________________
તા. ૧-૨-૬૮
ઊભી થઈ પ્રશિષ્ટ (ક્લાસિકલ) ભૌતિકશાસ્ત્રના પાયા ડગમગી ગયા. આ નવીન ઘટનાઓને ભૌતિક નિયમ વડે સમજાવવામાં એક નવાં કુદરતનાં રહસ્યનો ભેદ મક્ષ પ્લૅક નામના મહાન જર્મન વૈજ્ઞાનિકે ઉલ્યા અને એક ક્રાંતિકારક ક્વોન્ટમવાદના સિદ્ધાંત પ્રતિપાદન કર્યો. એણે બતાવ્યું કે જેમ દ્રવ્ય અનેક નાના કણાનું બનેલું છે, તેમ પ્રકાશની અને પદાર્થોની શકિતના પણ કણા અથવા શકિતપૂંજ (કવેન્ટમ) હોય છે અને તે અવિભાજ્ય હોય છે. ખાસ કરીને સૂક્ષ્મ જગતની ઘટનામાં દરેકમાં આ ક્વોન્ટમવાદ આવશ્યક બન્યો.
આ વાદે શકિત અને તેજને પણ અણુમય સાબિત કર્યો અને ભૌતિકશાસ્ત્રમાં એક પ્રશિષ્ટ ભૌતિકવાદનો અંત આવ્યો અને આધુનિક ભૌતિકશાસ્ત્રની શરૂઆત થઈ.
પ્રભુ જીવન
૧૯૨૫થી ૧૯૨૭ ના અરસામાં ભૌતિકશાસ્ત્રમાં એક બીજી ક્રાંતિના ઉદ્ભવ થયો. આ ક્રાંતિના પ્રણેતાએ લૂઈ ડિ બ્રૉગલી, હાઈઝનબર્ગ અને સ્કોડિંગર નામના યુવાન ભૌતિકશાસ્ત્રીઓ હતા. તેમણે દ્રવ્યના નક્કરપણાને અને દ્રવ્યકણાની સ્થૂલતાને નષ્ટ કરીને નવા વાદ પ્રતિપાદન કર્યો અને તેને તર ગવાદ કહે છે.
આ નવા તરંગવાદથી એક નવી પરિસ્થિતિ પેદા થઈ. હવે દ્રવ્યનું સ્થૂળ અસ્તિત્ત્વ પણ અગોચર થવા લાગ્યું. દ્રવ્ય એટલે નાના મોટા તરંગાનાં જથ. કુદરતે સૂક્ષ્મમાં છુપાવેલાં રહસ્યો જેમ જેમ મનુષ્ય ઉકેલતા જાય છે તેમ તેમાંથી અદ્ભુત અને આશ્ચર્યજનક નવીન તથ્યો મળતાં જાય છે. મનુષ્ય કલ્પેલી અનેક પાયાની બાબતા અને કલ્પનાઓ ભાંગીને ભૂકો થઈ જાય છે અને નવીન ભૂમિકાની નવેસરથી ઈમારત ચણાય છે. દ્રવ્ય અને શકિતનો સમન્વય
માત્ર કાગળ અને પેન્સિલની ગણતરીથી આઈન્સ્ટાઈને ૧૯૦૫ માં એક સાદું સૂત્ર નક્કી કરતો માત્ર પાંચ પાનાના એક નિબંધ લખ્યો હતો. એ સૂત્ર છે: E=Mc. 2. આ સાદા સૂત્રમાં એક અતિ મહાન કુદરતી રહસ્યને ઉકેલવામાં આવ્યું હતું. એ સૂત્રમાંથી ફલિત થાય છે કે દ્રવ્ય અને શકિત એ એકમેકનાં જુદાં સ્વરૂપા છે. પરમાણુશકિતનું રહસ્ય આ સાદા સૂત્રમાં સમાયેલું છે, પરંતુ તેની મહત્તા પરમાણુના સ્ફોટ દ્વારા જ પૂર્ણ રીતે પ્રકાશમાં આવી.
જૅમ દ્રવ્યમાંથી શકિત પેદા થઈ શકે છે તેમ શકિતમાંથી દ્રવ્યના કણા પણ પેદા થઈ શકે છે. દાખલા તરીકે કાસ્મિક કિરણાની તેજશકિત અત્યંત પ્રબળ હોય છે. એવાં પ્રકાશનાં કિરણને કોઈ રીતે એકાએક સ્થગિત કરી શકીએ તે તેનું રૂપાંતર દ્રવ્યમાં થઈ શકે છે. આ ઘટના પ્રયોગથી પુરવાર થઈ છે. આઈન્સ્ટાઈનની અપૂર્વ બુદ્ધિ અને તેની મહાન સિદ્ધિ તરફ નમ્રતા અને આદરના ભાવથી આપણું મસ્તક નીચે નમે છે.
પરમાણુ શકિત યુગ
૧૯૪૫ ના ઑગસ્ટની ૬ ઠ્ઠી તારીખના એ દિવસ હતો, સવારે ૮–૧૫ વાગે જાપાનના હિરોશીમા શહેરના નાગરિકો પ્રાત:કાળની દિનચર્યા પૂરી કરતા હતા. ત્યાં શહેરના મધ્યભાગમાં હજારો સૂર્યના તેજવાળા એક પ્રચંડ ચમકારો થયો. એ તેજની પ્રીન્દ્ર જવાળા અને પ્રચંડ ગરમીથી ક્ષણભરમાં શહેરનાં મેટા ભાગનાં મકાનો, મેાટી ઈમારતો અને તેમાં રહેતી વસતી બળીને ભસ્મીભૂત થઈ ગઈ. એ ચમકારા પછી ભયાનક ગડગડાટોથી ધરણી ધ્રુજી ઊઠી અને અતિ ઉષ્ણ અને દાહક પવનો ચામેર ફરી વળ્યા. બિલાડીના ટોપ જેવું વાદળ ભૂમિતળમાંથી સાતથી આઠ માઈલ ઊંચે ચઢી જઈ તેની છત્રી રૂપી ટોપ માઈલાના વિસ્તારોનાં વાતાવરણમાં વ્યાપી ગયો. આ હતો પ્રથમ પરમાણુ બોંબના સ્ફોટ. આખું જગત આ ઘટનાના સમાચારથી સ્તબ્ધ થઈ ગયું. આ દિવસે દુનિયાના ઈતિહાસમાં નવ યુગ બેઠો. એ પરમાણુશકિતનો યુગ હતો.
આ બોંબ ફેંકાયો તે પહેલા ૧૯૪૦ થી અમેરિકામાં પરમાણુ બોંબ તૈયાર કરવા માટે મોટી પ્રયોગશાળામાં હજારો વૈજ્ઞાનિકો તથા ઈજનેરોને ત્યાંની સરકારે રોકેલા હતા. એની તૈયારી પાછળ દુનિયાના સૌથી ઉત્કૃષ્ટ કોટીના ભૌતિકશાસ્ત્રીઓની સેવા મેળવવામાં આવી હતી. આ બે વિનાશક બેાંબને સ્ફોટ જાહેરમાં થયો તે પહેલાં ૧૯૪૫
૨૦૧
ના જુલાઈની ૧૬મી તારીખે એટલે કે માત્ર વીસ દિવસ અગાઉ ન્યુ મઁક્ષિકોના આલમે ગાર્ડેના રણમાં વૈજ્ઞાનિકોએ પરમાણુ બોંબના પરખ (Trial) સ્ફોટ મળસ્કે ૫-૩૦ વાગે ઘણી જ ગુપ્તતાથી કર્યા હતા.
આ અદ્રિતીય તેજ અને શકિતના ચમકારાવાળા સ્ફોટ જોતાં એ બાંબની રચના કરનાર જગતના મહાન વૈજ્ઞાનિક એપનહાઈમરના મુખમાંથી નીચેના શબ્દો અને તે પણ સંસ્કૃત ભાષામાં નીકળી પડયા. "कालोस्मि लोकक्षयकुत्प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः।”
(જગતનો નાશ કરનાર, વૃદ્ધિ પામેલા કાળ હું છું, અને મનુધ્યાના સંહાર કરવા માટે હું આ લોકમાં આવ્યો છું.)
આપેનહાઈમર ગીતાના ઉપાસક હતો. તેનું આ ઉદ્બોધન ખરેખર મહાસત્ય હતું. પરમાણુ બેાંબ વડે અમેઘ શકિતના સ્ફોટમાં તેને વિશ્વરૂપ દર્શન થયું. એણે એક ભયાનક સંહારના શસ્ર તરફ આંગળી ચીંધી માનવજીવન અને તેની સંસ્કૃતિના વિનાશની શકયતા તરફ ધ્યાન દોર્યું. વીસ જ દિવસ પછી. આ વિરાટ સ્વરૂપ કાળની જગતને ઝાંખી થઈ. એપનહાઈમનેં પરમાણુ બેાંબના માનવ સંહાર માટે થયેલા ઉપયોગ પ્રત્યે વિરોધ બતાવ્યો અને તેથી તેને આજીવન સહન પણ કરવું પડયું.
પરમાણુબોંબ અને હાઈડ્રેાજન બાંબના કાર્યમાં બે વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા પેદા થાય છે. પરમાણુ બાંબમાં ભંજનક્રિયા fission થાય છે અને ન્યુરેનિયમ અથવા પ્લુટોનિયમ જેવા સૌથી ભારે અણુના નાભી (ન્યુકિલઅસ) લગભગ બે સરખા ભાગમાં વિભકત થાય છે. આ વિભાજનમાં થોડું દ્રવ્ય નાશ પામે છે અને તેમાંથી શકિત પેદા થાય છે. હાઈડ્રેાજન બોંબમાં હાઈડ્રોજન જેવા સૌથી હલકા વજનના ચાર પરમાણુના, નાભીનું સંગઠન (fusion) થાય છે અને હાઈડ્રેાજન કરતા આશરે ચાર ગણા ભારે હિલિયમના પરમાણુ પેદા થાય છે. આ ક્રિયામાં પણ થોડાં દ્રવ્યનો નાશ થાય છે, અને તેમાંથી પરણું બાંબ કરતાં લગભગ ૨૦૦ ગણી શકિત બહાર પડે છે.
આ હાઈડ્રેટજન બોંબમાં હાઈડ્રેજનના પરમાણુનું સંગઠન કરવા માટે પ્રચંડ દબાણ અને ઘણું ઊંચું-સૂર્યની ભીતરમાં હોય તેટલું—ઉષ્ણતામાન પેદા કરવું પડે છે. આ બંને આવશ્યકતાએ પ્રથમ સાદા પરમાણુ બોંબના સ્ફોટથી પેદા કરીને પછી હાઈડ્રેટજનના પરમાણુની સંગઠન ક્રિયા પેદા કરવામાં આવે છે.
શરૂઆતના પરમાણુ બોંબ માનવીના વિનાશ માટે વપરાતો હતો. ત્યારપછી રાષ્ટ્રોની સમજૂતીથી આજ સુધી આ બોંબના ઉપયોગ થયો નથી; પરંતુ પરમાણુ શકિતના શાંતિમય ઉપયોગ આજે અનેક દિશામાં થઈ રહ્યો છે. પરમાણુ શકિતનો શાંતિમય ઉપયોગ માનવજાતને અનેક રીતે ઉપકારક થશે અને એના સુખચેનમાં વધારો કરશે તેમાં શંકા નથી. પરંતુ માનવજાતને માથે પરમાણુ શકિતનો યુદ્ધમાં ઉપયોગ થવાની મોટી ભીતી ઊભી જ છે. જો કોઈ દિવસ ફરીથી વિશ્વયુદ્ધ ફાટી નીકળે તે પરમાણુ બૉંબ આખી સૃષ્ટિના વિનાશ કરશે તેમાં શંકા નથી. આ ભયનું મૂર્ત સ્વરૂપ સમજવામાં આઈન્સ્ટાઈને આપેલા એક ઉત્તરમાં બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. કોઈએ એને પ્રશ્ન કર્યો કે “હવે પછીનું ત્રીજું વિશ્વયુદ્ધ કેવાં શસ્ત્રાસ્ત્રથી લડાશે?'' આઈનસ્ટાઈને જવાબ આપ્યો કે “ત્રીજા વિશ્વયુદ્ધ વિષે હું ઝાઝુ કહી નહિ શકું, પરંતુ ત્યાર પછી જો ચોથું વિશ્વયુદ્ધ થશે તો તેમાં માણસ પથ્થર, ઢેખાળા અને ઠંડાર્થી લડશે એમ હું નિશ્ચિતપણે કહી શકું.” આ જવાબમાંથી ફલિત થાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો તેમાંથી માનવજાતની સમસ્ત સંસ્કૃતિ અને સિદ્ધિનો નાશ થશે.
કોસ્મિક કિરણે
આપણી પૃથ્વી ઉપર ચોમેરથી અદૃશ્ય અને પ્રચંડ શકિતશાળી કણા અને કિરણોના વરસાદ રાતદિન વરસ્યા કરે છે. આ કિરણા અવકાશમાંથી દૂર દૂર આવેલી નિહારિકામાંથી અવિરત આવ્યા કરે છે. આ કણા અત્યંત શકિતશાળી છે અને તે વાતાવરણમાં હવાના અણુ સાથે અથડાઈને અનેક પ્રકારની પ્રક્રિયાએ વડે બીજાં ગૌણ કિરણા પેદા કરે છે.
અપૂર્ણ
ૐ, યશવંત ગુલાબરાય નાયક