SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭. 7) પોર प्रजुद्ध भुवन જીવન 'પ્રબુદ્ધ જૈન'તુ નવસસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧ બઈ, મે ૧, ૧૯૬૭, સેમવાર આફ્રિકા માટે શિ’િગ ૧૨ િ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા ભગવાન મહાવીર હાવીર જયન્તી તા. ૨૨-૪-૬૭ના રોજ ઑલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ કેન્દ્ર ઉપરથી પ્રસારિત કરવા માટે ૧૫ મિનિટમાં પૂરો થાય એવા ભગવાન મહાવીર ઉપર વાર્તાલાપ તૈયાર કરવાનો હતો. તે માટેના લખાણમાં મનમાં ધારેલા મુદ્દાઓ સમાવવા જતાં લખાણ લંબાઈ ગયું, તેને નિયત સમય પૂરતું ટૂંકાવીને ઑલ ઈન્ડિયા રેડિયાને પહોંચાડયું અને વખતસર પ્રસારિત થયું. પેલું મૂળ લખાણ, ભગવાન મહાવીર વિષેના ચિન્તનમાં ઉપયોગી થશે એમ સમજીને, નીચે રજૂ કરવામાં આવે છે. પરમાનંદ) આજે જૈન ધર્મના પ્રણેતા ભગવાન મહાવીરના જન્મદિવસ છે. તેમની જન્મજયંતી આજે ભારતભરમાં સ્થળે સ્થળે ઉવાઈરહી છે. તેમના જન્મ આજથી ૨૫૬૫ વર્ષ પહેલાં બિહારમાં આવેલી વૈશાલીનગરીમાં થયા હતા. તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ; માતાનું નામ રાણી ત્રિશલા. રાજા સિદ્ધાર્થને બે પુત્રો અને એક પુત્રી હતાં. મોટા પુત્રનું નામ નંદિવર્ધન, નાના પુત્રનું નામ વર્ધમાન, જે સમય જતાં તેમના અસાધારણ પરાક્રમ અને જીવનપુરુષાર્થના કારણે મહાવીરના નામથી જગવિખ્યાત બન્યા. સમૃદ્ધિભર્યા જીવન વચ્ચે માતાપિતાના લાડકોડભર્યો ઉછેર પામતાં, વર્ધમાન મોટા થવા લાગ્યા; વિદ્યાસંપન્ન બન્યા; શઅસ્ત્રવિદ્યામાં કુશળ બન્યા, ધર્મગ્રંથોમાં તેમના નામે તેમની બાળવયમાં અનેક પરાક્રમે નોંધાયાં છે. અનેક રાજકુમારોમાં પોતાની અનોખી તેજસ્વીતાના કારણે તેઓ જુદા તરી આવતા હતા. સમય જતાં રાજપુત્રી યશેાદા સાથે તેમનું લગ્ન થયું. તેનાથી તેમને પ્રિયદર્શના નામની પુત્રી પ્રાપ્ત થઈ. આ પ્રિયદર્શનાનું ભગવાન મહાવીરની બહેન સુદર્શનાના પુત્ર જામાલી સાથે લગ્ન થયું. ૨૮ વર્ષની વયે ભગવાનના માતાપિતાનું અવસાન થયું. જીવનના પ્રારંભથી તેમનામાં એક પ્રકારની વિરકિત પેદા થઈ હતી. સામાન્ય માનવી સંસારમાં— જીવનનાં ભાગવૈભવમાં—અનુરકત હોય છે. આવી કોઈ અનુરકિત તેમનામાં હતી નહિ. તેમનું મનન ચિન્તન કેવળ આત્મલક્ષી હતું, તત્ત્વના સાક્ષાત્કારને તેમનું દિલ ઝંખતું હતું. સંસાર છેડીને આત્મસાધના તરફ વળવા તેઓ અન્યત્ત્ત ઉત્સુક હતા. પણ માતાપિતાના તેમની ઉપરની અગાધ વાત્સલ્યના કારણે, તેમની હયાતી સુધીમાં આવું કોઈ પગલું ભરતાં માતાપિતા માટે જીવન અસહ્ય બની જશે એમ સમજીને, તે સંસારી જીવનને વળગી રહ્યા. માતાપિતાના અવસાન બાદ મોટા ભાઈ નંદિવર્ધનના અતિ આગ્રહને વશ થઈને બીજા બનવા તેઓ રોકાયા. પણ આ બે વર્ષ તે તેમણે આગામી કઠાર તપસ્યાય જીવનની તૈયારીમાં જ ગાળ્યા અને એક વ્રતધારી શ્રી મુબઇ જૈન યુવક સ’ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટ નલ ૪૦ પૈસા સÄ જીવનચર્યા સ્વીકારી, પોતાની સર્વ ધનસંપત્તિનું ધનની પિતિવાળા ાકોમાં વિતરણ કરી દીધું અને ૩૦ વર્ષની ઉંમરે - પ્રેશર વદ ૧૦ ના રોજ તેમણે પંચમહાવ્રતરૂપ ચારિત્ર્ય વાસુ દીક્ષા ગ્રહણ કરી. ભાગવૈભવ છેડીને સંપૂર્ણપણે અપરિગ્રહી નલા એવા સમગવાન મહાવીરે ભીક્ષાવૃત્તિ સ્વીકારી; પગપાળા કાર શરૂ ી; એક સ્થળેથી બીજા સ્થળે તે વિચરવા લાગ્યા; રવિનાનાં કષ્ટો પરિસહે, ઉપસર્ગો તે સહન કરવા લાગ્યા. નાની મોટી મુદતના ઉપવાસ કરતે કરતે આત્મધ્યાનમાં લીન રહીને દિવસે, મહિનાઓ, વર્ષો તેઓ વીતાવવા લાગ્યાં. ચેમારું આવે ત્યારે તેઓ મોટા ભાગે કોઈ એક સ્થળે સ્થિર બનીને ચારે માસ તપ, ચિંતન, તેપ જ ધ્યાનમાં વ્યતીત કરતા; બાકીનો સમય તેઓ સતતવિહારમાં ગતિશીલ રહેતા. તરેહ તરેહના ઉપદ્રવાના તેઓ ભાગ બનતા. કોઈ સ્થળે સન્માન પામતાં તો કોઈ સ્થળે અપમાન સહી લેવા પડતા. બાર વર્ષના આ તેમના સાધનાકાળ દરમિયાન મોટા ભાગે તેઓ મૌનપરાયણ રહેતા; કોઈને તેઓ કદિ ઉપદેશ આપતા નહિ. કદિ કદિ તેઓ અમુક અભિગ્રહ ધારણ કરતા. અભિગ્રહ એટલે કે અમુક સરતો પુરી ન થાય ત્યાં સુધી આહાર ગ્રહણ ન કરવા અને આવા અભિગ્રહ પૂરો થતાં મહિનાઓ નીકળી જતા. કથાકાર કહે છે કે તેમના સાધનાકાળ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ દિવસના અને વધારેમાં વધારે છ મહિનાના એવા પર પરાબદ્ધ ઉપવાસ તેમણે કરેલા. અજાણ્યા પ્રદેશમાં તેઓ જતા ત્યારે તેમને અન્ય કોઈ રાજયના જાસુસ સમજીને `સ્થાનિક સલામતીરક્ષકો ખૂબ રંજાડતા, પરેશાન કરતા. આ બધું સમભાવે સહન કરતાં કરતાં, એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતાં કરતાં, અપાપા નગરીથી જંભિક ગામે આવ્યા અને તે ગામને પાદરે આવેલી જુવાલુકા નદીના કિનારે એક શાલ વૃક્ષની નીચે સ્થિર થયા, ધ્યાનસ્થ થયા. તેમને છ ટકના નિર્જળા ઉપવાસ હતા. વૈશાખ શુદ ૧૦ દિવસના હતા, અને ચંદ્રના ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે યોગ થયો હતો. ઉત્કૃષ્ટ પ્રકારના શુકલ ધ્યાનમાં ભગવાન મહાવીરની સ્થિતિ હતી. અને તેથી જ કોઈ જીર્ણ દોરી જેમ તત્કાળ તૂટી જાય તેમ તેમના આત્મા ઉપરનાં ચાર ઘાતી કર્મોનાં બંધન અચાનક તૂટી ગયાં અને દિવસના ચેાથે પહેરે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનને શાસ્ત્રકારોએ સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણ, અનન્ત અને સર્વોત્તમ એવાં વિશેષણાથી વર્ણવ્યું છે. આ જ્ઞાનને આપણે વસ્તુતત્ત્વના પારગામી દર્શન તરીકે ઓળખી શકીએ. આથી તેઓ સાધક—છદ્મસ્થ મટી અર્હત, જિન,કેવળી, સર્વજ્ઞ, તથા સર્વભાવદર્શી બન્યા. આના પરિણામે તેઓ વિશ્વના મહાન માર્ગદર્શક—પથપ્રદર્શક—બન્યા, ત્યાર બાદ તત્કાલીન જગતના લોકોને તેમણે જે માર્ગદર્શન આપ્યું તેના મર્મને સમજવા માટે તત્કાલીન સામાજિક પરિસ્થિતિની જાણકારી જરૂરી બને છે. એ સમયની જનતાની સમસ્યા રાજકીય કે આર્થિક નહિ પણ વિશેષત: સામાજિક તથા ધાર્મિક હતી. એ વખતના સમાજ ઉપર
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy