________________
તા. ૧-૯-૬૯
પ્રભુ
જીવન
૧૦૩
પ્રાર્થનાનો પ્રભાવ
(૧૦૦ માં પાનાથી ચાલુ) મારી પાસેથી છીનવી લેતે હશે !” તેની નજર સમક્ષ બાળકના મૃત્યુની ભયંકર કૂરતી ખડી થઈ ગઈ. છતાં, હિંમત સાથે તેણે બાજુના ગામની ૉસ્પિટલમાં ટેલિફોન કર્યો, પણ હૅપિટલ ઘણી દૂર હોવાથી ત્યાંથી તાત્કાલિક કોઈ મદદ મળે એમ હતું નહિ. ટેલિફોન ઑપરેટર પાસે બીજી હૈસ્પિટલના ફોન નંબર માગ્યા. પણ એ જ જવાબ કે અત્યારે કોઈ પણ વેંકટર મળી શકે એમ નથી. પાદરી Š. સ્મિથ હતાશ થઈ ગયા. પિતે ધર્મગુરુ હતા. તેમની પોતાની પાસે, કેટલાંયે માબાપે તેમનાં પુત્ર-પુત્રીઓ મરી ગયેલા ત્યારે, આવ્યા હતા અને તે બધાને પોતે કેવું કેવું આશ્વાસન આપતા હતા? દરેકને ધીરજથી, પ્રેમથી સમજાવતા અને કહેતા કે ઈશ્વરે જે નિર્માણ કર્યું છે તે આપણે નિભાવી લેવું જોઈએ. ઈશ્વરે જે કર્યું છે તે સારા માટે જ કર્યું હશે ! એવું એમણે કેટલાંયને સમજાવ્યું હતું. હવે અત્યારે જયારે પોતાના ઉપર અસહ્ય દુ:ખ આવી પડયું છે ત્યારે એ બાબત પોતે જ કેમ ભૂલી જાય છે અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા કેમ ગુમાવી દે છે? - આવા તેમને વિચાર આવવા લાગ્યા.
આ વિચારધારા એક સરખી એમના મગજ ઉપર સવાર થઈ રહી હતી, ત્યાં એમને બાઈબલનું એક સૂત્ર યાદ આવ્યું.
શાંત થા અને ખૂબ સ્વસ્થતાથી વિચાર કર કે હું પાતે જ ઈશ્વર છું.”
આ વિચાર આવતાની સાથે જ ડં. સ્મિથની ડગમગતી શ્રદ્ધામાં ચેતન આવ્યું. અનિશ્ચિતતાની ઘડી લગભગ પૂરી થઈ. બાઈબલના સૂત્રે ર્ડો. સ્મિથના હૃદયમાં અનેરો પ્રકાશ પ્રગટાવ્યો અને તેમની ડગમગતી શ્રદ્ધાની દિવેટમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું અમેલિ ઘી રેડાયું અને શ્રદ્ધાને દીપક વધારે વેગથી ઝળહળી ઊઠયો. અને ડે. સ્મિથના મનમાં અચાનક અવાજ આવ્યો કે “જેને તું પ્રચાર કરે છે તેને જ તું તારા આચરણમાં મૂક” અને તરત જ તેમણે ટેલિફોનનું રિસિવર મૂકી દીધું અને ઘૂંટણે પડી એકાગ્ર ચિત્તે તેઓ પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા.
“હે સર્વ જગતના પિતા! મારી સર્વ શકિત ને પ્રાણ પાથરીને તારા પ્રત્યે પ્રાર્થના કરીને હું વિનવું છું કે મારા નાના પુત્રની જિંદગી બચાવ! અને એને મૃત્યુના મુખમાંથી હું ઉગારી લે. જો મારા પુત્રનું મૃત્યુ નિશ્ચિત જ હોય તો હું લાચાર છું. આટલા સમય મારા પુત્રને મારી સાથે રહેવા દીધા એટલા માટે તારે ખૂબ ખૂબ આભાર.”
હજુ . સ્મિથ આભાર માની રહ્યા છે તેટલામાં તે જાણે કે પરમ કૃપાળુ પરમેશ્વરે . સ્મિથની પ્રાર્થના સાંભળી હોય એમ એના જવાબ રૂપે ટેલિફોનની ઘંટડી વાગી. તે ટેલિફોન હલીવૂડના ડૉક્ટરને હતે. ટલિફોનમાં વેંકટરે કહ્યું કે “હમણાં મને સમાચાર મળ્યા છે કે એક જાણીતા વિદેશના સર્જન તમારા ગામમાં આજે - આવવાના છે. તમને એ ચોક્કસ મદદ કરશે. તમે એમને સંપર્ક સાધો.” એમનું નામ અને સરનામું ડે. સ્મિથને તેમણે આપ્યા.
વિદેશના એ રૅક્ટરનું નામ ગોખતાં ગેખતાં પાદરી ર્ડો. સ્મિથ પિતાની સાયકલ લઈને તે સર્જનને બોલાવવા દોડી ગયા, કાળી માઝમ રાતની અંધારી ગલી કૂંચીઓમાં પસાર થઈને તે યુપિયન ટૅક્ટરના ઘેર પહોંચ્યા. યુરોપિયન ડૉકટર પોતાના ઘરના દરવાજા આગળ ઉભા હતા. તેઓ બહાર ફરવા જવાની તૈયારી કરતા હતા, ત્યાં પાદરી ડે, સ્મિથ ખૂબ ગભરાયેલા અવાજે બોલ્યા, “ડોકટર ! મારા પુત્રને સ્વાસપેટીમાં સોજો આવી ગયું છે.” આટલા શબ્દો તે તે મહાપરાણે બોલી શકયા. યુરોપિયન ડેકટર કટોકટીને
સમય જાણી તરત જ પિતાની ડેકટરી બેગ લઈને ટેકસી બોલાવી હૈ. સ્મિથ સાથે તેના ઘેર ગયા.
ફકત દશ મિનિટમાં જ યુરોપિયન સર્જન ડૉ. સ્મિથના બાળકને રડાના ટેબલ ઉપર સુવાડીને શ્વાસનળીને ઉઘાડવાનું (Trachotomy) ઓપરેશન કર્યું. અને તરત જ ડે. સ્મિથને પુત્ર સારી રીતે શ્વાસ લેવા માંડશે. જો જરાક વધારે મોડું થયું હોત તો ડે. રિમથના પુત્રને જાન જોખમમાં હતે.
પાદરી ડૉ. સ્મિથના અનુયાયીઓએ તેમની ઉપર વિતેલી કથા જ્યારે સાંભળી ત્યારે સહુ કોઈ બેલી ઊઠયું કે “તમે ખરા નસીબદાર છો?” આ સાંભળીને તેઓ આછું હસ્યા. એમને પિતાને હૃદયના ઊંડાણમાં ચોક્કસ ખાતરી હતી કે જે પોતાના બાળકની જિંદગી બચી ગઈ હોય તે તે પિતાના હૃદયમાં શ્રદ્ધાપૂર્વક ઈશ્વર પ્રત્યે કરેલી પ્રાર્થનાનું જ ફળ છે અને હતું.
જે પોતે પ્રચાર કરનારા હતા, જે બીજાઓને સલાહ આપતા હતા, તેવું જ જ્યારે પોતાના જીવનમાં આવ્યું અને તેમણે આચરણમાં ઉતારી બતાવ્યું ત્યારે જ દૈવી સંકેત થશે અને પરમ કૃપાળુ પરમાત્માએ એમના હૃદયને અવાજ સાંભળ્યું અને તેમના પુત્રની જિંદગી બચાવી. આ છે પ્રબળ પ્રાર્થનાની અગાધ શકિત !
મૂળ અંગ્રેજીના અનુવાદક:
- ડે. કેશવલાલ એમ. શાહ : - દુખિયારે મારો આ દેશ !
ભાવિના ગર્ભમાં નજર પહોંચે છે ત્યાં સુધી તો મને એમ વરતાય છે કે આપણા દેશ હવે બે ભાગમાં વહેંચાઈ જવાને. એક બાજુ હશે સર્વસત્તાધીશ સરકારી અમલદાર, જયારે બીજી બાજુ હશે જેમને નાગરિક તરીકે લેખી શકાય નહિ તેવા નિઃસહાય પ્રજજને.
સત્તાવાળાઓ જુલમ કરે, ફ્રવેરા ઉઘરાવે, બીજી પણ ખરીખોટી રીતે પૈસા પડાવે એ બધાને તેઓ જીવનના એક સર્વસાધારણ ક્રમ તરીકે લેખતા થઈ જશે. એ બધું તદ્દન ખરું છે, બિલકુલ વ્યાજબી છે એમ જ તેઓ માનતા હશે. કોઈ પણ કામ કરાવવું હોય તે હાથ ગરમ કરવા પડશે. કૅર્ટ કચેરીમાં કે વર્ષો સુધી ચાલે છે અને કેસની મુદત પડી, કહીને લોકો પાછા ફરે છે. શું કહું કે જન - સાધારણની આ લાચારી ઉપર મને કેટલો ગુસ્સો આવે છે?
સમાજવાદી સમાજરચનાની અને માનવ માનવ વચ્ચેની સમાનતા સ્થાપવાની વાત કરનારા લોક આંખો પર ચશમાં લગાડીને જુએ કે વાસ્તવમાં આપણી ચારે બાજૂ શું થઈ રહ્યું છે?
પચાસ વર્ષ સાર્વજનિક કાર્યોમાં વીતાવ્યાં પછી હવે જયારે હું જોઉં છું કે, સાધારણ માણસની હાલત શી થઈ ગઈ છે અને ' સરકારી કર્મચારીઓના હાથમાં કેટલી શકિત આવી ગઈ છે, ત્યારે મને પારાવાર દુ:ખ થાય છે..
આ સ્વરાજય ચેક્સ એ સ્વરાજ્ય નથી કે જેને માટે મેં કામ કર્યું હતું. દુખિયારા મારા આ દેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તે જોવા હું જીવતે રહ્યો છું એ બદલ મને ગ્લાનિ નીપજે છે.
રાજકર્તાઓને મારે એટલું જ કહેવાનું છે, જેમણે આત્મસન્માન પૂરેપૂર ગુમાવેલું છે, લાંચ લેવી ને દેવી તેને જે સાધારણ જીવનક્રમ લેખે છે તથા જેઓ એવી માન્યતા સેવતા થઈ ગયા છે. છે કે કાં તો આપણે સરકારમાં દાખલ થઈ બેજવાબદાર સત્તા ભોગવવી અથવા શાપણખાર તથા હીન વર્તાવને ભાગ બનેલાઓના વર્ગમાં ભળી જવું, એવા લોકો પર રાજય ચલાવવામાં ય શે સ્વાદ છે?
શ્રી શ્રી પ્રકાશ સંઘના સભ્યોને વિજ્ઞાપ્તસંઘના જે જે સભ્યોનું ચાલુ વર્ષનું લવાજમ બાકી છે, તેમને વ્યાખ્યાનમાળાના સ્થળે અથવા સંઘના નવા કાર્યાલયમાં, પિતાનું લવાજમ સત્વર મેકલી આપવા નમ છતાં આગ્રહભરી વિનંતિ છે.
મંત્રીઓ.