________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૯
કાર્યાલય સુધી સાંજના સમયે પહોંચવું એ એક કસોટીરૂપ બની બેઠું છે. તે સંઘના અહિં ઉપસ્થિત થયેલા સભ્યને–ભાઈઓ તેમ જ બહેનને-મારી પ્રાર્થના છે કે ઘેર લગ્ન આવ્યા હોય તે જરા ખેંચાઈને આપણે જેમ લગ્ન સારી રીતે પતાવવાનો આગ્રહ રાખીએ છીએ તે મુજબ આ પ્રસંગે આપ જરા ખેંચાઈને પણ આ ફંડમાં આપની રકમ નોંધાવશો અને આને લગતો નિર્ણય આવતી કાલ ઉપર નહિ પણ આજે ને અત્યારે જ કરશે. આપની પાસેથી અમારી અપેક્ષા છે કે, આ ફંડના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આપની જમાં લાગવગ હોય તેને પૂરો ઉપયોગ કરશે પણ એ સાથે આપનું ધ્યાન ખેંચવાનું કે આપના નામ ઉપર સારી રકમ નોંધાયેલી નહિ હોય તો આપ અન્યને આ વિશે કશું કહી નહિ શકે તે પછી વિનંતિ કે આપથી શરૂ કરે અને પછી સંઘના પ્રશંસક એવા આપના મિત્રો અને સંબંધીઓ પાસે પહોંચી જાઓ અને સંઘની થેલીને છલકાવી દો.
“અહિં મારે જણાવવું જોઈએ કે આપણે લાખની રકમને લક્ષ્યાંક બાંધ્યો છે પણ લાખ તે જગ્યા મેળવવામાં જ કદાચ વપરાઈ જશે. પછી મેળવેલી મોટી જગ્યાને વહીવટ પણ મોટો ખર્ચ માગશે, તેને પણ આપણે વિચાર કરવાનું રહેશે જ. જણાવતા આનંદ થાય છે કે, આજ સુધીમાં આપણે રૂા. ૪૦૦૦૦ ની રકમ એકઠી કરી શકયા છીએ.
આજે આપણે અહિં સાંકડી જગ્યામાં એકઠા થયા છીએનવી વિશાળ જગ્યાના સ્વપ્નને સત્વર સાકાર રૂપ આપવા માટે આપણે આશા રાખીએ. આવતા વર્ષની વાર્ષિક સામાન્ય સભા કોઈ નવી વિશાળ જગ્યામાં આપણે અને તે પારકી નહિ પણ આપણી પોતાની જગ્યામાં એકઠા થયા હોઈશું અને સંઘની પ્રવૃત્તિઓ કેમ વિકસાવવી-વિસ્તારવી તેની પ્રસન્નતાપૂર્વક ચર્ચા-વિચારણા કરતાં હઈશું? એ દિવસ જેમ બને તેમ જલદી આવે એવી આજે રાર્થના અંતરની પ્રાર્થના હો !”
ચૂંટણીનું પરિણામ ત્યાર બાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી : ૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ * પ્રમુખ ૨ , પરમાનંદ કુંવરજી કાપડિયા ઉપપ્રમુખ
, ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રી , સુબોધભાઈ એમ. શાહ.
, મફતલાલ ભીખાચંદ શાહ કોષાધ્યક્ષ ૧ , દામજીભાઈ વેલજી શાહ
સભ્ય ૭ , નીરુબહેન એસ. શાહ ૪ , બાબુભાઈ જી. શાહ
, જ્યતિલાલ ફોહચંદ શાહ , પ્રવીણભાઈ મંગળદાસ શાહ
, પ્રો. રમણલાલ ચી. શાહ ૧૨ , ધીરજલાલ ફૂલચંદ શાહ
, રમણલાલ લાલભાઈ લાકડાવાળા
, રમણિકલાલ એમ. શાહ ૧૫ , કે. પી. શાહ ૧૬ , હરિલાલ ગુલાબચંદ શાહ
, ભગવાનદાસ સી. શાહ
, લીલાવતીબહેન દેવીદાસ ૧૯ ઇ ભગવાનદાસ સી. શાહ
આ ટેકરસી કે. શાહ
ત્યારબાદ સંઘના તથા શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડીટર તરીકે . શાહ મહેતા એન્ડ કુ. ની ૧૯૬૯ના વર્ષ માટે ચાલુ મહેનતાણાથી સર્વાનુમતે નીમણુંક કરવામાં આવી હતી.
કાર્યવાહક સમિતિમાં સ ની પરવણી
ત્યાર બાદ તા. ૨૭-૬-'૧૯ના રોજ મળેલી સંઘની નવી ચૂંટાયલી કાર્યવાહક સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા ચાર સભ્યોની પૂરવણી કરી હતી.
૧ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૨ , જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ૩ , ખેતસી માલસી સાવલા
૪ , અમર જરીવાળા શ્રી મ. . શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિતિ
આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂઈએ સભ્ય ગણાય છે.
૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨, પરમાનંદ કુંવરજી કાપડિયા
, રતિલાલ ચીમનલાલ કોઠારી ૪ , રમણિકલાલ મણીલાલ શાહ ૫ , ચીમનલાલ જેઠાલાલ શાહ
આ ઉપરાંત, સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૨ , પ્રવિણભાઈ મંગળદાસ શાહ ૩ છે. રમણલાલ સી. શાહ ૪ , ટેકરસી કે. શાહ-મંત્રી
આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી કરસી કે. શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
ચીમનલાલ જેઠાલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ
મંત્રીઓ. કંપનીઓએ રાજકીય પક્ષોને કરેલી નાણાંકીય મદદ
| ('ગુજરાતમિત્ર'માંથી ઉદ્ભૂત) ઔદ્યોગિક વિકાસ કંપની લોન, પ્રધાન શ્રી. ફકરૂદ્દીન અલી અહમદે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ૧૯૬૬ - ૬૭ થી ૧૯૬૮- ૬૯ દરમિયાન કંપની તરફથી જુદા જુદા રાજદ્વારી પોને નીચે મુજબ દાન આપવામાં આવ્યાં હતાં. તા. ૧લી એપ્રિલથી તા. ૩૧ મી માર્ચ સુધીના વર્ષના આ આંકડા છે.
પક્ષ ૧૯૬૬ - ૬૭ ૧૯૬૭-૬૮ ૧૯૬૮-૬૯ કોંગ્રેસ રૂા. ૬૫,૭૬,૩૧૭ ૭૪,૯૪,૭૭૯ ૩,૩૪,૮૫૧ સ્વતંત્ર છે ૨૧,૭૨,૩૨૨ ૧૯,૧૫,૨૮૬ ૧૮,૦૦૦ જનસંધ , ૨૬, ૧ ૧,૪૦,૮૦૨ પ્રજાસમાજવાદી છે. ૭૧ ૧,૭૦૦ સામ્યવાદી
૧૬૦ સંયુકતવિધાયક દળ, ભારતીય ક્રિાંતિદળ ,
૧,૦૦૧ હિંદુ મહાસભા ,
૬૧૧ જનતા પાર્ટી
૧, ૦ જનૉંગ્રેસ
૫,૦૦૦ મહાગુજરાત પ્રાંતીયહિંદુ મહાસભા ,
૧૦,૦૦૦
કુલ રૂા. ૮૭,૮૭,૯૮૩ ૯,૮૦૦૩૦ ૩,૧૨,૮૫૧ તા. ક. : આ અંગે તાજેતરમાં પાર્લામેન્ટમાં પસાર થયેલા ધારા નીચે હવે પછી કંપનીઓ રાજકીય પક્ષને જાહેર રીતે આર્થિક મદદ કરી શકશે નહિ. તંત્રી