________________
તા. ૧-૨-૬૮
પ્રબુદ્ધ જીવન
૧૯૯
પરમાણુની ગહનતા અને વિશ્વની
અગાધતા
જોઈને, પોતે એની મૂળગત પરંપરાથી સર્વથા દૂર હોવા છતાં, જે ઊંડું અને તળગામી સંશોધન કરી જગત સમક્ષ રજૂ કર્યું છે – પછી તે સંશોધન જર્મન ભાષામાં હોય કે ફ્રેન્ચ, રશિયન કે અંગ્રેજી આદિ ભાષામાં હોય – એની કોટિનું એક પણ સંશોધનકાર્ય ભારતીય વિદ્યાઓના અભ્યાસીએ કે અવેસ્તા, અરબી કે પરશિયન ભાષાના તળપદ વિદ્વાનોએ કર્યું છે ખરૂં? આ પ્રશ્ન વધારે તો એ કારણે દુ:ખ ઉપજાવે છે કે પૂર્વીય તે તે દેશના વિદ્વાનોને પોતપોતાની આચારવિચાર પરંપરા ગળથુથીમાં જ મળેલી હોય છે, જ્યારે પાશ્ચાત્ય વિદ્વાનોને એ આચારવિચારને સ્પર્શમાત્ર પુસ્તકોથી જ મુખ્યપણે કરવાનો હોય છે, અને એમને એ બધાં પુસ્તકો પૂર્વ દેશના વિદ્રાની જેમ એટલાં બધાં સુલભ પણ નથી હતાં અને છતાં પાશ્ચાત્ય વિદ્વાનોના પતતાની રુચિના વિષથનું સંશોધન એ આપણા કોઈ પણ રીસર્ચ સ્કોલર માટે માર્ગદર્શક બની રહે છે.
આ વિશ્વવિદ્યાલયમાં ભલે થોડી શાખાએ ખેડાય, ગમે તે ભાષાનું માધ્યમ હોય, પણ અંતિમ ધ્યેય એ હોવું જોઈએ કે
અહીં શીખવાતી વિદ્યાઓ અને તેમાં થતું સંશોધન એ દેશ અને વિદેશના ઉચ્ચ અભ્યાસીઓ માટે આકર્ષક બની રહેવું જોઈએ. અને વિદેશમાંથી જે કાંઈ મેળવી શકાય તે અહીં મેળવી શકાશે એવી શ્રદ્ધા ઉચ્ચ અભ્યાસીઓમાં પેદા કરવાનું કામ આ વિશ્વવિદ્યાલયના ધ્યેય તરીકે હોવું જોઈએ એમ હું માનું છું.
છેવટે આ વકતવ્ય પૂરું કરતાં પહેલાં તૈત્તિરીય ઉપનિપન્ના ઋષિએ ધ્યાન આપવા લાયક અને આજની દષ્ટિએ વધાવી લેવા જેવી જે વસ્તુ કહી છે તેને નિર્દેશ કરવો ઉચિત લાગે છે. એમણે કહ્યું છે કે “ સાચો ગુરુ હમેશાં એવી જ ઝંખના રાખતો હોય છે કે જેમ પાણી ઊંચેથી નીચે વહે છે તેમ મારી આસપાસના બ્રહ્મચારી વિદ્યાર્થીઓ સતત વીંટળાયેલા રહે. * ગુરુની આ પ્રાર્થના એ કાંઈ આર્થિક હેતુથી નથી, પણ એના મૂળમાં વિદ્યાનું આદાનપ્રદાન ચાલુ રાખવાની અને તે દ્વારા માનવજીવનને સ્તર ઊંચે ઉઠાવવાની આંતરિક ધગશ છે. આ પાયાની વસ્તુઓને વિચાર આજની પરિસ્થિતિમાં કરીએ તો એમ દેખાયા વિના નહીં રહે કે જો એ રીતે આપણાં વિદ્યાલય ચાલતા રહે તે વિદ્યાર્થીઓને પિતાના મુખ્ય ધ્યેયથી ફંટાઈ નિરર્થકપણે શકિત, સમય અને ધનને ઉપયોગ કરવાની જરૂર નહીં રહે. અને શિક્ષકોને કેવળ અર્થદાસ બની યેન કેન પ્રકારેણ ગુરુપદ કે પ્રોફેસરશિપ સાચવવા માટે દોડાદોડ પણ કરવી નહીં પડે.
સરદાર વિશ્વવિદ્યાલયમાં અને અન્યત્ર પણ ઉપર સૂચવેલી પાયાની વસ્તુઓ વિશે સ્વચ્છ બુદ્ધિથી વિચાર થતો રહે તે જ તૈત્તિરીય ઉપનિષદ ઈશાવાસ્યોપનિષદ્ તથા મહાભારતના કર્તાને એ આશય સાર્થક બને કે ભવન છોડી વનમાં ભાગવાની કે વન ત્યજી ભવનને જ વળગી રહેવાની વૃત્તિ એ માત્ર ભ્રમ છે, + જ્યાં હો ત્યાં રહી યોગ્ય રીતે પુરુષાર્થ કરવામાં આવે તે જ.
“ન માનુષાત્ શ્રેષ્ઠતાં હું જિ એ કથન સાચું ઠરે. સમાપ્ત
પંડિત સુખલાલજી
[ દિલ્હી ખાતે ગયા ઍકટેબર માસની તા. ૮-૯-૧૦ના રોજ ભરાયેલ ગુજરાતી સાષ્ઠિત્ય પરિષદના અધિવેશનના અનુસંધાનમાં વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડો. યશવંત ગુલાબરાય નાયકે આપેલું વ્યાખ્યાન નીચે આપવામાં આવે છે. આ વ્યાખ્યાનમાં પરમાણુની ગહનતા અને વિશ્વની અગાધતાની અત્યંત રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવી છે. તંત્રી) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી, ભાઈઓ અને બહેને,
આ પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ તરીકે મને નિમંત્રણ આપ્યું છે તે બદલ હું આ પરિષદના કાર્યવાહકોને અને ખાસ કરીને અહીંની સ્વાગત સમિતિને હાર્દિક આભાર વ્યકત કરું છું. ગુજરાતી સાહિત્ય પરિષદે છેલ્લાં કેટલાક વર્ષોથી વિજ્ઞાનના ભાગને વિશિષ્ટ સ્થાન આપ્યું છે તે ખરેખર બહુ આનંદની વાત છે. ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકારો તથા અન્ય સાહિત્યપ્રેમી ભાઈબહેનને મળવાનું અને તેમની સમક્ષ વિજ્ઞાનની કેટલીક વાતો કરવાને આ મોકો મળ્યો છે તેને લીધે હું ગૌરવ અનુભવું છું.
માનવસંસ્કૃતિના વિકાસમાં સાહિત્ય, કલા, સંગિત, ધર્મ અને તત્ત્વજ્ઞાન જે ફાળો આપે છે તેમાં વિજ્ઞાનને પણ અગત્યને ફાળે છે. જે જમાનામાં આપણે રહીએ છીએ તેમાં વિજ્ઞાનની અસરથી આપણે મુકત રહી શકીએ તેમ નથી. આજે જીવનના દરેક પાસાં ઉપર વિજ્ઞાનની સીધી કે આડકતરી અસર થયા વિના રહેતી નથી. ઉત્ક્રાંતિવાદ, સાપેક્ષવાદ અને અણુરચન'વાદે આજે એટલી બધી પ્રગતિ અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે તેની ક્રાંતિકારક અસર સામાજિક, આર્થિક, રાજકીય અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે થઈ છે. જે વિશ્વમાં રહીએ છીએ તેનાં ગૂઢ રહસ્ય, તેની ઉત્પત્તિ, વિકાસ અને ભવિષ્ય અને એના અભ્યાસમાંથી પેદા થતી અનેક સમસ્યાઓ પેદા કરી છે કે તેની સમજ લેકભાગ્ય વૈજ્ઞાનિક સાહિત્ય દ્વારા કરી લેવી આવશ્યક છે. આ બાબતમાં આ યુગના મહાન વૈજ્ઞાનિક આઈ
ન્સ્ટાઈનના શબ્દોમાં કહીએ તો: ‘બધી જનતાને વૈજ્ઞાનિક સંશોધનની પદ્ધતિ અને તેનાં પરિણામે સચેત રીતે અને પૂરી સમજથી જાણવાની તક મળે તે સૌથી અગત્યની બાબત છે. માત્ર થોડા તદુજો વડે જ દરેક નવી શોધની સિદ્ધિ, વિકાસ અને ઉપયોગીતા પ્રાપ્ત થાય તેટલું બસ નથી. બધાં વૈજ્ઞાનિક જ્ઞાનને એક નાના જથમાં જ પ્રર્યાપ્ત બનાવવું એ રાષ્ટ્રના તાત્ત્વિક હિતને મૃત:પ્રાય બનાવે છે અને બૌદ્ધિક દરિદ્રતા તરફ દોરે છે.”
જુદા જુદા પ્રગતિશીલ દેશમાં, તે દેશના મહાન વૈજ્ઞાનિકોએ માત્ર તેમની વૈજ્ઞાનિક શોધખોળના લેખો પ્રસિદ્ધ કરીને જ સંતોષ માન્ય નથી, પરંતુ તે સૌએ લેકભોગ્ય શૈલીમાં વિજ્ઞાનનાં તથ્યો તેમ જ તેમની શોધની સમજ આપતાં ઘણાં પુસ્તકો લખ્યાં છે, અને તે દેશના સાહિત્યમાં મહાન ફાળો આપ્યો છે. એ ઉપરાંત અનેક વૈજ્ઞાનિકોએ પણ વિજ્ઞાનનું જ્ઞાન સુલભ બને તેવાં પુસ્તકો પ્રસિદ્ધ કરી સાહિત્યની સેવા કરી છે. પુસ્તકો, લેખે, ભાષણે અને આજે તે ચલત-ચિત્ર, રેડિયો અને ટેલિવિઝન દ્વારા પણ વિજ્ઞાનનું જ્ઞાન ઘણું સુલભ બન્યું છે. એ દિશામાં આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં ઘણું કરવાનું બાકી છે. વિજ્ઞાન સાહિત્યને ફાલ હવે બહુ ઝડપથી વધવા લાગ્યો છે અને અનેક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, પ્રકાશનસંસ્થાઓ દ્વારા આ કામ ઘણુ ઝડપથી થવા લાગ્યું છે, એ ઘણા આનંદની વાત છે, છતાં હજી તેમાં ઘણા વેગ લાવવાની જરૂર છે.
આ પ્રસંગે હું વિશ્વની કેટલીક મૂળભૂત સમસ્યાઓના ઉકેલમાં
x यथाऽऽप: प्रवता यन्ति यथा मासा अहजरंम्। एवं मां
ब्रह्मचारिणः । धातरायन्तु सर्वतः स्वाहा।। - જેમ ઢોળાવ પરથી પાણી નીચે પડે છે અને મહિનાઓ વર્ષ તરફ જાય છે, એમ તે ધાતા ! બ્રહ્મચારી શિષ્યો સર્વ તરફથી આ મારી પાસે આવો, સ્વાહા. + दान्तस्य किमरण्येन, तथाऽदान्तस्य भारत।
यत्रैव हि बसेद्दान्तस्तदरण्यं स आश्रमः ।। महा १२-१५४-३६।।