________________
પ્રમુદ્ધ જીવન
તા. ૧–૧૧–૬૮
નાનાં ઝરણાં તો કદીક નદી-નાળા નજરે પડવા માંડયા. આકાશ સ્વચ્છ હતું. વરસાદની કોઈ સંભાવના ન હતી. એટલે આજે રાતની ચાંદની માણી શકાશે એવા વિચારે અમે આતુરતાપૂર્વક વજ્ર શ્વરીની રાહ જોતા હતા. ત્યાં જ વજ્રાબાઈનાં મંદિરનું ધૂમ્મટ દેખાયું – હા, આ જ. વજ્ર શ્વરી, બહુ જ સમયસર અમે પહોંચ્યા. છેડા ોનેટોરિયમનાં મહેતાજી શ્રી શાંતિભાઈ અમારી રાહ જોતા દરવાજે ઉભા હતા. અમે સૌએ સામાન હાથમાં 'લીધો અને જે હાલ રીઝર્વ કરાવ્યો હતો ત્યાં અમે સામાન સાથે મુકામ કર્યો,
ઘડિયાળમાં સાડા છ થયા હતા. એકાદ ક્લાકમાં જમવાનું આપવાનું હતું. એટલે અમારા મંત્રીએ વેલાજમાં દવે કાકાને મળવા ગયા. આ દવે કાકા બોલવામાં ઘણા જ મીઠાં – “ જમવાનું તૈયાર જ છે, આવા અર્ધા ક્લાકમાં ” એમ કહ્યું, એટલે મંત્રીઓ આનંદમાં આવી ઉતારે પાછા આવી સૌને થોડું ફરીને લાજમાં આવી જવા કહ્યું. અમે બધાએ સાડા સાતે દવે લૉજમાં પ્રવેશ કર્યા. લાજનું પ્રવેશદ્રાર ગાંધીજીનાં વર્ધા આશ્રમના ખ્યાલ આપે, પણ અંદર જતાં ત્રણ પાયાની ખૂરશીઓ – કાટવાળા પતરાનું ટેબલધૂળથી ભરેલા પાથરણાં – અસ્તવ્યસ્ત વાસણા – દરિદ્રતાનું દર્શન કરાવતા હતા. મનમાં થયું કયાં અહીં આવી ભરાણાં – પણ ચાલા આપણે તેા રોટલાથી કામ છે કે ટપટપથી – એમ મનને સમજાવી પેટપૂજા કરવા હાથ ધોયા ત્યાં અમારા મુરબ્બી શ્રી જેઠાભાઈ બોલી ઉઠયા : “ ઉભા રહા, દવે કાકાનાં રસેાડામાં હજુ કશું જ ઠેકાણુ નથી. એક પણ પૂરી તૈયાર નથી, બધા જમશેા શું?” અમે ભારે વિમાસણમાં પડયા. ટપાલ-પત્રોથી પૂર્વતૈયારી કરી હોવા છતાં આ શું ધબડકો ? અને તપાસ કરતાં માલૂમ પડયું શાક તૈયાર છે, પૂરીના લાટનાં પીંડા તૈયાર છે, ચાનું પાણી મૂકાઈ ગયું છે, ફકત સહકારની જ જરૂર હતી. પછી અમે તો યુદ્ધધારણે બધા કામે લાગી ગયાં. જેઠાભાઈ ચૂલા પાસે બેસી મહારાજને પૂરી તળવામાં મદદે લાગ્યા. નિરુબહેન અને મંજુબહેન પૂરી વણવા લાગ્યા. બીજી બહેના લૂઆ પાડવા બેઠી, બહાર અમે પતરાળા નાખવામાં અને પાથરણા પાથરવામાં રોકાયા. અને પંદર મિનિટમાં ‘સબ સલામત ’ જાહેર થયું...સૌ જમ્યા. ગરમા ગરમ પૂરી અને શાક. પાછળથી ચા.
*
*
આજે ચૌદશ હતી. શરદપૂનમની આગલી રાત એટલે રાર્વત્ર શુભ્ર યાત્સ્યાનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું. વાયુમંડળમાં સ્થિરતા હતી. અમારી મંડળી સેનેટોરીયમની અગાશીમાં પહેોંચી ગઈ. પર્યટનના એક ઉદ્દેશ હોય છે એકમેકની નજદીક આવવાના – એકમેકને ઓળખવાના. મુંબઈથી અમે રવાના થયા અને બસમાં હતા ત્યાં સુધી ઘણાંખરાં એક બીજાથી અપરિચિત હતાં. થતું હતું આ બાળકો – આ થાડા યુવાનો – આ બહેનો અને આ મુરબ્બીઓ– બધા શું મઝા માણશે? આમાં એક્વયનાં બધાં ક્યાં હતાં ? ... પણ આ કુટુંબમેળાંનાં એકએક પંખી આનંદના આકાશમાં ઉડ્ડયન કરવા મંડયાં, જ્યાં મંડળીનાગીત અને સંગીતના કાર્યક્રમ શરૂ થયો,
સુગમ સંગીતની આ બેઠકમાં અમે પ્રમુખસ્થાન શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાને આપ્યું. શ્રીમતી પૂર્ણિમાબહેન સંગીતના અચ્છા જાણકાર છે, એટલું જ નહિ, તેમનામાં આપણે જ્ઞાન, ભકિત અને કર્મનો સુંદર સમન્વય થયેલા લાગે. શ્રીમતી પૂર્ણિમાબહેને ભજનથી શરૂઆત કરી. ત્યારપછી ભજનના ભંડાર જેમની પાસે છે એવા મુરબ્બી ભુજપુરિયાએ ભજન ગાયું – અને મંડળી તાનમાં આવી ગઈ. એકાએક ઈન્દુભાઈના આલાપ આવ્યો. સુલાચનાબહેને સુમધુર કંઠે ગીતને સંગીતમય બનાવ્યું. નીરૂબહેન, રમાબહેન, ગુણવંતીબહેન અને જ્હાના બહેન પણ આમાં ભળ્યાં – નાની સ્મિતાએ “ચમન રો રહા હું” છટાથી ગાયું – અને પછી ચમને હળવી શાયરી રજૂ કરી, ચમન રાતા નથી એની ખાતરી કરાવી – મૂશાયરો ખરેખરો જામ્યોઅસ્ખલિત ગીતધારા અને રાગરાગિણીઓ વહેવા લાગી. ત્યાં આકાશમાં એક બે વાદળી આવી – અમારા શ્રી સુબોધભાઈનું આકાશમાં ધ્યાન ગયું – અને તુરત જ તેમણે કાનનબાળાને યાદ કરી ચાંદને ઉદ્દેશીને ગાયું – અય ચાંદ છૂપ ન જાના, જબ તક મૈં ગીત ગાઉં... ચાંદને અમારી મસ્તી ગમતી હતી કે શું–એણે સુબોધભાઈ પાસેથી બોધ લીધો કે શું – પણ ચાંદ વાદળીઓ પાસેથી ખસી ગયો. પછી આવી રાગરાગિણીએ – બાગેશ્વરી, માલકોષ, જયજયવંતી વિગેરે. આ સાંભળતાં જાણે પરમ-આનંદ થતો હતો. સમય એનું કામ કરતા હતા. બાર ઉપર કાંટો પહોંચી ગયો હતો—સુલોચનાબહેને ભૈરવી ગાઈ અને બેઠક પૂરી કરી. હવે ઝાકળ પડવી શરૂ થઈ હતી. પથારીમાં સૂતા ત્યારે નિદ્રાદેવી તુરત જ પ્રસન્ન થઈ અને
K
૧૪૩
અમે ઉઠયા ત્યારે સારી પ્રકૃતિ સૂર્યદેવનાં સત્કાર માટે બની ઠનીને તૈયાર થઈ ગઈ હતી.
*
અમે ઉઠયા, ચાહ - નાસ્તા કર્યા ત્યાં અમારી કમિટીનાં સભ્ય શ્રી બાબુભાઈ એમની ગાડી—લાડીવાડી સાથે મુંબઈથી આવી પહોંચ્યા. અમારા આનંદમાં વધાયા થયે—અમે ગણેશપુરી તરફ જવા રવાના થયાં. રસ્તામાં વજ્રાબાઈનાં મંદિરમાં જઈ દર્શન કર્યાં - ગણેશપુરીમાં ગરમપાણીનાં કુંડો – વહેતી નદી અને ડા. કોઠાવાળાનું કલીનીક અને વિશેષે નિત્યાનંદજી મહારાજની સમાધિ બહુ જાણીતાં છે. અમા રામાંનાં કેટલાક નદીમાં નાહ્યા – કેટલાક આ ડાકટરની કિલનિકમાં ગરમ પાણીની સગવડવાળા બાથરૂમમાં નાહ્યા — બે ત્રણ કલાક કાં જતા રહ્યા એની ખબર ન પડી.
*
પાછા બસમાં. ત્યાં ખબર પડી કે થોડેક દૂર ગણેશપુરીમાં નિત્યાનંદજીના શિષ્ય મુકતાનંદજીના એક આશ્રમ છે, ત્યાં કેટલીક સંન્યાસી બહેનો પણ છે. એટલે અમારા પરમાનંદભાઈ અને પૂર્ણિમાબહેનને રસ જાગ્યો. રસ્તામાં આશ્રમ આવ્યા ત્યારે ઘડિયાળમાં લગભગ બાર થયા હતા, પરંતુ આજે તો દૂધપાક, પૂરી જમાવાનાં છે એટલે જમવાનું મોડું જ હોય – એમાંય ગઈ કાલવાળા દવેકાકાની લાજમાં જમવાનું હતું ... એટલે શાંતિથી જવું એમ સમજી બધું આશ્રમમાં ગયા. સ્વામી મુકતાનંદજી બેઠા હતા. એમણે અમારી મંડળીની પૃચ્છા કરી – કયાંથી આવે છે, કેવી રીતે આવ્યા, કયાં ઉતર્યા છે. વિગેરેને વિગે૨ે – પછી તે ભાજન માટે ગયા અને અમે જેમને ખાસ મળવા માંગતા હતા તે સંન્યાસિનીબહેન આવી ગયા. એમની પાસેથી આશ્રમની – તથા દિનચર્યાની કેટલીક વિગત મેળવી. શ્રીમતી ઝવૅરબહેન વીરાને ગરમી કે ભૂખ અકળાવતા ન હતાં - તેમણે આશ્રામ જોવાના પ્રસ્તાવ મૂકયો અને ત્યાંના મંત્રીએ વિશાળ જગ્યામાં વિસ્તરેલા આશ્રમ અને બતાવ્યો. ત્યાંના સુંદર બગીચા – સુંદર નિવાસસ્થાના – ગૌશાળા – આ બધું જોઈ મનમાં એમ થયું કે જો કુટુંબની અને સંસારની કશી જ જવાબદારી અને ચિંતા ન હોય તો અહીં રહી આ શાન્તિની સાધના કરવા જેવું ખરું, આખરે આપણે બધા પરમાત્મા – મેક્ષ – નહિ પણ શાંતિ જ શેધીએ છીએ. અહીં અખંડ શાંતિ હતી.
હવે અમે ભોજન માટે વેકાકાની લાજમાં પહોંચી ગયા. મુરબ્બી જેઠાભાઈએ દૂધપાક બનાવવાની જવાબદારી બરાબર અદા કરી—સવારથી જ લૉજમાં રહ્યા - દૂધપાક વસ્તુ જ એવી છે, એમાં ય સાધના જોઈએ, અને સાધનાથી પેાતાને સંતોષ તો મળે જ પણ બીજા બધાને પણ કેટલા સંતેપ – કેટલા આનંદ – કેટલી તૃપ્તિ મળે ! અમારી તૃપ્તિ અને સંતાપના યશભાગી હતા શ્રી જેઠાભાઈ.
ભાજન પછી થોડો આરામ, પછી ચા અને મુંબઈ પ્રતિ પ્રયાણ. આ પહેલા થોડીક તસ્વીરો શ્રી વીરાભાઈએ પાડી – ‘ ઈસ્માઈલ’ ‘ ઈસ્માઈલ ' (smile smile) અને બધાના મુખારવિંદ હસી પડયા – બાકી બધું શ્રી વીરાભાઈએ સંભાળી લીધું.
ત્યાર બાદ બસમાં બેસવાની અમે તૈયારી કરી રહ્યાં હતાં એવામાં એક નાનું સરખું ચિન્તાનું વાદળ ચઢી આવ્યું. અમારી સાથેનાં સૌ રમાબહેન ઝવેરી બૂમ પાડી ઊઠયા કે મને મંકોડો કરડયો છે અને જાણે કે તેમને વીંછી કરડયો હોય એમ બધાં ચમકી ઉઠયાં, અને તેમની તહેનાતમાં અમે રોકાઈ ગયાં. ખીમજીભાઈએ તેમને પેનીસીલીનને મલમ આપ્યો; અન્ય મિત્રે હેઝેલીન સ્ના તેમના ડંખ ઉપર લગાડયા; બીજાં એક બહેન કુંડામાંથી માટી ઉસરડીને લઈ આવ્યાં; અને અન્ય સાથી દાકટરની તપાસ કરવા દોડયા. વળી ઝવેરબહેન તેમને વીંઝણા ઢાળવા મંડયા અને બીજાં એક બહેન પ્રાર્થના કરવા લાગ્યાં. આ બધી રાણક જોઈને રમાબહેને જાણે કે તેમને કશું થયું ન હોય એમ એકાએક હસી પડયાં અને અમે પણ એમને હસતાં જોઈને ખૂબ જ હસી પડયાં.
અને પછી બસમાં બેસીને અમે આગળ ચાલ્યાં અને વનવગડો વટાવતાં ભીંવડી પહોંચ્યાં અને બસમાંથી નીચે ઊતર્યાં અને જોયું તો શ્રી બાબુભાઈની એમ્બેસેડર અમારી આગળ જ રાહ જોતી ઉભી