________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૯
વિભાજિત થાય છે અને તે સાથે અમુક એનર્જી - શકિત - હીટ ગરમી મુકત થાય છે તથા ઉપરની પ્રક્રિયાના પરિણામે બે ન્યુન છુટા થાય છે. આ બે છુટા થયેલા ન્યુટ્રેન બાજુના યુરેનિયમના કેન્દ્રને તોડતા જાય છે અને તેમાંથી દ્રિગુણીત એનર્જી પેદા થાય છે અને ચાર ન્યુટ્રેન છુટા થાય છે.
આ પ્રમાણે પરમાણુવિસ્ફોટની પરંપરા અને અનર્ગળ શકિત પેદા થવા માંડે છે જે શકિત એનર્જી-હીટ–ગરમી આશુબેબના આકારમાં જે સ્થળ ઉપર પડે તેને મોટા પાયા ઉપર વિનાશ સર્જે છે. એટમ બોંબનું રહસ્ય આ છે. આ અનર્ગળ શકિતને જે નાથવામાં આવે-નિયંત્રિત કરવામાં આવે તો તે શકિતમાંથી પારાવાર ઈલેકટ્રીસીટી પેદા કરી શકાય છે અને તેને જનકલ્યાણ માટે ઉપયોગ થઈ શકે છે. તાજેતરમાં તારાપર ખાતે જે ન્યુકલીયર પાવર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે તે ઉપર જણાવેલ આણવિક શકિતમાંથી– એનર્જી'માંથી–અત્યન્ત વિપુલ પ્રમાણમાં ઈલેકટ્રીસીટી પેદા કરવા માટે છે. અહિં એ પણ જણાવવું પ્રસ્તુત છે કે યુરેનિયમ ૨૩૫ના એક પાઉન્ડમાંથી ઉપર જણાવેલી રીતે એક હજાર ટન કોલસા જેટલી એનર્જી-શકિત પેદા થઈ શકે છે. પરમાણુ-સંજન શું છે?
આ તે પરમાણુ વિસ્ફોટની વાત થઈ–આને અંગ્રેજીમાં fission' કહે છે. બૉબ બનાવવાની બીજી પદ્ધતિ અમુક પ્રકારના પરમાણુના અમુક સંખ્યામાં સંજનને લગતી છે. આને અંગ્રેજીમાં ‘fusion' કહે છે. હાઈડ્રોજન બોંબ આ પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવતા બોંબ છે. આમ હાઈડ્રોજનના ચાર પરમાણુનું સંયોજન (fusion) કરવામાં આવે છે. આ ફયુઝનનું પરિણામ હીલીયમ નામનું એક નવું દ્રવ્ય નિર્માણ કરવામાં આવે છે અને તે સાથે અણુવિભાજન કરતા અનેક ગણી વધારે શકિત પેદા થાય છે, જેને અમુક બૉબમાં સંકલિત કરવામાં આવે છે અને જે ઍટમ બોંબ કરતાં ઘણા વધારે મોટા પ્રમાણમાં વિનાશ સરજી શકે છે.
આ બે પદ્ધતિના અનુસંધાનમાં ધ્યાનમાં લેવા જેવી એક ખાસ બાબત એ છે કે પરમાણુ-વિભાજનથી પેદા થતી શકિતને નાથી શકાય છે, નિયંત્રિત કરી શકાય છે, જ્યારે પરમાણુ-સંજન દ્વારા પેદા થતી શકિતને હજુ સુધી જનતાના ઉપયોગ માટે નાથવાની શક્યતા ઊભી થઈ નથી. તેને કેવળ સંહાર માટે જ ઉપયોગ થઈ શકે છે. પાકિસ્તાનના ઉદ્ભવ અંગે નવે પ્રકાશ
અંતરો સુધી અનેકવાર સાથે મુસાફરી કરતા હતા અને મુકતપણે વાતો કરતા હતા એ દરમિયાન એક વખત તેમણે મને કહેલું કે અમારામાંથી કોઈને પણ ખરી રીતે દેશના ભાગલા અને એક અલગ પાકિસ્તાન ખપનું જ નહોતું. તેમના કહેવા મુજબ તેઓ પોતે મુસ્લીમ લીગની ખાનગીમાં ખાનગી વાટાઘાટો અને ચર્ચામાં જોડાયેલા હતા અને તેથી તેઓ પોતે મને શું કહી રહ્યા હતા તે વિશે તેમને પૂરો ખ્યાલ હો જ જોઈએ. એ દિવસોમાં જે સંયુકત ભારત હતું તેની નવરચનામાં મુસલમાનોને વધારેમાં વધારે હિસ્સે મળે એ સોદો કરવાના ખ્યાલથી જ તે લોકો પાકિસ્તાનની માગણી કરી રહ્યા છે હતા. એક મહત્ત્વના અંગ્રેજી સામયિકનું પ્રતિનિધિત્વ કરતા કરાંચીમાં વસતા એક અંગ્રેજ પત્રકાર સાથેની વાતચિત દરમિયાન તેમણે જણાવેલું કે, પાકિસ્તાન સ્વીકારાયું અને સ્થપાયું–આ ઝીણાની જિંદગીમાં સૌથી વધારે આઘાતજનક ઘટના હતી. તેને ખરી રીતે પાકિસ્તાન જોઈનું જ નહોતું, અને જયારે તેના હાથમાં પાકિસ્તાન આવી પડયું ત્યરે શું કરવું તેની તેને ભારે મૂંઝવણ થઈ પડી હતી. પાકિસ્તાન ચલાવવું તે તેને લગભગ અશક્ય જેવું માલુમ પડેલું. આ જે હોય તે. મારા જીવનના એ કઠણ દિવસ દરમિયાન અનેક લકો સાથે થયેલા તરેહ તરેહના વાર્તાલાપમાંની કેટલીક રસપ્રદ વાતે માત્ર હું અહીં રજૂ કરી રહ્યો છું”.
