SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૬૮ == . મારા ---- 1 - પ્રકીર્ણ નોંધ ૨ એ આપણા દેશના ગ્રામઉધોગોને તથા ગૃહઉદ્યોગને નાશ કરી નાંખ્યો હતો. પૂ. ગાંધીજીએ તેમના જીવનકાળ દરમ્યાન અને તેમના અનુયાયીઓએ ત્યાર બાદ ગ્રામ ઉદ્યોગે તેમજ ગૃહઉદ્યોગને પુર્નજીવને આપવાનો પ્રયાસ કર્યો છે. આ જ પ્રયાસ આપણે ચાલુ રાખવાનું છે અને વધારવો છે. દેશનું, સમાજનું અને કુટુંબનું કલ્યાણ એમાં જ છે. માતૃસમાજના કાર્યક્રમને સફળ બનાવવા ચાર પ્રકારના કાર્યકર્તાઓની જરૂર છે. પહેલો વર્ગ સેવા કરનાર સેવકો અને સેવિકાએને, બીજો વર્ગ દાતાઓનો, ત્રીજો વર્ગ ગૃહ ઉદ્યોગના કામમાં વેતન લઈને પણ દિલથી સેવા આપનાર છે, જે માનને પાત્ર છે. એથો વર્ગ ગ્રાહકોને જે ગૃહઉદ્યોગનો માલ ખરીદે છે. આ ચાર વર્ગો અત્યંત આવશ્યક છે અને બધાનાં પરસ્પર સહકારથી જ આપણે આગળ વધી શકીએ. આ પ્રવૃત્તિમાં ત્યાગ અને કરૂણાથી ભરેલી સેવાની ભાવના હોય તો જ કાર્ય સફળ થાય છે. આપણી પાસે બેઠેલાં માતૃસમાજના માતા સમાન શ્રી ચંચળબા તથા બીજાં માનનીય બેનેની આંખમાં હું તેજ, કરૂણા અને ત્યાગનાં દર્શન કરી રહી છું, માતૃત્ત્વની ઝાંખી થઈ રહી છે અને તેથી જ આ કામ વધુ સુંદર થયું છે. માનનીય શ્રી વિજ્યાબહેન જેવા મુરબ્બી આપણને આ કામ માટે પ્રાપ્ત થયાં છે અને આપણી પ્રવૃત્તિઓમાં અંગત રસ લઈને આપણને જે પ્રોત્સાહન આપ્યું છે તે બદલ હું અને આ સભા તેમનાં ણી છીએ. મારી ખાત્રી છે કે તેઓ આપણી પ્રવૃત્તિ માં રસ લઈને નવો ઉત્સાહ આપતાં રહેશે અને નવા ક્ષેત્રોમાં આપણને માર્ગદર્શન આપતાં રહેશે.” આ શુભ પ્રસંગે કેટલાંક દાને જાહેર થયાં હતાં. અલ્પાહાર સાથે સમારંભનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ રીતે પૂણ્યમૂર્તિ ચંચળબહેન ટી. જી. શાહની તપશ્ચર્યા અને સેવાપરાયણતાને સફળતા મળવા બદલ તેમને અનેક ધન્યવાદ ઘટે છે. શ્રી મણિબહેન નાણાવટીને પરિચય ઉપર જણાવેલ માતૃસમાજના મકાનના ઉદ્ઘાટન પ્રસંગે જેમણે પ્રમુખસ્થાન શોભાવ્યું હતું તેવાં શ્રી મણિબહેન નાણાવટીને બહેન કંચને નીચે મુજબ પરિચય આપ્યો હતો: - “આપણા સમારંભના પ્રમુખ અને સમસ્ત નારીજાતિના ગૌરવરૂપ વાત્સલ્યમયી માતા અને અજોડ સેવિકા શ્રીમતી મણિબહેન ચંદુલાલ નાણાવટી આપણને સાંપડયાં છે એ આપણા સહુનું સદ્ભાગ્ય સમજું છું. એમનું જીવન સેવાના એક પછી એક વિકમ સાધતા પુરુષાર્થની મંગળ ગાથા જેવું છે. રાજકીય, સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે, તથા રચનાત્મક કાર્યક્રમ અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે એમણે બજાવેલી સેવા અજોડ છે. અને માનવરહિત કાર્યોમાં એમણે જે તનતોડ સેવાઓ આપી છે એનું વર્ણન કરવાની પણ મારામાં "શકિત નથી. દુષ્કાળ, રેલસંકટ, અને ધરતીકંપવાળા વિસ્તારોમાં નિરાશ્રિતો અને આદિવાસીઓ માટે અણીની પળે દેડી તાત્કાલિક રાહતનાં જે કાર્યો એમણે કર્યા છે અને અનેક પ્રકારનાં શારીરિક કષ્ટો સહન કરીને પણ જે માનવસેવા તેમણે બજાવી છે તે અનન્ય છે. પેટપૂરનું ખાવાનું કે તરસ છીપાવવા પાણી મેળવવાની પણ મુશ્કેલી હોય તેવા ક્ષેત્રમાં જઈને લોકોને જીવતદાન આપવાનું જે કાર્ય તેમણે કર્યું છે તે હું કઈ રીતે મૂલવી શકું? મુંબઈના ઉપનગર ગ્રામોદ્યોગ સંઘના એ માનદ મંત્રી છે. વીલે પારલેની ભગિની સેવા મંદિર અને કુમારિકા - સ્ત્રી મંડળનાં તેઓ ટ્રસ્ટી છે, અને ડૅ. બાલાભાઈ નાણાવટી હસ્પીટલ જેવી અનેક સંસ્થાઓ જોડે તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે. સાદાઈ અને સંયમની તો તેઓ મૂર્તિ છે. લાખોના દાન દેનાર પિતે ત્રીજા વર્ગમાં મુસાફરી કરે છે. ધર્મપરાયણતા, ત્યાગ અને તપશર્યા તેમના જીવનમાં તાણાવાણાની માફક વણાયેલા છે. માનવસેવાને જ પ્રભુસેવા માનનાર. જાનવી જેવાં પવિત્ર અને પરોપકારી આ માતાને આપણા સહુનાં વન્દન હૈ !” શ્રી જર્જ ફરનાન્ડીઝની બેફામ દાદાગીરી અને શ્રી ગજેન્દ્રગડકરે દાખવેલે શાન્તિલક્ષી પ્રતિકારમાર્ગ સંસદ સભ્ય શ્રી જયે ર્જ ફરનાન્ડીઝે મુંબઈના બસ કામદારોના યુનિયન ઉપર પોતાના વર્ચસ ના બળે એકાએક પડાવેલી અને ૩૦મી જાન્યુઆરીથી તા. ૮મી ફેબ્રુઆરી–એમ દસ દિવસ સુધી લંબાયલી હડતાળે મુંબઈમાં વસતા પ્રજાજનેના જીવનમાં પાવિનાની પરેશાની પેદા કરી હતી. આમ છતાં “જ્યાં સુધી બસકામદારોની બધી માંગણીઓને સંપૂર્ણપણે સ્વીકાર કરવામાં નહિ આવે ત્યાં સુધી આ હડતાળ તો ચાલુ જ રહેશે, એટલું જ નહિ પણ, કામદારોનાં બીજાં યુનિયને પણ ઉત્તરોત્તર હડતાળ પાડશે (અને એ રીતે તેમણે ટેક્સીઓની હડતાળ એક દિવસ માટે પડાવી પણ ખરી) એટલું જ નહિ પણ “મુંબઈ બંધ’ પણ કોઈ પણ દિવસે એકાએક ફરમાવવામાં આવશે” આમ ધમકીની ઝડીની ઝડીએ પ્રસ્તુત હડતાળ દરમિયાન જર્યોર્જ ફરનાન્ડીઝ રાજારાવણના હુંકાર માફક મુંબઈની જનતા ઉપર વરસાવી રહ્યા હતા. આમ છતાં બીજી બાજુએ મુંબઈના પ્રજાજનેએ આ બધી પરેશાની અને પાર વિનાની હાલાકી શાતિ અને ધીરજપૂર્વક સહન કરી હતી અને સત્તાવાળાઓ ફરનાન્ડીઝને જરા પણ નમતું ન આપે એવો આગ્રહ તરફથી દાખવવામાં આવ્યો હતો અને એ વલણના સમર્થનમાં હડતાળના આઠમા કે નવમાં દિવસે એક મોટો જનતા--મોરચે પણ કાઢયો હતે. આમ ફરનાન્ડીઝની બેફામ દાદાગીરી સામે લોકોને રોષ વધતો જતો હતો અને બીજા યુનિયન સાથ પણ શંકાસ્પદ બનતો જતો હતો. સંભવ છે કે બસ કામદારો પણ અંદરથી ઢીલા પડી ચૂકયા હોય. આમ પિતાની વિરૂદ્ધ વણસતી જતી પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં ર્યોર્જ ફર્નાન્ડીઝ સામે જાણે કે બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હોય એમ પિતાની હઠ તેને છોડવી પડી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વસંતરાવ નાયકની મધ્યસ્થી તેને સ્વીકારવી પડી. આ એક રીતે આખા પ્રકરણને સુખદ અંત આવ્યો ગણાય. આમ છતાં આનાથી પ્રજાજનાએ નિરાંત ચિન્તવીને બેસી રહેવા જેવું નથી. મજુર યુનિયનોનાં સંગઠ્ઠને અને પ્રજાની હાડમારીઓ વિષે તદ્દન બેપરવા એવા ર્જ્યોર્જ ફરનાન્ડીઝ જેવા મજુર નેતા, જે આ સંબંધમાં લોકો સમયસર ચેતે નહિ તે અને આવી દાદાગીરી સામે પ્રતિકારાત્મક પગલાંઓનો વિચાર અને આયોજન કરે નહિ તે, ભવિષ્યમાં ગમે ત્યારે પિતાના મજુર યુનિયનને વધારે અર્થલાભ મેળવી આપવાના બહાને પ્રજાજીવનને એક યા બીજી રીતે ગુંગળાવતા રહેવાના-વખત આવ્યે લોકોને ભૂખ્યા અને તરસ્યા મારવામાં–જરા પણ અચકાવાના નથી કે જરાપણ પાછુંવાળીને જોવાના નથીઆ આપણ સર્વેએ બરોબર સમજી લેવાની જરૂર છે. આ દષ્ટિએ વિચારતાં, આપણે બધાં જ્યારે પ્રસ્તુત હડતાળના દિવસે દરમિયાન અંદરથી ખૂબ જ 'સમસમી રહ્યા હતા અને આવી પરિસ્થિતિને પ્રતિકાર કેમ કરવી તેની કોઈ સૂઝના અભાવે આપણે એક પ્રકારની અસહાયતા અનુભવી રહ્યા હતા ત્યારે ભારતના માજી મુખ્ય ન્યાયમૂર્તિ અને અત્યારે મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર શ્રી. પી. બી. ગજેન્દ્રગડકરે મુંબઈના પ્રજાજનોને આગવી દોરવણી આપી હતી અને આવી હડતાળે, બંધે અને સરકારી કે પ્રજાજનોની માલમિલ્કતની ભાંગફોડ સામે પ્રતિકારને માર્ગ ખૂલ્લો કર્યો હતો. તે માટે તેમને આપણા સર્વના ધન્યવાદ ઘટે છે. તેમણે મુંબઈ યુનિવર્સિટી તથા હાઈસ્કૂલ સાથે સંબંધ ધરાવતાં અધિકારીઓ, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મુંબઈના બુદ્ધિશાળી જનસમાજને તેમ જ પ્રગતિશીલ તને આજના સમ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy