________________
તા. ૧-૧૦-૬૯
પ્રબુદ્ધ નન
૧૩૩
થશે. ચેથા ગ્રંથમાં જૈનધર્મ ઉપર દેશ - વિદેશના વિદ્રાનેએ જે સારા " સારા લેખ લખ્યા છે અને પ્રગટ થયા નથી અગર સરળતાથી મળી શકતા નથી તેવા કોષ્ઠ નિબંધ હશે. પાંચમે ગ્રંથ “જૈન વિચારધારાને ઉદ્ભવ અને વિકાસ” નામથી પ્રકાશિત થશે, જેમાં આગમશાસ્ત્રોના પાઠ મૂકવામાં આવશે તેમ જ તેની પૂર્વભૂમિકા પરિચય દ્વારા સમજાવવામાં આવશે. આ સાહિત્યની સાથે સર્વમાન્ય જનતાને ઉપયોગી હોય એવું સાહિત્ય પણ મૂકવામાં આવશે.
સંપાદક મંડલ ઉપર જુદા જુદા વિચારે – સૂચને આવશે તેના ઉપર યોગ્ય વિચારણા કરી ઉપયોગી સાહિત્ય જરૂરિયાત મુજબ પ્રગટ કરવામાં આવશે. આ સમિતિના પ્રયત્ન એ રહેશે કે આ મહાન અને વિશિષ્ટ પ્રસંગ પર તૈયાર થનું સાહિત્ય સર્વશ્રેષ્ઠ બને. એટલા માટે જૈન સમાજના આગેવાન વિદ્વાનોનું સંપાદક મંડળ બનાવવામાં આવેલું છે.
૧ ડે. એ એન. ઉપાધ્યાય, ડીન, કોલ્હાપુર વિશ્વવિદ્યાલય. ૨ ડું. દલસુખભાઈ માલવણિયા, ડાયરેકટર, લાલભાઈ દલપત
ભાઈ ભારતીય વિદ્યામંદિર, અમદાવાદ. ૩ ડૅ. નથમલ ટાંટીયા, ડાયરેકટર, વૈશાલી પ્રાકૃત ઈન્સ્ટિટયૂટ,
વૈશાલી. જ ડે. મેહનલાલ મહેતા, ડાયરેક્ટર, પાર્શ્વનાથ જૈન વિદ્યા
કોમ, વારાણસી. ૫ ડે. નેમીચંદજી જૈન, ડાયરેકટર, જૈન સિદ્ધાંત સભા, આરા. ૬ પં. શ્રી. કૈલાસચંદ્રજી, સંચાલક, સ્યાહૂાદ વિદ્યાલય, વારાણસી
આ સંપાદક મંડળની ૨૨ મી ફેબ્રુઆરી ૧૯૬૯ના દિને સભા મળી હતી, જેમાં ક્યું કાર્ય કયા વિદ્વાને મારફત કરાવવું એ નિર્ણય લઈને તે તે વિદ્વાનોને લેખો માટે આમંત્રણ મોક્લાવેલ, જે પૈકી ઘણા વિદ્વાનેની સંમતિ આવી ગઈ છે,
વિશ્વસંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ફાળે કેટલો છે તેને બરાબર ખ્યાલ આવે તે માટે આ પ્રસંગે સાહિત્ય અને ક્લાનું મોટા પાયા ઉપર પ્રદર્શન ગોઠવવાને પણ નિર્ણય લેવાય છે.
આ મહાન પ્રસંગ ઉપર જ્ઞાનપ્રચાર સિવાય માનવસેવાની કાર્યને પ્રારંભ થવો જરૂરી માનીને સને ૧૯૬૭માં ભગવાન કલ્યાણક દિવસના ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની સ્થાપના કુદરતી આફતોમાં પીડિતાની સેવા માટે કરવામાં આવેલ છે, જેનું પણ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી કરમુકિત મેળવી લીધેલ છે. - છેલ્લાં બે વર્ષમાં ભ. મહાવીર કલ્યાણ કેન્દ્ર બિહાર, ગુજરાત, રાજસ્થાનમાં જે સેવાકાર્ય કરેલ છે, એની સરકારે, કાર્યકરોએ અને જનતાએ પ્રશંસા કરી છે. બિહારમાં ભગવાન મહાવીરના ધર્મપ્રચારના ક્ષેત્રો પાવાપુરી, રાજગૃહી વિભાગમાં સાડાપાંચ માસ સુધી કાર્યકરોએ રહીને ૪૦૦ ગામમાં ૪૦ રડાં ચલાવીને હંમેશ ૪૦ હજાર માણસને મફત યા નજીવી રકમ લઈને ભેજન આપેલ છે. દક્ષિણ ગુજરાતમાં રેલ આવતાં આપદગ્રસ્ત પીડિતાને ત્રણ માસ મદદ કરી છે અને વેપાર-ઉદ્યોગ માટે કેન્દ્ર લોન અપાવી ઘણાં કટુંબને સ્થિર કર્યા છે. રાજસ્થાનમાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ સતા ત્યાં કાર્યકર્તાઓએ ફેંક્ટરી સારવાર, કપડાં, અનાજ અને બીજી મદદ આપવાનું કામ કરેલ છે અને કરી રહ્યાં છે, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પશુ અને માનવરહિતનું કામ કરેલ છે. આ બધામાં આજ સુધી સાત લાખ રૂપિયા ખર્ચ કરેલ છે.
કાર્યક્રમ - ભગવાન મહાવીરને નિર્વાણ થયાને ૨૫૦૦ વર્ષ ૧૩ નવેમ્બર ૧૯૭૪ માં પૂરા થતાં જ એજ દિવસથી એક વર્ષે દિવાળી આવે ત્યાં સુધી જુદા જુદા કાર્યક્રમો યોજવા, જેમાં ભગવાન મહાવીર, તેમનાં કાર્યો તથા ઉપદેશથી જનતા વાકેફ થાય.
પ્રથમ દિવસ વિશ્વમૈત્રી દિવસના રૂપમાં મનાવવા માટેના પ્રયત્ન થશે. જે દિવસે કોઈ પણ પ્રકારની જીવ - હિંસા (પશુવધ) ન થાય અને દરેક વેર વિરોધ ભૂલીને પ્રેમથી ઊજવે એવા પ્રયત્નો અને પ્રચાર થશે.
આ ઉત્સવને પ્રારંભ ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ – પાવાપુરીથી માંડીને શક્ય હોય એટલા સ્થળોએ મનાવવી.'
આ વર્ષમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણકને દિવસ પણ તેઓના જન્મસ્થળમાં વિશિષ્ટ સમારોહ સાથે ઊજવવો અને દેશ-વિદેશમાં મોટા પાયા ઉપર આ દિવસ ઊજવાય એવા પ્રબળ પ્રયત્ન કરવા તેમ જ ભગવાન મહાવીરનું જીવન અને કાર્યના વિષયમાં સારા વકતાઓનાં પ્રવચને જવા, સારા લેખકોના જુદા જુદા લેખે તથા પુસ્તકો પ્રગટ કરવા એમ વિચારાયું છે.
વર્ષને અંતે બધા સ્થળોએ સભાઓ યોજી તેમાં વ્યાખ્યાને ઉપરાંત પરિસંવાદ, સાહિત્ય પ્રકાશન, પ્રદર્શન વિ. કાર્યક્રમ યોજવા.
અહિંસાના પ્રચાર માટે શાકાહારી ભોજનને પ્રચાર સભાઓ અને સાહિત્ય દ્વારા કરવામાં આવશે. પ્રચારની સાથે રચનાત્મક કામ થાય એવા પ્રયત્ન પણ થશે.
આ મહાન કાર્યમાં સરકાર તરફથી વધારેમાં વધારે સહકાર મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આકાશવાણી, પિસ્ટલ ટિકીટ, પાસ્ટરો અને સાહિત્ય પ્રકાશન વિ. દ્વારા ભગવાન મહાવીરને કલ્યાણકારી ઉપદેશને પ્રચાર સરકાર કરે એવા પ્રયત્ન થશે. યુનેસ્કો તથા વિદેશમાં સાંસ્કૃતિક સંસ્થાઓ પણ આ કાર્યમાં સહયોગ આપે તેવા પ્રયત્ન કરવામાં આવશે.
દેશભરમાંથી આ ઉત્સવના વિષયમાં અનેક ઉપયોગી સૂચને મંડળ પાસે આવી રહ્યાં છે. આ બધા ઉપર આજ વિચાર કરવાને બદલે તે સમયે વિચાર કરવાનું યોગ્ય થશે. આજે તે એવાં કાર્યો હાથ ધરવાની જરૂર છે કે જેને સારી રીતે પાર પાડવા વધુ સમયની જરૂર છે અને તે કામે સમિતિએ શરૂ કરી દીધેલ છે.
ઉત્સવ સંબંધી કામની છેજના આજના અસ્થિર રાજકીય વાતાવરણમાં રાખવી તે યોગ્ય નથી તેમ જ ઉપયોગી પણ નથી. ૧૯૭૨ ની ચૂંટણી પછી કામની યોજના હાથ ઉપર લેવામાં આવશે અને એ સમયે એ કાર્યોને માટે કમિટી બનાવીને એ કામ પૂર્ણ કરવામાં આવશે. આજે આ કાર્ય માટે પ્રચાર કરવાથી સમાજના પૈસાને અને શકિતને દુરૂપયોગ થશે.
સમાજના પૈસાને બરાબર અને યોગ્ય ઉપયોગ થાય એ દષ્ટિથી સાહિત્ય પ્રકાશનની યોજના પ્રથમ હાથ ધરી છે. જેમાં છ લાખ રૂપિયાનો ખર્ચ છે. આમાં સમાજને સહકાર જરૂરી છે.
આશા જ નહિ પણ પૂરો વિશ્વાસ છે કે આવા ઉપયોગી મહત્ત્વપૂર્ણ કાર્યને માટે સમાજ સ્વેચ્છાએ સહાયતા કરી સમિતિની કાર્યકરોના ઉત્સાહમાં વધારે કરશે.
સમાજ પાસે વિજ્ઞપ્તિ - જૈન સમાજ દરેક કાર્યમાં ઉદારતાથી દાન દેતે આવેલ છે અને આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં ઈચ્છા મુજબ ઉત્સાહપૂર્વક દાન : આપશે. સમિતિએ એ પણ નક્કી કરેલ છે કે કોઈ પણ એક વ્યક્તિ અગર સંસ્થા પાસેથી દશ હજારથી વધારે રકમ ન લેવી. જેની જે ઈચ્છા હોય તે અઢી હજારથી દશ હજાર સુધી દાન આ કાર્યમાં સ્વેચ્છાએ કરી શકે છે.
આશા છે કે સમાજ આ કાર્યને માટે સમિતિને યોગ્ય સહકાર દઈને ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ જયંતી ઊજવવા માટે તક આપશે.
પૂરક નોંધ: આ કાર્ય માટે આજ સુધીમાં લગભગ એક લાખ રૂપિયાની રકમો નોંધવામાં આવી છે અને ફાળે એકઠો કરવાનું કામ ચાલે છે. - બે યુવાન પર્વતારોહકોની રોમાંચક આરોહણ કથા
આ લેખને ત્રીજો હપ્ત સ્થળસંકોચને કારણે આ અંકમાં પ્રગટ કરી શકાયું નથી, તે આવતા અંકથી ક્રમશ: પ્રગટ કરવામાં આવશે--તંત્રી.