ૩૩,૦૦૦ નવાં ગ્રામદાન (કુલ ૧ લાખ ૭૦ હજાર) થયાં, નવા ૧૮ (કુલ ૩૭) જિલ્લાનાં જિલ્લાદાન થયાં. સેંકડો નવજુવાનોના સહયોગથી તામિલનાડ પ્રાંતની સીમા સમીપ પહોંચ્યું. જો કે ગ્રામદાનની પ્રાપ્તિ—પદ્ધતિમાં મૌલિક પરિવર્તન હજી કરવાનું છે. કાર્યકર્તા–કેન્દ્રિત આંદોલનને જનતાકેન્દ્રિત કરવાનું છે. પ્રાપ્તિની સાથેસાથ પુષ્ટિ કરવા માટે, તેમજ ગ્રામસભાને સક્રિય કરવા માટે ગ્રામશાંતિ સેના બનાવવાની છે, એનું પ્રશિક્ષણ કરવાનું છે. પ્રાપ્તિની સાથેાસાથ પુષ્ટિ ન થાય તે ગ્રામદાનના વિચાર · માન્ય હોવા છતાં પાછળથી કામ કઠિન બની જાય છે, એવું દર્શન બિહારમાં થયું. સામે આવી પડેલા નકસલવાદી પડકારના સામના કરવા, તેમ જ પુષ્ટિનું કામ કરવા મુસહરીની ભઠ્ઠીમાં ‘કરેંગે યા મરેંગે'ની વૃત્તિથી જયપ્રકાશજી કામે લાગી ગયા છે. એજ રીતે વૈદ્યનાથબાબુ, રામમૂર્તિ, કૃષ્ણરાજ, નિર્મળાબહેન જેવા આપણા વરિષ્ઠિ સાથીઓ પુષ્ટિકામમાં લાગી ગયા છે. પુષ્ટિની ગતિ ધીમી છે. પણ પ્રગતિશીલ કાનૂનનો અમલ, અન્યાય નિવારણ, ગ્રામશાંતિસેનાની અને તરુણ શાંતિસેનાની રચના. વગેરે કાર્યક્રમે પુષ્ટિ સાથે સાંકળી દેવાને * કારણે એનું ગુણાત્મક પાસું વધ્યું છે. બિકાનેર અને ફૈજાબાદ જિલ્લામાં પુષ્ટિકામના સારો આરંભ થયો છે. નવાં ગ્રામદાનની પ્રાપ્તિનું કામ તો ચાલુ રહેવું જોઇએ, પણ જૂનાં ગ્રામદાની ગામાની પુષ્ટિના કાર્યક્રમ તુરત હાથમાં લેવા જોઇશે. બીજાં બધાં કામા છેડીને અમુક નિશ્ચિત ક્ષેત્રમાં અમે પુષ્ટિનું કામ કરીશું એવું નક્કી કરીને ઓછામાં ઓછા ૫૦ વરિષ્ઠ સાથીઓ તે। હવે પુષ્ટિકામમાં લાગવા જ જોઇએ. હવે આપણાં બધાં કામ નવી પદ્ધતિથી—નાગરિક અભિક્રમ શકિતથી કરવાં જૉઇશે. તા. ૧-૧૨-૧ ૯૯૦ ✩ છે. ઉત્તર ને દક્ષિણ બંગાળના ભયગ્રસ્ત વિસ્તારમાંથી ચારુ ચંદ્ર ભંડારીની શાંતિયાત્રા ચાલી રહી છે. થાણાના આદિવાસીઓની જમીનના પ્રશ્ન બાબત સત્યાગ્રહની તૈયારી પૂરી થઇ ગઇ હતી. પણ મોટાભાગની માગણીઆના સરકારે સ્વીકાર કરી લેવાના કારણે પછી સત્યાગ્રહ કરવાની. આવશ્યકતા ના રહી. ઉત્તરાખંડમાં શરાબબંધી માટે સફળ સત્યા-ગ્રહ થયો. ભરૂચ જિલ્લાના અકતેશ્વર ગામની જમીન માટેનો સત્યાગ્રહને સવાલ હજી હલ થયો નથી. પૂનાની પ્રબંધ સમિતિના સત્યાગ્રહના પ્રસ્તાવ પરત્વે આપણે ગંભીર વિચારણા કરવાની રહે છે.. ખાદી જગતનું સંક્ટ મેજુદ છે. ગ્રામાભિમુખ ખાદીના પ્રારંભ હજી કરવાના છે. ગ્રામદાની ગામામાં ખાદીના તેમ જ બીજા વિકાસની ગતિ ધીમી છે. માટે નમૂનાના સનાતન સવાલ જનમાનસમાં મેાજૂદ છે. સમાજના સંદર્ભ બદલ્યા વિના મોટા પ્રમાણમાં વિકાસની શક્યતા નથી, એ શાસ્ત્રશુદ્ધ ઉત્તરથી પ્રશ્નકર્તા નિરુત્તર તા જરૂર થાય છે, પણ એથી એનું સમાધાન થતું નથી. સ્થાનિક પ્રાપ્ય સાધના વડે વિકાસકાર્યો થાય, તેમ જ એ દ્વારા લોકશકિત પ્રગટૅ, એનું દર્શન હજી આપણૅ કરવાનું છે. અણુવ્રત અને સર્વોદય આંદોલન વચ્ચે નિકટના સહયોગના નિર્ણય આ વર્ષે થયો. આચાર્ય-કુળનું કામ આગળ વધી રહ્યું છે. લાકયાત્રી દળની અખંડ પદયાત્રા મહિલાઓમાં જાગૃતિ પ્રેરતી નિરંતર ચાલી રહી છે. ગાંધી શતાબ્દી નિમિત્તે ગાંધીસાહત્યિના સવા લાખ સેટનું વેચાણ થયું. પણ હજી બીજા સવા લાખ સેટના વેચાણ માટે સહુ સર્વોદય કાર્યકરોના સક્રિય સહયોગની આવશ્યકતા છે. ભૂમિપુત્રને બાદ કરતાં બીજાં બધાં સર્વોદય સામયિકોની સંખ્યા મર્યાદિત રહી છે. વિનાબાનાં ૭૫ વર્ષ નિમિત્તે એક કરોડના ગ્રામસ્વરાજ કોષ એકઠો કરવાના નિર્ણય આપણે કર્યો, ૬૨ લાખ જેટલી રકમ એકઠી થઇ, એક સિદ્ધિ હાંસલ થઇ, એથી કાર્યકરોના ઉત્સાહ વધ્યો, હવે પછી લાખા સર્વોદય મિત્રા નોંધીને આંદોલનના ખર્ચની જોગવાઇ કરવાની યોજના અંગે વિચારવું જોઇએ. - આવતા વર્ષમાં બધાય ગ્રામદાની જિલ્લાઓની પુષ્ટિ, નવાં ગ્રામદાની ગામામાં પ્રાપ્તિની સાથેસાથે પુષ્ટિ, અન્યાયનિવારણ સારુ સત્યાગ્રહ, બળવાન શાંતિસેના અને તરુણ શાંતિસેના, શહેરોમાં સામાજિક-આર્થિક ન્યાયના કામનો આરંભ, લાકનીતિ, કાર્યકર્તાએની પ્રાપ્તિ તેમ જ પ્રશિક્ષણ, ભાઇચારા પર આધારિત મજબૂત સંગઠન તેમ જ કાર્યકર્તાઓના ગુણવિકાસ, સંઘને ક્રાંતિને અધિક અનુકૂળ બનાવવા—આ બધાં કામ કરવાનાં છે. શું એ અશક્ય છે? અશક્ય દેખાતાં ઘણાં કામ પાછલાં વર્ષોમાં થયાં છે. લાખા એકરનું ભૂમિદાન, ગ્રામદાન, જિલ્લાદાન, પ્રદેશદાન, ૬૦-૭૦ લાખના ગ્રામસ્વારાજ કો-એમાંનું કયું કામ દસ-વીસ વર્ષ અગાઉ શક્ય લાગતું હતું ? ગ્રામસ્વરાજ કોષમાં માટી રકમ એકઠી નહીં થાય એવી ચેતવણી વડીલ અનુભવી મિત્રએ આપી હતી, પણ. ભગવાનની કૃપાથી આટલી રકમ થઇ શકી. આર્થિક સલામતીની. કે ખ્યાતિની પરવા કર્યા વિના સેંકડો કાર્યકર્તા ૧૫–૨૦ વર્ષ ઘૂમતા રહેશે, એ શું શકય મનાતું હતું? આટલા બધા લોકસંપર્ક ધરાવતી જમાત ચૂંટણીઓમાં ખડી નહીં રહે. શું સંભવિત હતું? એ અસંભવિત કામા શક્ય બન્યાં છે. હવે આગળ ઉપર પણ એવાં જ શકય કામે કરી બતાવવાનું આહ્વાન આપણી સમક્ષ છે. અસામાન્ય નેતાના માર્ગદર્શનમાં ગણસેવકત્વના બળે એ અશકય કામા આવતાં બે વર્ષ દરમિયાન પૂરાં કરવાનો નિશ્ચય કરીએ, સેવાગ્રામ, ૨–૧૦–’૭૦; (સર્વ સેવા સંઘના મંત્રીના નિવેદનમાંથી) ઠાકુરદાસ બંગ શાંતિસેનાના કામમાં પ્રગતિ થઇ રહી છે. અત્યારે દેશમાં ૭,૪૪૧ શાંતિસૈનિકો નોંધાયેલા છે, કુલ ૧૩૪ તર્ણ શાંતિસેના કેન્દ્રો છે. ભિવંડી, જલગાંવમાં તાાના પછી શાંતિસેનાએ સારું કામ કર્યું. પણ ત્યાંના tention—તાણની જાણ કેમ આપણને અગાઉથી ના થઇ? મહારાષ્ટ્રના વસમતનગરના ૫૦૦ હિંદુ-મુસલમાનોએ ૨-૧૮-૬૯થી ૨૨-૨-૭૦ સુધી ઉપવાસની સતત સાંકળ ચલાવી, અમદાવાદનાં તોફાનાના પ્રાયશ્ચિત્તનું એક સારું કામ કર્યું. ગ્રામ શાંતિસેનાનું વ્યવસ્થિત આયોજન આપણે હજી કરવાનું છે. બાદશાહખાનના આગમનથી ઇન્સાની બિરાદરીનું સંગઠન થયું. એરિસાના ગરાંડા જિલ્લામાં થાણું નાખીને શી માલતીદેવી હિંમતપૂર્વક નકસલપંથીઓ તેમ જ પોલીસના દમનના સામના કરી રહ્યાં માલિક શ્રી સુખ જૈન યુવક સંધ ઃ મુદ્રક અને પ્રકાશકઃ શ્રી પરમાનંદ મુખ૪, રે,' ન. ૩૫૦૨૯ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રાડ, • મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, ક્રેટ, સુખ–૧ 12
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy