SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ર પ્રબુદ્ધ જીવન આપવામાં આપણે અસમર્થ નીવડીએ, તે પ્રજાના લેાકશાહીમાંથી ને સમાજવાદમાંથી વિશ્વાસ ડગમગી જશે. man આજના બીજો પ્રશ્ન છે : હિંસા, લૂંટ અને, તારાજીનું વાતાવરણ. ગાંધીજીએ ભારપૂર્વક શીખવ્યું હતું કે ઉચ્ચ આદર્શની સિદ્ધિ અર્થે શુદ્ધ સાધનોના આશ્રાય લેવાવા જોઇએ. મહાત્માજીએ કહ્યું હતું કે અશુદ્ધ સાધના વડે શુદ્ધ હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી. આવા સાચા સાધનેથી આપણે પૂ. ગાંધીજીના નેતૃત્વ નીચે રાજકીય આઝાદી મેળવી. તે પછીના દેશના ભાગલાના ગેઝારા દિવસ દરમિયાન પણ પૂર્વ વિસ્તારોમાં ગાંધીજીએ એક્લે હાથે કોમી દ્વેષની આગ બુઝાવી, લૅર્ડ માઉન્ટબેટને પૂ. બાપુને જ્વલંત અંજલિ આપતાં તેમને “દેશના એક માત્ર શાંતિચાહક” – “one boundry peace foree – તરીકે વર્ણવ્યા હતા. દેશના પશ્ચિમ ભાગમાં ૫૦,૦૦૦ સૈન્ય જે કામ ન કરી શક્યું તે ગાંધીજી ને તેમના ગણ્યાંગાંઠયા સેવકોએ કરી બતાવ્યું. બાખુચીંધ્યા માર્ગ આપણે રખે ભૂલીએ – ‘શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધનો અનિવાર્ય છે.' રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કોઇપણ પ્રશ્ન લડાઈ કે હિંસાથી ઉક્લી શક્યા નથી. દેશની કટોકટીને હાલને તબકકે ગાંધીજીની સાનારી શિખામણ આપણે ભૂલીશું તો પસ્તાવાના વારો આવવાના જ છે. હિંસાત્મક આંદોલન વધુ ને વધુ હિંસાત્મક આગ ફેલાવશે અને દેશમાં અંધાધૂંધી ને વિનાશ સર્જાશે. આના અર્થ એ નથી કે વિવિધ ક્ષેત્રમાં આપણે અન્યાય સહી લેવા, સાચા અર્થમાં સત્યાગ્રહના આશ્રાય આપણા લેાકશાહી ને આઝાદ દેશનાં બંધારણ મુજબ ગમે ત્યારે લઇ શકાય. પણ આ અહિંસાના નાજુક શસ્ત્રને સસ્તું નેં હાસ્યાસ્પદ તા ન જ બનાવવું જોઇએ. ગાંધીજીના જીવનમાંથી દેશના યુવાનોએ ઘણું બધું શીખવાનું છે. નહીં તો તેમને કારણે દેશની મહામૂલી આઝાદી જોખમમાં મુકાશે. આજના રાષ્ટ્રીય પ્રશ્નામાંના શિક્ષણ અંગે હું કાંઇક કહીશ. હાલની શિક્ષણપદ્ધતિ ઉગતી પેઢીની શકિતઓને રચનાત્મક માર્ગે વાળવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્રણ દાયકા પહેલાં ગાંધીજીએ દેશ સમક્ષ પાયાના શિક્ષણની પદ્ધતિ રજૂ કરી હતી, જેમાં ગ્રામનું મહત્ત્વ મુખ્ય હતું. કમનસીબી તો એ છે કે સરકારે તથા શિક્ષણકારોએ તેના યોગ્ય રીતે પ્રયોગ પણ ક્યાં નથી. પરિણામ શું આવ્યું છે ? વિદ્યાર્થીઓ વિવિધ હિંસાત્મક આંદોલને થી જાનમાલ મિલકતનો નાશ કરવાની પ્રવૃત્તિમાં પડયા છે. આનું એક કારણ એ છે કે તેઓ નિરાશ થયા છે અને તેમની સમક્ષ બેકારીનો હાઉ ખડો છે. આપણી ઉગતી પેઢી