________________
તા. ૧-૩-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૩૫
કોમાં નક્કી થઈ ગયું કે નિકસન જ આવશે. નિકસનના વિરોધી હઠ્ઠીએ સર્વ પ્રથમ નિકસનને અભિનંદન આપ્યા અને બીજા ઉમેદવારો તથા જોન્સને પણ અભિનંદન આપ્યા. જે કોઈ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે છે તે સમગ્ર પ્રજાને લાડીલે નેતા છે અને તે સૌના પ્રીતિ અને આદરને પાત્ર છે. - આવી ભાવના અમેરિકન પ્રજામાં છે, પછી ભલેને તે કોઈ એક પાર્ટીમાં હોય - કારણ તે સમગ્ર પ્રજાએ ચૂંટેલે ગણાય છે. અને જોયું કે જ્યારે પ્રમુખપદની વિધિ થઈ ત્યારે પ્રજાની આ ભાવના પૂરી રીતે વ્યકત થઈ રહી હતી. એ વિધિ ખુલ્લા મેદાનમાં દેશની પ્રજાની સમક્ષ થઈ.
ભારત ધર્મપ્રધાન દેશ ગણાય છે અને આપણે આધ્યાત્મિક તામાં અન્ય કરતા ચડિયાતા છીએ એવી સાચી - ખાટી ભાવના ભારતીમાં ઘર કરી ગઈ છે. પરંતુ રાજ્ય તરીકે ભારત ધર્મનિરપેક્ષ છે અને તેને અર્થ રાજ્ય કરનારા ધર્મની ઉપેક્ષા એ જ સમજે છે અને તે પ્રમાણે જ આચરણ કરતા હોય છે. અને અમારૂ રાજય તે સેકયૂલર છે એ સાચે ખાટો પ્રચાર કરવામાં મેટાઈ માનતા જણાય છે. આ અમેરિકન પ્રજામાં ધર્મને કેવું મહત્ત્વ છે તે પ્રમુખપદની વિધિ વખતે સમજાયું. પ્રમુખપદની વિધિમેં ચાર વાર તે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી અને ઈશ્વરના આશીર્વાદ મંગવામાં આવ્યા. જે ભાષણે થયા તે આ ચાર વાર પાદરીઓએ જ કર્યા અને છેલ્લે પ્રમુખે કર્યું. એ બધાં ભાષણમાં ઈશ્વર ઉપરની અટલ શ્રદ્ધાના દર્શન થના. અને મારે કહેવું જોઈએ કે આ પ્રસંગનું ટેલિવિઝન જોઈને મારું હૃદય પણ ગદ્ગદ્ થઈ ગયું. કયે આપણી ધર્મની ભાવનાનું પતન અને જેને આપણે ધર્મહીન કહીએ જાણીએ છીએ તેમની ધર્મ વિશેની શ્રદ્ધા? પાદરીરને સૂર હ. કે “હે પ્રભુ અમે તમારી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી, તમને બળ આપે કે આપની આજ્ઞા અને આદેશનું યથાર્થ પાલન કરી શકીએ, દુનિયામ શાંતિ અને સુખનું રાજ્ય સ્થાયી કરી શકીએ. અહીં પણ અનેક ધર્મો છે, ખ્રીસ્તી ધર્મના પણ અનેક સંપ્રદાયે છે, છતાં રાજ્યકાર્યમ ધર્મને વચ્ચે લાવવામાં અમેરિકન પ્રજાને કશું અજુગનું લાગતું નથી. પણ આપણે ત્યાં ધર્મની આભડછેટ સરકારને લાગી છે. કોઈ પણ કાર્યમાં ધર્મ ભૂલેચૂકે પણ વચ્ચે ન આવી જાય તેવી તકેદારી સેવવામાં રાજયકર્તાને ગૌરવ અનુભવે છે--આ છે કેવળ દંભ. જે કાંઈ કરવું હોય તે સંસ્કૃતિ-Culture-ને નામે કરવું પણ ભૂલેચૂકે ધર્મને નામે નહિ. આ દંભ સરકારમાં ઘૂસી ગયા છે અને છતાં ભારતી ને ધર્મપ્રધાન છે–એવું ગૌરવ લેવામાં આપણે રાચીએ છીએ. અહીં એ કહેવાનું તાત્પર્ય તે નથી જ કે અમેરિકન પ્રજામાં સાચે જ ધર્મનું સામ્રાજ્ય છે. પરંતુ જ્યાં ધર્મ છે ત્યાં છે જ. તેને આપણી જેમ સંસ્કૃતિનું નામ આપવાને દંભ કરવો પડતો નથી-એટલું જ કહેવાનું જરૂરી છે. પ્રમુખપદની વિધિમાં કોઈ અન્ય ભાષા નહિ પરંતુ માત્ર ઈશ્વરની જ યાદી–આ વસ્તુ જ મને બહુ ગમી ગઈ. તે પ્રત્યે ધ્યાન દોરવું જરૂરી લાગ્યું છે તેથી આ વિવરણ કર્યું છે, જેથી આપણામાંથી દંભ ઓછા થાય અને ધર્મને માટે જે કરવું હોય તે ધર્મને નામે જ કરીએ એવી હીંમત આપણમાં આવે.
પ્રચારમાં સર્વત્ર એક વાત નજરે ચડતી કે પિતાને અને પિતાના કુટુંબીજનોને પ્રજાને પરિચય પ્રથમ આપવામાં આવતા. પ્રમુખપદ સંભાળતી વખતે પણ બાયબલ પતિ-પત્ની બન્નેએ પકડયું હતું. પ્રમુખપદની વિધિ વખતે પ્રમુખ કયા પ્રકારની ટેપી રગાઢશે તે પ્રશ્ન છાપાવાળા વારંવાર કરતા અને કયા પ્રમુખે કેવી ટોપી પહેરી હતી તેને ઈતિહાસ પણ આપ્યું હતું. પરંતુ શ્રી નિકસને તે સૌના આશ્ચર્ય વચ્ચે માથું ખુલ્લુ જ રાખ્યું. પ્રમુખપદ સંભાળીને પ્રથમ તેમણે પિતાની કેબિનેટ ઘૂંટી અને તેમના સૌને
પરિચય આપ્યો. તેમાં એક બાબત ઉપર ભાર આપ્યો તે નોંધવા જેવો છે. મારા મનમાં હાજી હા કરનારા મેં ચૂંટયા નથી પરંતુ તે તે ખાતાના નિપૂણેને મેં ચૂંટાયા છે. મારો મત બરાબર ન હોય તો તે સુધારી શકે એવા સભ્ય મેં આ કેબિનેટમાં લીધા છે. આ બાબત સાચી હોય કે બેટી તે તે ભવિષ્ય જ નક્કી કરશે પણ સિદ્ધાન્ત રૂપે તે ઉત્તમ છે. અને જે ખરેખર એ જ દષ્ટિ નિકસનની હોય તે તે સફળ પ્રમુખ થશે એમાં શક નથી. .
કેબિનેટના સભ્યની પત્નીને પણ પરિચય કરાવવામાં આવ્યો. અને તેમને સમજાવી દેવામાં આવ્યું કે તમારા પતિદેવને સમય રાજકાજમાં ઘણો જશે અને તેથી તમારી અને ઘરનાં બાળકો પ્રત્યે પૂરું ધ્યાન દઈ શકાશે નહિ તે માઠું લગાડશે નહિ. તેમના કાર્યમાં રસ લઈને તેમને મદદ કરો. પછી નાચ-ગાનની પાટિએ થઈ તેમાં હાસ્યરસની રેલમછેલ હતી.
વિશ્વમાં અત્યારે બે રાજ્યો બળવાન ગણાય છે–અમેરિકા અને રશિયાં. તેમાં અમેરિકાના પ્રમુખ થવું એટલે વિશ્વની મહાન
કિતમાં ખપવું. એ હૈદાને ન્યાય આપી શકે તેવી વ્યકિત ન હોય તે વિશ્વમાં તેની અસર માઠી પડયા વિના રહે નહિ, ૨ રીતે મારી જવાબદારી અમેરિકન પ્રમુખની છે. અને નિકસન જ્યારથી પ્રમુખ થયા છે ત્યારથી તેમની હરેક પળ દેશકાર્યમાં જ વીતવાની છે. એ નક્કી છે. સૌથી મોટી સમસ્યાના સમાધાનમાં તે શું કરી શકે છે તે જોવાનું છે. રશિયા અને અમેરિકા લડી ન પડે તે જોવાનું તેને શિરે છે. લડી પડે તેવી ભૂમિકા તૈયાર છે જ, ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે સમાધાન ન થાય તે એમને લડવું પડશે જ એ નક્કી છે. અને દેશમાં આંતરિક શાંતિને આધારે વિયેતનામની લડાઈમાંથી બહાર નીકળવા ઉપર અને કાળી પ્રજાના તેષ ઉપર છે. આ રામસ્યાના સમાધાનમાં તે લાગી ગયા છે અને યથાશીધ્ર સમાધાન થાય તે માટે તત્પર હોય એવા લક્ષણ દેખાય છે. તેમાં તે કેટલી પ્રમાણમાં સફળ થશે તે તે ભવિષ્ય દેખાડશે. પણ નિષ્ઠાપૂર્વક તેમાં નિકસન લાગી ગયા છે તે તે રોજના સમાચારો ઉપરથી જણાઈ આવે છે. આપણે પણ પ્રાર્થો કે તેમાં તે સફળ થાય. કારાણ, તેમની રાફળતામાં વિશ્વનું કલ્યાણ છે અને તે જે નિષ્ફળ જાય તો વિશ્વ માટે વિનાશ સિવાય બીજું કંઈ નથી. ટેરેન્ટો, ૫-૨-૬૯.
દલસુખ માલવણિયા
પાનીમેં મીન પિયાસી :
પાનીમે મીન પિયાસી : કબીરજીના આ ભજનને આધ્યાત્મિક વ્યંગ્યાર્થ ગમે તે હોય, અમને તે આ ભજન આજે કેવળ ભૌતિક- વ્યાવહારિક કારણોસર યાદ આવ્યું છે. દેશમાં અનેક ઠેકાણે પાક ઘણે સારો શો છે. હરિયાણા ઘઉંથી છલકાય છે, તો કેરળમાં કદી નથી થયા એટલે ચેખાને પાક થયે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરે સ્થળોએ પણ જુવાર, બાજરી, કઠોળ સારા પ્રમાણમાં પાકય છે; પણ આ કમનસીબ દેશની તાસીર જ એવી છે કે કોઈ પણ સારી વસ્તુ હોય એને એ બગાડીને જ જંપે છે. વહીવટી જડતા, આજનમાં દૂરંદેશીને અભાવ, ખોરાકને રાજકારણમાં ઉપયોગ એ બધા તત્ત્વને કારણે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આટલો બધે પાક થયો હોવા છતાં એ ભૂખ્યાં જના માં સુધી પહોંચશે કે કેમ એવી શંકા કોઈને થાય છે તે અસ્થાને નહિ ગણાય. પાણીમાં રહેલી માછલી તૃષાતુર જ રહે એવી કબીરજીની અધ્યાત્મવાણી, આપણી અને પરિસ્થિતિના સંદર્ભમાં સાચી પડશે કે શું એવું કોઈને થાય છે તે આશ્ચર્ય શા માટે નહિ ગણાય એ નીચે આપેલા કિસ્સાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે.
હરિયાણાને જ દાખલો લઈએ. હરિયાણામાં રૂા. ૧૬ કરોડને ખર્ચે વિઘ ત સિંચાઈ અને ડિઝલ સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે, અને હરિયાણાના અડીખમ કિસાને આ વ્યવસ્થાને લાભ લઈને ત્યાં મબલખ પાક પકવ્યો છે. સમગ્ર દેશના ઘઉંના પાકને અંદાજ લઈએ તે પહેલાં જેટલો વધારેમાં વધારે ઘઉંને પાક પાક હતો તેના કરતાં ૧૯૬૮માં ૩૫ ટકા વધારે એટલે કે