________________
તા. ૧૬-૯-૬૮
પ્રભુ જીવન
“સત્યાગ્રહ : મારી સમજણ મુજબ” અંગે
(તા. ૧-૮-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ઉપર જણાવેલ લેખ અંગે પોતાના પ્રત્યાઘાતો પ્રગટ કરતા મને ત્રણ પત્રો મળ્યા છે: એક શ્રી અપ્પાસાહેબ પટવર્ધન તરફથી, બીજો શ્રી શંકરરાવદેવ તરફથી તથા ત્રીજો શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢા તરફથી. તે પત્ર નીચે અનુક્રમે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
૧: શ્રી અપ્પાસાહેબ પટવર્ધનના પત્ર મુંબઈ, તા. ૧૪–૮–૬૮.
ભાઈશ્રી પરમાનંદભાઈ,
વિનેબાના સત્યાગ્રહ વિષેનું તમારું લખાણ વાંચી મને સૂઝતા વિચારો, જેવા સૂઝે તેવા, loud thinking ના સ્વરૂપમાં તમારી આગળ મૂકવાની રજા લઉં છું કે તમારી આજ્ઞા માનીને લખું છું.
મને યાદ છે ત્યાં સુધી Passive Resistance and શબ્દ ગાંધીને પોતાના નથી. તેમના પહેલા પણ P. R. ના પ્રયોગા થયા હતા. તેમના શબ્દ જ ગાંધીજીએ પોતાના આંદોલન માટે લઈ લીધા. P. R, ના તરજુમા “નિ:શસ્ત્ર પ્રતિકાર” કરવામાં આવતા તે તેમને ગમ્યો નહિ, તેઓ જે કરવા માગતા હતા તે શસ્ત્રવંચિતોના પ્રતિકાર ન હતા, શરીરબળનો ઉપયોગ જેમને ગમતા જ નથી તુચ્છ કે લજજાસ્પદ લાગે છે તેવાઓનો પ્રતિકાર હતો. તે Passive પણ નહીં, Active (એટલે કે રચનાત્મક, તમે Active નો અર્થ ભૌતિક બળમુકત કર્યો છે તે અર્થમાં નહીં) હતો. તેથી “ Passive ” કે “નિ:શસ્ત્ર”થી ચઢિયાતા શબ્દની તપાસ કરતાં તેમને સત્યાગ્રહ શબ્દ જયો. એમણે પોતે એ વિષે અનેકવાર ખુલાસ કર્યો છે.
સત્યાગ્રહને એમણે Soul Force નામ આપ્યું તે પણ Active ને ભાવ સ્પષ્ટ કરવા માટે જ,
Passive Reslsatnce શબ્દ તેમણે પાશ્ચાત્યોથી લીધા હતા, પણ સત્યાગ્રહના પાઠ તેમણે કસ્તૂરબા પાસેથી જ શીખી લીધા હતા. કસ્તૂરબા પ્રતિવ્રતા હતાં, છતાં પતિની પેાતાને ખોટી લાગતી આજ્ઞા તેએ ન જ માને, ખોટું સહન કરવું, ચાલવા દેવું, તેને વશ થવું એટલે ખાટામાં પોતે Partner બનવું. સત્યાગ્રહમાં તેના નિષેધ હતા, સામેના માણસનો નિષેધ ન હતો. પાપનો નિષેધ, પાપીના નહીં, કારણ કે જે “પાપી” કહેવાય છે તે ખરેખર પુણ્યાત્મા જ છે. માનવતા પર પૂરી શ્રાદ્ધા સત્યાગ્રહમાં હતી.
પૃષ્ઠ ૭૩ના છેલ્લા પરિચ્છેદમાં પ્રારંભમાં તમે પાઠય કર્યું છે કે ક્રોધ નહીં પણ કરુણા એ જ સત્યાગ્રહની પ્રેરક શકિત છે; પણ આખરે તમે કહો છે કે અન્યાયનિવારણ મુખ્યતા ધરાવે છે, હૃદયપલટો ગૌણ છે. પ્રારંભ તથા અંત વચ્ચે વિસંગતિ છે એમ મને લાગે છે.
હું આટલું જરૂર માન્ય કરીશ કે ગાંધીજી માત્ર સત્યાગ્રહી ન હતા, સાથે સાથે તેઓ લાગ્રહી પણ હતા: Practical Idealist પેાતાને કહેવડાવતા. તે તેમની મહત્તા પણ હતી અને મર્યાદા પણ હતી. મને લાગે છે કે “૪૨ના આંદોલનની બાબતમાં એમણે made me blind” એમ પણ કહેલું–પોતાની ભૂલ ભગવાન પર આરોપી દેતા !
God
વિનાબાએ સત્યાગ્રહને ગાંધીજી કરતાં યે વધારે પરિશુદ્ધ કર્યાં છે એમ હું માનું છું. સત્ય અને આગ્રહ એ એકબીજા સાથે બંધ ન બેસે એવા ભાવા છે, તેથી વિનાબા કહે છે આપણે સત્યગ્રાહી થઈએ સત્યાગ્રહી નહીં. ગાંધી-વિનોબા વચ્ચે તે જ ફરક બીજી બાબતમાં પણ દેખાઈ આવે છે અને વિનોબાએ ગાંધીની વિરાસતમાં આ રીતે વધારો કર્યો છે. ગાંધીજીની હયાતીમાં જ વિનોબાએ કોઈ જાતની સંસ્થાસંઘટનાઓથી પોતે અલિપ્ત રહેવા માટે ગાંધીજીની રજા મેળવી હતી.
૧૦૯
સંતતિનિયમનની બાબતમાં ગાંધીજીએ જેને Safe period કહ્યું તેને જ વિનોબાએ most unsafe બતાવ્યું હતું. ગાંધીજી પોતાની ટ્રસ્ટીશીપ માટે કાયદાની મદદ લેવા પણ તૈયાર હતા (“Trusteeship does not exclude legislative control of property.) વિનોબાનું ભૂદાન-ગ્રામદાન એ ટ્રસ્ટીશિપનું જ નવસંસ્કરણ છે. “સંપતિ ભગવાનની છે, શું તેના ટ્રસ્ટી-પ્રભુએ નીમેલા વહીવટદાર- છે” એ સત્ય હોય તો સબૈ ભૂમિ ગોપાલકી એ તો વધારે દેખીતું કે સુસ્પષ્ટ કે નિર્વિર્વાદ સત્ય છે. તે સત્યનો જ પોકાર વિનોબા કરી રહ્યા છે. તે સત્યને સાબિત કરવા માટે તેઓ કાયદાની મદદ વર્જ્ય માને છે. “સત્યમેવ જયતે-ભલે વાર લાગે,” એ શ્રદ્ધાથી લગાતાર તે સત્ય પાકારતા ફરે છે, તે સાચે જ સત્યાગ્રહ છે. તે બાબતો તેમના દાવા બિલકુલ વ્યાજબી છે. છતાંય વિનાબા સાથે મારો કજીયો છે તે એ મુદ્દા પર કે“લવ ી ભૂમિ” આ સત્યને તેઓ વળગી રહ્યા નથી. “જમીન ગ્રામસભાને આપી દા” કબજો તમે પાતે રાખો” કહે છે. એથી ફરક શું થયો ? સુલભ ગ્રામદાન એ સાચું ગ્રામદાન રહ્યું નથી. તે કલ્પેલું ગ્રામદાન છે. મારી ચલણશુદ્ધિ તે પણ સત્યના પોકાર છે અને ચલણશુદ્ધિથી સાચું ગ્રામદાન સુલભ બને છે. લી. અા પટવર્ધનના પ્રણામ ૨: શ્રી શકરરાવ દેવના પત્ર પૂના, તા. ૨૬-૮-'૬૮
પ્રિય બંધુ,
"
ગસ્ટ ૧૬ મીનું ‘ પ્રબુદ્ધ જીવન ’ મળ્યું. “ સત્યાગ્રહ વિશે વધુ સ્પષ્ટતા ” એ મથાળા નીચેની તમારી નોંધ વાંચી. પહેલા પરિચ્છેદમાં જે તમે લખ્યું છે, તે જો મેં લખ્યું હોત તો સ્વાભાવિક રીતે મેં કાંઈક બીજા પ્રકારે લખ્યું હોત. એમ છતાં તમે જે લખ્યું છે તે જેવું તમે સમજ્યા તે મુજબ જ લખ્યું છે, તેથી તે ઠીક છે.
બીજા પરિચ્છેદમાં તમે જે લખ્યું છે તે સંબંધમાં તમને કાંઈક લખવાનું મને આવશ્યક લાગે છે અને તેથી આ પત્ર લખી રહ્યો છું. પાછળનું પ્રબુદ્ધ જીવન મારી પાસે નથી. એમ છતાં જ્યાં સુધી મને યાદ છે “ જે કાંઈ હું કરી રહ્યો છું તે સત્યાગ્રહ જ છે ” – આ વિનાબાજીનું કથન તમને પસંદ નથી અથવા તો મંજુર નથી અને તે ઉપર તમારી નોંધમાં તમારો વિચાર તમે સ્પષ્ટ રૂપમાં પ્રગટ કર્યો છે. મુંબઈમાં આપણે જ્યારે મળ્યા હતા ત્યારે વિનેબાજીની દષ્ટિથી તેઓ જે કહે છે તે કેમ કહે છે તે સમજાવવાની મે કોશિષ કરી હતી. કારણકે જો સત્ય જાણવું હોય તો, જે વ્યકિત જે કહી રહી છે તે શા માટે કહી રહી છે તે સમજવાની કોશિષ કરવી જોઈએ. તે એમ શા માટે કહી રહી છે એવા પ્રતિવાદ કરવા તે કદિ કદિ તેને અન્યાય કરવા બરોબર બને છે. મને લાગે છે આ બાબતમાં આવું જ કાંઈક થઈ રહ્યું છે. મારી નમ્ર સમજણ મુજબ વિનોબાજી જે કહી રહ્યા છે તે મેટા પ્રમાણમાં સાચું કહી રહ્યા છે. હું તેને પૂર્ણ સત્ય નહિ કહું. તેનું કારણ એમની અને મારી પ્રકૃતિ ભિન્ન છે.
વિનાબાજી આજે ગ્રામદાનના રૂપમાં અને ગ્રામદાનને અંગે જે કહી રહ્યા છે તે દ્નારા તેઓ ગાંધીજીના સંપૂર્ણ, પરિશુદ્ધ, રચનાત્મક કાર્યક્રમને અમલમાં લાવી રહ્યા છે. પેાતાના રચનાત્મક કાર્યક્રમ સંબંધમાં ગાંધીજીના શું ખ્યાલ હતો તે તેમના પોતાના શબ્દોમાં સ્પષ્ટ થાય છે. ગાંધીજીએ કહ્યું છે કે “રચનાત્મક કાર્યક્રમ એ આઝાદી પ્રાપ્ત કરવાનો સત્યાભિમુખ અને અહિંસક માર્ગ છે; સવિનય કાનૂનભંગ – પછી તે વૈયકિતક હોય કે સમુદાયગત હોય રચનાત્મક પ્રયોગને મદદરૂપ છે અને સશસ્ત્ર વિદ્રોહના તે સંપૂર્ણ વિકલ્પ ........... સવિનય કાનૂનભંગ માટેની તાલીમ એ જ રચનાત્મક કાર્યક્રમ છે. આમ હોવાથી કાર્યક્રરોએ સવિનય પ્રતિકારની શોધમાં ભટકવાનું નથી. તેમણે તો, જો રચનાત્મક પ્રયોગને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો, તેનો પ્રતિકાર કરવા માટે સદા તૈયાર રહેવાનું છે. ”
ગાંધીજીના આ શબ્દોમાં વિનોબાજી આજે જે કાંઈ કહી રહ્યા છે તેને આધાર મળે છે. ગાંધીજી કહી રહ્યા છે તે મુજબ રચનાત્મક