________________
તા. ૧૬-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૬g
સફળતા મળે. સંસ્થાકીય પાંખ પોતાના જ પક્ષની સરકાર સામે તહોમતનામું ઘડવામાં પડે તે વિરોધીઓને જ બળ મળે. કેંગ્રેસ પ્રમુખ અને વડા પ્રધાનની જવાબદારીઓ અને મર્યાદાઓ ૨૫ ઑગસ્ટના એકતાના ઠરાવમાં બરાબર મૂકવામાં આવી છે, પણ કેંગ્રેસપ્રમુખે વડા પ્રધાન સાથેના પત્રવ્યવહારમાં જે પ્રકારની ભાષા વાપરી છે અને આક્ષેપ કર્યા છે તે કેંગ્રેસને શોભા આપતા નથી. સિન્ડિકેટને આક્ષેપ છે કે ઈન્દિરા ગાંધી એકહથ્થુ અથવા સરમુખત્યારશાહી રીતે કામ કરે છે અને વ્યકિતપૂજા કેળવે છે. આવા આક્ષેપે નેહરુ અને સરદાર સામે પણ થતા હતા. મેરારજીભાઈ સામે પણ થયા છે. સત્તાસ્થાને બેસેલ કોઈ પણ વ્યક્તિ સામે વધતે ઓછે અંશે આવા આક્ષેપ થવાના જ. નેતા સાથીદારોની કેટલી વફાદારી મેળવી શકે છે તેમાં જ તેની સફળતા છે. ગાંધીજી નાનાને મેટા કરી બતાવતા. વ્યકિતપૂજા આ દેશમાં સદા રહી છે. સાધુસંતે હોય કે રાજકીય નેતાઓ–કિત પાછળ જ આપણે જઈએ છીએ. જાગૃત પ્રજામત આ અટકાવી શકે.
આ બધી વાતને નિર્ણય તે બંધારણીય રીતે જ થઈ શકે. કેંગ્રેસ મહાસમિતિના સભ્યોને પોતાને અભિપ્રાય વ્યકત કરવાની વહેલામાં વહેલી તક આપવી જોઈએ. સિન્ડિકેટ આ વસ્તુ ટાળે છે. મહાસમિતિમાં અને કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષમાં પોતાના પક્ષે મેટી બહુમતિ છે. એમ ઈન્દિરા ગાંધીને દાવો છે. મહાસમિતિની ખાસ બેઠક બોલાવવાની માંગણીને અસ્વીકાર કરી સિન્ડિકેટે પોતાના પક્ષની નિર્બળતા બતાવી છે. આ સ્વીકાર માટેનાં કારણે વ્યાજબી જણીતાં નથી. બંધારણીય વિવાદથી અથવા છટક્નારીએ શેાધવાથી આવી વાતને નિકાલ ન આવે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આવેદનપત્ર ઉપર ખેટી સહીઓ છે અથવા ધાકધમકીથી કે લાલચ અને ભયથી સહીઓ લેવામાં આવી છે. આ વાત સર્વથા પાયા વિનાની ન હોય તો પણ, તેની પ્રતીતિ તો મહાસમિતિની બેઠક બોલાવીને જ થાય -ટાળીને નહિ. આવી રીતે બન્ને પક્ષે અજમાવવામાં આવે છે તે હકીકત છે. શિસતના નામે ઈન્દિરા ગાંધી અથવા તેમના સાથીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કેટલાક સામે શિસ્તના પગલા લેવામાં આવે તેથી આ પરિસ્થિતિને સાચે ઉકેલ આવવાને નથી.
સિન્ડિકેટના સભ્ય એમ માનતા લાગે છે કે ઈન્દિરા ગાંધીને વડા પ્રધાનપદે રહેવા દેવામાં દેશનું હિત નથી તેથી તેમને ખસેડવા જોઈએ. પ્રજાને જેટલું વિશાળ ટેકો અને સહકાર ઈન્દિરા ગાંધી મેળવી શક્યા છે તેટલે સિન્ડિકેટના કોઈ સભ્ય મેળવી શકે તેમ નથી
એ વર્તમાન વાસ્તવિકતા છે. ઈદિરા ગાંધીના ટેકેદારોમાં કેટલાક : નબળા માણસે છે જેનામાં પ્રજાને વિશ્વાસ નથી એ હકીકત છે. . પણ વડીલ નેતાઓ તેમને ઉખેડી નાખવા જે માગતા હોય છે જેને ટેકે મળે તે તેણે લેવો રહ્યો. દુર્ભાગ્યે વડીલ નેતાઓને આમ જનતા સાથે અથવા યુવાન પેઢી સાથે સંપર્ક રહ્યો નથી. ઈન્દિરા ગાંધીને વડીલ નેતાઓને ટેકો મળી રહે અથવા છે, તેમને વિરોધ ન હોય તો સંભવ છે કે કેંગ્રેસ સબળ થાય અને સામ્યવાદીઓનું જોર ઘટે. ગાજે બીજી કોઈ એવી વ્યકિત નજરમાં નથી આવતી કે જે પ્રજાને મોટા પાયા ઉપર વિશ્વાસ સંપાદન કરી શકે. સિન્ડિકેટ હવે ડે. રામસુભગસિંગને નેતાગીરી સંપવા માગતી હોય એવી વાત આવે છે. 3. સિંગ સજજને વ્યકિત છે. પણ એવી જવાબદારી ઉપાડવાની અને આમજનતાની વફાદારી મેળવવાની તેમનામાં શકિત હોય તેવું જણાતું નથી. ઈન્દિરા ગાંધીરો પિતાની હિંમત અને શકિતને પૂરતો જો પરિચય આપ્યો છે. પારકાના જ બળ ઉપર આટલે મેટો સંઘર્ષ લબ્ધપ્રતિષ્ઠ વડીલ નેતાઓ સાથે સફળતાપૂર્વક કોઈ કરી ન શકે. ઈન્દિરા ગાંધીએ ઘણે આત્મવિશ્વાસ કેળવ્યો હોય તેમ દેખાય છે. વડીલ નેતાઓની કદાચ આ જ ફરિયાદ છે. ઈન્દિરા ગાંધીને વડીલ નેતાઓને ટેકો મળે તે કદાચ તે ઓછી ભૂલ કરશે અને નબળી વ્યકિતઓને સાથ લેવાની તેમને ફરજ નહિ પડે.
અત્યારે તે એમ લાગે છે કે કેંગ્રેસ સંસ્થાને કબજો મેળવવા આ વિગ્રહ છે. સંસ્થામાંથી કોણ કોને હાંકી કાઢે છે તેની લડાઈ છે. ઉચ્ચક્ષાએ શરૂ થયેલ આ સંધર્ષ રાજોને પણ સ્પર્શી રહ્યો છે. છેક છેલ્લી કક્ષા સુધી પ્રદેશ સમિતિ, જિલ્લા અને તાલુકા અને ગ્રામ સમિતિએ સુધી પહોંચશે. કેંગ્રેસમાંથી નીકળી ન પક્ષ રચવા કોઈ તૈયાર નથી. બે સમાન્તર કેંગ્રેસે કેટલેક વખત ચાલે, જુદે જુદે સ્થળે એક અથવા બીજા પક્ષને કબજો રહે એમ પણ બને. પાર્લામેન્ટમાં સરકારને હરાવવા પ્રયત્ન થશે.
પાર્લામેન્ટમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થાય તો બીજો કોઈ પક્ષ અથવા પક્ષે સાથે મળીને પણ સ્થિર સરકાર રચી શકે એવો સંભવ નથી. તે વચગાળાની ચૂંટણી જ કરવી પડે. જો કે આ પ્રસંગ આવે એવું અત્યારે જણાતું નથી. ચચગાળાની ચૂંટણી માગવાની ઈન્દિરા ગાંધી ઉતાવળ કરશે, નહિ, કરવી જોઈએ નહિ.
બીજા રાજકીય પક્ષો પોતાના વલણની પુનર્વિચારણા કરી રહ્યા છે અને આ પરિસ્થિતિને લાભ ઊઠાવવા તૈયારી કરી રહેલ છે. કેંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હજી પણ ડહાપણથી કામ લે અથવા દેશહિતને જ લક્ષમાં રાખી સમાધાન કરે તે સારું છે. નહિ તો કેટલાક વખત અસ્થિરતા માટે પ્રજાએ તૈયાર રહેવું પડશે. તેથી ગભરાવાનું કાંઈ કારણ નથી.
ઈન્દિરા ગાંધીને એકંદરે ટેકો આપી કેંગ્રેસને સબળ બનાવવી અને દેશને સ્થિર રાજતંત્ર આપવું એમ મને યોગ્ય લાગે છે. કારણ કે વર્તમાન વાસ્તવિકતા એ માગે છે. કે વયકિતવિશે વિચાર કરવો પડે છે કારણ કે અત્યારે તે અનિવાર્ય જણાય છે, નહિ તે ગાંધીજીએ કહ્યું હતું તેમ કોંગ્રેસ એક રાજકીય પક્ષ મરી જાય અને લેક્સેવા માટેની સંસ્થા જ રહે અને બન્ને પક્ષે પિતાના નવા રાજકીય પક્ષે સ્થાપે એ જ માર્ગ રહે છે. કેંગ્રેસના નિર્જીવ દેહ માટે લડવાનું છોડી દેવું. કારતક સુદી ૧, ૨૦૨૬
ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧૦-૧૧-'૬૯.
પુરક નેધ સિન્ડિકેટના સભ્યોએ -ખંડિત વર્કિંગ કમિટીએ - આખરી ઘા કર્યો છે. ઈન્દિરા ગાંધીને કેંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કર્યા છે અને કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષને નવા નેતા વિના વિલંબે ચૂંટવાને આદેશ આપ્યો છે. કેંગ્રેસના, દેશના અને દુનિયાના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ બનાવે છે. ગ્રીક કરુણાન્ત નાટકની પેઠે, તેના પાત્ર કોઈ અદ્રશ્ય શકિતથી ધકેલાયાં, અવશ, અંત સુધી પહોંચ્યા છે. સિન્ડિકેટના સભ્યોએ આ નિર્ણયના સમર્થનમાં લાંબો પ્રસ્તાવ કર્યો છે. તેને સાર એ છે કે હાઈ કમાન્ડની આજ્ઞા ઈન્દિરા ગાંધીએ માની નથી. વર્કિ‘ગ કમિટી અને મહાસમિતિની જુદી બેઠક બોલાવી શિસ્તને ભંગ કર્યો છે. વાત ખરી છે. એમ કરવાની ફરજ ઈન્દિરા ગાંધીને શા માટે પડી? કોણે પાડી? સિન્ડિકેટના સભ્યોની એવી માન્યતા જણાય છે કે, વડા પ્રધાન સામે આટલાં સખત પગલાં લેવાય તો તેમના ટેકેદારોમાં ભય પેદા થાય અને તેમને મળતા સાથ ઓછો થાય. સંભવ એ છે કે પરિણામ તેનાથી જુદું જ આવશે. કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષને નવા નેતા ચૂંટવાને આદેશ આપ્યો છે. આજે મળેલ કેંગ્રેસ પાર્લામેન્ટરી પાની બેઠકમાં ઈન્દિરા ગાંધીને મેટી બહુમતીથી ટેકો મળ્યો છે. સિન્ડિકેટના કોઈ ટેકેદાર હાજર ન રહ્યા. કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે ઈન્દિરા ગાંધી સત્તા સ્થાને છે માટે આ બધે ટેકો મળે છે. હકીકતમાં ટેકો છે માટે સત્તાસ્થાને છે. એ ખરું છે કે કેટલાક વર્ગ સત્તાસ્થાને હોય તેના તરફ ખેંચાય. રાજકીય ક્ષેત્રમાં આ જાણીતી હકીકત છે. સિન્ડિકેટના સભ્યો પણ ટેકો મેળવવા સત્તા માટે લડી રહ્યા છે. અને શું નહિ કરે તે જોવાનું છે. વર્કિંગ કમિટીના ઠરાવમાં જણાવ્યું છે કે લેકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા આ પગલું લેવું પડયું છે. બહુમતીને અવગણવી અને બહુમતી કોના પક્ષે છે તેને નિર્ણય કરવાની તક જ ન આપવી એ લોકશાહી નથી. વર્કિંગ કમિટીના નિર્ણયથી ઘણા ય બંધારણીય મુદ્દા ઊભા થશે. પણ છેવટ વાસ્તવિકતા ઉપરજ અંતિમ નિર્ણયને આધાર રહે. અત્યારની