________________
મ
પ્રભુનૢ જીવન
બ્રાહ્મણ વર્ગનું અસાધારણ પ્રભુત્ત્વ હતું. સમાજ ચાર વિભાગમાં ~ વર્ણમાં — વહેંચાયલા હતે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચાર વર્ગમાં ઉપરના વર્ગ કરતાં નીચેના વર્ગ સામાજિક પ્રતિ ઠામાં ઉતરતા લેખાતા. આમ માનવી માનવી વચ્ચે ઊંચા નીચાના ભેદભાવ એ વખતના સમાજમાં સર્વત્ર વ્યાપેલા હતા. પુરુષ અને સ્ત્રીમાં પણ સ્ત્રીના દરજો ઊતરતો અને હલકો ગણાતો. વળી સામાન્ય જનતા વૈદિકધર્મને બહુધા અનુસરનારી હતી. ધર્મગ્ર ંથેમાં વેદનું સ્થાન સર્વોપરી હતું અને વેદને પૌરુષેય એટલે કે ઈશ્વરનિમિત ગણવામાં આવતા. યજ્ઞનું પણ એ સમયમાં અસાધારણ મહત્ત્વ હતું. આ યજ્ઞેશમાં સંખ્યાબંધ પશુઓનાં બલિદાન અપાતાં અને એમાં ધાર્મિકતાની પરિપૂર્તિ માનવામાં આવતી. તરેહતરેહના ધાર્મિક ક્રિયાકાંડો તરફ લોકજીવનના વધારે ઝેક હતા અને ચારિત્ર્યશુદ્ધિ લગભગ ઉપેક્ષિત હતી. વળી અનેક દેવ-દેવીઓની ઉપાસના એ વખતે ચાતરફ પ્રચલિત હતી. અંધશ્રાદ્ધ, અજ્ઞાન, જડતા અને વહેમાથી લા જીવન અસ્વસ્થ, કુળ અને સ્થગિત હતું.
આવી પરિસ્થિતિ વચ્ચે, ઉપર જણાવ્યા મુજબ, વસ્તુતત્ત્વનું પરમદર્શન પ્રાપ્ત કર્યા બાદ, ભગવાન મહાવીરે પાતાના ધર્મકાર્યના પ્રારંભ કર્યો. લોકોને ધર્મતત્ત્વ અંગે-જીવનતત્ત્વ અંગે—સાચી સમજણ આપવાના હેતુથી ભગવાન મહાવીરે ઉપદેશના પ્રવાહ વહેતો કર્યો.
તેમણે હાથ ધરેલી સમસ્યાઓમાં કેટલીક તત્કાલીન હતી; કેટલીક સનાતન હતી. એ વખતના વર્ગવિભાજિત સમાજ સમક્ષ માનવી માત્ર સમાન છે, પ્રત્યેક માનવી ધર્મપરાયણ જીવન જીવવાના અને અન્તિમ ધ્યેય મોક્ષનો અધિકારી છે, જન્મથી કોઈ ઊંચા નથી કે કોઈ નીચેા નથી, ઊંચાનીચાપણ' માત્ર શુભાશુભ કર્મના પરિણામે પ્રાપ્ત થાય છે—આવા સમાનતા અને ગુણવત્તા ઉપર આધારિત સમાજની તેમણે જોરદાર રજૂઆત કરી. આ રીતે જાતિવાદને અને તે સાથે સંકળાયલા બ્રાહ્મણવર્ગના સર્વોત્કૃષ્ટ સ્થાનને તેમણે પડકાર્યો, એટલું જ નહિ પણ, મેતારજ અને હરિકેશી જેવા અસ્પૃશ્ય લેખાતા ચાંડાળને દીક્ષા આપીને – અપનાવીને – તત્કાલીન સમાજરૂઢ અસ્પૃયતાને તેમણે ઠોકર મારી, મિત્તિ મે સવ્વ ભૂએસુ, વેર મઝઝ ન કણઈ– આવી વિશ્વવ્યાપી મૈત્રીની તેમણે પ્રરૂપણા કરી.
આવી જ રીતે એ વખતના સમાજમાં ઊતરતા દરજૉ ધરાવતી સ્ત્રીજાતિને તેમણે પુરુષસમાન દરજ્જો આપ્યો, એટલું જ નહિ, પણ સ્ત્રીને સંન્યાસદીક્ષાની અધિકારી બનાવી, ચંદનબાળા નામની રાજકુમારી તેમની પ્રથમ દીક્ષિત સાધ્વી બની અને તેની પાછળ અનેક સ્ત્રીઓએ કામણધર્મના અંગીકાર કર્યો.
આવી જ રીતે ભગવાન મહાવીરે વેદની કહેવાતી અપૌરુષેયતાના ઈનકાર કર્યો, એટલું જ નહિં પણ, ધર્મગ્રંથ તરીકે તેના સર્વોત્કૃષ્ટપણાના પણ અસ્વીકાર કર્યા. વેદના શબ્દપ્રામાણ્યને અમાન્ય જાહેર કર્યું. શ્રદ્ધાના સ્થાને બુદ્ધિને, તર્કને, સસદ્ વિવેક દાખવતી પ્રજ્ઞાને પ્રતિષ્ઠિત કરી. યુકિતમદ્ વચનં યસ્ય તસ્ય કાર્ય: પરિગ્રહ : આ સૂત્રને તેમણે આગળ કર્યું.
આ વિવેકવિચારનો આધાર લઈને તેમણે યજ્ઞામાં થતી પશુહિસાના સખ્ત વિરોધ કર્યો. અનિવાર્ય કારણે કોઈ હિંસા કરે એ જુદી વાત છે, પણ ધર્મના નામે અને ધર્મને આગળ ધરીને યજ્ઞમાં અપાતાં બિલદાનો કોઈ પણ શમાં ધાર્મિક બની નજ શકે, અને તેથી તેવા યજ્ઞા દ્રારા સુખ મળે, વૈભવ મળે, સ્વર્ગ મળે—આવી બધી કલ્પનાઓને કોઈ સત્યનો આધાર હોઈ ન, જ શકે —આવા વિચાર તેમણે તે વખતના ધાર્મિક સમાજ સામે સુદઢપણે રજૂ કર્યો. મહાવીરના સમયની પરિસ્થિતિને વિચાર કરતાં તેમણે રજૂ કરેલા આ વિચારો કેવળ ક્રાન્તિકારી લેખાય. આ કારણે તેમણે તત્કાલીન બ્રાહ્મણ વર્ગને—સ્થિતિચૂરસ્ત સમાજને સખ્ત વિરોધ નાર્યો.
જયારે જયારે આવી ક્રાન્તિકારી વિભૂતિઓ આ વિશ્વના લક ઉપર નિર્માણ થાય છે, ત્યારે ત્યારે તે તે કાળની પરિસ્થિતિના સંદ
તા. ૧-૫-૬૭
ર્ભમાં તેઓ નવાં જીવનમૂલ્યા આપે છે, પરિવર્તનકારી નવા વિચારો આપે છે, જેમાંનું કેટલાકનું મૂલ્ય તત્કાલીન હોય છે, કેટલાકનું મૂલ્ય ચિરકાલીન હોય છે. ભગવાન મહાવીરે તત્કાલીન સમાજને અનુલક્ષીને જે માર્ગદર્શન આપ્યું તેનું આપણે સંક્ષેપમાં વિવરણ કર્યું. હવે ચિરકાલીન મૂલ્ય ધરાવતી તેમણે જે વિશિષ્ટ વિચારસરણી જગતને આપી તેના વિચાર કરીએ.
જૈન ધર્મમાં ૨૪ તીર્થંકરોની એક પરંપરા સ્વીકારવામાં આવી છે. તેમાંના પહેલા તીર્થંકરનું નામ ઋષભદેવ છે. તેમનું અસ્તિત્વ પ્રાગૈતિહાસિક કાળ સાથે જોડાયેલું છે. ઐતિહાસિક કાળ સાથે જેમના સંબંધ છે તે ભગવાન પાર્શ્વનાથ જૈનાના ૨૩ મા તીર્થંકર છે અને તેમની પછી ૨૫૦ વર્ષ બાદ થયેલા ભગવાન મહાવીર જૈનેાના ૨૪ મા તીર્થંકર છે. મહાવીરના માતાપિતા પાર્શ્વનાથની પરંપરાના અનુયાયી હોવાના શાસ્ત્રોલ્લેખ છે. પાર્શ્વનાથનો ધર્મ ચતુર્યામ ધર્મના નામે ઓળખાતા હતા. આ ચતુર્યામ એટલે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. સ્ત્રી પણ મિલ્કત અને ભાગવટાની વસ્તુ હોય એવા કોઈ ખ્યાલથી બ્રહ્મચર્યને અપરિગ્રહ વ્રતમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. ભગવાન મહાવીરને આ વિચારણા અધુરી-અપર્યાપ્ત લાગી. બીજી માલમિલ્કત માલેકી ધરાવવાની અને સ્ત્રીપુરુષના જાતીય તત્ત્વ સાથે જોડાયલી પરસ્પરને ભાગવવાની કામવાસનાના બન્ને એકમેકથી અલગ અને સ્વતંત્ર બાબતો છે. તેથી સંયમપ્રધાન એવા જૈનધર્મની વિચારણામાં બ્રહ્મચર્યની ઉપાસનાને એક સ્વતંત્ર સ્થાન આપવું ઘટે એમ વિચારીને તત્કાલ—પ્રચલિત ચાર વ્રતમાં ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય નામના પાંચમા વ્રતનો ઉમેરો કર્યો. આ રીતે પાંચ મહાવ્રતની કલ્પના ઉપર જૈનધર્મની ઈમારત રચવામાં આવી.
આા પાંચ મહાવ્રતનો હેતુ શું છે? વ્યકિત અને સમષ્ટિના પરસ્પર આધારિત જીવનને સંવાદી—સુમેળવાળું બનાવવું અને સમષ્ટિના જીવનને બાધ ન આવે એ રીતે વ્યકિતને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધવા એ તેના પાયાનો હેતુ છે. બીજી રીતે વિચારીએ તેા ધર્મમાત્રના આશય વ્યકિત અને સમાજનું–એકમેકના હિતને બાધ ન આવે તે રીતે—ધારણપાષણ કરવું તે છે અને આવા ધારણપોષણ માટે ઉપર જણાવેલ પાંચ વ્રતોનું શકય તેટલું પાલન દરેક વ્યકિત માટે આવશ્યક અને અનિવાર્ય છે. તેના અભાવમાં વ્યક્તિ અનિયંત્રિત બની જાય અને સમાજમાં અરાજકતાં વ્યાપી જાય.
આ પાંચ વ્રતમાં પણ ભગવાન મહાવીરે અહિંસાને સૌથી વધારે મહત્ત્વ આપ્યું અને બાકીના ચાર વ્રતો પણ અહિંસા ધર્મના પૂરક હોઈને મહત્વના છેએમ તેમણે જણાવ્યું. મને જેમ મારું જીવન પ્રિય છે તેમ અન્યને તેનું જીવન એટલું જ પ્રિય હોય છે, અને તેથી એકમેકના જીવનના આદર કરવા એવી પરસ્પર અપેક્ષા ઊભી થાય છે. આમ હોઈને અન્ય કોઈ જીવને પીડા આપવાના—તેના પ્રાણની હાનિ કરવાના—મને કોઈ અધિકાર નથી એમ નિષ્પન્ન થાય છે અને તેથી સમગ્ર જીવસૃષ્ટિના જીવનને બાધ ન આવૅ એવી રીતે મારે જીવવું જોઈએ, વર્તવું જોઈએ. આનું નામ છે અહિંસાધર્મ. આ રીતે વિચારાયલા અહિંસાધર્મ માત્ર માનવસમાજ પૂર સીમિત થઈ ન શકે. જીવસૃષ્ટિની અંતિમ સીમા સુધી—જેમાં વન
સ્પતિને પણ સમાવેશ થાય છે ત્યાં સુધી—ા અહિંસાવિચારને લંબાવવા જોઈએ, લાગુ પાડવા જોઈએ, તદનુસાર માનવીએ પેાતાના આચરણને ઘડવાના સતત પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે અહિંસાવિચારને એક બાજુએ ભગવાન મહાવીરે અસીમ વ્યાપ્તિ આપી અને બીજી બાજુએ માનવીના સમગ્ર આચારને—માનસિક, વાચિક તેમ જ કાયિક આચારને અહિંસાવિચારથી વણી લીધા. આ પરંપરાપ્રાપ્ત અહિંસાવિચાર મોટા ભાગે વ્યકિતગત આચાર સાથે સંબંધ ધરાવતા હતા તેને સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નો સાથે સાંક