SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧૬-૩૮ પ્રબુદ્ધ જીવન ગ્રામદાન આંદોલનના વ્યાપક મુંબઈના સર્વોદયકાર્યકર્તા શ્રી કાન્તિલાલ વારા અમુક મિત્ર સાથે બિહારમાં પૂ. વિનાબાજી જ્યાં વસે છે ત્યાં થોડા દિવસ પહેલા ગયેલા અને ગ્રામદાન પ્રવૃત્તિના આજે થઈ રહેલા વિસ્તારનું જે પ્રત્યક્ષ દર્શન કરી આવ્યા તેનું વર્ણન સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ ઉપરના પત્રમાં તેમણે લખી મોકલ્યું છે, જે પત્ર નીચે મુજબ છે. રાજગીરી, બિહાર, તા. ૧૬-૨-૬૮ પ્રિય ચીમનભાઈ અને મિત્રો, અમે હાલમાં અહીં વિનાબાજી પાસે આવેલાં. અહીં જે જોયું, જાણું અને અનુભવ્યું, એ ઘણું ઉત્સાહજનક છે. “ગ્રામદાન - આંદોલન” અહીં ખૂબ વેગથી ચાલી રહ્યું છે. દરભંગા આખા જિલ્લા, દુષ્કાળ પહેલાં જ ગમદાનમાં આવી ગયેલા. હાલમાં પૂણિયા જીલ્લા ૩૪ તથા બીજા ત્રણ-ચાર જિલ્લા ૧૨ જેટલા થઈ ગયા છે. ગ્રામદાન શું છે? એની જાણકારી શહેરોમાં ઘણાને નથી હોતી, એમાં ગામ લોકો સંકલ્પ કરે છે કે અમે હવેથી આખા ગામને એક પરિવાર માનીશું. તથા અમારી સમસ્યાઓના ઉકેલ, બધા સાથે મળીને અમારી બુદ્ધિશકિતથી ‘ગ્રામ - સભા’ દ્વારા (કે જે ગામના દરેક કુટુંબની પુખ્ત ઉંમરની વ્યકિતઓની બનાવવામાં આવે છે.) કરીશું. ઉપરાંત ભૂમિહીના માટે અમારી ખેંડાઉ જમીનના વીસમા હિસ્સા તથા ‘ગ્રામ–વિકાસ’ માટે દર વરસે અમારી ઉપજના ચાલીસમા ભાગ ‘ગ્રામ - કોષ’ માં જમા કરીશું. આવા સંકલ્પ બિહારના ઉપરોકત જિલ્લાઓના ૧૮,૦૦૦ અઢાર હજાર ગામના લોકો અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે. આના પરિણામે અહીં વાતાવરણ એટલું સરસ બન્યું છે અને ઉત્સાહ એટલા વધ્યા છે કે ‘ ૨ ઓકટોબર ૧૯૬૮' સુધીમાં આખું બિહાર ગ્રામદાનમાં આવી જાય, એવા જોરદાર પ્રયત્નો થઈ રહ્યા છે!અને એની શકયતા પણ દેખાઈ રહી છે. આમાં ખાદી તથા રચનાત્મક કાર્યકર્તાઓના પણ મોટો હિસ્સો છે. જાન્યુઆરીમાં વિનોબાજીની સાનિધ્યમાં ૪ મહત્ત્વપૂર્ણ સંમેલના થયા. ૧. બિહાર પંચાયત પરિષદનું ૨. બિહારની યુનિવર્સિટીની બધી કૉલેજોના પ્રાધ્યાપકોનું ૩. બિહારના મૂખ્ય રાજકીય પક્ષાનું તથા ૪. બિહારની બધી રચનાત્મક સંસ્થાઓના કાર્યકર્તાઓનું. આ બધાએ આ કાર્યનું સમર્થન કરી, એમાં સહાયતા કરવાનું આશ્વાસન આપ્યું. સર્વોદય પાસેથી જે આશા અને અપેક્ષા રાખવામાં આવી હતી, તેનું દર્શન હવે નજીકના ભવિષ્યમાં શકય બને, એવી સંભવના આમાંથી પ્રગટ થઈ છે. આમ થવામાં વિનાબા કહે છે તેમ, ‘કાળબળે’એમાં મોટો ભાગ ભજવ્યો છે. દુષ્કાળે તથા બિહારની હાલની રાજકીય પરિસ્થિતિએ લોકોને જાગ્રત કરી દીધા અને ભાન કરાવી દીધું કે હવે સ્વાવલંબી બન્યા સિવાય તથા ગ્રામદાન - સંગઠન કર્યા સિવાય, બીજો કોઈ ઉપાય નથી. ગ્રામદાનના નમુના જોવા ઘણી માંગ થતી હોય છે. આપણે કોઈ પણ કાર્યમાં તરત ‘ નમુનાઓ બનાવવા ઉત્સુક હોઈએ છીએ. પરંતુ વિનાબા દીર્ધદષ્ટિ છે. એ આગળનું પણ જોઈ શકે છે. કોઈ પણ કાર્યનું માપ એ બરાબર પહેલેથી જ કાઢી લે છે. કાર્ય કેટલું વિશાળ છે! એમાં કેટલી શકિત લાગવી જોઈએ ? કેટલા સમયમાં એ પરિપકવ થઈ, એમાં પરિવર્તન આવી શકે? વગેરેનું ગણિત તેઓ કરી લે છે. જેથી તેઓ કહેતાં કે ચારે તરફ આગ લાગી હાય એમાં વચ્ચે એક નાનકડી જગ્યાને ‘એરકન્ડીશન્ડ’ બનાવવામાં આવે તો તે ટકી શકે નહીં. આપણી અપેક્ષા મુજબ જો નમુનાઓ બનાવવા બેસી ગયા હાત તો આજે જીલ્લાદાન અને પ્રાંતદાન સુધીનું જે વાતાવરણ બન્યું છે, ત્યાં સુધી પહોંચી શકયા ન હોત અનતા જતા વિસ્તાર અને બનાવેલા નમુનાઓ પણ ટકી શક્યા ન હોત. તેઓ કહે છે કે આ મહાન પરિવર્તનકારી આંદોલન માટે પ્રથમ તે અત્યંત જોરદાર વાતાવરણ બનાવવું પડશે. વાતાવરણ બન્યા પછી જ એ સહેલાઈથી થઈ શકશે. આપણને પૂરો વિશ્વાસ નહોત બેસતા, પરંતુ એમને તો દઢ વિશ્વાસ હતો કે આ કાર્ય થઈને જ રહેવાનું છે. કારણ કે એ ‘કાળપુરુષની’ (જમાનાની) માંગ છે. અને એ કહે છે કે જે આજે નથી આપતા તે કાલે આપવાનો છે તથા કાલે નહીં સમજે તે પરમ દિવસે સમજવાના છે. ૨૩૫ કામના તબક્કાઓમાં પ્રથમ ગ્રામદાન કરતી વખતે, લાકોએ ગ્રામદાનના ‘સંકલ્પ - પત્રા’ ઉપર સહી કરવાની હોય છે, જેના આધારે ગ્રામદાન જાહેર કરાય છે. ત્યાર બાદ બીજા તબક્કામાં ‘પુષ્ટિ - કાર્ય’ એટલે કે બધા નામે સરકારી દફ્તરમાં રજિસ્ટર કરવાના હોય છે. એ આધારે સરકારી કર્મચારીએ ચકાસણી કરે કે એમણે ખરેખર સમજીને સહીઓ કરી છે કે નહીં? આ મોટું કામ છે. સરકારી તંત્રમાં, એ અંગે ઘણો સમય લાગે છે અને એમાંથી પાર ઉતર્યા બાદ, વ્યવસ્થિત નવનિર્માણનું કાર્ય હાથ ધરી શકાય. એમાં હિત–વિરોધીઓની રૂકાવટ પણ આવે. એટલે ઘણું મોટું અને અઘરું કામ તો છે જ. એટલે ધીરજ રાખવી જ પડે. હવે દરભંગા જીલ્લા, ગ્રામદાનમાં આવી ગયા પછીધી ગ્રામસ્વરાજ્યની દિશામાં, નવનિર્માણના કાર્યમાં સુઝબુઝ ધરાવતા તમામ લોકોને વિનોબાજીએ આવાહન કર્યું છે કે નમુના બનાવવાના સમય હવે પાકી ગયો છે. હવે તમારી શકિત કામે લગાડો, આ દષ્ટિએ અત્યારે ત્યાં કામ ચાલી રહ્યું છે. દુષ્કાળ - નિવારણ અંગે . અહીંના લોકો મુંબઈ તથા ગુજરાતના ખૂબ આભાર માને છે. ત્યાંથી નાણાં ઉપરાંત જે વ્યવસ્થા- . શકિત મળી, એનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. આપણા બધાના પુરૂષાર્થ અને ઈશ્વરકૃપાથી, બિહાર એક ભયંકર આફતમાંથી બચી ગયું. હવે તેના નવનિર્માણના એટલે કે ગાંધીજીના સ્વપ્નના ગ્રામ – સ્વરાજ્યના કાર્યમાં પણ જો આપણે પ્રયત્નશીલ થઈએ તો સંભવ છે કે એને પગલે પગલે, આજની ભયંકર હાલતમાંથી આખા દેશને બચાવવામાં પણ આપણે નિમિત્તરૂપ બનીએ. વિનોબાજીએ મુંબઈ માટે બે વાત ઉપર ખાસ ભાર મૂકયા છે. (૧) સર્વોદય - વિચાર અને સાહિત્ય ઘરઘરમાં પહોંચે તથા લોકોને આંદોલનની પૂરી જાણકારી મળે, એ માટે સાહિત્ય - પ્રચાર અને પ્રકાશનમાં વેપારી મિત્રોની બુદ્ધિ અને સહાયતા મેળવવી. (૨) સર્વોદય તરફ અભિમૂખ એવા કાર્યકર્તાઓ અને સહયોગી - મિત્રો વધારવા. આ સૂચના ઉપર આપ પણ ચિંતન અઠવાડિયાં આ તરફ રોકાવાના છીએ. કુશળ હશેા. કરશો. અમે હજી બેએક વિશેષ રૂબમાં. એજ લિ. આપના કાન્તિલાલ વેારા, નરોત્તમ શાહ ( પોતાની ૭૧ મી વર્ષગાંઠે શ્રી ગોકુળભાઈ દોલતરામ ભટ્ટ રચેલું અને તેમની તરફથી મળેલું કાવ્ય ) પ્રસન્ન રે'વુ કન્યે વર્ષો ઉપર વીતે વર્ષે શિવરાતો આવે જાયે કિલમિષ મુજમાં વ્યાત્પ ઘણાં યે કયારે તે કયમ ધોવાયે ? કરતો તેની નિત્ય ઝંખના દીનદયાળુ તવ ચરણે સાહમ્ સાહમ્ રટો રસના અન્ય સ્વરો ના હૈ વદને કામ કર્યું જે યત્કિંચિત્ હું સારુંનરસું આ જગતે અર્પીને સર્વે તે તુજને પ્રસન્ન રેવું કર્તવ્યે. વીતો આમ જ આયુ અહોનિશ સરિતા પેર રહો જીવંત શિવસાગરને જાવું ભેટવા સેવામય રાખીને મન. કીડી કણ કણ રળે હાથીને મણ મણ ખાવા રહે મળી ગોકળ ચિંતા કરવી શાને શ્રાદ્ધા દિલમાં રહે દિ. ઈશભરોસે ભાગ્યવંત હું રહું સદા નિર્લે પ વળી સૌરભ ફોરી રહા મારી આ જીવનની સુકુમાર કળી. વ્હેવારે મુજ દુર્ભે ન કોઈ, આશિષે મારી કરણી ... નિત્યે જળ સ્વાદુ પીવડાવો ગોકળ તારી નિર્ઝરિણી. ૧ ગ્ ૩ * ૫ ૬ ૭ ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy