________________
૧૮૬
પ્રબુદ્ધ જીવન
હતી. સમય જતાં અનુક્રમે મોતીભાઈની સાથે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ સહમંત્રી તરીકે જોડાયા. અહીં મારા પૂર્વસ્મરણને રજુ કરૂ તો આ ચંદુભાઈને વર્ષ પહેલાં મે’ વિદ્યાલયના એક વિદ્યાર્થી તરીકે જોયેલા અને વિદ્યાલયના ઉપક્રમે યોજાયેલા એક મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેતા નિહાળેલા. એ જ ચંદુભાઈ આજે કેટલાંક વર્ષથી વિદ્યાલયના મંત્રી તરીકે કામ કરી રહ્યા છે, એટલું જ નહિ પણ, તેમણે મોતીચંદભાઈના અવસાન બાદ, મોતીચંદભાઈનું સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે અને પોતાના અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોથી અક્ષુબ્ધ રહીને તેમણે વિદ્યાલય વિષે અનુપમ નિષ્ઠા અને એકસરખા કાર્યોત્સાહ દાખવેલ છે—આ તેમના ઉત્કર્ષ અને ધૃતિ જોઈને મારૂં દિલ તેમના વિષે ગર્વ અને આદર અનુભવે છે.
તેમની સાથે સ્વ. ચંદુલાલ સારાભાઈ મોદીએ સહમંત્રી તરીકે કેટલાંક વર્ષ કામ કર્યું તેમને આજે પણ યાદ કરવા ઘટે. તેમની સાથે આજે બીજા બે સહમંત્રીએ છે: એક છે મારા પિત્રાઈ ભાઈ મનુભાઈ ગુલાબચંદ કાપડિયા, જે કારણે વિઘાલય સાથે જાણે કે કૌટુંબિક સંબંધ હોય એવી આત્મીયતા હું અનુભવું છું અને બીજા છે જૈન સમાજના અગ્રગણ્ય કાર્યકર્તા શ્રી જયંતીલાલ રતનચંદ શાહ.
સંસ્થાનું ભારે મોટું સદ્ભાગ્ય એ રહ્યું છે કે તેને કુશળ અને અત્યન્ત કાર્યક્ષમ એવા મંત્રીઓની પરપરા સાંપડી છે અને સંસ્થાની વ્યવસ્થાપક સમિતિમાં વ્યવસ્થાચતુર કાર્યવાહકો ઉમેરાતા રહ્યા છે. આ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ જેટલી કાર્યક્ષમતા ધરાવતી કાર્યવાહક સમિતિ બહુ ઓછી જાહેર સંસ્થાઓને સાંપડે છે. આથી તેના વહીવટ એકધારો વ્યવસ્થિત રહ્યો છે અને તેમાં આજ સુધીમાં કદિ પણ કોઈ પ્રકારની ધાલમેલ થવા પામી નથી. સંસ્થાની આન્તરિક કાર્યવાહીની જેના માથે જવાબદારી છે એવા સંસ્થાના નિયામક અથવા તો મહામાત્ર ભાઈ કાન્તિલાલ કોરાની કાર્યદક્ષતા અને આયોજનકુશળતાના પણ આન્તરિક તંત્રને એકસરખું ટકાવી રાખવામાં મહત્ત્વના ફાળા રહ્યો છે.
આ સંસ્થાને લાભ શ્વે. મૂ. સમાજના વિદ્યાર્થીઓ પૂરતો હજુ સીમિત છે, પણ તેણે આ સીમામાં રહીને ૫–૫૨ વર્ષના ગાળામાં જે ઉપકાર કર્યો છે તે નાનાસુના નથી. આજ સુધીમાં આ સંસ્થાદ્નારા ૧૦૮૧ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પૂરો કરીને એટલે કે સ્નાતક બનીને વ્યવસાયી જીવનમાં સુપ્રતિષ્ઠિત બન્યા છે. આ સ્નાતકોમાં ૧૮૯ ડાકટરો છે, ૧૯૨ બી. એ. અથવા એમ. એ થયેલા છે, ૨૩૦ ઈજનેરો છે, ૨૪૯ વેજ્ઞાનિકો છે, ૨૧૫ વ્યાપાર અને કાયદાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, ૬ ખેતીવાડીના સ્નાતક બન્યા છે. જો આ સર્વને વિદ્યાલયનું અવલંબન ન મળ્યું હોત તો તેમાંના ૨૫ ટકા પણ વિદ્યાર્થીઓ આટલું આગળ વધી શકયા ન જ હોત. ઉગતી ઉમ્મરના આટલા બધા વિદ્યાર્થીઓને પૂરા જ્ઞાનસંપન્ન બનાવવા અને ઐહિક ઉત્કર્ષના માર્ગે આગળ ધપાવવા એનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું આછું છે.
આ ઉપરાંત ઉત્તમ કોટિની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિ પણ આ વિદ્યાલયદ્રારા થતી રહી છે. તેમાં પણ આગમ પ્રકાશનની વિદ્યાલયે હાથ ધરેલી પ્રવૃત્તિ એક ઘણું મોટું સાહસ છે. આ આગમ પ્રકાશન - જે રીતે થઈ રહ્યું છે તે જોતાં - શાસ્ત્રગ્રંથોના પ્રકાશનમાં એક મહત્ત્વના સીમાચિહ્ન રૂપ લેખાશે.
જે વિદ્યાલયના જીવનનાં વર્ષો સાથે મારા જીવનનાં મહત્ત્વનાં વર્ષો. સંકળાયેલા છે. તે વિદ્યાલયના સુવર્ણ મહાત્સવને મારા જીવનના હું ધન્ય પ્રસંગ ગણું છું. તેની કાર્યવાહીની
તા. ૧૬-૧-૧૮
અમુક વિગતો સાથે કોઈને મતભેદ હોય કે ન હોય તે પણ, તેના નક્કર કાર્યની સૌ કોઈએ પૂરી કદર કરવી જ જોઈએ.
સુવર્ણ મહોત્સવના અનુસંધાનમાં સંસ્થાના કાર્યવાહકોએ ૨૧ લાખની રકમ એકઠી કરવાના લક્ષ્યાંક નક્કી કર્યો છે. આજે ૧૬ લાખની સીમાને તે તેઓ વટાવી ચૂકયા છે. ધારી સમયમર્યાદામાં ઉપર જણાવેલા લક્ષ્યાંક જરૂર સિદ્ધ થશે એવી પાકી આશા બંધાય છે.
વિદ્યાલય તેની પ્રગતિના દરેક તબકકે જૈન સમાજની ઉદારતા ઉપર વિશ્વાસ રાખીને મોટી અને વધારે મોટી જવાબદારીભરેલી યોજનાઓ અંગીકાર કરતું રહ્યું છે અને જૈન સમાજ તે માટે અપેક્ષિત દ્રવ્ય, સંચાલકોની શ્રદ્ધાની અવારનવાર કસાટી કરીને પણ, પૂરૂ પાડતા રહ્યા છે.
વિઘાલયના માથે સૌથી મોટી જવાબદારી વહેલામાં વહેલી તકે જૈન વિદ્યાર્થિનીઓ માટે એક અલગ છાત્રાલય ઊભું કરવાની છે. આ માટે વિદ્યાલયની તા. ૧૮-૫-૪૪ ના રોજ મળેલી સામાન્ય સમિતિની અસાધારણ સભાએ ઠરાવ કર્યો છે અને તે માટે એકઠું કરવામાં આવેલું રૂા. ૧૩૪૦૧૮ નું ફંડ વિઘાલય પાસે અનામત પડયું છે. વિદ્યાલય તરફથી દર વર્ષે કાલેજમાં ભણતી જૈન શ્વે. મૂ. વિદ્યાર્થિનીઓને મોટી રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ૧૯૬૭- ૬૮ માટે આવી શિષ્યવૃત્તિઓ માટે રૂા. ૧૮૭૫૦ મંજુર કરવામાં આવ્યા છે. કન્યાછાત્રાલય હજી સુધી નહિ શરૂ કર્યાની અવેજીમાં આ શિષ્યવૃત્તિઓના વિતરણથી ભલે સંતોષ અનુભવાય, પણ કન્યાછાત્રાલયની આવશ્યકતાનું મહત્ત્વ આથી જરા પણ ઘટતું નથી અને તેની માંગ એટલી તીવ્ર બનતી જાય છે કે તે જવાબદારીની ઉપેક્ષા લાંબી ઢીલ ખમી શકે તેમ નથી.
આ ઉપરાંત વિદ્યાલયના માથે બીજી પણ ઘણી મોટી જવાબદારીઓ છે. શાખાનાં મકાન તૈયાર કરવા પાછળ અંદાજ કરતાં ઘણા વધારે ખર્ચ થઈ ચૂકયો છે. આગમપ્રકાશન પણ ઘણી મેાટી આર્થિક જવાબદારીને વિષય છે, જે સંસ્થાની આટલી ઉજજવળ કારકિર્દી છે તે સંસ્થા વિષે જૈન સમાજની અપેક્ષાઓ વધતી જાય એ સ્વાભાવિક છે. શ્રમણ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતા સાહિત્યના સંશોધન અર્થે ભારતીય વિદ્યાભવન જેવું સંશોધન મંદિર ઊભું કરવાની આજે ખૂબ જ જરૂર છે. આવું કાર્ય મહાવીર જૈન વિદ્યાલય નહિ કરે તો બીજી કઈ જૈન સંસ્થા કરશે? આના અનુસંધાનમાં વિદ્યાલયદ્રારા સંચાલિત એવી કોલેજોના નિર્માણની કલ્પના પણ મનમાં ફર્યા વિના રહેતી નથી. આજના સમયની માંગ મુજબ સંસ્થાનાં દ્રાર વધારે ને વધારે ખૂલતાં થાય અને આજે જૈન સમાજના એક વિભાગના વિદ્યાર્થીઓ માટે માત્ર છાત્રાલયો ઊભાં કરવા પૂરતી જેની પ્રવૃત્તિ સીમિત રહી છે તે એક સર્વમાન્ય સર્વોદયી વિદ્યાધામ બને–મહાવીર જૈન વિદ્યાલય પૂરા અર્થમાં મહાવીર જૈન વિદ્યાલય બને—એવી શુભેચ્છા આ પ્રસંગે દર્શાવવામાં આવે તો તે વધારેપડતી નહિ લેખાય.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યસ્થાપક સ્વ. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા
આવાં મોટાં કદમ ઊઠાવવા માટે જરૂર છે ક્રાન્તદર્શી કાર્યકરોની, અદ્યતન વાસ્તવિકતાની મર્યાદાને વીંધીને જોઈ શકે, વિચારી શકે એવા દષ્ટિસંપન્ન સંચાલકોની. આશા રાખીએ કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને
આવા કુશળ, સમર્થ અને દષ્ટિસંપન્ન સંચાલકો પ્રાપ્ત થાય અને જયાં એક પ્રકારની સ્થગિતતાનું—એક જ દિશાના વિસ્તારનું—દર્શન થાય છે ત્યાં નવી ચેતનાનો સંચાર થાય અને નવનિર્માણના માર્ગે નવાં અને નવાં ક્રાન્તિકારી પરમાનંદ કદમે ઊઠાવાતાં રહે!