SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ * આપણે એક ગામમાં લાવી શકીએ, અને એ જ આપણી રાષ્ટ્રીય એકતાનું બુનિયાદી પાસું છે. પ્રજાસત્તાક દિને જે મેટો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, તે તમે જુઓ તે ખ્યાલ આવે કે આપણા દેશમાં પરંપરાની, ભાષાઓની અને સંસ્કૃતિની કેટકેટલી વિવિધતા છે! જોઈને આપણે અચંબામાં પડી જઈએ. પરંતુ ભારતની આ વિવિધતાના ખ્યાલ કેટલા લોકોને છે? સમસ્ત ભારતનું દર્શન આપણે ગામલોકોને કરાવી શકીએ તે માણસના વિચારમાંયે મોટું પરિવર્તન આવશે. આ એક ગુણાત્મક પરિવર્તન હશે, જે આખી દુનિયામાં ફેલાશે. આપણે જ્યારે પરિવર્તનોની વાત કરીએ છીએ ત્યારે એ પણ સમજી લઈએ કે આવાં પરિવર્તન સારાં પણ હોય ને ખરાબ પણ હોય, ભાવાત્મક પણ હોય ને અભાવાત્મક પણ હોય. અણુશકિત દ્વારા આપણે અણુબામ્બ બનાવી શકીએ, અને ન્યૂયોર્ક જેવા શહેરની કરોડ જેટલી વસતીને બે કલાકની અંદર સાફ પણ કરી દઈ શકીએ, અને એની એ અણુશકિત દ્વારા 'મે' ઉપર કહ્યું તેવાં અનેક પરિવર્તન પણ લાવી શકાય. આમ, કોઈ પણ ચીજના સારો કે ખરાબ ઉપયોગ માણસ ઉપર આધારિત છે, માણસનાં જીવનમૂલ્યો ઉપર આધારિત છે. આ રીતે આજે માણસની સામે આહ્વાન જ એ રીતનું છે કે માણસ કઈ દષ્ટિએ અને કઈ સમજથી આવી ચીજોનો ઉપયોગ કરવા માગે છે: આ માટે એ બહુ જરૂરી છે કે માણસ સમજી લે કે આજની પરિસ્થિતિમાં તેણે કેટલી માત્રામાં અંકુશ રાખવા પડશે, કેટલેા સંયમ પાળવા પઠશે. હજારો વરસ પહેલાં માણસ એકલવાયો રહેતા હતા કે પેાતાના નાનકડા પરિવારમાં જ રહેતો હતો કે નાની ટોળીઓ બનાવીને રહેતા હતા. ત્યારે એના સારા કે ખરાબ કામની અસર આજના જેટલી વ્યાપક કે ઊંડી નહોતી થતી. ત્યારે કોઈ માણસ પથ્થર ઉઠાવીને ફૂંકે તો શી અસર થાય? પરંતુ આજે શહેરમાં 'કયાંક પથ્થર ફેંકો, તો તે માટે પોલીસની કારવાઈ ‘કરવી પડે છે. આ જે અંકુશ આવ્યા છે, તે બધા કાંઈ કનૂની જ નથી, બલ્કે આપણી જીવનપદ્ધતિમાં જ નિહિત છે. હવે આજની રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં આજે જે અંકુશ ને સંયમ આપણે અપનાવવા પડશે, તે સમજવું બહુ જરૂરી છે. માણસના હાથમાં જે અમાપ શકિત આવી છે તેનો જો શાંતિમય રીતે ઉપયોગ કરવા માગતા હોઈએ, તે આ અનિવાર્ય છે. આજે માણસની સામે આ એક બુનિયાદી સવાલ છે. હું તમને એમ કહેવા માગું છું કે ૧૫થી ૨૦ વરસની એકધારી કોશિશ બાદ આજે આપણે અણુશકિતના નિર્માણા અને ઉપયોગની બાબતમાં દુનિયાના વિકસિત દેશોમાંના એક ગણાઈએ છીએ. અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આપણે આ ક્ષેત્રમાં પાછળ નથી. આટલા બધા વિકાસ આપણે કરી શક્યા તેનું કોય ડૉ. ભાભા તેમ જ, એમની સાથે કામ કરનારા અનેક લોકોને છે. તેને પરિણામે આપણે આજે બીજાની ચુદાઇ મળે કે ન મળે, તાયે. આ બાબતમાં પગભર થઈ શકીએ તેમ છીએ. હું માનું છું કે અણુશકિતની મદદથી ભારતના કેટલાયે પ્રદેશમાં પાણીની સમશ્યા કે ગરીબી દૂર કરવાની બાબતમાં ઘણુ કરી શકીશું. એ માટે જરૂરી છેકે આ શકિતને ઉપયોગ આપણે સમજપૂર્વક અને સર્જ નાત્મક દષ્ટિએ કરીએ. - • અણુશકિત બાબતમાં સૌથી મેાટી ચીજ એ છે કે તે બહુ પ્રચંડ શકિત પેદા કરે છે. અને એવી શકિત ડાયનામાઈટ દ્વારા ખાણામાં ઉપયોગમાં લઈ શકાય. આ રીતે અનંતગણી શકિત બહુ ઓછા ખર્ચમાં આપણે પેદા કરી શકીએ. ભારતમાં ખનિજપત્તિની દષ્ટિએ અબરખ, એલ્યુમિનિયમ, કોલસા વગે૨ે પુષ્કળ છે, પણ નાનફેરસ સંપત્તિ જેવી તાંબું કે સલ્ફર નથી. આવી સંપત્તિ આપણે ત્યાં જમીનના ખૂબ નીચેના સ્તરે છે, અને તેને કાઢવા માટે પરંપરાગત પદ્ધતિ કામ નથી આવતી. હવે અણુશકિતની મદદથી તે કાઢી શકાય. તેવી જ રીતે બહુ મોટા પથ્થરોને તોડીને તેલ પણ કાઢી શકાય. ભૂગર્ભમાં આશુબામ્બના જે પ્રયોગ કરવામાં પ્રભુ જીવન તા. ૧૬૮-૬૯ આવે છે, તેનેયે કંઈક ફાયદા થઈ શકે એ પણ આજે માણસના ખ્યાલમાં આવ્યું છે. હવે આ બધા સંદર્ભમાં વિચારવાનું રહે છે કે અણુશકિતના ઉપયોગ લશ્કરી ઢબે આપણે કરવા જોઈએ કે? હવે આ સમજવા માટે આપણે આપણા જમાનાના થોડો ઈતિહાસ જોઈશું. તમે પ્લુબ્લા જહાજના કિસ્સા સાંભળ્યો હશે. એ અમેરિકાનું હતું અને તેને ઉત્તર કોરિયા જેવા નાનકડા દેશે પકડી લીધું હતું. ઉત્તર કોરિયાએ તે જહાજ એક સાલ સુધી પાતની પાસે રાખ્યું અને જહાજના કાફલાને પણ કેદ રાખ્યો. તેમ છતાં અમેરિકા જેવા દેશ પોતાની અઢળક અણુ તાકાત છતાં તેની સામે કાંઈ ન કરી શક્યા. આ શું બતાવે છે? એ સ્પષ્ટ સૂચવે છે કે આણુબોમ્બ હોવા છતાં તેને ઉપયોગ નથી કરી શકાતો. આણુબામ્બ બનાવીએ, પણ તેના ઉપયોગ ન કરીએ એવી પરસ્પરવિરોધી નીતિ આજે દુનિયાના દેશાને અપનાવવી પડી છે. એનાથીયે મહત્ત્વનું એ છે કે જો આપણે જીવવા માગતા હોઈએ તોયે અણુબમ્બનો ઉપયોગ ન કરીએ. તે પછી સવાલ એ થાય છે કે અણુબામ્બ લોકો શા માટે બનાવવા માગે છે? મોટા ભાગના ડરના માર્યા. એમ ખબર પડી જાય કે કોઈ એક દેશ અણુબામ્બ બનાવવાના છે, તે તુરત બીજા દેશમાં તેનાથી ભય પેદા થાય છે. તેને થાય છે કે અમે પણ આણુબામ્બ નહીં બનાવીએ, તો અમે તે અણુબામ્બવાળા દેશના ગુલામ બની જઈશું, તે દેશની જીવનપતિ અમારા ઉપર લાદવામાં આવશે. આવી જ રીતે આજે દુનિયામાં શસ્ત્રોની હોડ ચાલી રહી છે. પાકિસ્તાન રશિયા પાસેથી મદદ લે, તે ભારત પણ એવી મદદ મેળવવા આકાશપાતાળ એક કરે છે. આવી જ રીતે વધુ ને વધુ ચઢિયાતાં શસ્ત્રાસ્ત્રો બનાવવાની હોડ ચાલી રહી છે. અને પછી એવું બને છે કે આપણે એવાં શસ્ત્રાસ્ત્રો બનાવવા મંડીએ છીએ, જેનું ઉત્પાદન સતત ચાલુ રાખવું જરૂરી બની જાય છે. હું એમ નથી કહેતા કે આણુશસ્ત્રોના ખડકલા કરવામાં કોઈ અનૈતિકતા છે. હું આ પ્રશ્નનો જવાબ અત્યારે નૈતિક દષ્ટિએ નથી આપી રહ્યો. પરંતુ ભારતની સુરક્ષા વધારવી હાય, તે અણુબામ્બ બનાવવાથી તે વધી જશે એમ નથી માનતા. જ્યારે સુરક્ષાના સવાલ છે ત્યારે વિચારવું એ પડશે કે દુશ્મન દેશ કયાંથી હુમલા કરશે અને એવા હુમલા કરવામાં એના મનમાં કયા ઉદ્દેશ હશે? હું તમને એમ સૂચવું છું કે તમે ચીન કે પાકિસ્તાનના વિદેશપ્રધાનની જગ્યાએ પાતાને મૂકીને પછી વિચારો કે તેઓ પેાતાની ઢબે ભારત ઉપર આક્રમણ કર્યા બાદ શું કરવા માગશે ? આ સવાલના જવાબ ઉપર ભારતને અણુબૉમ્બ કર્યાં સુધી ઉપયોગી થશે, એ મુખ્ય વાતનો આધાર છે. મારું એમ કહેવું નથી કે અણુબૉમ્બ કોઈ પણ પરિસ્થિતિમાં ઉપયોગી નહીં જ થાય. પણ તે કર્યાં સુધી. ઉપયોગી થશે તેને આધાર પરિસ્થિતિ પર છે. ટૂંકમાં, આજના જે સંદર્ભ છે, તેમ જ ઈતિહાસની દષ્ટિએ હું જોઉં છું તો મને એમ લાગે છે કે અણુબૉમ્બ બનાવવાથી ભારતની સુરક્ષા વધશે નહીં. બલ્કે ભારત પાસે પેાતાના આર્થિક વિકાસ માટે આજે જે સાધનસંપત્તિ ઉપલબ્ધ છે, તેમાંયે કાપ પડશે અને તે દેશની પ્રગતિમાં અત્યંત. બાધારૂપ બનશે. અને એ તે સ્પષ્ટ છે. કે કોઈ પણ દેશની બુનિયાદી કે તાકાત તેની આર્થિક પ્રગતિ પર નિર્ભર છે. તે માટે એ જરૂરી છે કે ભારતમાં ઔદ્યોગિક તેમ જ શૈક્ષણિક વિકાસ થવા જોઈએ. લોકોની મુખ્ય આવશ્યકતાઓ પૂરી થાય, એ સૌથી પહેલું જરૂરનું છે. આ બધું જોતાં આપણે અણુશકિતના ઉપયોગ શાંતિમય હેતુઓ માટે કરવાના જે નિર્ણય કર્યો છે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર મને નથી લાગતી. હું સ્પષ્ટપણે માનું છું કે ભારતની સુરક્ષાની દષ્ટિએ ચીન કે પાકિસ્તાનના વિચાર કરતાં કોઈ પણ પરિસ્થિતિમાં અણુબામ્બ બનાવવા લગીરે જરૂરી નથી. . આપણે ઈતિહાસનું અધ્યયન કરીએ તો જણાશે કે ચીન પણ આપણી સામે અણુશસ્ત્રોના ઉપયોગ નહીં કરે, પણ પરંપરાગત શસ્ત્રોના ઉપયોગ કરશે. અને તેથી હું પૂરી ઈમાનદારીથી માનું છું કે દેશની સુરક્ષાની દષ્ટિએ આપણે આણુબ મ્બિ બનાવવાની જરૂર નથી. આ માત્ર અહિંસાની દષ્ટિએ જ નથી કહેતા. આપણી તાકાતનો સવાલ એ જ છે કે અણુબૉમ્બ બનાવી શકીએ તેમ હાવા છતાં આપણે તે નહીં બનાવીએ. તા. ૨૦—૫–'૬૯: શાંતિસેના શિબિરમાં.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy