________________
તા. ૧-૪-૬
✩
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૭-૮-૬૮ ના રોજ રેવ. ફાધર વાલેસે આપેલ વ્યાખ્યાનની નોંધ). પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ છે. વર્ષ દરમિયાન મેલ ભરાયો હાય, ધૂળ ચાંટી હેય તે સાફ કરવાનો સમય છે.
ભૂલો તો થાય જ, તેની ક્ષમા માગી લેવી. માટે જૈન ધર્મના પવિત્ર પરિશુદ્ધિના રિવાજ અપનાવવા જેવા છે.
અમદાવાદના મારા પહેલા વર્ષે સંવત્સરી વેળા મને એક કાર્ડ મળ્યું હતું. મારા કોઈ વિદ્યાર્થીએ મેકહ્યું હતું. તેમાં મારી ક્ષમા માંગી “મિચ્છામિ દુક્કમ ્ ” કહ્યું હતું. મને તે ખૂબ જ ગમ્યું. આ કેવું સુંદર! માફી માંગીએ અને મેળવીએ પણ,
આપણી ભાવના ગમે તેટલી શુદ્ધ હાય. પણ આપણે માનવીએ છીએ. નબળાઈમાં જાણેઅજાણે ભૂલે થાય જ છે.
એક સાધક સાથે ચર્ચા કરતા હતા તે વેળા તેણે કહ્યું કે ઘણાં વર્ષોથી હું કોઈ નિર્ણય કરતા નથી, ઠરાવ કરતો નથી કે પ્રતિજ્ઞા લેતા નથી. કારણ, અત્યાર સુધી એટલી બધી વાર નિર્ણય કરી તેના ભંગ કર્યો છે કે હવે તેવું નથી કરતો. ભૂલ થાય ત્યારે ભગવાન સે કૃપા માગું છું કે આવું ફરી ન થાય તેવું વરદાન આપે, સહાય માગું છું. આપણે શું કરીશું? ઠરાવેા કરીએ છીએ ને તેાડીએ છીએ.
શરીર પરને મેલ દૂર ન કરીએ તે બેચેની લાગે છે તેવું જ આત્મા માટે પણ છે.
પ્રભુધ્ધ જીવન
મિચ્છામિ દુક્કડમ્
એક વખત કાલેજમાં પરીક્ષામાં એક વિદ્યાર્થી સારું પરિણામ લાવ્યું. મેં તેને અભિનંદન આપ્યાં ત્યારે તેણે કહ્યું “ હું સારા નંબરે પરા થયા પણ તે ખેટી રીતે.’
‘“એ કેમ?'
‘મેં એક દાખલામાં ચારી કરી હતી. એથી મારા દિલમાં શાંતિ
નથી.’
આમ ખોટું કરીએ તેા દિલને ડંખ રહી જ જાય છે.
એક્વાર કલાસમાં ધર્મ ને નીતિની વાતો કરતા હતા. બીજે દિવસે એક વિદ્યાર્થી મને ચૂપચાપ એક પરબડીયું આપી ગયો. પરબીડિયું ખેલ્યું તે તેમાં રૂા. ૩૦ની નોટોને એક પત્ર હતો. તેમાં લખ્યું હતું કે “પાંચ વર્ષ અગાઉ હું લગ્ન પ્રસંગે એક જગાએ ગયો હતો. ત્યાં જાનમાં એક ભાઈ મારી સાથે હતા. તેમની પાસે સુંદર પાકીટ હતું. તેમની જાણ બહાર તે એકવાર પડી ગયું ને મે તે લઈ લીધું. જોયું તે તેમાં રૂા. ૩૦ હતા. પછી ઘણી શેાધખોળ થઈ. પણ પાકીટ પાછું આપવાની ને ચારી કબૂલવાની હિંમત ન ચાલી. પણ સાથે સાથે એ પૈસા વાપરવાની મેં હિંમત ન ચાલી. ત્યારથી એ પૈસા મેં જેમના તેમ સાચવી રાખ્યા છે. આ સાથે તેમનું શીરનામું છે તેમને તમે મોકલી આપશે તે મોટો ઉપકાર થશે. '
આ પ્રકારે કબૂલાત કર્યા પછી એ છેકરો આગળ વધ્યો. કારણ કે તેના મનનો ભાર ઊતરી ગયો. તે ભણવામાં ને રમતગમતમાં ય મેખરે રહેવા લાગ્યો. મનને ભાર ઊતરતાં જ તેની બધી શકિત, ખીલી ઊઠી.
ભૂલો તો કરીએ જ છીએ. પણ કબૂલાતથી શાંતિ મેળવીએ ત્યારે દિવ્ય અનુભવ થાય છે.
ક્ષમા માગવી એ સહેલું છે. પેાસ્ટકાર્ડ નાખવું એ એથીયે રસહેલું છે. પણ ઝઘડો થયા પછી દિલથી માફી માગવી એ સહેલું નથી. સાચાખોટાનો સંકોચ નડે છે. એથી મનનું સમાધાને થતું નથી. પણ ‘મારી યે ભૂલ તો છેજ' એમ માની ઉદારતાથી માફી માગે તો જ દિલને આનંદ થાય. ધન્યતા અનુભવાય. એકબીજા પાસે જઈએ. માફી મળે, આનંદ મળે.
M
૨૪૯
✩
...પણ મુશ્કેલી ત્યાં આવે છે કે જેની માફી માગવાની હૈય તે હયાત જ ન હોય. ત્યારે મનની વાત કરી શકાતી નથી.
એક માસિકમાં લેખકે પોતાના જીવનને એક પ્રસંગ એટલા માટે જણાવ્યા હતા કે તેમ કરવાથી તેને માનસિક શાંતિ મળે.
લેખકના પિતા બીમાર હતા. તેમની બાજુમાં બેસીને તે નવલકથા વાંચતો હતો. પિતાએ કંઈક વાત કરવા માંડી. પણ નવલકથામાં તે એટલે બધા મશગૂલ હતો કે થેડી વાર પછી’ એમ કહી વાત ટાળતો જ રહ્યો. પછી એના પિતા ગુજરી ગયા, તેના મનમાં એ પ્રસંગને અસેસ રહી ગયો, એની માફી માગવાની ય ઈચ્છા થઈ, પણ પિતાજી ગુજરી ગયા હતા, માફી મેં કીની મળે? એટલે તેને આ પ્રસંગ લખીને છપાવ્યા ને એ રીતે મનને ભાર હળવા કર્યો.
ઘણીવાર આવી નાની વાતમાં ખોટું લાગી જાય છે અને મામલા વધે છે. ઘણીવાર માફી માગ્યા પછી ય ાંતેષ રહે છે. ચે:રેલા પૈસા પાછા તો આપ્યા, પણ ગુન્હોતા કર્યો જશે. કે ઈની લાગણી દુ:ખાવીએ ત્યારે ભગવાનને પણ દુ:ખ પહોંચાડયું તેમ લાગે છે. એટલે એ વ્યકિતની માફી માગવા સાથે પ્રભુની માફી માગવી ય જરૂરી રહે છે. કારણ કે આપણે જનસેવા એ પ્રભુસેવા કહીએ છીએ. એટલે પડોશીની સેવા એ પ્રભુસેવા જ થઈ. ધર્મસેવાના આ ઉત્તમ પ્રકાર છે. પછી તો જનનિંદા એ પ્રભુનિંદા જ ગણાય ને. અને જનને દુ:ખ થતાં પ્રભુને ય દુ:ખ થાય. નિશાન નીચે તાક્યું ને તીર ઉપર વાગ્યું! એમના (પ્રભુના) હ્રદયને દુ:ખ થાય.
મહેમાનને ભગવાન માનવાનું અતિથિધર્મમાં છે. આ સુંદર અને સાચી ભાવના છે. એનો અર્થ એ થયો કે મહેમાનના તિરસ્કાર એ ભગવાનના તિરસ્કાર કરવા બરાબર છે.
જેમ મૂર્તિ તોડો તે અપમાન પૃથ્થરનું નહીં પણ ભગવાનનું થાય છે. એમ જ માણસનું અપમાન એ ભગવાનનું જ અપમાન છે. કારણ માણસ એ ભગવાનની જીવતી મૂર્તિ જ છે ને ! એટલે તેને કરેલા પ્રહારનું પરિણામ ઉપર સુધી પહોંચે છે. દુ:ખ ઠેઠ ત્યાં સુધી લાગે છે. તે પછી ક્ષમા કોની પાસેથી માગવી ? માણસ પાસેથી અને ભગવાન પાસેથી પણ. એ મળે તે જ શાંતિ થાય. નીચેનું તો અંદરમેળે પતાવ્યું, પણ ઉપરનું ત્યારે અપમાન કર્યું, તેની માફી માગી નથી.
પેલા સાક્ષરની પણ નાનપણની ભૂલ થઈ હતી. તેણે મેટપૂણમાં માફી માંગી. તેણે ગુન્હો કર્યો. તેના ભગવાન પિતા હતા. મારા પણ પિતા ભગવાન તે છેને. તમે જો ગુન્હો કર્યા પછી લાગ ણીથી માફી આપી શકો તો ભગવાન પણ આપે.
મારી પાસે એક વાર એક વિદ્યાર્થી આવ્યો. તે ખોટે માગે ચડી ગયા હતા. નિરાશાથી તે નિખાલસપણે ચારી આગળ બધી વાત કરતા હતા. હું તે સાંભળતા જતા હતે; અચાનક તે અટકી ગયા. મેં પૂછ્યું કેમ અટકી ગયો? તેણે કહ્યું, ફાધર આ સાંભળી તમને મારા તરફ તિરસ્કાર થતા હશે કેમ? મને એની નિખાલસતા જોઈ તેના તરફ વ્હાલ ઉપજ્યું.
મેં કહ્યું: “ભાઈ, ભૂલે તો જેમ તમારી છે તેમ મારી ય છે. માણસ માણસ વચ્ચે નિખાલસતાથી વાતો કરે છે. મને તારા ઉપર પહેલાં કરતાં મેં હવે વધુ પ્રેમ ઉપજે છે. ભાઈ, ગમે તેમ હાય પણ એક વિનંતિ કરું છું કે મારા પ્રેમ પર શંકા લાવીશ નહીં.
મારી વાત સાંભળી તેની આંખમાં આંસુ આવ્યાં. તેણે હાથ લીધા. જોરથી દબાવી તે ચાલી ગયા. પછી હું એ પ્રસંગ ભૂલી ગયો. બીજે દિવસે હું પ્રર્થના કરતા હતે, પણ પ્રાર્થનામાં દિલ ન ચોંટે. મારા મનનું ઠેકાણુ નહતું. એકાગ્રતા નહિ, ધ્યાન નહિ,