________________
પ્રસગે થયેલાં પ્રવચન
ક દૃશ્ય
પ્રભુ જીવન
ચન કરે છે.
✩
એકાંત સ્થાનમાં આ સંસ્થાનું નિર્માણ થશે. આપણી પ્રાચીન યુનિવર્સિટીઓ—નાલંદા અને તાશિલા—નું આજે આપણને સ્મરણ થાય છે. જમીનના વિસ્તૃત પટ ઉપર એક સંસ્થાઓમાં જીવનવિજ્ઞાનનાં પ્રયોગા નિષ્ણાત ગુરુઓ દ્વારા થતા હતા અને એ જમાનામાં જ્યારે વાહનની સગવડોના અભાવ હતા ત્યારે પણ દેશવિદેશથી હજારો વિદ્યાર્થીઓ ત્યાં આવીને અધ્યયન સંશાધન કરતા હતા, અને પછી પેાતાનાં દેશમાં તે વિદ્યાનો લાભ બીજાઓને આપતા હતા. આજે પણ દેશનાં ગૌરવરૂપ નાલંદા યુનિ,’ સંસ્થાનાં અવશેષો આપણને જોવા મળે છે.
આપણાં જૈન દર્શનમાં કેટલું સુંદર રીતે સમજાવ્યું છે કે ‘પઢમં નાણું તઓ દયા” પહેલાં જ્ઞાન અને પછી દયા, અર્થાત પહેલા જ્ઞાનની પ્રાપ્તિ હોય તો જ એ પાત્રમાં અન્ય ગુણ્ણાના અને લસ્વરૂપ દયા અને સેવાભાવનાનો આપોઆપ વિકાસ થઈશકે છે. જ્ઞાનનાં પ્રકાશના ઉદ્ભવ માટે મન પર, મનની ચેતના પર પ્રયોગ કરવા પડે છે, એક મહાન સંત અને આપણી વચ્ચે ફ્રેક કર્યાં પડે છે? આપણાં શરીરો સરખાં હોય છે, એક જ જાતનાં તત્વાનાં બનેલાં હોય છે, તો ફરક માત્ર મનની ચેતનામાં જ પડેલા હોય છે. આ ચેતનાનાં અણુઓ ઉપર પ્રયોગો થાય તો ચેતના બદલાઈ જાય છે. કુદરતી ક્રમમાં ધીરે ધીરે એનો વિકાસ થતા હોય છે, જ્યારે ચાક્કસ પ્રયાગા દ્વારા એના ઝડપી વિકાસ શકય છે, અને આ જ જન્મમાં તે જ્ઞાન કેવલ્ય સુધી પહોંચવાની સંભવના ઊભી થાય છે. આપણું આ શરીર કીંમતી નથી, પણ તેમાં રહેલું ચૈતન્ય કીંમતી છે અને ચૈતન્ય પર પ્રયોગ કરનારા અને પ્રયોગમાં બેસનારા કીંમતી છે. આ પ્રયોગમાં શરીરને હોમવાનું છે. આમ પણ આપણુ જીવન બીજા ક્ષુલ્લક કાર્યોમાં હોમાઈ તો રહ્યું છે, તો જીવનવિકાસ
અને સમૃદ્ધિનાં આવા સુંદર યજ્ઞમાં જ કાં ન હેામીએ ? પરમાત્મ— ચેતનાનો સાચો અહંકાર પ્રગટશે ત્યારે બધા ક્ષુલ્લક નકામાં અહંકાને આપોઆપ ગળી જશે. આવા પ્રયોગો વિષે વિચાર અને સંશેાધનનું ક્ષેત્ર આપણે ત્યાં ખૂબ ખેડાયું છે, અને આવા જીવન વૈજ્ઞાનિકો આજે પણ આપણી વચ્ચે વિચરી રહ્યાં છે. છતાં પ્રસિદ્ધ ગીતા-વાક્ય પ્રમાણે
अवजानन्ति मां मूढा मानुषी तनूमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।
અધ્યાય ૯મા, શ્લોક ૧૧મો. ઈશ્વરનાં પરમ ભાવને ધારણ કરીને વિચરતામને
સંપૂર્ણ ભૂતના આધારરૂપ મહાન ન જાણનારા ગૂઢ લોકો, મનુષ્યશરીર પરમાત્માને તુચ્છ સમજતા હોય છે.
જેવું જ્ઞાન તેવું જ કામ થાય છે. એટલે પ્રથમ જ્ઞાન હોવાના કેટલી બધી કીંમત છે, કેટલી જરૂર છે તે સમજાય છે. જ્ઞાનં વિના કામ નહીં તેવી આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ. જ્ઞાન વિના કામ શી રીતે થાય? અને કહીએ તે તેમાં સફળતા પણ શી રીતે મળે? અધૂરા જ્ઞાનથી કરેલું કાર્ય હંમેશા અધૂરું જ હોવાનું અને અધૂરામાં હંમેશ સંઘર્ષ જ હોય. કોઈ પણ કાર્ય કરવાનું હોય તે તેમાં પ્રથમ જ્ઞાન જ કામ આવે છે. જ્ઞાનપૂર્વક પહેલા સમજીને કાર્યને ગાવવામાં આવે તો તેમાં ‘રીધમ' સંવાદિતા પેદા થાય છે. જ્ઞાન મેળવીને કામમાં લાગીએ તા. આધ્યાત્મિક વિભાગ સાથે સાથે ભૌતિકવિભાગ પણ સમૃદ્ધ થાય છે. જ્ઞાન વિના સર્જનાત્મક વિચારધારા શક્ય નથી. તે વિના માત્ર અનુકરણ જ શકય બનશે, અને અજ્ઞાન જ પેદા થયા કરશે. આપણાં નવકારમંત્રનાં પાંચમા ચરણને સાધુ તે માત્ર સંન્યાસી કે તપસ્યા કરતા એકલવિહારી નહીં પણ મોટા વૈજ્ઞાનિક અને સંશોધક હોવા જોઈએ એમ લાગે છે. એક સાચા સાધુ, સાચો યોગી આવે છે ત્યારે ધરતી અને સમાજમાં ખળભળાટ મચી જાય છે, મૂલ્યાંકન બદલાઈ જાય છે. તો એવા વધારે સાધુએ પાકે તો શું ન થાય? આપણી સંસ્થામાં આવાં નમ્ર પ્રયોગો કરવાનું વિચાર્યું છે. બાળક સાળ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેને આત્મજ્ઞાન સિદ્ધ થયુ હેવું જોઈએ, તેની દષ્ટિ ખુલી ગઈ હોવી જેઈએ, શિક્ષણક્રમમાં આ વિજ્ઞાનને પ્રથમ સ્થાન આપવામાં આવે તા તે બાળકની બેઉ બાજુએ દઢ અને સમૃદ્ધ બની શકે છે અને તે જ્ઞાની અને જાગૃત બાળક પછી કોઈ વિપરીત, વિનાશક, અને સમાજ કે દેશને માટે હાનિકારક કાર્યમાં કેમ જ જોડાઈ શકે? બાળકોને ભણાવવા માટે મેટા પ્રમાણમાં શિક્ષિકાઓની જરૂર પડવાની છે. એટલે આ દેશને
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ પ્રવચન કરે છે.