SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન વાસ્તુશાસ્ત્રમાં મંદિરોના થર બતાવવામાં આવ્યાં છે. - દેવઘર– સ્તર, મનુષ્યસ્તર વગે૨ે, પણ મનુષ્યસ્તર માટે કયાંય મૈથુન ભાવના નિર્દેશ કરવામાં આવ્યો નથી. પ્રો. બ્રાઉનના Indian Architecture ઉપર બે ગ્રન્થા છે. તેમાંના પ્રથમ ગ્રન્થમાં આ મૈથુનશિલ્પો વિષે તે એટલું જ કહે કે એમને સમજ પડતી નથી, પણ એ ઉપરથી પ્રાચીન ભારતવાસીઓમાં અતિ કૌવત રહેલું હશે તે તે ચોક્કસ છે. મુસ્લિીમેએ આ શિલ્પ જોયાં. એટલે એમણે એમનો ધ્વંસ કરી નાખ્યો. આપણે નસીબે એમણે ખુજરાહો, કોણાર્ક વગેરે રહેવા દીધાં ! બૌદ્ધ, જૈન શિલ્પામાં આવ્યું વિધાન જોવામાં આવતું જ નથી, કોઈ બૌદ્ધ—જૈન મંદિરનું નવીન રૂપ થયું હોય અને તેનું થોડુંક શિલ્પ મૈથુન – ભાવવાહી રહી ગયું હોય તે જુદી વાત છે. આવાં એક બે વિધાન મે જોયાં છે. સ્થળનાં નામે અહીં આપતા નથી, જો કે એમાં તારંગા હોઈ શકે. આ મૈથુન શિલ્પો વિષે એક એવા અભિપ્રાય છે કે તેમના નિર્માતા તંત્રવિદ્યાના ઉપાસકો હતા, અને એ ઉપાસનાને આ અશ્લીલ વિધાનમાં તેઓ બતાવી ગયા છે. આ અભિપ્રાયને પુષ્ટિ મળી શકે છે. ડાકોરના રણછોડરાયજીનું મંદિર અઢારમી સદીનું, ગાયકવાડ સરકારે બંધાવેલું, તાંબવેકરના કુટુંબના હવાલાનું છે. તેનું બહારનું સ્થાપત્ય મુસ્લિમ છે; અંદરનું બાંધકામ બધું હિન્દુ—વૈષ્ણવ છે; કારીગરો મુસ્લીમ હશે. મંદિરને બહારથી Saracenic – મુસ્લીમ ઘાટ – આપવામાં આવે તે મુસ્લીમે એને ભ્રષ્ટ કરી શકે નહિ! પણ મારા એક બે અનુભવે હું કહી જાઉં. ગુજરાતમાં એક સ્થળે હિન્દુ શૈવ-વૈષ્ણવ મંદિરો થતાં હતાં, એમના કારીગરો મુસ્લીમ હતા. એમણે મંદિરમાં બહારના દેખાવમાં મુસ્લીમ ઘાટ આપેલા. મંદિરોના કાર્યકરોને એ ખ્યાલમાં આવેલું નહિ. મૈથુન શિલ્પાને જોઈ તેથી ભ્રુગુપ્સાનો અનુભવ કરતા જૈને કે જૈનેતરો Paritans છે એમ કહેવું યથાર્થ નથી. એમને Purist પણ કહી શકાય નહિ. આમાં શુદ્ધિવાદના પ્રશ્ન સંભવતો નથી. Puritans અને Purist જુદા લાસમૂહો છે. એક છે સાંપ્રદાયિક; બીજો છે, અતિશય જુગુપ્સાવાદી જુગુપ્સાવાદમાં દોષ નથી. તે ચેખલીયાપણું કહેવાય નહિ. ઉપર કહેવાઈ ગયું છે કે આ મૈથુન શિલ્પો વિષે આપણા વાસ્તુશાસ્ત્રના સાહિત્યમાં નિર્દેશ નથી. તેનું એક પ્રમાણ હું નીચે ટાંકું છું. મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રન્થના અંગ્રેજી વિભાગમાં શ્રી એમ. એ ઢાકીએ Some Early Jain Tamples in Western India એ શિર્ષકથી પાનાં ૨૯૦ – ૩૪૭ ઉપર અંગ્રેજીમાં અભ્યાસપૂર્ણ લેખ લખ્યો છે. તે લેખના ૩૦૨ પૃષ્ઠ ઉપર લેખકે ખજુરાહોનાં મંદિરોનાં મૈથુન erotic શિલ્પÙ વિષે નીચે મુજબ અભિપ્રાય આપ્યો છે. લેખના અનુમાદનમાં ૨૬ આંકથી એમણે પ્રમાણ બતાવ્યું છે, જે અહીં આપવામાં આવ્યું છે: In Central India the Jains had to encounter the Philistinisim of Krasna Mishra whose Prabhodhachandrodaya (late 11th cent) is a shameless document of religious intoleruance, wherein no holds are barred against those sects which did not conform to the tenents preached by author's own. These perversive impulses were anticipated in the sacred architecture as well. At Khajuraho they had materialised in some of the atrocious erotic sculptures on the walls of the Luksmana temple (954) and Jadgadambi temple (early, 11th cent.) where the Digambara Jain Saints are portryed in actions that defy all sense of deceney. Evidently such sculptures have no sanction of the તા. ૧૬-૫-૬૮ Vatsushastras. They are the impositions by corrupt, envious, frustrated minds of the fanatics who misused the holy sanctum walls for their wild ego and destructive urges. The disfigurement and disgrace of such Khajuraho temples, unfortunately marked for ever, are as outspoken as their art is splendid. (26) Tripathi, Lakshmi Kant, the Exotic Scenes of Khajuraho and their probable explanation, Bharat Research Bulletin of the College of Indology, No. 3, Banaras Hindu University, 1959-60. સ્થાપત્ય હાય, ચિત્ર હોય, શિલ્પ હાય, કાવ્ય હાય, ગદ્ય હોય, જે હોય તે, જ્યાં પ્રાસાદિકતા નથી ત્યાં કળા નથી, કાલિદાસ શાંકુતલમાં કહે છે કે રમ્ય વસ્તુઓ જોતાં મધુર શબ્દો સાંભળતાં રમ્યનિ વક્ષ્ય મધુરાંત્ત નિશમ્ય શખ્વાન્ સુખી જીવના ચેતાને મનને મુલિતોઽપિન-મનને, ચેતસુ ને પ્રસાદિત કરે છે. શ્વેત: પ્રસાવથતિ ખજુરાહોનાં અને કોણાર્કનાં મૈથુન શિલ્પા વસ્તુશાસ્ત્રના કે aesthetics–સૌન્દર્ય-પ્રસાદઆહલાદ શાસ્ત્રના એકપણ વિષયને સ્પર્શતાં નથી. આ વિચારમાં એકાંગિતા નથી તેમ તેને નાના અનેકાન્તવાદ લાગુ પાડી શકાય તેમ પણ નથી. ૩૩, પ્રતાપગંજ, વડોદરા-૨ કેશવલાલ હિંમતલાલ કામદાર પૂરક નોંધ પ્રાધ્યાપક કેશવલાલ હિંમતલાલ કામદારે ઉપરના લેખમાં કોનાર્ક અને ખજુરાહાના મૈથુન શિલ્પામાં રહેલી જુગુપ્સાજનક અશ્લીલતા વિષે જે કાંઈ લખ્યું છે તે મારા અંગત વલણને યથાર્થ રીતે પ્રતિધ્વનિત કરે છે. ભૂમિપુત્રમાં વિનોબાજી સાથે થયેલી જે ચર્ચાના ઉલ્લેખ છે તે ચર્ચા મૂળમાં કોનાર્ક અને ખજુ રાહાને અનુલક્ષીને નહોતી, પણ જગન્નાથપુરીના મંદિરના બિભત્સ કોતરકામને લગતી હતી. આ અંગેના જુનાં સંસ્મરણા તાજાં કરતાં જણાવવાનું કે જગન્નાથપુરીનું સર્વોદય સંમેલન પૂરૂં થયા બાદ તા. ૨૦-૪-૫૫ ના રોજ વિનાબાજી જગન્નાથજીનાં સુપ્રસિદ્ધ મંદિરના દર્શનાર્થે જવા નીકળેલા અને તે પ્રસંગે એક ફ્રેંચ મહિલાતેમની સાથે જગન્નાથજીનાં દર્શન માટે જોડાવા ઈચ્છતી હતી, પણ મંદિરના અધિકારીઓએ તે ફ્રેંચ મહિલાને મંદિરમાં દાખલ થવા દેવાનો ઈનકાર કર્યો, અને તેથી વિનોબાજી મંદિરનાં દર્શન કર્યા સિવાય પાછા ફર્યા. ત્યાર પછીનાં પ્રવચનામાં વિનોબાજીએ જગન્નાથજીનાં દર્શનથી વંચિત રહેવા બદલ અને હિન્દુધર્મને આ પ્રકારનું વિકૃત રૂપ આપવા બદલ દુ:ખ વ્યકત કર્યું હતું. હું પણ એ સંમેલનમાં હાજર રહ્યો હતા અને જગન્નાથજીના મંદિરના શિખરવિભાગમાં કોરાયેલાં માનવી કદનાં મૈથુન શિલ્પાની નરી બિભત્સતા નિહાળીને મેં ઊ'ડો આઘાત અનુભવ્યા હતા. ત્યાર બાદ ૧૯૫૯ માં સૌરાષ્ટ્રમાં વિનાબાજીની ચાલી રહેલી પદયાત્રામાં સામેલ થતાં વિનાબાજી સાથે જે ચર્ચાવાર્તા કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું તેમાં આ બાબતની પણ ચર્ચા થઈ હતી અને આવા મંદિરના દર્શનથી વંચિત બનવામાં તેમણે અનુભવેલા દુ:ખ વિષે મે મારું આશ્ચર્ય વ્યકત કર્યું હતું. તેનો, ભૂમિપુત્રના લેખમાં જણાવ્યું છે તેવી મતલબના તેમણે જવાબ આપ્યો હતો. આ બાબતની તે વખતે વિશેષ ચર્ચા થઈ નહોતી, પણ તેમના જવાબથી મને એ વખતે પણ સંતોષ થયા નહોતા. બીજી કોઈ બાબતમાં જૈન તરીકે મારામાં ચેાલિયાપણું હોય યા ન હોય, પણ આ બાબતમાં મને ખાત્રી છે કે વિનોબાજીએ જાતે એ મંદિર એ દિવસેામાં જોયું હોત તો – પછી તો તેમનું એ બાજુએ જવાનું બન્યું જ નથી—તેમની શીલપ્રધાન ચેતનાએ મારા કરતાં પણ વધારે તીવ્ર આઘાત અનુભવ્યો હોત. એ મૈથુન શિલ્પા સામેના વિરોધ કેવળ નગ્નતાના કારણે નથી, દિગંબર જૈન મૂર્તિઓના દર્શનથી અમે જૈનો તો ટેવાયેલા છીએ, પણ જે વિરોધ છે તે તે લાલુપતાભર્યા કામ-ભાગના નિર્લજજ - નફટ નિરૂપણ સામે છે. આ વિષયમાં દાદા ધર્માધિકારીએ જાણકારોના હવાલા આપીને પોતાના અભિપ્રાય વ્યકત કર્યો છે. એનો અર્થ હું એમ સમજુ છું કે તેમણે પોતે આ મૈથુનશિલ્પા જોયાં નથી. જો તેમણે પણ આ શિલ્પા જોયાં હોત તે મને ખાત્રી છે કે આ દષ્યા કોઈ કામુકપુરુષોની કૃતિ નથી લાગતી-આ પ્રકારના વાસ્તવ દર્શન અને અનુભવ સાથે વિસંવાદી એવા અભિપ્રાય તેમણે ન જ આપ્યો હોત. પરમાનંદ 8
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy