SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (90) ७० પ્રબુદ્ધ અન એની યાદ આપીને મે જ્યારે આગળ ઉપર નવાબઝાદા લિયાકતઅલી ખાનને આ વિષે પૂછેલું, ત્યારે તેમણે મને જણાવેલું કે કાયદે આઝમ બહુ સાદા માણસ હતા અને આવી બાબતની ધમાલ તેમને બિલકુલ પસંદ નહાતી. તેથી તેમના કરાંચી ખાતે થયેલા આગમન વિષે કોઈને ખબર આપવામાં આવી નહોતી. કેટલાકોનું એમ માનવું છે કે શ્રી ઝીણા ખરી રીતે કવેટામાં જ ગુજરી ગયા હતા અને તેને લગતી છેવટની ક્રિયા કરવા માટે જ તેમની બહેન તેમને કરાંચી લઈ આવ્યાં હતાં. આ ગમે તે હોય, પણ એ સ્પષ્ટ જ છે કે મધ્યરાત્રિ સુધી મુખ્ય પ્રધાનને કે બીજાઓને તેમના અવસાન વિષે જરા પણ ખબર આપવામાં આવી નહોતી. મુખ્ય પ્રધાનને કે બીજાઓને પાંચ કલાક સુધી શ્રી ઝીણાના પરલોકગમનની ખબર કેમ આપવામાં આવી નહાતી – આ વિષે જેને જે અનુમાન કરવું હાય તે કરી શકે છે. એમ જાણવા મળેલું છે કે નવાબઝાદા પેતે સુવાની તૈયારી કરતા હતા, ત્યારે તેમને આ સમાચાર મળ્યા, અને તે એકદમ ગવમેન્ટ હાઉસ પહોંચી ગયા. તેમની પાછળ ગવર્નર– જનરલ તરીકે કોણ આવે તે વિષે તેમની અને અન્ય રાજકારણી આગેવાનાની સવારના ચાર વાગ્યા સુધી ચર્ચાવિચારણા ચાલી હતી. કરાંચીમાં ઘણાના મનમાં એવી લાગણી હતી કે મીસ ફાતિમા ઝીણા પોતે જ પેાતાના ભાઈની વારસદાર થવાની સૌથી વધારે હક્કદાર હતી. પણ એ વખતે જેમના હાથમાં સત્તા હતી તેમણે ખ્વાજા નઝિમુદ્દીનના પક્ષમાં નિર્ણય કર્યો. * આ રીતે એક મહત્ત્વપૂર્ણ વ્યકિતની જીવન–કારકિર્દીના અન્ત આવ્યો. શ્રી ઝીણા દુનિયાના ઈતિહાસમાં પેદા થયેલા એવા ઘેાડા માણસામાંના એક હતા કે જેણે એક નવા દેશનું નિર્માણ કર્યું અને દુનિયાના નકશા ઉપર તેને સ્થાન આપ્યું. તેમના છેવટના દિવસે કમનસીબે સુખી નહાતા. તેઓ એકલવાયા બની ગયા હતા. તેમને બહુ થાડા મિત્રા હતા, કારણ કે તેઓ કોઈને પણ પોતાની સમાન લેખતા નહાતા. એક બેરિસ્ટર અને કાનૂનનિષ્ણાત તરીકે ભારતના ભાગલા પછી જે કાંઈ બન્યું તે વિષે તેમણે કદાચ ગમગીની અનુભવી હશે. પણ તેમના અહંકાર તેમને એટલું યે કબૂલ કરવા દે તેમ નહાતા. એમ લાગે છે કે દેશના શાન્તિપૂર્વક ભાગલા પડશે એવી તેઓ આશા સેવતા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં આટલી મોટી નાસભાગ થશે કે જ્યારે લાખા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પોતપાતાના ઘર-બારથી વિખૂટા પડી જશે અને તેના અનુસંધાનમાં આટલી બધી ખુનરેજી અને પારવિનાની હિંસા નિર્માણ થશે. જેવી ઈશ્વરની ઈચ્છા! તેઓ હવે તો પરલાક સીધાવ્યા છે. મરેલાનું ભલું ઈચ્છવા સિવાય બીજું આપણે ન ચિન્તવીએ! તેને શાન્તિઃ પ્રાપ્ત થાઓ! અનુવાદક: પરમાનંદ મૂળ અંગ્રેજી : શ્રી પ્રકાશ પૂરક નોંધ મીસ ફાતિમા ઝીણા પોતાના ભાઈના શબને ગવમે ન્ટ હાઉસેમાં સાંજના સાડા પાંચે લગભગ લઈ આવી અને તેના મૃત્યુના ખબર તેણે તે દિવસની મધરાતના સમયે મુખ્ય પ્રધાન નવાબઝાદા લિયાકત અલીખાનને આપ્યાં. આ ગાળામાં તેણે શું કર્યું તેની કોઈને ખબર નથી. એમ છતાં શ્રી પ્રકાશના આ જ પુસ્તકમાં ૧૨૪મા પાને ઝીણા ગુજરી ગયાના બે કે ત્રણ દિવસ બાદ નવા ગવર્નર જનરલ તરીકે ખ્વાજા નાઝમુદ્દીનની સાવિધિના પ્રસંગે ગવમેન્ટ હાઉસમાં જવાનો શ્રી પ્રકાશજી માટે પ્રસંગ ઊભા થયેલા. 10 તા. ૧૭૬૯ તે પ્રસંગનું વર્ણન કરતાં શ્રી પ્રકાશ જણાવે છે કે : “ ગવમેન્ટ હાઉસ તદૃન બદલાયલું લાગ્યું. ઝીણાના ભભકાભર્યા ડ્રોઈંગ રૂમમાંથી કાપેટા અને કર્ટના—જાજમાં અને પડદાઓ–અદશ્ય થઈ ગયા હતા અને બેસવા માટે ભાગ્યે જ એક ખુરશી નજરે પડતી હતી. ઉપરની સમસ્યાનો પછી આપેલી હકીકતમાંથી જવાબ મળી -પરમાનંદ રહે છે. શ્રી મુંબઇ જૈન યુવક સધની પ્રવૃત્તિ અંગે શ્રી કાન્તિલાલ ખાડિયાનાં સૂચના (તા. ૨૧-૬-૬૯ ના રોજ મહેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભાનો તા. ૧-૭-૬૯ના ‘પ્રબુદ્ધ જીવન' માં વૃત્તાન્ત પ્રગટ કરવામાં આવ્યો છે. તે સભામાં શ્રી કાન્તીલાલ બોડિયાએ જે વિચારો રજુ કરેલા તેના ટૂંકા ઉલ્લેખ તે વૃત્તાન્તમાં છે. શ્રી કાન્તિલાલ બરોડિયા ઈચ્છે છે કે તેમણે તે સભામાં રજુ કરેલા વિચારો સંઘની સભ્યોના જાણ ખાતર ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થવા જોઈએ અને તે આશયથી તેને લગતી રજુઆત તેમણે એક પત્ર દ્વારા લખી માકલી છે તે રજુઆત નીચે છે. તંત્રી) “વસન્ત વ્યાખ્યાનમાળા અંગે મેં તો મારા બે ત્રણ છૂટક વિચારો દર્શાવ્યા હતા. (આલેાચના બહુ ભારે શબ્દ છે.) રાજકારણના વિષયમાં આપણા પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં વ્યાખ્યાનો આપણે યોજીએ છીએ તેના વિશાળ શ્રોતાવર્ગ લાભ લે તેવા પ્રબંધ થવા જોઈએ એમ કહી, બીજી વિશિષ્ટ વ્યકિતઓને પણ બાલવાવી જોઈએ એમ મેં સૂચવ્યું હતું. રાજકારણ ઉપરાંત, અર્થશાસ્ત્ર, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક વિષયો ઉપર પણ ચર્ચાવ્યાખ્યાને રાખવાનું મારૂં સૂચન હતું. આ બાબતમાં શ્રી પરમાનંદભાઈ જેવા પીઢ વિચારક પાસેથી ઘણા નવા વિચારોની આશા રાખી શકાય ને તેમણે આ પ્રમાણે કરવું જોઈએ એવું મારૂં સૂચન હતું. શ્રી. પરમાનંદભાઈની વધતી જતી ઉંમર તથા તંત્રીપદના બાજો જોતાં ભવિષ્યમાં પણ ‘પ્રબુદ્ધ જીવન’ સરળતાથી ને સરળ રીતે ઉચ્ચ ધારણ જાળવી આગળ ધપે તે માટે તેમના તંત્રીપણા નીચે એક સંપાદન મંડળ હોવું જોઈએ એવું પણ મારૂં સૂચન હતું. આજના લગ્નજીવન, સામાજિક જીવન ને વ્યકિતગત જીવનના અનેક નાજુક સવાલા ઉપર માર્ગદર્શન આપી શકાય તો તેવું કાંઈક વિચારવા મેં શ્રી, પરમાનંદભાઈને મેં વિનંતિ કરી હતી અને ‘Marriage counsulting service' જેવું વિચારવા સૂચના કરી હતી. છેલ્લે, બીજા કાર્યક્રમો ગાઠવવા સાથે સભાસદોનું get together—સહમિલન’—યોજવા પણ મેં સૂચવ્યું હતું, જેથી સભાસદો ને તેમના કુટુંબીજના છૂટથી હળે મળે, ને અરસપરસ પરિચય વધારે, જેથી સંઘની પ્રગતિને લાભ થાય. ” કાન્તિલાલ બરોડિયા ભૂલ-સુધાર (૧) ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પાના ૫૬ ઉપર ‘ચૂંટણીનું પરિણામ’ એ મથાળા નીચે નામેા છપાયાં છે તેમાં નં: ૧૭ અને નં. ૧૯ બન્નેની સામે શ્રી ભગવાનદાસ સી. શાહ એમ શરતચૂકથી છપાયું છે, તેને બદલે નં. ૧૭ની સામે ભગવાનદાસ પી. શાહ એમ સુધારીને વાંચવું. (૨) પાના ૫૫ ઉપર બીજી કોલમને છેડે, જ્યાં વાર્ષિક રીપેર્ટ પૂરો થાય છે. ત્યાં ‘મંત્રાઓ, મુંબઈ જૈન યુવક સંઘ' એમ છપાયું છે તેને બદલે ‘મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ' એમ સુધારીને વાંચવું. તંત્રી માલિક : શ્રી મુંખપ જૈન યુવક સંધ : મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭. ધનજી સ્ટ્રીટ, સુખમુદ્રાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ. કાટ, મુખ—
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy