________________
તા. ૧–૧૭–૧૯૭૦
મિયાન સંસ્થાએ અનેક સીમાચિહ્નો સર કર્યાં છે. અલબત્ત, આ સફળતામાં અન્ય સાથી મંત્રીઓના અને સંસ્થાની કાર્યવાહક સિમિતના ઘણા ફાળા છે પણ શ્રી ચંદુભાઇએ એક ચાલક બળ તરીકે જે મહાન કાર્ય કર્યું છે તેની જૈન સમાજે કૃતજ્ઞતાપૂર્વક નોંધ લેવી ઘટે છે.
પ્રબુદ્ધ વન
મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે ચૂંટાયલા શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક મંત્રી તરીકે ૧૭ વર્ષ સુધી સેવા બજાવનાર શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ એ સ્થાન ઉપરથી થોડા સમય પહેલાં નિવૃત્ત થયા તેમની જગ્યાએ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીની નિમણૂક કરવામાં આવી છે. મુંબઇના અને વિશેષ કરીને જૈન સમાજના એક વર્ષોજૂના સામાજિક કાર્યકર તરીકે શ્રી રતિભાઇનું નામ બહુ જાણીતું છે, આજથી ૪૦ વર્ષ પહેલાં સ્થપાયેલ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના આદ્ય સ્થાપકોમાંના તેઓ એક હતા. તે સમયથી તે આજ સુધી સંઘની કાર્યવાહી સાથે તેઓ અતૂટપણે જોડાયલા રહ્યા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મેનેજિંગ કમિટી ઉપર પણ તેઓ વર્ષોથી બિરાજે છે, શ્રી મોતીચંદભાઇના ૧૯૫૧ માં નીપજેલ અવસાન બાદ બે વર્ષ સુધી તેમણે સંસ્થાના એક મંત્રી તરીકે સેવા બજાવી હતી. જૈન શ્વે. મૂ. ૉન્ફરન્સના પણ અમુક સમય માટે તેમણે મંત્રી તરીકે કાર્ય કર્યું હતું. બામ્બે ડાયમન્ડ મરચન્ટ્સ એસેસિએશનના પણ તેઓ વર્ષો જૂના કાર્યવાહક છે અને તે સંસ્થાના કોષાધ્યક્ષ, મંત્રી તેમ જ પ્રમુખના સ્થાનને તેમણે જુદા જુદા સમયે શે।ભાવ્યું છે, તેમના વ્યવસાય વેરાતનો છે અને માટુંગા-સાયન ખાતે વર્ષોથી તેઓ વસે છે અને ત્યાંની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સંચાલનમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કૈૉંગ્રેસના વિભાજન પહેલાંની કૉંગ્રેસની પણ તેમણે અનેક પ્રકારે સ્થાનિક સેવા બજાવી છે. અને આ રીતે સામાજિક ક્ષેત્રે વર્ષોથી તેમણે નેતૃત્વ પ્રાપ્ત કર્યું છે. નિકટવર્તી વર્તુલમાં તે ‘ સરદાર ' ના નામથી સંબેાધાય છે. આવી અનુભવસમુદ્ધ વ્યકિત શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે ચૂંટાય તે ઘટના આનંદદાયક તેમ જ લેખાય. મારા તેમની સાથે શ્રી મુંબઇ જૈન યુવક સંઘના કારણે એક સહકાર્યકર મિત્રનો સંબંધ છે. શ્રી રતીભાઇના શકિતયોગ દ્વારા વિદ્યાલયના કાર્યને નવા વેગ મળે એવી મારી તેમના વિશે શુભેચ્છા છે. બેંગલાર ખાતે જૈન ટ્રેનીંગ કોલેજની સ્થાપના
આવકારપાત્ર
પ્રાધ્યાપક પ્રતાપકુમાર ટોલિયા જે છેલ્લા કેટલાંક વર્ષોથી અમદાવાદ–વિસનગર બાજુએ એક યા અન્ય પ્રકારના શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયેલા હતા. તેઓ થોડાક સમયથી બેંગલાર જઇને વસ્યા છે. તેમના ત્યાં સ્થિર થવા બાદ, તાજેતરમાં તેમના તરફ્થી મળેલા એક પત્રદ્રારા જાણવા મળે છે કે, તેમના પ્રચાર અને પાિમના પરિણામે બેંગલેાર ખાતે જૈન દર્શનના ચતુર્વર્ષીય અધ્યયન અને સંશાધન અર્થે ત્યાંના જૈન સમાજ તરફથી જૈન દર્શન મહાવિદ્યાલયની જૈન ટ્રેઇનિંગ કોલેજની-તા.૧૫મી ઑગસ્ટથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં જૈન દર્શન અને ભારતીય દર્શન તેમ જ ભારતીય સંસ્કૃતિનું અધ્યયન માત્ર જ નહિ, પણ યત્કિંચિત્ સાધના, ધ્યાન આદિનો અભ્યાસ યોજવામાં આવેલ છે, અને આ સંસ્થાના નિર્માણમાં બેંગલેાર યુનિવર્સિટીના વાઇસ ચેર્ન્સલર ડૉ. કુતાલના સારો સહયોગ સાંપડયા છે.
આ પ્રશિક્ષણ કેન્દ્રમાં શરૂઆતમાં મેટ્રિક અથવા તો એસ. એસ. સી. ની પરીક્ષા પસાર કરેલા ૨૫ વિદ્યાર્થીઓ માટે રહેવા ખાવાની તેમ જ અધ્યયનની જોગવાઇ કરવામાં આવી છે, અને તે
(૭
માટે તેમણે માસિક રૂ. ૭૦ આપવાના રહેશે. આ સંસ્થામાં ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવશે.
આ સંસ્થાના પ્રિન્સીપાલ તરીકે શ્રી પ્રતાપકુમાર ટોલિયાની નિમણૂક કરવામાં આવી છે. આ માટે વિશેષ માહીતી મેળવવા ઇચ્છતાં ભાઇબહેનને નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ છે : શ્રી જોધરાજ સુરાણા,
મંત્રી, જૈન શિક્ષા સમિતિ, ૧૬, પ્રીમરોઝ રોડ, બે ગલાર ૨૫. બેંગલેાર ખાતે શરૂ કરવામાં આવેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા
જણાવતાં આનંદ થાય છે કે શ્રી જૈન શિક્ષા સમિતિના ઉપક્રમે શ્રી સુવાબાઇ જૈન પ્રશિક્ષણ કેન્દ્ર – જૈન ટ્રેઇનિંગ કોલેજ તરફથી તા. ૨૯-૮-૭૦ થી તા. ૫-૯-૭૦ સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાળામાં દિલ્હી યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના પ્રાધ્યાપક ડૉ. ઇન્દ્રચન્દ્ર શાસ્ત્રીનું ધર્મ અને વર્તમાન માનવ ઉપર હંમેશાનું એક વ્યાખ્યાન અને અન્ય વિદ્વાનોનાં મન્ન ભિન્ન વિષયો ઉપર જુદાં જુદાં ધાર્મિક પ્રવચન ગોઠવવામાં આવ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળામાં આખા દિવસનો ભરચક કાર્યક્રમ ગઠવવામાં આવ્યો હતો. પરમાનંદ
૧૨૩
‘પ્રબુદ્ધ જીવન”ના આદર કરતા તિ શ્રી નિર્મળકુમારજીને પત્ર
(હૈદ્રાબાદ ખાતે એક સાધનાકામનું સંચાલન કરતા યુતિશ્રી નિર્મળકુમાર ‘ વિશ્વબંધુ ' તરફથી થોડા દિવસ પહેલાં એક પત્ર મળેલા. આ યુતિથી સાથે મારો કોઇ પ્રત્યક્ષ પરિચય નથી. પ્રસ્તુત પત્રમાં મારી ઠીક ઠીક પ્રશંસા છે એ કારણે આ પત્રને પ્રસિદ્ધિ આપતાં હું ખૂબ સંકોચ અનુભવું છું. આમ છતાં પણ ‘પ્રબુદ્ધ જીવન’ અંગેના અને આજની સાધુસંસ્થા અંગેના તેમના વિચારોથી ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો પરિચિત થાય એ હેતુથી તેમના પત્ર નીચે પ્રગટ કરી રહ્યો છું.
પરમ આદરણીય પ્રેમમૂતિ, પ્રબુદ્ધ ચિન્તક, શ્રી પરમાનંદભાઈ ! સંપાદક પ્રબુદ્ધ જીવન.’ સપ્રેમ ધર્માશિષ,
કેટલાંક વર્ષથી હૈદ્રાબાદ ખાતે તેઓ એક સાધનાકેન્દ્ર ચલાવી રહ્યા છે. તે આશ્રમનીન્ન પ્રવૃત્તિઓ અંગે પ્રકાશ પાડતી એક છાપેલી પત્રિકા તેમના પત્ર સાથે તેમણે મેકલી છે. અન્ય હેતુ સાથે આ સાધનાકામનો મુખ્ય હેતુ ધ્યાનયોગનું લાકોને શિક્ષણ આપવાના અને તેના પ્રચાર કરવાનો છે, જે ભાઇ યા બહેનને આવી આશ્રમપ્રવૃત્તિમાં રસ હોય તેમને પ્રધાન મંત્રી, ધ્યાન સાધના સંઘ, સાધનાકામ, ૧૫-૮-૨૦૫, બેગમ બજાર, હૈદ્રાબાદ, (આંધ્ર પ્રદેશ) એ સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ છે. પરમાનંદ) હૈદ્રાબાદ, તા. ૫-૯-૭૦
sesak
આપશ્રી આનંદમાં હશે! ? આપના તરફથી મોકલવામાં આવતું ‘ પ્રબુદ્ધ જીવન' નિયમિત રીતે મળે છે! તેમાં આપની વિચારક્રાન્તિનું અને સજાગ ચિન્તનનું દર્શન થાય છે. આપણી સાધુસંસ્થા અંગેના પરિસંવાદમાં આપશ્રીએ આપના સ્વચ્છ વિચાર ક્રાન્તિપૂર્ણ શૈલીમાં રજૂ કર્યા તે માટે આપને અનેક ધન્યવાદ ! શરીરથી ભલે આપ વૃદ્ધ છે, પરંતુ આપના વિચારો ચિરયુવાન છે. સાધુસંસ્થામાં પેઠેલી વિકૃતિઓને દૂર કરવા માટે ‘પ્રબુદ્ધ જીવન' હમેશ પ્રબુદ્ધ રહે છે. જો સાધુસંસ્થાએ પેાતાનું અસ્તિત્વ ટકાવવું હશે તે તેણે યુગને અનુકુળ બનવું જ પડશે.
લેાચ અને બાળદીક્ષા જેવી વિધાતક પ્રવૃત્તિઓ બંધ થઈ જાય તે! પણ સમાજ થોડો આગળ વધી શકે. ક્રિયાકાંડ માટેના જેટલા આગ્રહ રાખવામાં આવે છે તેને ત્યજીને એટલા જ આગ્રહ આધ્યાત્મિકતા વિષેના રહેવા જોઈએ. ધ્યાન સાધનાના કેન્દ્રો અનેક સ્થળે ખુલવા જોઇએ, જેના પરિણામે સમાજમાં યોગીરાજ આનન્દધનજી મહારાજ, ચિદાનન્દજી મહારાજ, ઉપાધ્યાય યજ્ઞા