________________
તા. ૧-૪-૬૭
ઉપયાગ કરતા. જન્મે જૈન હાવાના કારણે જૈન પરંપરાના તેમના જીવન ઉપર ઊંડા સંસ્કાર હતા. તેથી શારીરિક પ્રતિકૂળતા બાદ કરતાં તેઓ હંમેશા સામિયક તેમ જ અવારનવાર વ્રતનિયમ કરતા. આમ છતાં પણ તેઓ ચિંતનમાં ખૂબ મુકત હતા. સ્વાધ્યાયપરાયણ તેમનું જીવન હતું. જૈન ધર્મના તેમ જ અન્ય તત્વદર્શનના ગ્ર’થાનું પારાયણ ચાલ્યા કરતું. અન્ય સામયિકો ઉપરાંત ભૂમિપુત્ર અને પ્રબુદ્ધ જીવન તેઓ નિયમિતપણે વાંચતા. આચાર્ય રજનીશજીનાં પુસ્તકોનું તેઓ ઊંડી જિજ્ઞાસાપૂર્વક મનન ચિંતન કરતા. તાત્ત્વિક જિજ્ઞાસાના કારણે પં. સુખલાલજીના તેઓ સારા પરિચયમાં હતા. હું તેમની પાસે દશ બાર દિવસના ગાળે અવારનવાર જતો અને જ્યારે હું જાઉં ત્યારે વચગાળાના વાંચનદ્નારા મનમાં ઊઠેલા પ્રશ્નોની તેઓ ચર્ચા કરતા. રજનીશજીના વિચારો સંબધમાં તે અમારી વચ્ચે અવારનવાર ખૂબ જ ચર્ચા ચાલ્યા કરતી. તેમનામાં ઊંડી જિજ્ઞાસા હતી અને પૂર્વગ્રહો અને અભિનિવેશાથી મુકત બનીને વસ્તુતત્ત્વને સમજવાની તેઓ તત્પરતા ધરાવતા. દિવસના અમુક સમય તેઓ ધ્યાનમાં વ્યતીત કરતા. ગાંધીજી તથા વિનોબા પ્રત્યે તેમને અત્યંત આદર હતો અને ુ તેમના ચાલુ સ્વાધ્યાયમાં આ બન્ને મહાપુ ષોનાં લખાણાના પણ સમાવેશ થતા. તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન દેખાતા. બહોળા કુટુંબપરિવાર હોવા છતાં વિરકિતપૂર્વકનું જીવન તેઓ વ્યતીત કરતા હતા. ઓછામાં ઓછી જરૂરિયાત ઉપર તેમને જીવનનિર્વાહ નિર્ભર હતા. તેમની વાતામાં ન કદિ કોઈની નિન્દા હોય કે ન કદિ કોઈ પ્રત્યે દ્વેષભાવ હોય, તેમને આત્મદર્શનની લગની લાગી હતી. જોરજનીશજીને આત્મદર્શન થયું હોય તો મને પણ કેમ ન થાય? - આવા તેમના ધ્રુવ પ્રશ્ન રહેતો. સંયોગોએ તેમના જીવનને લગભગ એકાન્ત— પરાયણ બનાવી દીધું હતું. પણ આથી તેઓ કદિ કંટાળતા નહિ, ઊલટું એકાન્તમાં આનંદ માણવાની કલા તેમણે કેળવી હતી. ગૃહસ્થન જીવનમાં તેમણે સાચી સાધુતા પ્રાપ્ત કરી હતી. જીવન અંગે તેમનામાં કોઈ લાલુપતા નહોતી; મૃત્યુ તો તેમને અનેકવાર સ્પર્શીને પાછું ફરેલું, તેથી મૃત્યુ અંગે તેમનામાં કોઈ ભડક કે ભય નહોતો. આત્મસાધનામાં—ગાધ્યાત્મિક ચિન્તનમાં—તેઓ મોટા ભાગે નિમગ્ન રહેતા. કોઈ મને પૂછે કે મારે સાચા જૈનનાં દર્શન કરવા છે તો હું તેને રતિભાઈ સામે આંગળી ચીંધતા, મારા ઉપર તેમના અનહદ ભાવુ હતો. મળવાનું બને ત્યારે પ્રશ્નોત્તરના આકારમાં અમારા વાર્તાલાપ ચાલ્યા કરતો. તેમના પ્રશ્નો ઘણી વાર મારી બુદ્ધિની ચકાસણી કરતા અને મારા ચિંતનને સ્પષ્ટ શબ્દાકાર આપવામાં ખૂબ મદદરૂપ બનતા. મારા ઉત્તરમાં તેઓ ખૂબ સમાધાન અનુભવતા. મારે મન તે સૌજન્યની – સાધુતાની – સરળતાની – એક મૂર્તિ હતા. મુંબઈ શહે૨ના કોઈ એક ઘરના ખૂણામાં વર્ષોથી શીતળ પ્રકાશ પાથરતા એક દીવેા એપ્રિલ માસની ૨૩મી તારીખે સાંજે તેલ ખૂટી જતાં એલવાયો. જેઓ તેમને જાણતા હતા તેમના માટે ન પુરાય એવા એક સ્વજનની – સાધુજનની – ખોટ પડી, બાકીની દુનિયાએ એ વિષે ન કાંઈ જાણ્યું કે ન તેની કોઈ નોંધ લીધી!
પ્રભુ જીવન
મુંબઈના જૈન સમાજને ધન્યવાદ !
તા. ૨૨-૪-૬૭ શનિવારના રોજ મહાવીર જયંતી નિમિત્તે સવારના ભાગમાં કાસ મેદાનમાં મુંબઈના સમસ્ત જૈનોની સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સાધુઓ તેમ જ સાધ્વીએ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. જૈનાની પણ આ વખતે આગળનાં વર્ષો કરતાં વધારે મોટા પ્રમાણમાં હાજરી હતી. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી જયપ્રકાશ નારાયણ પધાર્યા હતા. તેમણે ભગવાન મહાવીરને આદર–અંજલિ આપ્યા બાદ બિહારના અમુક ભાગામાં પ્રર્વતતા દુષ્કાળની ભયંકર પરિસ્થિતિનું હૃદયદ્રાવક ચિત્ર રજૂ કર્યું હતું અને ત્યાંના લોકોને રાહત પહોંચાડવા માટે શક્ય તેટલી
૫
આર્થિક મદદ આપવા જૈન સમાજને અપીલ કરી હતી. તેમની અપીલથી પ્રભાવિત બનીને સભાનું સંચાલન કરતા શ્રી શ્રેયાંસપ્રસાદ જૈને ઉપસ્થિત જૈન આગેવાનો સાથે સલાહમંત્રણા કરીને મુંબઈના જૈન સમાજમાંથી રૂ. ૧,૨૦,૦૦૦ એકઠા કરીને બનતી ત્વરાએ બિહાર રિલીફ કમિટીને મોકલી આપવાની કબૂલાત આપી હતી. આ બૂલાતને ત્યાં એકઠા થયેલા જૈનોએ વધાવી લીધી હતી અને એ જ વખતે આશરે રૂ. ૩૦,૦૦૦ એકઠા થયા હતા અને ત્યાર બાદ બાકી રહેલી રક્મ એક્કી કરવાના પ્રયત્નો વેગપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે, જેથી પખવાડિયાની અંદર કબૂલ કરવામાં આવેલી આખી રકમ એકઠી થઈ જશે એવી આશા રહે છે. મહાવીર જયંતી જેવા પ્રસંગે ભગવાન મહાવીરની દુષ્કાળપીડિત ભૂમિના પ્રજાજાને મુંબઈના જૈન સમાજ રૂ. ૧,૨૦,૦૦૦ જેટલી રકમ માકલી આપવાનો નિર્ણય જાહેર કરે એ માટે મુંબઈના જૈન સમાજને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ
આ હવે ન ચાલી શકે '
ભારત જેવા દેશમાં પ્રધાનો, અમલદારો અને ધનિકો હજી પોતાની દોરદમામની અને ઠાઠમાઠની આદત નહીં છેડે અને પોતાની રીતરસમો નહિ બદલે તો દેશમાં અશાંતિ ફાટી નીકળશે, અને પછી તેને કોઈ નહીં રોકી શકે. પડોશી દેશમાં ચાલી રહેલ “ લાલ મંત્રી” એના આંદોલનના પડઘા આપણે ત્યાં પણ પડયા છે. અહીંના ડાબેરી પક્ષાના કેટલાક જણે મારી સાથેની વાતચીતમાં એમ કહ્યું પણ છે કે એક બાજુ દેશમાં લોકોને જીવન ટકાવી રાખવા મુઠ્ઠી ધાનનાયે સાંસા હોય, અને બીજી બાજુ કેટલાક જણ ઠાઠમાઠ સાથે ભપકાદાર ભાજન સમારંભા ગાઠવે, એ હવે આ દેશમાં ન ચાલી શકે, એ લોકોએ મને એમ પણ કહ્યું કે આ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો તે અશાંતિ ઊભી કરવાની બદનામી વહેારી લઈને યે અમે એવા ભાજન સમારંભામાં વિઘ્ન નાખીશું.
હું તમને ભડકાવી નથી રહ્યો, પણ આજે દેશમાં આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે. બિહારમાં અને બીજા કેટલાક પ્રાન્તામાં અમુક ભાગોમાં દુકાળની અત્યંત વિકટ સ્થિતિ અત્યારે ચાલુ છે, જ્યારે બીજી તરફ હાલત એ છે કે દિલ્હી ને પટણામાં આવતા વિદેશી લોકોના સન્માનમાં જે ભાજન સમારંભા યોજાય છે તે એ વિદેશીઓને પણ વિસ્મયમાં નાખી દે છે. એ સમારંભાને ઠાઠમાઠ ને દોરદમામ તથા પીરસાતાં ભાતભાતનાં પકવાન એ આર્ગતુકો સામે એવા પ્રશ્ન ઊભા કરે છે કે ખરેખર જ શું આ દેશ ગરીબ છે? અને અહીંના કેટલાક ભાગામાં ભયંકર દુકાળની સ્થિતિ પ્રવર્તી રહી છે એ વાત શું સાચી છે ? અરે, દૂરની ક્યાં વાત ! થોડા વખત પરજ જ્યારે એક વિદેશી સહાયતા સંસ્થાના પદાધિકારી બિહારના દુકાળની સ્થિતિનું નજરોનજર અવલોકન કરવા આવેલા, ત્યારે ખુદ બિહારની રાજધાની પટણામાં જ એમના સન્માન માટે સરકાર તરફથી આવે જ એક શાનદાર . ભાજન સમારંભ ગાઠવવામાં આવેલા !
કુદરતના કોપ, સરકારની ખોટી નીતિરીતિઓ અને જનતાની ઉદાસીનતાનું પરિણામ છે આ દુકાળ અને ભૂખમરો, જેણે ભારતમાતાને દુનિયાની સામે ભિક્ષાપાત્ર લઈને ખડી કરી દીધી છે. ઉઘોગા ને કારખાનાં, મેાટા બંધો અને અન્ય ટેક્નિકલ કામેા માટે આપણે બીજા દેશા પાસેથી કરજ લઈએ તે હજી સમજાય, પરંતુ અન્ન માટે કે આપણે હંમેશા ભીખ માગવી પડે ? ખેતી પ્રધાન આ દેશમાં ખેતીની બહુ ઉપેક્ષા થઈ છે. દેશમાં ઉદ્યોગ ધંધાની અવશ્ય જરૂર છે, પરંતુ તેને માટે પણ પહેલાં ખેતીની ઉન્નતિ આવશ્યક છે. પ્રાથમિકતા મળવી જોઈતી હતી ખેતીને અને એવા નાના ઉદ્યોગાને જેમાં પૂંજી આછી રોકાય અને વધારે માણસને કામ મળી શકે. જ્યપ્રકાશ નારાયણ