આ વિગતે જાણવામાં આવે છે ત્યારે પાકિસ્તાન અંગે ગાંધીજીને કટ્ટર વિરોધ છતાં, આપણે જાણીએ છીએ તે મુજબ એ વખતના આપણા કેંગ્રેસી નેતાઓએપંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે-જો પાકિસ્તાનને સ્વીકાર નહિ કરવામાં આવે તે હિન્દુ મુસલમાનના લોહીની નદીઓ વહેશે અને અંગ્રેજ સરકાર વળી પાછી ચીટકી બેસશે એવી ભયવ્યાકુળતા નીચે અંગ્રેજ સરકારથી સતત પ્રોત્સાહિત બનતા રહેલા કાયદેઆઝમ ઝીણાની પાકિસ્તાનની માગણી સ્વીકારી લીધી હતી અને જેનો કદિ પણ છેડો નહિ આવે એવી અનપરંપરાને નેતરી લીધી હતી. ઉપરની વિગતોના પ્રકાશમાં એમ વિચાર આવે છે કે આપણા નેતાઓ, પાકિસ્તાન સામેના મક્કમ વિરોધને થોડો વધારે વખત વળગી રહ્યા હોત તે, તત્કાળ ભલે જે થવાનું હોત તે થાત, પણ આજે ૨૨ વર્ષના ગાળે, આપણે હિન્દુ અને મુસલમાને પરસ્પરના સ્વાર્થને સમજીને પણ શું વધારે નજિક આવ્યા ન હોત અને આજે જે આર્થિક કટોકટી દેશના માથે ઝૂમી રહી છે તેના સ્થાને આખું ભારત શું આબાદીના શિખરે પહોંચ્યું ન હોત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેણે શું સર્વમાન્ય આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું ન હોત?
પાકિસ્તાન કેમ પેદા થયું તેની તારવણી કરતાં શ્રીપ્રકાશજી અન્તમાં જણાવે છે કે “સત્તાને મેહ અને દેશમાં અરાજકતા ફેલાવાની શકયતાને ભય – આ બે કારણો આપણા નેતાઓનાં દિલને ઘેરી વળ્યાં અને પરિણામે તેમણે આપણી સર્વસાધારણ માતૃભૂમિના ભાગલા સ્વીકાર્યા. આ બેમાંથી કઈ લાગણી વધારે બળવાન હતી–સત્તાને મેહ કે દેશમાં અરાજકતા ફેલાવાને ભય- એ આજે કહેવું મુશ્કેલ છે. આમ છતાં એ હકીકત છે કે બન્ને બાજુના આગેવાનને જાનની બાબતમાં કે મિલકતની બાબતમાં જરા પણ સહન કરવું ન પડ્યું, પણ આ રમતમાં સામાન્ય સ્ત્રી-પુરુષ જ લાખોની સંખ્યામાં હમાયાં અને પાયમાલ બની બેઠાં. તેમને રાજકારણ સાથે કશી લેવાદેવા નહોતી; તેમણે કદી ભાગલાની માગણી કરી નહોતી; તેમને તે માત્ર પોતાના ઘરસંસારમાં અને પિતાના ધંધા રોજગારમાં જ રસ હતો. એમ છતાં તે એ લોકો હતા કે જેઓ બધું ખોઈ બેઠા છે. મને લાગે છે ત્યાં સુધી, ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાન ઊભું થયું તેના આખરી કારણના સંદર્ભમાં આ અત્યન્ત ખેદજનક કથા છે.”
પરમાનંદ
મુંબઈના માજી રાજયપાલ શ્રી પ્રકાશ જેઓ ભારતના ભાગલા થયા એ અરસામાં ભારતના પાકીસ્તાન ખાતેના સૌથી પહેલાં હાઈકમિશનર હતા તેમણે ઈ. સ. ૧૯૬૫માં પ્રગટ કરેલ ‘Pakistan: Birth and Early Days’ એ મથાળાનું પુસ્તક તાજેતરમાં વાંચવામાં આવતાં અને તેમાંની કેટલીક વિગતો ધ્યાનમાં લેતાં પાકિસ્તાન આપણા માથે ઠોકી બેસાડવામાં આવ્યું છે એ હકીકત છે એમ છતાં, પાકિસ્તાન ખરેખર કોઈને જોઈતું હતું ખરું ? આપણને ભારતવાસીઓને તે નહોતું જોઈતું, પણ પાકિસ્તાનના પ્રણેતા કહેવાતા કાયદે આઝમ ઝીણા અને તેના સાથીઓને પણ પાકિસ્તાન ખરેખર શું જોઈતું હતું ? એ પ્રશ્ન તેના કઠોર સ્વરૂપમાં આપણી સામે આવીને ઊભા રહે છે.
શ્રીપ્રકાશ પિતાના પુસ્તકના ૫૪મા પાને જણાવે છે કે, “શ્રી ખુરોં (જેઓ સધના એ વખતે ચીફ મીનીસ્ટર હતા અને ઝીણાના એક મુખ્ય અનુગામી હતા.) અને હું એક જ ગાડીમાં લાંબા