________________
તા. ૧-૫ ૧૭
લાગી જવું જોઈએ. તો જ દુષ્કાળના આ કપરા દિવસે પસાર કરી શકાશે.
પ્રભુ જીવન
ઇશ્વરની કૃપા થાય અને વરસાદ જો પૂરતા આવે તો જ આ બધાં દુ:ખોનો અંત આવે; તો બિહાર, ગુજરાત, ઓરિસ્સા અને સારા યે ભારત દેશની ધરતી નવપલ્લવિત થઈ જાય. ધરતીમાતા પોતાની છાતી ચીરીને ધાન્યના ભંડાર છલકાવી દે અને પોતાનાં બાળકોને પેટ ભરીને ખાવાની સુવિધા કરે એવી પ્રાર્થના વારંવાર અંતરમાંથી નીકળે છે. પ્રભુ એને જરૂર સાંભળશે. પણ માનવતાના નાતેઆપણા પણ ધર્મ છે, દેશ પ્રત્યે આપણી ફરજ છે. આપણાં પીડિત અંગને પીડામુકત કરવાની ભાવના આપણામાં હોવી જોઈએ. બુદ્ધ અને મહાવીરની ધરતી આજે આપણને પુકારી રહી છે. આપણે એના
અવાજ સાંભળવા જ પડશે.
અનુવાદક :
નીરુબહેન સુબોધભાઈ શાહ
* ધર્મને બચાવા
મૂળ હિંદી. પૂર્ણિમા પકવાસા
(‘વિશ્વવાત્સલ્ય’માંથી સાભાર ઉષ્કૃત)
એક ધર્મ બીજા ધર્મ ઉપર આક્રમણ કરે છે. શા માટે? પોતાના ધર્મના પ્રચાર કરવાને !
જગતમાં બધે જ આવું બન્યું છે. ઈસ્લામને જગતમાં પોતાના ઝડો રોપવા હતા. ખ્રિસ્તીધમે પોતાના પાદરી પરદેશ માકલ્યાં હતા. કારણ કે તેમણે માન્યું કે જગતનો ઉદ્ધાર પોતાના ધર્મદ્વારા જ થશે. પોતાના ધર્મ જ સાચા છે. બીજા અધૂરા છે. એવા અધૂરા ધર્મોનું અવલંબન લેવા કરતાં પૂર્ણને જ પકડવા શું ખોટો? આમ વ્યકિત પોતાનું અહં પોતાના ધર્મમાં આરોપે છે અને આખા જગતને પેાતાના ધર્મમાં લાવવાના પ્રયત્ન કરે છે; તે બીજાને વટલાવે છે. પોતાના ધર્મ તેને આપવા નહિ પણ તેને પેાતાના ધર્મમાં દાખલ કરવાને. આમ તેને સંખ્યાની માયા લાગે છે અને પછી તે ધર્મ-પ્રચારને માટે ધન, સત્તા, અરે! ગમે તેને આશ્રાય લે છે અને પોતે એમ જ માની લે છે કે ધર્મપ્રચાર એ જ માનવજાતની અને પોતાના ધર્મની મેાટામાં મેાટી સેવા છે.
બીજી બાજુએ, જેના પર આક્રમણ થાય છે તે પણ ગભરાઈ જાય છે અને બોલી ઊઠે છે, ‘આપણા ધર્મ રસાતળ જઈ રહ્યો છે. સાધુઓ! સ્વધર્મીઓ ! જાગો, ધર્મને બચાવા.’ સાંપ્રદાયિક પેપરો પોતાનાં પાનાં ભરે છે, સ્વધર્મીઓ ધર્મરક્ષાને માટે ધન લઈ દાડે છે. સાધુઓ ‘આપણા જ ધર્મ સાચા છે’નાં પાના પાછે જોરશેારથી સમાજને ચડાવે છે અને ધર્મપ્રચારનું એક જોરદાર આંદોલન સમાજમાં ચાલે છે.
આ બધું શું? આ બધું શા માટે? શું ધર્મ એવી વસ્તુ ખરી કે તેનો નાશ થઈ શકે? ના. તે પછી આ ધમાલ શા માટે? કારણ, આપણને ડર છે કે આપણા ધર્મ ભાંગી જશે એટલે કે એની જનસંખ્યા ઘટી જશે. આપણે ધર્મને રડતા નથી, પણ રડીએ છીએ જનસંખ્યાને. જેમને ધર્મના પ્રચાર કરવા છે અને જેમને ધર્મને બચાવા છે તે બંનેનાં માં માણસાની સંખ્યા તરફ હાય છે. ખોટો પ્રચાર, કાવાદાવા અને ધમકીઓ અપાય છે. ધર્મ પોતે પોતાને જ હાથે પોતાનું ખૂન કરે છે અને છતાંય વટાળનાર ગર્વ લે છે કે અમારા ધર્મ આટલા વિકસ્યા અને બચાવનાર માને છે અમારો ધર્મ રક્ષાયો. એક કહેશે: આ અમારા મહાન ધર્મપ્રચારક અને બીજો કહેશે : આ અમારા મહાન ધર્મરક્ષક. ધર્મપ્રચારક કોણ ? ધર્મરક્ષક કોણ ?
આજે મોટાભાગના યુવાન વર્ગને ધર્મમાં શ્રાદ્ધા નથી, એમને ધર્મની વાતામાં રસ નથી. માત્ર વૃદ્ધો જ ધર્મસ્થાનકોમાં જાય છે, સ્ત્રીઓ મૂંગી મૂંગી સાંભળે છે, કોઈનાં માં પર તેજ દેખાતું નથી. જાણે કે ધર્મ મરી પરવાર્યા ન હોય !
આજના જમાના વિજ્ઞાનના છે. વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. ફકત ધર્મ જ ત્યાંને ત્યાં છે. તેના તે જ શાસ્ત્રોમાં છે. એમાં સંશાધનને અશવકાશ નથી. કારણકે તે ત્રિકાળજ્ઞાની પુરુષોએ લખ્યાં છે. માણસનું આખું જીવન બદલાઈ રહ્યું છે. તે જૂનાને નવી રીતે સમજવા માગે છે. જે જૂનું જાણે છે તેમનામાં નવું સમજવાની અને સમજીને નવી રીતે આપવાની શકિત નથી. જેમનામાં શકિત છે, જ્ઞાન છે, તેમને પ્રણાલિકા જકડી રહી છે. પુરાણાપણાના આપણા ‘અહ” જ આપણને પાડી રહ્યો છે. નવું જ્ઞાન, નવું વિજ્ઞાન, નવું સાહિત્ય, નવું અર્થશાસ્ત્ર, નવી સમાજવ્યવસ્થા; ફકત ધર્મ જ જૂના અને તે પણ જૂના છે માટે કોષ્ઠ !
ધર્મ એ સનાતન તત્ત્વ છે. છતાં એ સનાતન પણ સનાતન રીતે જ મૂકવામાં આવે તો સડેલું લાગે એમાં નવાઈ પણ શી? આજે આપણને આપણા ધર્મનું દુ:ખ નથી પણ આપણે તે આપણા જૂના વારસાને એના એ સ્વરૂપે જોવા ઈચ્છીએ છીએ, એ અશક્ય છે. ધર્મનાં તત્ત્વા નવું મૂલ્યાંકન નવી રજૂઆત ઝંખે છે. આપણે તે કરવું નથી અને ધર્મને રક્ષવા છે. તો એ કયાંથી રક્ષાય?
આપણે ત્યાં ચૈતન્યનું ખૂબ ખૂબ ખેડાણ થયું છે, જ્યારે પશ્ચિમે ભૌતિક જગતનું ખેડાણ કર્યું છે અને તે પણ એટલું ઊંડું કે આજે સ્થૂળને શોધતાં તેઓ લગભગ ચૈતન્યની નજીક આવી પહોંચ્યા છે. સારા સારા વૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે કે આ સ્થૂળ જગતના અંતરમાં ચૈતન્યશકિત કાર્ય કરી રહી છે. આજે પૂર્વ અને પશ્ચિમના સમન્વયની જરૂર છે. પૂર્વે જો સંવેદનથી અનુભવ્યું છે, તો પશ્ચિમે તે વૈજ્ઞાનિક સંશેોધનથી પ્રત્યક્ષ કર્યું છે.
ધર્મે એક બીજી વસ્તુ પણ કરવાની છે. માત્ર આત્મા અને ચૈતન્યશકિતની જ વાતા ધર્મમાં આવે છે. બીજું મિથ્યા છે. પણ આમિથ્યા છે એને અર્થ એ નકામું છે એમ નહિ પણ ચૈતન્યની સાધનાની અપેક્ષાએ એની કિંમત ઓછી છે; પણ જયાં સુધી એ ચૈતન્ય અનુભવાયું નથી, એ ચૈતન્યના પ્રકાશ જીવનમાં રૅડાયા નથી ત્યાં સુધી શું? આજે આંતરિક જીવન અને બાહ્ય જીવનના સુમેળ સધાય એવા ધર્મ સમાજ માગે છે. જો ધર્મ જીવનની એકેએક પ્રવૃત્તિમાં પ્રેરણા આપવામાં સફળ નીવડશે તો તે જીવશે, એ બચશે. એને બચાવવાય નહિ જવું પડે. ધર્મ આપોઆપ પેાતાની પ્રતિભાથી માનવજીવનને ઝળકતું કરી દેશે. ધર્મએ જીવતી જાગતી વસ્તુ બનશે. નવલભાઈ શાહ
ઘરમાં એકઠાં થયેલાં આષધા સંધના કાર્યાલયમાં માકલી આપે!
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઇમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમા તથા ઈન્જેકશન લખી આપે છે અને ધાર્યા મુજબના આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવાં ઔષધો લાવવાની ડાક્ટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયાં તેમ જ નહિ વપરાયલાં ઔષધો અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોનો અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સક્ર્મો તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ ક્લબ દ્વારા તેની પૂરી જાતતપાસ કરીને તે ઔષધા તેની જરૂરિયાતવાળા લોકેને વહેંચી આપવામાં આવશે. તે પોતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયાગમાં આવે તેવાં આષધા સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સદસ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.