SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૬૮ પ્રબુ જીવન છે. “આ સાદી રીતે સાજા થાઓ અને સાજા રહે!” , સમાજમાં વધતી જતી જીવનની કૃત્રિમતા, સકારણ અથવા અકારણ વધતી જતી ધમાલ અને દેડાદોડી, વધતી જતી જરૂરિયાતે, જીવનનિર્વાહ વિગ્રહ વગેરેને લીધે જનતામાં રોગનું પ્રમાણ વધતું જાય છે. પથ્ય તેમ જ સંયમ વગેરે ઉપાયથી રોગમાંથી ધીમે ધીમે મુકિત મેળવવા માટેની વૃત્તિ ઘટતી જાય છે અને દવાથી તાત્કાલિક રાહત મળે તો તે મેળવી લેવી એવી અધીરાઈ વધતી જાય છે. નિર્દોષ, સસ્તુ પણ અસરકારક ડોશીવૈદું અને બીજા ઘરગથ્થુ ઉપાયોનું જ્ઞાન અને તેને ઉપગ આથમનો જાય છે. હાલ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે નાનાં મોટાં બધાંને વારંવાર દવાની જરૂર ઊભી થાય છે. રાજ્યની જેને ઘણી અને વધતા જતા પ્રમાણમાં મદદ મળે છે તે એલેપથીની પદ્ધતિ તેનાં એકસરે વગેરે સાધન-પ્રસાધનથી અને વિવિધ નિષ્ણાતોના કહેવાતા વિશિષ્ટ જ્ઞાનથી જેટલી લોકોને આંજી નાખે છે તેટલી જ તે ખર્ચાળ છે. આ ભારે ખર્ચ સહન કરવાની શકિત ન હોવાથી જે વિશેષ સાધનસંપન્ન ન હોય તે બધા માટે આ ખર્ચાળપણું જ એક રોગ થઈ પડયો છે. બીજી બાજુ એલેપથીની ઘણી દવાઓ અને શસ્ત્રક્રિયાથી એક રોગ કાબૂમાં આવે છે, તે તેથી ઘણી વાર બીજા રોગ થાય છે અને દર્દી તેથી પીડાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં અને ઘણા દર્દીઓ અને તેમના વાલીઓને આ પદ્ધતિ ગમતી ન હોવા છતાં બીજો કોઈ રસ્તો નથી એમ માનીને આ પદ્ધતિને આશ્રય લેવો માટેની સામગ્રી પણ પુસ્તકમાં આપવામાં આવી છે. સામાન્ય શરદી, વાળે, કપાસી, વાળ ખરવા, ટાલ પડવી, મોં ઉપર ખીલ થવા, હાથ પગના ચીરા - વાટિયા એવી સાદી લાગતી પણ બહોળા પ્રમાણમાં થતી તકલીફ એલોપથી વગેરે દવાઓ મટાડી શકતી નથી. જીવન રસાયણ દવાઓ આવા રોગ અચૂક મટાડી શકે છે તે પણ પુસ્તકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હરસ, ભગંદર, નાસૂર વગેરે રોગો કે જે શસ્ત્રક્રિયા વગર મટે નહિ એમ માનવામાં આવે છે તે પણ આ દવાથી શકિયા વગર કેવી રીતે મટી શકે છે તે જણાવવામાં આવ્યું છે. આ પદ્ધતિ કૂતરાં, ગાયો વગેરે પશુઓ માટે પણ વાપરી શકાય એમ લેખકે જણાવ્યું છે અને તેનાં પણ કેટલાંક ઉદાહરણો આપ્યાં છે. પક્ષીઓ માટે પણ તે દવાને ઉપયોગ થયાને ઉલ્લેખ તેમણે કર્યો છે. મહાનગરો, સામાન્ય શહેરો, ગામડાંઓ-બધે જ આ પદ્ધતિને ઉપયોગ થાય તે ઈચ્છવા યોગ્ય છે; પણ વિશેષે કરીને ગામડાંઓ કે જ્યાં રોગનિવારણ માટે કોઈ સહીસલામત અને સંતોષકારક વ્યવસ્થાને લગભગ અભાવ છે ત્યાં તે આ પદ્ધતિ મહાન આશીર્વાદ રૂપ નીવડે તેવી છે. આ પદ્ધતિને સરકારે માન્ય તે રાખી છે, પણ તેને ઉત્તેજન આપી, તેના અભ્યાસ અને પ્રત્યક્ષ અનુભવ માટે અઢી વર્ષને અભ્યાસક્રમ ઘડી, પરીક્ષા પસાર કરનારને ડિપ્લોમાં આપવામાં આવે તે તેવા તૈયાર થયેલા ડોકટરો ગામડાંની પ્રજાની તબીબી સારવારની મુશ્કેલ સમસ્યા ઉકેલી શકશે એમ જણાવીને તે દિશામાં યોગ્ય પગલાં ભરવાની બાબતમાં સરકાર અને જનતાને લેખકે આગ્રહભરી વિનંતી કરી છે. રત્નચિકિત્સા નામની એક તાજેતરની પણ મૌલિક અસરકારક, સસ્તી અને નિર્દોષ ઉપચાર પદ્ધતિ તરફ પણ ટૂંકામાં લેખકે જનતાનું ધ્યાન દોર્યું છે. - રાશિઓ બાર હોય છે. જીવનરસાયણની દવાઓ પણ બાર હોય છે. દરેક શશિ દીઠ એક વિશિષ્ટ દવા હોય છે તે માણસના જન્મ દિવસ સાથે સંકળાયેલી છે. દરેક દવા શરીરના કયા કયા ભાગ અને કઈ કઈ ક્રિયા ઉપર અસર કરે છે, કયા કયા રંગ સાથે તેને સંબંધ હોય છે, આયુર્વેદ પદ્ધતિએ વાત, પિત્ત કફમાં તે દવાઓનું શું વર્ગીકરણ થઈ શકે તે બતાવતો એક કોઠો અને એને સમજવનું એક નાનું પ્રકરણ પુસ્તકના અંતે લેખકે ઉમેર્યું છે. “ જન્મભૂમિ-પ્રવાસી” માં આ પુસ્તકનાં પહેલાં ત્રણ પ્રકરણને મોટો ભાગ લેખમાળા તરીકે પ્રસિદ્ધ થયો હતો, તેને જનતા તરફથી સારો આવકાર મળ્યો હતો. સામાન્ય જનતાને આ પુસ્તક ઘણું આકર્ષક અને ઉપયોગી નીવડે એવું છે.- જનતાની સેવા એ પુસ્તકનો મુખ્ય હેતુ હોવાથી કાગળ, છપાઈ, બાંધણી વગેરે ધ્યાનમાં લેતાં તેની કિંમત પ્રમાણસર એટલે કે રૂ. ૩-૬૦. રાખવામાં આવી છે. આ પુસ્તક મેસર્સ એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨ અથવા બનાજી હોમીઓ ફાર્મસી, ૨૪૮, પ્રિન્સેસ સ્ટ્રીટ, પારસી અગિયારી સામે, મુંબઈ - ૨. આ બે ઠેકાણેથી મળી શકશે. આ પુસ્તક જનતાનું ધ્યાન એક સાદી પણ શાસ્ત્રશુદ્ધ, નિર્દોષ, સસ્તી અને ઘણાં દર્દોમાં સામાન્ય માણસ પણ પિતા માટે અને પિતાનાં કટુંબીઓ વગેરે માટે જેને ઉપયોગ કરી શકે એવી જીવન રસાયણશાસ્ત્ર – બાયોકેમિસ્ટ્રી નામની પદ્ધતિ તરફ ખેંચે છે. દરેક મનુષ્યના લોહીમાં જે મુખ્ય બાર ક્ષાર - ખનીજો હોય છે તેમાંથી જ બનાવેલી દવાઓ વાપરવાથી માણસ રોગમુકત થઈ શકે છે તે વાચકના મન ઉપર સાવવું એ આ પુસ્તકને એક મુખ્ય હેતુ છે. આવી બાર દવાઓની સાદી પદ્ધતિથી માનવજાતના બધા જ રોગનું નિવારણ થાય તે સામાન્ય રીતે માનવું કઠણ છે. તેથી લેખકે આ પુસ્તકમાં પોતાનાં પ્રત્યક્ષ અનુભવનાં ૭૭ દષ્ટાંત આપ્યાં છે. તે દાંતેમાં કેટલાંક એવાં છે કે જેમાં અનુભવી અને નિષ્ણાત વેંકટરો, વૈદ્યો વગેરેના ઉપચારો વર્ષો સુધી કરાવવા છતાં ફાયદો ન થવાને લીધે દુ:સાધ્ય અથવા અસાધ્ય ગણવામાં આવેલા રોગથી પીડાતા, થાકેલા દર્દીઓ કેવી રીતે સાજા થયા તે બતાવવામાં આવ્યું છે. બીજી બાજ રોજ-બ-રોજનાં પણ ઘણી વાર લંબાઈને તકલીફ આપતાં દર્દોથી પીડાતા દર્દીએ આ દવાથી કેવી રીતે સાજા થયા તે જણાવવામાં આવ્યું છે. મૂળમાં તો દેવચંદભાઈ એમ ઈચ્છે છે કે આવાં જવલંત પ્રત્યક્ષ પરિણામે જાણીને જીવન રસાયણશાસ્ત્ર કે જે પ્રમાણમાં ઘાણું સાદું શાસ્ત્ર છે તેને વધારે અભ્યાસ કરવા વાંચક પ્રેરાય. આમ છતાં પણ જે દર્દીને ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તેને ઉપચાર બીજાં પુસ્તક વાંરયા સિવાય વાચક પિતે કરી શકે તે Honour The Man... Honour the man, who is ready to sink Hall his present reputation, for the freedom to think, And when he has thought, be his cause strong or weak, Sinks the other half, for the freedom to speak, Caring naught what fate the world has in store for him, Let the world be composed of he upper thousand or lo'er સન્માન તે માનવીનું... સન્માન તે માનવનું કરો સૌ, જે ખ્યાતિ અર્થે નિજની રળેલી ડુબાવી દે મુકત વિચારવાને; અને વિચારી લઈ વાત નિશ્ચિત હો જોશીલી કે નબળી ભલે જેપિોકારવા મુકતપણે ડબાવે અધ વધેલી નિજ ખ્યાતિને જે છોડી દઈને ભય સૌ ભવિષ્યને; કરે ન હેજે પરવા સમાજની, છો ઉચ્ચ કે નીચ થેરે વસેલા હજાર લોકો ટીકા કરી એનું નસીબ રૂંધે! અનુવાદક: ગીતા પરીખ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy