________________
તા. ૧૬-૩-૧૮
શકાય તેમ પણ નથી. કોર્ટ કચેરીની લડાઇઓ, ચૂકાદાઓ, તે ઉપર અપીલા, અને નાનાંમોટાંઘર્ષ અને ધન તથા શકિતની પાર વિનાની ખુવારી બન્ને તીર્થોને લગતી આજ સુધીની લડતોનો આ સાર છે. પરિસ્થિતિ જો આવી છે તો આપણે આખા પ્રશ્નના બીજી જ રીતે વિચાર કરવા ઘટે છે અને તે છે વાટાઘાટો દ્વારા અને યોગ્ય વ્યકિતઓની મધ્યસ્થી દ્રારા સંઘર્ષના કારણેાના નીકાલ લાવવાને લગતી પદ્ધતિ.
પ્રબુદ્ધ જીવન
આપણે એ પણ ભૂલવું ન જોઇએ કે શ્વેતાંબર અને દિગંબરહિન્દુ-મુસલમાન માફક કોઇ અલગ અલગ કોમેા નથી પણ એક જ ઇષ્ટદેવના અનુયાયી જૂથે છે અને સત્ય, અનેકાન્ત, અને અહિંસા ઉપર આધારિત જૈન વિચારસરણીના વારસે છે. આ હકીકત છે અને એમ છતાં પરસ્પર આત્મીયતાનું સંવેદન આપણે તેમના વિષે કે તેઓ આપણા વિષે અનુભવતા નથી અને પક્ષ-પ્રતિપક્ષની રીતે એકમેક તરફ કરડી આંખે આપણે જોઇએ છીએ અને એકમેકના એ રીતે જ વિચાર કરીએ છીએ અને પરિણામે દુનિયાની નજરમાં આખી કોમને નીચું જોવું પડે એવી અથડામણા કદિ કદિ બન્ને વચ્ચે નિર્માણ થયા કરે છે.
અન્તરીક્ષજી તીર્થ અંગેની વાસ્તવિકતા આગળ જણાવ્યા મુજબની હોઇને આજ, આવતી કાલે કે નજીકના ભવિષ્યમાં બન્નેને સ્વીકાર્ય હોય એવી સમજૂતી ઘડી કાઢયા સિવાય બીજો કોઇ વિકલ્પ છે જ નહિ એમ મને લાગે છે. આ જ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલાં અમદાવાદ ખાતે મળેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોની સભામાં અન્તરીક્ષજીના પ્રશ્નના શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ અને દિગંબર સમાજના આગેવાન શ્રી શ્રેયાંસપ્રસાદ જૈને સાથે મળીને નિકાલ લાવવા પ્રયત્ન કરવા એમ. હજુ થોડા દિવસ પહેલાં આકોલા ખાતે મળેલી જૈનાની જાહેર સભામાં શેઠ કસ્તુરભાઇ લાલભાઇએ શ્વેતાંબર અને દિગંબર સમાજની એકતા ઉપર અને બન્ને વચ્ચેના મતભેદોનું પરસ્પર વાટાઘાટોદ્રારા સમાધાન સાધવાની વાત ઉપર ખૂબ ભાર મૂકયો હતો. અહિં એકત્ર થયેલા સભાજન કે જેમને કસ્તુરભાઇની નેતાગીરીમાં અપૂર્વ વિશ્વાસ છે તેમને મારો પ્રશ્ન છે કે આપ આ બાબતમાં સમાધાનની ભૂમિકા સાધવા અંગે શેઠ કસ્તુરભાઈના હાથ મજબૂત કરવા માંગો છે કે કેવળ જેહાદ અને ધર્મઝનુની ભાષા વાપરીને અને તેવા પ્રચાર કરીને સમાધાનને સર્વથા અશય બનાવવા ઇચ્છે છે?
આ પ્રશ્ન અંગે જેટલું તીવ્ર આપનું સંવેદન છે તેટલું જ તીવ્ર મારૂં સંવેદન છે, પણ આપનામાં અને મારામાં ફરક એટલા જ છે કે આપ માત્ર જૈન શ્વેતાંબર વિભાગની દષ્ટિએ જ વિચારો છે!; મારી સામે આખો જૈન સમાજ અને તેની એકતાના વિચાર છે. આ એકતા એક બાજુથી સધાય છે, પુષ્ટ થાય છે તો બીજી બાજુએથી આવી કમનસીબ ઘટનાઓથી આખી કોમની એકતા છિન્નભિન્ન થતી જાય છે. અન્તરીક્ષજીના મંદિરમાં બેસતા વર્ષના રોજ જે ઘટના બની તેમાં દોષ કોનો હતો, કોને નહોતો એ બાબત બાજુએ રાખીએ તે પણ એ ઘટના આખા સમાજ માટે શરમજનક હતી એ વિષે બેમત હોઈ ન શકે. આવું જો બન્યા કરે તો જૈન સમાજની એકતાની વાત મિથ્યા અને મૃગજળ સમાન છે.
આપણે થોડાં વર્ષો બાદ આવી રહેલ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિ પૂરી ભવ્યતાપૂર્વક ઊજવવાના મનોરથ સેવી રહ્યા છીએ. જો આપણે પરસ્પર વિભાજિત હોઈશું તો પ્રસ્તુત મહાત્સવ આપણે શી રીતે ઊજવવાના હતા !
અને અહિં મારી સામે પાટ ઉપર બેઠેલા પૂજ્ય મુનિમહારાજોને મારી પ્રાર્થના છે કે અમે પામર શ્રાવકો આવેશને વશ થઈને ગમે તેમ બાલીએ અને ગમે તેમ વિચારીએ પણ આપ તો અમને સુલેહ અને શાન્તિના માર્ગે લઈ જવામાં આપની લાગવગના ઉપયોગ કરો. આપ જેહાદના પુરસ્કર્તા ન બને પણ શાન્તિના દૂત બનો. અમારામાં રહેલા અગ્નિને પ્રજવલિત કરવાનું કામ જો આપ કરશે તા આ અગ્નિને ઠારશે કોણ? આપ અમારી દુનિયાનો ત્યાગ કરીને વિશ્વના માનવી બન્યા છે. આપને મન માનવી માનવીને વિભાજિત
૨૩૩
શું કરતા ભેદો ગૌણ હોવા ઘટે; પરસ્પર ભેદભાવ મટે અને ભાઈચારો કેમ વધે એવું આપનું સર્વજનહિતકારી માર્ગદર્શન હોવું ઘટે.
અહિં એકત્ર થયેલા આપ ભાઈઓને મારું આટલું જ નમ્ર વિજ્ઞાપન છે કે આ જેહાદની પરિભાષા છેડા અને સમજૂતિના માર્ગ અપનાવો. કેવળ હક્કની વાતા હળવી કરો અને બાંધછાડની રીતે વિચારીને એવું નિર્મળ સૌહાર્દભર્યું વાતાવરણ નિર્માણ કરો અને પ્રસ્તુત પ્રશ્નના એવા સુખદ સ્થાયી નિકાલ શોધી કાઢો કે પરસ્પર ભાઈચારાની પ્રતિષ્ઠા થાય, અને આ અન્તરીક્ષ આપણી વચ્ચે વૈમનસ્ય પેદા કરનારૂ અને વધારનારૂ ન બને, પણ પરસ્પર પ્રેમવર્ધક અને શ્રેયસંવર્ધક તીર્થ બને.
પરમાનંદ
તમામ જ્ઞાતિ અને કામના મધ્યમવર્ગને
આશીર્વાદરૂપ -જૈન કલીનીક ’
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના આશ્રયે કાંદાવાડીમાં છેલ્લાં વીશેક વર્ષથી ચાલતું “જૈન ક્લીનીક” મધ્યમ અને ગરીબ વર્ગ માટે એક આશીર્વાદ સમાન પુરવાર થયું છે. મુંબઈ જેવા શહેરમાં મોંઘવારીને કારણે પાષણના અભાવે મધ્યમ વર્ગની જનતાને વાર વાર તબીબી સેવાઓની જરૂર ઊભી થાય છે, નિષ્ણાતાના તેમ જ માંઘીદાટ દવાઓના ખર્ચ તેમને કોઈ પણ હિસાબે પાસાત નથી. આવા સંજોગામાં “જૈન કલીનીક” ફકત કાંદાવાડી અને ગીરગામને જ નહિ પરંતુ શહેરના દૂર દરના વિસ્તારોમાં વસતિ આમજનતાને તબીબી સેવાઓ આપે છે. આ સંસ્થા ફકત જૈન કોમ માટેની જ નહિ પરંતુ કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ વિના તમામ કોમાના લોકોને તેના લાભ મળે એવા આશયવાળી સાર્વજનિક સંસ્થા છે. માત્ર એના વહીવટની અને આર્થિક બાબતની તેમ જ સંચાલનની જવાબદારી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘને શીરે છે.
આ “જૈન કલીનીક" ની સ્થાપના ૧૯૪૮-૪૯ માં થઈ ત્યારે તો એક નાનકડું દવાખાનું જ હતું, જ્યારે આજે તે તે અનેક વિભાગે ધરાવતી એક વિશાળ સર્જિકલ ઈસ્પિતાલ છે. આટલા ટૂંકા ગાળામાં સંસ્થાએ જે પ્રગતિ સાધી છે એ જ એની ઉપયોગીતા પુરવાર કરવા માટે પુરતી છે.
અહિં દવા, ઈંજેકશન અને અન્ય પ્રકારની સારવારની નામની જ ફી લેવામાં આવે છે, તથા દર્દીઓ વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતો નથી. ‘કલીનીક’ના જુદા જુદા વિભાગમાં વિવિધ રોગોના નિષ્ણાતેની સેવાઓ આપવાને પણ પ્રબંધ કરાયેલા છે. આંખ, દાંત, કાન, નાક, ગળું તેમ જ ક્ષય, એવા વિવિધ પ્રકારના રોગાના નિષ્ણાતોની સલાહ લોકોને માટે આશીર્વાદસમાન નીવડે છે. આ સંસ્થાને ૩૫ જેટલા નિષ્ણાત ડૉકટરોની સેવાનો લાભ મળત રહ્યો છે. આ ઉપરાન્ત લાહી, મળ, મૂત્ર, વિગેરે તપાસવાની પણ સગવડ ઊભી કરેલી છે, તેમ જ એકસરે, ઈનફ઼ારેડ તથા અલ્ટ્રાવાયોલેટ કિરણાના ઉપચારની સગવડનો પણ પ્રબંધ કરવામાં આવેલ છે. ઉપર દર્શાવ્યા તેવા તમામ ઉપચારો માટે માત્ર નામની જ ફી લેવામાં આવે છે. તદ્ન ગરીબ લોકો માટે તો કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ સિવાય દરેક પ્રકારની સારવાર ઉપરાંત દવા, ઈંજેકશન સુદ્ધાં તદ્ન મફત આપવામાં આવે છે.
ઉપરોકત જૈન કલીનીકના લાભ લેનારની સંખ્યા દિનપ્રતિદિન ખૂબ જ વધતી જતી હોઈ કાર્યવાહકોએ કલીનીકના મકાનની સામે જ એક નવું મકાન બંધાવ્યું છે અને તેમાં વસાવવામાં આવેલ સાધનસામગ્રી સાથેને ખર્ચ આશરે રૂપિયા પાંચ લાખ અંદાજવામાં આવેલ છે. તે ખર્ચને પહોંચીવળવા માટે, એપ્રિલ માસમાં આ નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાના નિર્ણય કરવામાં આવેલ છે અને તે પ્રસંગે એક સાવીનીયર પ્રગટ કરવાનું ઠરાવેલ છે, જેમાં કલીનીકને લગતી સંપૂર્ણ વિગતો રજુ કરવામાં
આવશે.
અત્યારના કટોકટી જેવા કાળમાં આવી ઉદાત્ત ભાવનાવાળી અને મધ્યમ વર્ગને અને આમજનતાને આશીર્વાદસમાન અને આપણા સમાજની ગૌરવરૂપ બિન-સાંપ્રદાયિક કલીનીકને સૌ કોઈ ઉદાર દીલે દાનપ્રવાહથી નવપલ્લવિત કરે અને આમ' કરીને કલીનીકના કાર્યવાહકોના ઉત્સાહમાં વધારો કરે એવી અમારી અંતરની પ્રાર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.