________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૨૬-૫-૬૯
ચા શાસ્ત્રોનો ચુનોતી રીનામતા હૈ?: શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે?
(શ્રી સન્મતિ, જ્ઞાન પીઠ, આગ્રા- તરફથી પ્રગટ થતા ‘અમર ભારતી’ના ફેબ્રુઆરી માસના અંકમાં, તત્વવેત્તા ઉપાધ્યાય શ્રી અમર મુનિએ આગ્રા ખાતેના તેમના નિવાસ દરમિયાન ચાલુ વર્ષના જાન્યુઆરી માસની પહેલી તારીખે આપેલ પ્રવચન ઉપરથી સંકલિત કરવામાં આવેલ લેખ ઉપર જણાવેલ મથાળા નીચે પ્રગટ કરવામાં આવ્યો છે. તે લેખ ઘણા લાંબા હાઇને તેમાંથી ઉપયોગી અને સિવશેષ પ્રસ્તુત ભાગ તારવીને તેને શ્રી મેનાબહેન નરોત્તમદાસે કરી આપેલ અનુવાદ નીચે પ્રગટ કરતાં બહુ આનંદ થાય છે.
જ્યારે આધુનિક વિજ્ઞાનદ્નારા થતી નવી શેાધા પરંપરાગત ધાર્મિક માન્યતાનો વિરોધ કરે ત્યારે કોનો સ્વીકાર કરવા અને કાના વિરોધ કરવા એ મુંઝવણ ધર્મશ્રાદ્ધા ધરાવતો કોઈ પણ સામાન્ય માનવી અનુભવે છે. આ બાબતમાં શ્રી અમર મુનિએ અસાધારણ નિડરતા દાખવીને નીચેના લેખમાં યોગ્ય માર્ગદર્શન કરાવ્યું છે અને એક ચોક્કસ વિવેકરેખાનું નિરુપણ કર્યુંછે. ધર્મ અને વિજ્ઞાનને લગતા પ્રશ્ન આજે ચેતરફ ખૂબ ચર્ચાય છે. આવી પરિસ્થિતિમાં શ્રી અમર મુનિનું પ્રસ્તુત વિવેચન આને લગતી ચર્ચા-વિચારણામાં જરૂર ઉપયોગી થશે એવી આશા રાખું છું. પરમાનંદ)
શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે?
આધ્યાત્મ અને વિજ્ઞાન એ બે માનવ જીવનના મેાટા પ્રશ્નો છે. જીવન સાથે બંનેના ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં બંનેની આજે જૂદી ભૂમિકા રચાઇ ગઇ છે. અધ્યાત્મને બાહ્ય ક્રિયાકાંડ અને રૂઢિગત માન્યતાઓ સાથે સાંકળી લેવામાં આવ્યું છે અને વિજ્ઞાનને કેવળ ભૌતિક જગત સાથે બાંધી લેવામાં આવ્યું છે. બંનેમાં એક પ્રકારની વૈચારિક પ્રતિબદ્ધતા આવી ગઇ છે, તેના કારણે એક વિરોધાભાસ ઊભા થયા છે, એટલે કે એકબીજાને પરસ્પરના વિરોધી માનવામાં આવે છે. ધાર્મિક જન વિજ્ઞાનને જૂઠું કહે છે અને વિજ્ઞાન કહેવાતી ધાર્મિકતાની હાંસી ઉડાવે છે.
ઍપાલા – ૮ ચંદ્રલેાકનું પરિભ્રમણ કરીને આવી ગયું છે. ત્યાં માત્ર પહાડ અને ઊંડી ખાડીઓથી પથરાયેલી વેરાન જમીન સિવાય બીજું કશું નથી એમ તે યાનના ત્રણે અમેરિકી પ્રવાસીઓએ જાહેર કર્યું છે અને એ વાતને રશિયા જેવા વિરોધી રાજ્યના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે. જૈન શાસ્ત્રોમાં ચંદ્ર સ્ફટિક રત્નથી બનેલું એક દેવવિમાન છે, તે મેરૂપર્વતની આસપાસ પ્રદિક્ષણા ફરે છે અને તેમાં અનેક દેવદેવીઓ વસે છે. ત્યારે આમાં સાચું શું? શાસ્ત્રોનાં કથન કે આ વિજ્ઞાનીઓએ પ્રત્યક્ષ જોએલી હકીક્ત ? ધાર્મિક ગણાતી વ્યકિતને થાય છે કે શાસ્ત્રો જૂઠાં કેમ હાઇ શકે?એ તો ભગવાનની વાણી છે.
વિજ્ઞાન અને આધ્યાત્મનું ક્ષેત્ર
ધાર્મિક ગણાતી વ્યકિતના મનમાં આ અકળામણ થાય છે. કેમકે તેનામાં રૂઢિગત વિચારો દઢ થઇ ગયા છે. બધા જ પુસ્તકોને તેણે શાસ્ત્ર માન્યા હોય છે. તેમાંથી વિશ્લેષણ કરી તે સત્ય તારવી શકતો નથી અને સત્ય જણાય તો તેને ગળે ઉતરતું નથી. આજે ચુસ્ત માન્યતા તે જ તેની અકળામણનું કારણ છે.
એક વાત સમજી લઇએ કે શાસ્ત્ર અને વિજ્ઞાન પરસ્પર વિરોધી ની. બંને વિજ્ઞાન છે. એક આત્માનું વિજ્ઞાન તે બીજું પ્રકૃતિનું છે. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વરૂપ, શુભાશુભ પરિણતિ વગેરેનું વિશ્લેષણ કરેલું હોય છે, જ્યારે પ્રકૃતિ વિજ્ઞાનમાં શરીર ઇન્દ્રિય અને કુદરતના અન્ય જડ પદાર્થોનું તલસ્પર્શી વિશ્લેષણ હોય છે.
આમ અધ્યાત્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નથી, પણ એકબીજાના પૂરક છે. વિજ્ઞાન પ્રયોગ છે, આધ્યાત્મ યોગ છે.
વિજ્ઞાન પ્રકૃતિતત્વની ચમત્કારી શકિતઓનું ઉદ્ઘાટન કરે છે, અધ્યાત્મ એ શકિતઓના કલ્યાણકારી ઉપયોગ કરવાની દષ્ટિ આપે છે. તે પછી એ બે વચ્ચે વિરોધ કેવી રીતે સંભવી શકે?
માનવજીવન કેવલ આત્મમુખી કે કેવલ બાહ્યોન્મુખી નથી રહી શકતું. અંતરંગ જીવનને આહાર, નિહાર, શરીર વગેરે બાહ્ય પદાર્થોની અપેક્ષા રહે છે. આ દષ્ટિએ જોઇએ તો અધ્યાત્મ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બન્ને જીવનના અંગભૂત છે.
શાસ્ત્ર વિરુદ્ધ ગ્રન્થ
ભૂગોલ ખગેાલ સંબંધી ધર્મગ્રંથોની કેટલીક માન્યતાઓ આજે અસત્ય સિદ્ધ થઇ રહી છે. આ ધર્મગ્ર થામાં અનેક વર્ષોથી ચાલી આવતી માન્યતાઓમાં જૅમને શ્રાદ્ધા છે તેઓ તેને અપ્રમાણિત માની શકતા નથી અને બીજી બાજુથી પ્રત્યક્ષ સિદ્ધ થયેલી હકીકતને અસત્ય કહી શકાતી નથી. ધર્મગ્રન્થામાં જેમને દઢ શ્રાદ્ધા છે. તેઓ વિજ્ઞાનને પ્રતિસ્પર્ધી માને છે અને નવી દિશાના વિચારકો ધર્મને એક માદક નશા ચઢાવનાર વસ્તુ તરીકે અથવા તો પાખંડ અને અસત્યના પ્રતિનિધિ તરીકે ગણે છે.
-
આમ, ધર્મગ્રન્થ અને વિજ્ઞાનમાં વિરોધ દેખાય છે. આ બાબતમાં બે વસ્તુ સમજવાની જરૂર છે, એક તે શાસ્ત્રની પરિભાષા કઇ છે, તેનું પ્રયોજન શું છે, અને તે શું પ્રતિપાદન કરવા માગે છે તે સમજવું અને બીજું શાસ્ત્રોના નામે ચાલ્યા આવતા બધા જ ગ્રન્થ, પુરાણ કે અન્ય પુસ્તકોને અક્ષરશ: સત્ય માનવા કે નહિ? ગ્રન્થ અને શાસ્ત્રમાં ભેદ છે
શાસ્ત્ર એ એક પવિત્ર અને વ્યાપક શબ્દ છે, ગ્રન્થનું એટલું મહત્વ નથી. જો કે શબ્દકોશમાં બંનેને પર્યાયવાચી શબ્દ કહ્યા છે પણ વ્યાકરણની દષ્ટિએ એમ માની નહિ શકાય.
શાસ્ત્રીના સંબંધ અંતર સાથે છે. તેમાં સત્યં શિવં સુંદરમ્ ની સાક્ષાત અનુભૂતિ છે. શાસ્ત્રો સત્યના સાક્ષાત દર્શન અને આચરણના ઉપદેષ્ટા છે. ગ્રંથ માટે એમ નહિ કહી શકાય. શાસ્ત્ર અને ગ્રંથ વચ્ચેના આ ભેદની જે વિવેકદષ્ટિ આવી જાય તો પછી અધ્યાત્મ અને વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન કે શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે કોઇ વિરોધ નહિ જણાય.
ધર્મગ્રંથો, પછી તે જૈન શાસ્ર હોય કે સ્મૃતિ પુરાણ હાય, પણ આજના બુદ્ધિશાળી તેના તરફ ઉપહાસની નજરે જુએ છે. આનું કારણ એ છે કે આપણે શાસ્રની મૂળ મર્યાદાઓને સમજયા નથી અને જે કોઈ સંસ્કૃત પ્રાચીન ગ્રંથ કહેવાયો. તે બધાંને શાસ્ત્ર—ભગવાનની વાણી—માની બેઠા છીએ.
કહેવાય છે કે સાઉદી અરેબિયામાં જ્યારે ટેલિફોનના તાર નંખાવા લાગ્યા ત્યારે “આ તો શેતાન છે” એમ કહી ધર્મગુરુઓએ તેના ઉગ્ર વિરોધ કર્યો. ત્યાંના બુદ્ધિમાન બાદશાહે ફેંસલો આપ્યો કે આ તાર ઉપર કુરાનની આયતે બોલવામાં આવે. જે આ શેતાનનું કામ હશે તો બીજી બાજુ તે સંભળાશે નહિ. અને પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું. આમ સત્યની સામે ખોટી માન્યતાઓ ટકી શકતી નથી.
ધર્મગ્રન્થા તરફ બંધાઈ ગયેલી આ વિવેકહીન દષ્ટિ ભારતમાં જ છે એમ નથી. સમગ્ર વિશ્વમાં છે, અને એના કારણે કંઈક વૈજ્ઞાનિકો મોતને ભેટી ચૂકયા છે.
ગ્રન્થ : સંકલના માત્ર
ગ્રંથ એટલે ગાંઠ—ગાંઠ જેમ જેડવાનું કામ કરે છે તેમ કોઈ વિચાર અહિંથી લીધા, કોઈ હિથી લીધા અને વિચારોની અને
+