________________
તા. ૧-૧૨-૧૯૭૦.
પ્રબુદ્ધ જીવન
જો આથમતી જીવનસંધ્યા અંગે કેટલાક મિત્રોનાં સંવેદનો
,
તે અમાપ નથી જ અને અનિવાર્ય છેલ્લી પળ ધરાવે છે, પણ એ તો માંગલ્ય માર્ગ જ છે એમ જ્ઞાનીજને કહે છે. તમે લખે છે એ સાથે હું સંમત છું કે આપણે ઘણું ઘણું જાણતા હોઈએ પણ એવું બને કે એની અનુભૂતિ થઈ ન હોય. પણ એને ય શેક શાને? યુનવાન રહે,અભિપ્સાને વધુ ને વધુ ‘ખરી’ કરતે જાઉં, અને અભિમુખતા એકાગ્રતા રાખી શકે તેય થોડોક સંતોષ મળી જાય. કુદરતને શકિતને પ્રેમ માબાપમિત્ર સૌથી કાયય વિશેષ હોય એ વણબોલ્ય આપણી રગાવશ્યકતાથી જ્ઞાત હોય. ઈશ્વરનો એ પ્રેમ કલ્પિત કથા ન જ હોય તે માતા ધવરાવ્યા વિના રહી ન શકે તેમ એ પરમ પિતા આપણને રહ્યા–પષ્યા વિના નહિ જ રહે. હા, અવસ્થાનું કષ્ટ જ્યાં એ હાય-સ્વનિર્મિત કે કુદરત નિર્મિતતે ધર્મપૂર્વક શાતિપૂર્વક સહેવાનું ઘણાને રહે છે. એમાં ય કદાચ આત્મરચના હોય.
તા. ૧–૧૧–'૭૦ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ “આજની જીવન સાંધ્યામાં ભાદ્રપદની સંધ્યાના રંગ-રોશની કેમ જણાતા નથી?” એ મથાળા નીચેની નોંધના અનુસંધાનમાં અંગત પ્રત્યાઘાતે દાખવતા પત્રો મિત્રો તરફથી મળી રહ્યા છે, જેમાંના થોડા નીચે આપ- વામાં આવે છે :(૧) લોકભારતી-સણોસરાથી શ્રી ઈસ્માઈલભાઈ
છેલ્લે તમને જોયેલ ત્યારે શરીર ઘણું સારું હતું. આ પત્રમાં જે ચિત્ર આપ્યું છે તે જુદું છે, પણ મને લાગે છે કે તમે ભલે કહો કે કામકાજ સ્વસ્થતા જાળવીને કર્યું છે, પણ અમુક વય પછી સદીને ચોથો ભાગ તે ખૂબ સાચવવો રહ્યો. તમે નિયમિત સાત્વિક જીવનવાળા, એમ છતાં કડેધડે પણ સાત દશ કલાક ઉપરાંત ખેંચાય એટલું ખેંચે રાખ્યું હોય તેને થાક થોડે થોડે ભેગા થયા લાગે છે. નહિતર તમને ચક્કર કે બેચેની ન જ હોય. ઈલાજ સ્પષ્ટ છે અને તે એ કે હવે બને તેટલો આરામ શરીરને, ચાહીને દેવો. “નિષ્ક્રિય બેસી રહેવું પડે છે” એ વિચાર પણ ઠીક નથી. ક્રિયા વિના આરામ એ પણ ફરી તાજગી મેળવવાની પ્રક્રિયા જ છે, ને એ આરામ પણ અનિવાર્ય કામ છે. એને ભાર મન પર ન રાખવે. રમખ, કાન, દાંત, સાંધા વગેરે તો અલબત્ત, નબળાં પડે, પણ તે માટે તે કદરતી ઉપચાર-દવા બધું કર્યું જવું. હું મારી વાત કરે તે હજ હું સિત્તેરના સીમાડે નથી પહોંચ્યો ત્યાં અવસ્થાનાં ચિહને કોઈ કોઈ વાર ડોકિયું કરવા આવે છે અને ચાલતાં થાય છે. સાંધા અચાનક દુ:ખે છે અને આપોઆપ મટી જાય છે. ઊછરતા રોપાઓને બાલદીથી પાણી પાવાનું વધુ થઈ જાય તે કેડ પકડાય, પણ થોડા દિવસ મૂકી દઉં એટલે ફરી એ કરી શકે છે. હવે કોદાળીકામ નથી જ થતું. ત્રણેક વાર મૃત્ન કરી જોયો પણ અંગ ઝલાઈ જાય છે. એટલે એ કામ હવે મૂકી દીધું છે. દાતરડી બાલદી વાપરવા દે એટલું શરીર સમજુ ! રાત્રે વાંચવાનું દશ પછી તે સાવ બંધ ! સવારે પાંચથી વધે નથી આવતે. ખદીજા તે રાત્રે વાંચતી નથી. કોઈ વાર પ્રબુદ્ધ જીવન, ભૂમિપુત્ર કે મિલાપમાંથી કઈક બહુ ગમી ગયું હોય તો તે મને વાંચી સંભળાવે, પણ મોટા ભાગે એને વાંચી સંભળાવવાનું હું જ રાખું છું કે જેથી એની આખાને શ્રમ ઓછો પડે.
તમે લખે છે કે “પૂરા ઉપયોગ વિનાના દિવસે વ્યતીત થાય છે એનું મનમાં દુ:ખ રહે છે.” પણ જે અવિરત કામ કર્યું છે તે યાદ કરશે તો અપ્રસન્નતાનું કારણ નહિ રહે. કામ ન કરવું એ પણ કરવા જેવું કામ છે કે જેથી આપણે સાવ ઊથલી ન પડીએ. વળી શરીર એ આપણી સાચવણ ઉપરાંત વારસાને પ્રશ્ન છે. કેટલાંક શરીર તો સે વર્ષે પણ હરતાં ફરતાં રહે ને સમારકામ ન માગે, અને મને હજુ આ ધનતેરશે ૬૭ મું બેઠું તે પણ શરીર સંભળાવી દે છે કે આ કામ થશે, આ નહિ થાય. અને એનું સામાન્ય રીતે તે હું માની લઉં છું. આપ તો મારાથી ઘણા ઘણા મોટા છા, સુજ્ઞ છે, પ્રશાંત છે, લાગણીથી પ્રેરાઈ મેં જરા ડહાપણ ડોળ છે તે દરગુજર કરશે. મારા કહેવાને સાર એટલો જ છે કે કોઈ પણ સુન્દર વ્યકિત જે અને જેટલું કરી શકે તે અને તેટલું તમે કર્યું છે. એટલે ઉગ કે ખિન્નતા, ભાર કે પ્રસન્નતા માટે કારણ જ નથી. જે માંગલ્ય શકિતએ તમને રસ્યા છે એ જ તમને રશે એવી આ નાના ભાઈની પ્રાર્થના છે. કષ્ટ, શારીરિક થાક વગેરે તો દેહ છે ત્યાં હોય. કોઈને વધુ, કોઈને અલ્પ; પણ ચિત્તનો આનંદ-મનનું સમાધાન ભગવાન આપણને આપે તો બસ. લાચારીની પળે પણ બાકી રહી ગયેલ આત્મરચના માટે ઉપયોગી હોઈ શકે. એટલે હું તે હજી જે આવે તે જોઉં છું અને તેને સમજવા મથું છું. ઈશ્વરથી મેટું “સ્વ” કોણ? એ “સ્વાશ્રય’ મળતા રહે. તમારી આશિપથી એટલું માગું.”
(૨) અમદાવાદથી પ્રા. હરીશ વ્યાસ
તા. ૧૦-૧૧-૭૦
અમદાવાદ, સ્નેહીશ્રી પરમાનંદભાઈ,
નવા વર્ષમાં અભિનન્દન અને અમારી સૌની આપને સપરિવાર શુભેચ્છાઓ. “વાર્ધક” અંગે આપે ‘પ્રબુદ્ધ જીવનમાં લખ્યું છે. અમને ‘પ્રબુદ્ધ જીવન’ નિયમિત મળે છે. પ્રસ્તુત પ્રશ્ન રસંગે મેં મારા પિતાશ્રી અંબાલાલ વ્યાસ (નિવૃત્ત હેડમાસ્તર) ને વાત કરી. તેમના તરફથી આ અંગેના અનુભવો સારરૂપે આપને પાઠવું છું:
મને તે જીવન એ જ સાધનારૂપે અનુભવાય છે. બાલપણથી માંડીને – જન્મથી મૃત પર્યત આપણે આ સાધના નિત્ય કરવાની છે. હા, એમાં ક્ષણે ક્ષણે જાગૃતિ જેટલી વધતી જાય છે, એટલો જ પ્રબોધ થવા માંડે છે. એને માટે ક્ષણના કરોડમાં ભાગ સુધી સજાગતા હોવી જોઈએ. ગુકતભાવે અંદર જે થાય છે તેને કોઈ પણ પ્રકારના હકાર કે નકાર સિવાય જોઈએ, અનુભવીએ અને સમજીએ. એમાંથી જ સગુણાને આવિષ્કાર થાય છે અને દુર્ગુણોનું નિરાકરણ થતું જાય છે. ચેતના સતત ફર્તિ અનુભવે છે.
* “બીજું, ભૂતકાળના અનુભવો અને ભાવિનાં સ્વપ્નાં માણસને વર્તમાન જીવનથી ચલિત કરે છે. એટલા માટે વર્તમાને વર્તુતિ વિરHT: વર્તમાન ક્ષણ એ જ જીવનની ક્ષણ છે. એને પ્રત્યય મુકતભાવે થાય એ આવશ્યક છે. જીવન એ સતત સકુરતો સ્ત્રોત છે, પ્રવાહ છે. એમાં વળી આદિ શું અને અન્ત શું? બાળપણ શું અને વાર્ધકય શું? એ ખંડિતતાને છોડીને મુકત રીતે સમગ્રતાથી જીવનને જીવીએ તે આનંદ, પ્રસન્નતા અને શાંતિ અનુભવાય છે.
ત્રીજ, કર્મ દ્વારા જ્ઞાન મળે છે અને જ્ઞાનથી જ મુકિત અનુભવાય છે. જીવનની સાર્થકતા યા ચરિતાર્થતાને પ્રત્યય થાય છે. હા, આ બધામાં અત્યંત સજાગતા, સભાનતા અને સક્રિયતા એટલી જ આવશ્યક છે.
શું, ક્ષણે ક્ષણે જીવન અને ક્ષણે ક્ષણે મૃત્યુ છે. જીવનને આવિર્ભાવ ક્ષણે ક્ષણે થયાં જ કરે છે. કારણ જીવન સતત ગતિશીલ છે. કર્તા અને કર્મથી મેં અતીત થઈને ક્ષણ સાથે, જીવન સાથે તદ્રપ બનીએ. તે ઓર મજા ૨ાવશે.
પાંચમું, પિતાને ભાગે જે કામ આવ્યું છે તે દિલ રેડીને પ્રેમથી કરીએ. એમાંથી જ્ઞાન મળશે, આનંદ મળશે અને કુંતિ મળશે.
છઠ્ઠ , વિશ્વ એ જ પ્રભુ છે. એ ભાવથી ગાઢ નિદ્રામાં લેટી જવું એટલે બસ. નિદ્રા સમાધિસ્થતિ : નિદ્રા સમધિરૂપ બની જાય છે. તાજગી, સકુતિ અને સર્જનશકિતથી જીવન પ્રફુલ્લતા અનુભવે છે.” અતુ.
લિ. નેહાંકિત, હરીશભાઈ વ્યાસનાં જય જગત (૩) બેચાસણથી શ્રી સુરેન્દ્રજી - આજે જ તા. ૧–૧૧–૭૦ના પ્રબુદ્ધ જીવનના લેખે વાંચ્યા. ઉત્સાહપ્રેરક અને વિચારમય છે. તેમાં તમે તથા અન્ય સમવયસ્ક મિત્રોના અનુભવો લખ્યા છે. મને ખૂબ ગમ્યા. ધન્યવાદ! આમ હું હજુ માત્ર ૭૩ વર્ષને નાને માણસ ગણાઉં. કદાચ તેથી જ જીવન રસમય અનુભવું છું. શારીરિક શકિત પ્રમાણમાં સારી ગણાય. મનમાં
. • ઉપરના પત્રને મેં જવાબ લખેલે તેના પ્રત્યુત્તરરૂપે શ્રી ઈસ્માઈલભાઈ લખે છે કે “તમારો પત્ર મળ્યો. રાજી થયો કે તમે જાગૃત રીતે પ્રસન્નતાપ્રાપ્તિ માટે સાધના કરી રહ્યા છે. જીવન