માટે ઉચ્ચ ધેારણના શિક્ષણ સાથે ઉત્પાદક પ્રવૃત્તિના સમન્વય કરવાની જરૂર છે. પાયાના શિક્ષણ અંગેના ગાંધીજીના વિચારોને ભલે કેટલાક હસી કાઢે કે ‘ખ્યાલી’ ગણે, મારી દષ્ટિએ તે અપનાવવાની ખૂબ જરૂર ઊભી થઇ છે. દેશમાં આજે વિશ્વાસની ટોટી—crisis of confidenceદેખાય છે. લાકોએ નેતાઓમાં તે વિશ્વાસ ગુમાવ્યો છે જ. તેમના પેાતાનામાંથી પણ વિશ્વાસ. ગુમાવ્યું છે. હરહંમેશ આપણે બીજાની ટીકા કરવામાં ઓતપ્રોત થઇએ છીએ અને હતાશાનું વાતાવરણ સર્જીએ છીએ. આવા અંધારામાં, આવી ઘેાર નિરાશામાં, ગાંધીજીએ આપણને કહ્યું હતું કે આપણે આત્મસંશાધનઆત્મપરીક્ષા કરવી જોઇએ. ૧૯૪૬માં જ્યારે ગાંધીજીને કેટલાક શિક્ષકો નૌઆખલીમાં મળ્યા ત્યારે તેમણે સૂચક રીતે જણાવ્યું હતું કે “જ્યારે તમને મનમાં એમ લાગે કે તમે જ સાચા છે અને બીજા બધાં ખાટા છે, ત્યારે તમારે એ નિર્ણય પર આવવું જોઇએ કે બીજા બધા સાચા છે ને તમે જ ખોટા છે.” આજે દેશ સમક્ષ અનેક મુશીબતો ખડી છે, અનેક પ્રશ્ના વણઉકેલ્યા પડયા છે, ત્યારે રાષ્ટ્રપિતાના આ સાનારી શબ્દો આપણે હ્રદયમાં અંકિત કરીએ. સન્માન નૅ શ્રાદ્ધાથી જો આપણે આપણા દીવા સળગાવવાના પ્રયાસ કરીશું તો છેવટે થોડુંક અજવાળું તે દેખાશે જ. થોડી વધુ મીણબત્તીઓ પ્રગટાવા ને વળી થોડો વધુ પ્રકાશ મળશે, ને આપણે જીવનપથ પર આગળ વર્ષી શકીશું. અનુવાદક: શ્રી કાન્તિલાલ બરોડિય મૂળ અંગ્રેજી: શ્રીમન નારાયણ તા. ૧૬-૫-૧૯ રાષ્ટ્રપતિની ચિરવિદાય [તા. ૭ મે શનિવાર સવારના ૧૧-૨૦ મિનિટેન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેનનું ૭૨ વર્ષ ઉમ્મરૢ એકાએક અવસાન થતાં આખા દેશે દુ:ખ અને વ્યથાને એક સખ્ત આંચકો અનુભવ્યો છે. શ્રી, ચક્રવર્તી રાજગાપાલાચાર્ય, ડૅા રાજેન્દ્રપ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન - એ મુજબ શરૂ થયેલી પરંપરાના એટલા જ ઉજજવલ અનુગામી ડૉ. ઝાકીર હુસેનને ગુમાવતાં દેશને એક ભવ્ય દેશભકત અને આદર્શ મુસ્લીમની ખોટ પડી છે. તેમના વિષે આજ સુધી ઘણું લખાયું છે તેમાં વિશેષ ઉમેરા ન કરતાં ડૉ. ઝાકિર હુસેનનું સમગ્ર વ્યકિતત્વ કેવા ઉચ્ચ આદર્શ ઉપર ઘડાયેલું હતું અને કેવી ઉત્તરોત્તર વિશિષ્ટ ઘટનાઓથી સભર હતું તેનો ખ્યાલ આવે તે હેતુથી તા. ૪-૫-૬૯ ના જન્મભૂમિ પ્રવાસીમાં પ્રગટ થયેલ તેમના જીવનની ઝરમર અહિં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. પરમાનંદ મે માસની ત્રીજી તારીખે રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેનનું સાવ અણધાર્યું અવસાન નિપજતાં રાષ્ટ્રના રાજકીય તખતા ઉપરથી એક વિલક્ષણ રાજપુરુષની હસ્તી હંમેશને માટે લુપ્ત થઇ છે. રાષ્ટ્રપતિની ચિરવિદાયથી રાષ્ટ્ર એક સ્વાર્પણની ભાવનાવાળા અને ગાંધીભાવનાથી બાહ્યાન્વંતર રંગાયેલા શિક્ષણશાસ્ત્રી ખાયો છે અને એક માનવતાવાદી માનવી ખાયા છે. ડૉ. ઝાકીરહુસેન રાષ્ટ્રપતિપદે ડી. રાધાકૃષ્ણન જેવા જગવિખ્યાત, અત્યંત પ્રભાવશાળી પંડિત, વિચક્ષણ રાજપુરુષ મેધાવી વિચારક અને તત્ત્વચિંતક, તથા મુત્સદ્દી અને મહાન વકતાના અનુગામી તરીકે આરૂઢ થયા એ હકીકત સહેજે સર્વત્ર પુરોગામી અને અનુગામી વચ્ચે તુલનાભાવ પ્રેરે. અને એમ છતાં ડા. ઝાકીરહુસેન રાષ્ટ્રપતિ તરીકે કોઇની પણ દષ્ટિમાં જરાયે ઊણા નથી ઊતર્યા એટલું જ નહિ પણ સર્વજનપ્રિય અને લેાકાદરને પાત્ર નીવડયા છે. વ્યકિતમાત્રના જીવનમાં નિદાન એક ક્ષણ એવી આવે જ છે, જ્યારે એણે ભાવિ કારકીર્દી જેવા મહત્ત્વના પ્રશ્ન પરત્વે આ પાર કે પેલે પાર એવા અંતિમ નિર્ણય લેવા પડે છે. ડૉ. ઝાકીરહુસેન આ બાબતમાં અપવાદરૂપ નહાતા. ૧૯૨૦ની એ સાલ સન ૧૯૨૦ ની સાલ હતી. હાલ જે અલીગઢ યુનિવર્સિટી તરીકે જાણીતી છે તે, તે કાળે મહમેડન એંગ્લા ઓરિયેન્ટલ કાલેજ તરીકે ઓળખાતી. એનું સંચાલન બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર અને રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આન્દોલનના વિરોધી એવાં તત્ત્વા દ્રારા થતું. ૧૯૨૦માં ૧૨ મી ઑકટોબરે ગાંધીજીએ એ કોલેજની મુલાકાત લીધી. સાથે અલીબંધુઓ પણ હતા. સ્વાતંત્ર્ય જંગના ઘણા મુસ્લિમ નેતાઓમાં અલીભાઇએ ઘણા સમય પૂર્વેથી અગ્રેસર હતા. ગાંધીજીએ એ સંસ્થામાં જઇને ભાષણ કરતાં બ્રિટિશ સરકારના અંકુશ હેઠળની તમામ શિક્ષણસંસ્થાઓના બહિષ્કાર કરવાની હાકલ કરી. આ હાકલને ઝીલી લઇ તદનુસાર વર્તન કરનાર જે થેાડાક વિદ્યાર્થીઓ તે કાળે નીકળ્યા, તેમાંના એક ડૉ. ઝાકીરહુસેન હતા. થોડાક શિક્ષકોએ પણ એ સંસ્થાને તિલાંજલિ આપી દીધી. શિક્ષકોના સાથમાં ડૉ. ઝાકીરહુસેને ગાંધીજી પારો જઇ જામિયા મિલિયા ઇસ્લામિયા રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવાની વિજ્ઞપ્તિ કરી અને તે પ્રમાણે એ સંસ્થા હસ્તીમાં આવી. ડૉ. ઝાકીરની દેશભકિતનો આ પ્રથમ આવિષ્કાર હતા. અડ્વાન વંશજો ડૉ.ઝાકીરના દેહમાં અફઘાન વંશજોનું રુધિર વહેતું હતું. પેાતાની આગલી સાત પેઢી સુધીના પૂર્વજોએ શસ્રો વાપરી જાણ્યાં હતાં, જો કે ડૉ. ઝાકીરના પિતા કાયદાનો અભ્યાસ કરી હૈદરાબાદ જઇ વસ્યા અને સફળ ધારાશાસ્ત્રી તરીકે નામ કાઢયું. હૈદરાબાદમાં જન્મ ડૉ. ઝાકીરહુસેનનો જન્મ હૈદરાબાદમાં ૧૮૯૭ના ફેબ્રુઆરીની તા. ૮ મીએ થયૉ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ ઘેર એક જ અંગ્રેજ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy