________________
પ્રભુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
પ્રબુદ્ધ જીવન ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે
પ્રબુધ્ધ જીવન આ અંકથી ૨૮ વર્ષ પૂરાં કરીને ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સામયિક પ્રવૃત્તિનો ટૂંકો ઇતિહાસ રજૂ કરવામાં આવે તે અસ્થાને નહિ ગણાય. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ઈ. સ. ૧૯૨૯ માં સ્થાપના કરવામાં આવી ત્યારથી આજ સુધી સંઘની કાર્યવાહી સાથે એક ચા બીજા નામ નીચે સામયિક પ્રવૃત્તિ મોટા ભાગે જોડાયેલી રહી છે. તા. ૩૧-૮-૨૯ના રોજ સ્વ.જમનાદાસ અમરચંદ ગાંધીના તંત્રીપણા નીચે ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા' એ નામથી સંઘ · તરફથી એક સાપ્તાહિક પત્ર શરૂ કરવામાં આવ્યું હતું. તે બે વર્ષના ગાળે બંધ થયું હતું. ત્યાર બાદ અઢી મહિનાના ગાળે પ્રબુદ્ધ જૈન' એ નામથી સાપ્તાહિક પત્ર શરૂ કરવામાં આવ્યું હતું. બે વર્ષ નિયમિત ચલાવ્યા બાદ એ પત્રમાં પ્રગટ થયેલ ‘અમર અરવિંદ ’નામની વાર્તા સામે તે વખતની અંગ્રેજ સરકારે વાંધા લીધા અને રૂ. ૬૦૦૦ ની જામીનગીરી માંગી, એ સવિનય સત્યાગ્રહની લડતના દિવસેા હતા. તેથી સરકારે માંગેલી ડીપોઝીટ ‘ભરવાનું યોગ્ય ન લાગતાં તા. ૯-૯-૩૩ના રોજ એ પત્ર બંધ કરવામાં આવ્યું. ત્રણ મહિના બાદ સંઘની સામયિક પ્રવૃત્તિએ ‘તરુણ જૈન' એ નામ નીચે પાક્ષિક પત્રના રૂપમાં તા. ૧-૧-૩૪ થી નવા અવતાર ધારણ કર્યો. વચગાળે તા. ૧-૯-૩૪ થી તા. ૧૫-૫-૩૫ સુધી એ પત્ર બંધ કરવામાં આવેલું. અને પાછું તા. ૧૯-૫-૩૫ થી એ યંત્ર શરૂ કરવામાં આવ્યું તે તા. ૧-૮-૩૭ સુધી ચલાવવામાં આવ્યું અને ત્યાર બાદ ઘણું ખરું આર્થિક કારણસર બંધ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સંઘના બંધારણની તા. ૧૭-૪-૩૮ ના રોજ નવરચના કરવામાં આવી; સંઘની પ્રવૃત્તિ અને સભ્યત્વ માત્ર જૈન શ્વે. મૂ. વિભાગ પૂરતાં સીમિત હતાં તેને સમગ્ર જૈન સમાજ પૂરતો વિસ્તૃત બનાવવામાં આવ્યાં અને સંઘ તરફથી સ્વ. શ્રી મણિલાલ માકમચંદ શાહના તંત્રીપણા નીચે ‘પ્રબુદ્ધ જૈન ’ એ નામથી પાક્ષિક પત્રની શરૂઆત કરવામાં આવી. સમય જતાં મણિભાઈની તબિયત લાંબા સમય નાદુરસ્ત રહેતાં તા. ૧-૫-૫૧ થી પ્રબુદ્ધ જૈનના હું રીતસરનો તંત્રી બન્યો. તા. ૨૬-૭-૫૨ ના રોજ મણિભાઈનું અવસાન થયું. ૧૪ વર્ષના ગાળે તા. ૧-૫-૫૩ થી સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જૈનનું ‘પ્રબુદ્ધ જીવન’એ નામે નવસંસ્કરણ કરવામાં આવ્યું. આ ઘટનાને પણ આજે ૧૪ વર્ષ પૂરાં થાય છે, અને આ અંકથી ૧૯૩૯ ના મે માસની પહેલી તારીખે શરૂ કરેલ સંઘનું પાક્ષિક મુખપત્ર ૨૯મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ અઠ્ઠાવીશ વર્ષના ગાળા દરમિયાન, વચગાળે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવનાર’ યુગદર્શનના સંપાદનની જવાબદારી સ્વીકારવાના કારણે, તા. ૧-૫-૪૯ થી તા. ૧૫-૪-૫૦ સુધી પ્રબુદ્ધ જૈનની જવાબદારી અન્ય મિત્રાને સોંપવી પડેલી—તે ગાળા બાદ કરતાં પ્રબુદ્ધ જૈન અથવા તો પ્રબુદ્ધ જીવનના સંપાદન કાર્યની જવાબદારી વહન કરવાનું મારા ભાગે આવ્યું છે અને તે જવાબદારી મે' એકસરખી નિષ્ઠા અને રસથી સંભાળી છે અને આ લાંબા ગાળા દરમિયાન પ્રબુદ્ધ જૈન અથવા તે પ્રબુદ્ધ જીવન એક સરખું અતૂટપણે પ્રગટ થતું રહ્યું છે. આ કારણે હું એક પ્રકારના સંતોષ અને કૃતકૃત્યતા અનુભવું છું. સંઘના મુખપત્રમાં જાહેર ખબર નહિ લેવાની પ્રારંભથી વિચારાયલી પ્રતિજ્ઞાને, દર વર્ષે ખમવી પડ઼તી અને વધતી જતી ખોટનો સામનો કરીને પણ, આજ સુધી વળગી રહી શકાયું છે એ હકીકત પ્રબુદ્ધ જીવનની આર્થિક જવાબદારી વહન કરતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે ઓછી ગૌરવપ્રદ નથી.
તા. ૧-૫-૧૭
પ્રબુદ્ધ જીવને ગત વર્ષ દરમિયાન ૨૫૮ પાનાંની લેખ સામગ્રી પૂરી પાડી છે. આગળના વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવેલ ‘મહા પ્રસ્થાનના પથ પર ' ની લેખમાળા ગત વર્ષ દરમિયાન મોટા ભાગે ચાલુ રહી છે. હવે તેના માત્રબે હફ્તા બાકી રહ્યા છે. આ લેખમાળા પ્રબુદ્ધ જીવનના કેટલાક વાચકો માટે એક મહત્ત્વનું આકર્ષણ બની રહેલ છે. વર્તમાન રાજકારણની આલોચના કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં વકતવ્યો તેમ જ લખાણા પ્રબુદ્ધ જીવનનું એક મહત્વનું અંગ બની રહેલ છે. શ્રી મેનાબહેન નરોત્તમદાસના અનુવાદો પ્રબુદ્ધ જીવનમાં અવારનવાર પ્રગટ થતા રહ્યા છે. આ ઉપરાંત શ્રી સુબોધભાઈ શાહ અને તેમનાં પત્ની શ્રી નીરૂબહેન પ્રબુદ્ધ જીવનના સંપાદનકાર્યમાં બને તેટલા સહકાર આપવાની આતુરતા દાખવી રહેલ છે. અન્ય મિત્રો પણ માગણી મુજબ લખાણા દ્વારા પ્રબુદ્ધ જીવનની લેખસમૃદ્ધિમાં સારો વધારો કરી રહેલ છે. આ ઉપરાંત પ્રબુધ્ધ જીવનના તેમ જ મુંબઈ .જૈન યુવક સંઘની પ્રવૃત્તિના અનેક ચાહકો પહુઁપણ વ્યાખ્યાનમાળા દરમિયાન અપેક્ષિત દ્રવ્ય સારા પ્રમાણમાં પૂરું પાડીને પ્રબુદ્ધ જીવનની મોટી ખોટ અને સંઘના ચાલુ ખર્ચને પહોંચી વળવામાં ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. આ સર્વ મિત્રોના તેમણે આપેલા સહકાર માટે હું આ પ્રસંગે હાર્દિક આભાર માનું છું અને હવે પછી પણ પૂરતો સહકાર આપતા રહેવા તેમને મારા અનુરોધ છે.
‘પ્રબુદ્ધ જીવન ’ મારા માટે સત્ય અને શ્રેયની ઉપાસનાના પ્રયોગ રૂપ એક પ્રવૃત્તિ છે. આવી એકધારી ઉપાસના માટે જે બળ, ચિન્તન, નિડરતા, નમ્રતા, સારાસાર વિવેક, ભાષાપ્રભુત્વ અને શારીરિક તેમ જ માનસિક આરોગ્ય અપેક્ષિત છેતે પરમ શકિત સાથેના અનુસંધાન દ્વારા મને સતત પ્રાપ્ત થતાં રહે અને જે અભિવ્યકિતનું માધ્યમ મને સદ્ભાગ્ય યોગે પ્રાપ્ત થયું છે તે માધ્યમ સર્વ કોઈ માટે કલ્યાણકર ક્રોયસ્કર બને એવી મારી અંતરની પ્રાર્થના છે. સાધુસદશ એવા એક સ્વજનની વિદાય
તા. ૨૩મી એપ્રિલની સાંજે આપણી દુનિયામાંથી એક એવી વ્યકિતએ વિદાય લીધી કે જેને દુનિયા બહુ ઓછું જાણતી અને એમ છતાં એક માનવી તરીકે જેનું મૂલ્ય બહુ ઊંચું હતું. આ વ્યકિતનું નામ શ્રી રતિલાલ સારાભાઈ ઝવેરી. અવસાન સમયે તેમની ઉમ્મર ૮૦ વર્ષની હતી. તેઓ મૂળ અમદાવાદના વતની, પણ વર્ષોથી મુંબઈમાં આવીને વસેલા અને વ્યાપારવ્યવસાયને વરેલા. સારાભાઈ ભાગીલાલ નામની મુંબઈમાં એક અગ્રગણ્ય ઝવેરીની પેઢી હતી. તેમાં તેઓ એક ભાગીદાર હતા. કેટલાંક વર્ષો બાદ ઝવેરાતના ધંધા તેમણે છોડી દીધા. પછી તેઓ સેન્ટીનલ ઈન્શ્યોરન્સ કંપનીમાં ભાગીદાર બન્યા. અન્ય લોકો માફક તેમને પણ જીવનમાં ચડતી પાછળ પડતી આવી અને આર્થિક બાજુ સારા પ્રમાણમાં ઘસાણી, આજથી ૨૦ વર્ષ પહેલાં તેમનાં પત્નીનું અવસાન થતાં તેમણે સ્વેચ્છાએ વ્યાપારનિવૃત્તિ સ્વીકારી. વ્યવસાયકાળ દરમિયાન તેઓ મુંબઈની જીવદયા મંડળીની કાર્યવાહી સાથે વર્ષોસુધી જોડાયલા હતા. છેલ્લાં સાત આઠ વર્ષથી તેઓ હ્રદયરોગના ભાગ બન્યા અને પરિણામે તેમનાં હલનચલન ઉપર ખૂબ કાપ મૂકાયો અને તેમને ફરજિયાત ઘરવાસ સ્વીકારવા પડયા.
તેઓ મારા નિવાસસ્થાનથી ખૂબ નજીકમાં રહેતા હતા. ઝવેરાતના મારા વ્યવસાયના કારણે તેમને આમ તો હું ઘણાં વર્ષોથી ઓળખતો હતો, પણ ઉપર જણાવેલ તેમના નિવૃત્તિકાળ દરમિયાન મને તેમના ગાઢ પરિચયમાં આવવાનું બન્યું. તે સાત્વિક વૃત્તિના સજ્જન હતા; વર્ષોથી તેઓ ગાંધીવિચાર તરફ ઢળ્યા હતા; હંમેશાં અમુક સમય તેએ . રેંટીઓ કાંતતા અને વસ્રો માટે ખાદીના