________________
તા. ૧૬-૪-૬૭
પ્રબુદ્ધ જીવન
જૈન પૂજાવિધિમાં અપેક્ષિત પાયાનું સંસ્કરણુ
[ ઈતિહાસવેત્તા પંન્યાસ મુનિશ્રી કલ્યાણવિજયજીએ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આજે જે પ્રકારની જિનભૂતિની પૂજાને લગતી પદ્ધતિ પ્રચલિત છે તેનું, છેલ્લાં ૨૫૦૦ વર્ષના વિશાલ ફ્લકને લક્ષમાં લઈને, એક અભ્યાસપૂર્ણ ઐતિહાસિક સંશોધન કર્યું છે અને તે ‘જિનપૂજાવિધિ સંગ્રહ' એ નામથી તાજેતરમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના સંક્ષિપ્ત સાર જૈન વિદ્રાન શ્રી કસ્તૂરમલજી બાંઠિયાએ ‘શ્વેતાંબર જૈન કી પૂજાવિધિયોં કા ઈતિહાસ' એ મથાળા નીચે ‘શ્રમણ’ માસિકનાં ઑગસ્ટ તથા સપ્ટેમ્બરના અંકોમાં બે હતાથી પ્રગટ કર્યો છે. આ સમગ્ર સંશેધનનો સાર એ છે કે જિનમૂતિની ધ્યાનસ્થ યોગીની આકૃતિ અને કલ્પના સાથે જરા પણ બંધબેસતી ન આવે એવી પૂજાવિધિને લગતી કેટલીક પ્રક્રિયાઓ આજે પ્રચલિત છે; દાખલા તરીકે જિનમૂર્તિઓ ઉપર ચક્ષુ ટીલાં ચેાડવાં, તેનું નિત્ય સ્નાનવિલેપન તથા કેસરમૂજન કરવું, તેની ઉપર પુષ્પોના ઢગ ખડકવા, આંગી ચઢાવવી, શાભાશણગાર કરવા, આભૂષણા તેમ જ મુગટ કુંડલ પહેરાવવાં. મુનિશ્રી કલ્યાણવિજ્યજીના અભિપ્રાય મુજબ આ બધી જૈન મૂર્તિ પૂજામાં પેઠેલી વિકૃતિઓ છે, ભકિતભાવનો અતિરેક છે, વૈષ્ણવ સમાજ સાથેની દેખાદેખીનું પરિણામ છે અને લગભગ છેલ્લાં ૫૦૦ વર્ષ દરમિયાન આ વિકૃતિઓને-આ અતિરેકોના પ્રવેશ થયા છે. જિનમૂર્તિનું સ્વરૂપ તદૃન નિરાડંબરી અને એક ધ્યાનાવસ્થિત યોગીની આકૃતિને અનુરૂપ હોવું જોઈએ અને આ ધ્યેય સિદ્ધ કરવા માટે આજની મૂર્તિપૂજાની પદ્ધતિમાં પાયાના ફેરફારો થવા જોઈએ, પ્રચલિત વિકૃતિઓ અથવા તો અતિરેક દૂર થવા જોઈએ—આવા મુનિશ્રી કલ્યાણવિજયૂજીના જૈન સમાજને અનુરોધ છે. તેના અનુસંધાનમાં ઉપર જણાવેલ શ્રી કસ્તૂરમલજી બાંઠિયાના લેખને અન્તિમ ઉપસંહારાત્મક વિભાગ નીચે આપવામાં આવે છે. આ લખાણમાં કેટલાક જૈન પરિભાષાના શબ્દો આવે છે તેમ જ કેટલાંક એવા જ સાંપ્રદાયિક વિધાને છે કે જેઓ જૈન શ્વે. મૂ. સંપ્રદાયની મૂર્તિપૂજાવિધિથી પરિચિત ન હોય તેમના માટે તેનું હાર્દ પકઢાવું મુશ્કેલ બનવા સંભવ છે. એમ છતાં આજની મૂર્તિપૂજાવિધિમાં જે સુધારાઓ કરવાની જરૂર છે તેને પૂર્વકાળમાં પ્રચલિત પદ્ધતિનું સમર્થન છે અને એ સુધારાઓના અમલ કરવામાં આવે તે પછી જેમાં મૂળ રૂપ આજ સુધી લગભગ જળવાઈ રહ્યું છે એવી દિગંબર જૈન પૂજાપદ્ધતિ અને શ્વેતાંબર પૂજા પદ્ધતિ વચ્ચે કોઈ મહત્ત્વનું અંતર ન રહે એ ઈષ્ટ લાભ છે. આ દષ્ટિએ આ લેખનું ખાસ મહત્ત્વ છે અને તેથી આજના જૈન સમાજે તેમાં ચર્ચવામાં આવેલા મુદાઓ ઉપર ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. પ્રગતિલક્ષી વિચારકોને આ લખાણ અનેક રીતે માર્ગદર્શક બનશે એ આશયથી મૂળ હિંદી લખાણનો નીચે અનુવાદ આપવામાં
આવે છે.
શ્વેતાંબર જૈન મૂર્તિ ઉપર ચોડવામાં આવતાં ચક્ષુઓ અંગે થોડી વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે. મુનિશ્રી કલ્યાણવિજયજીના અભિપ્રાય અનુસાર દિગંબર જૈન મૂતિઓથી શ્વેતાંબર મૂતિઓને જુદી પાડવાની આ પ્રકારની પ્રથા આધુનિક છે; આગળના સમયમાં ‘ ચક્ષુઓ ચાઢવામાં આવતાં નહોતાં, પણ કોરવામાં આવતાં હતાં. મૂર્તિ ઉપર આ ચક્ષુઓ ચોડવાની પ્રથાએ જૈન મૂતિના સ્વરૂપને ભારે હાનિ કરી છે; તેનું યૌગિક આસન અને ઉંઘાડી દેખાતી આંખાઆ બન્ને સ્પષ્ટપણે પરસ્પરવિરોધી છે. જૈન મૂર્તિનું સ્વરૂપ ધ્યાનસ્થ યોગીનું છે, તેથી તેની આંખો કાંતો બંધ અથવા તે અર્ધનિમિલિત • અડધી ઉઘાડી હોવી જોઈએ અને એમ બને તો જ પ્રશમરસનિમગ્ન’દષ્ટિ યુગ્મપ્રસન્ન' આવું જિનમૂતિની આંખોનું શાસ્ત્રાકારોએ
૫૫
કરેલું વર્ણન સાર્થક બને. આજે તા ચાડેલી આંખાના કારણે જિનમૂર્તિ આપણી સામે ટગરટગર જોતી હોય એમ લાગે છે. જૂની મૂર્તિએની કરવામાં આવેલી આ દુર્દશા જયાં ટાળવી શકય હોય ત્યાં ટાળવી ઘટે છે અને નવી મૂતિઓને આ દુર્દશાનો ભાગ બનતી અટકાવવી ઘટે છે. ભગવાન બુદ્ધની મૂતિની સરખામણીમાં સામાન્ય જનતાને જૈન તીર્થંકરની મૂર્તિ ઓછી આકર્ષક લાગે છે તેનું ખરૂં કારણ આ છે. જૈન શ્વે. મૂ. સંપ્રદાયના આગેવાન આચાર્યને તેમ જ જૈન મંદિરના સંચાલકોને આ બાબત ગંભીરપણે ધ્યાનમાં લેવા અનુરોધ છે. ઉપર જણાવ્યા મુજબ કોરેલાં ચક્ષુઓવાળી મૂર્તિ બનાવીને થાડા સમય પહેલાં વિલેપારલે ખાતે બંધાવવામાં આવેલા નવા જિન મંદિરમાં એક બાજુએ તે મૂર્તિને પ્રતિષ્ઠિત કરવાની શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ પહેલ કરી છે, જે માટે તેમને ધન્યવાદ ઘટે છે અને જેનું અન્યત્ર અનુસરણ થવું ઘટે છે. પરમનંદ ]
9
આભરણિવિધ અને ચક્ષુમુગલ
શાસ્ત્રમાં અવસ્થા—વિશેષ દેખાડવા માટે જિનમૂતિને આભરણ પહેરાવવાનું વિધાન છે. દેવેા દ્વારા સિદ્ધાયતનમાં કરવામાં આવેલી જિનપૂજામાં આભરણ ચઢાવવાના ઉલ્લેખ છે, પરન્તુ આજકાલ તો આ પ્રવૃત્તિ સીમાતીત બની ગઈ છે. માત્ર પ્રક્ષાલન કરવાના વખતે જ મૂતિ ઉપરથી આભરણ ઉતારવામાં આવે છે અને પ્રક્ષાલન પૂરું થતાં વેંત આભરણા પહેરાવવામાં આવે છે. આને લીધે મંદિરોમાં ચારીઓ થાય છે. કંદ કદિ મૂર્તિઓ ખંડિત પણ થાય છે. કહેવાતા ભકતાને આ બાબતનું કોઈ દુ:ખ થતું નથી અને આ અતિપ્રવૃત્તિનું નિયંત્રણ કરવાની નથી કોઈને ચિન્તા થતી. રાયપસેણઈ વગેરે સૂત્રાકત પૂજાવિધાનામાં વજ્રયુગલ પહેરાવવાનું વિધાન આવે છે. આ સૂત્રોક્ત વિધાનને પાછળના આચાર્યોએ ગાથાઓમાં વણી લઈને સત્તારભેદી પૂજાની વિધિ તૈયાર કરી છે, પરન્તુ આ ગાથાઓ ‘શાહવિધિની ટીકા’માંથી ઉદ્ધૃત કરતી વખતે ‘વયુગલ’ના સ્થાનમાં ‘ચક્ષુયુગલ’અસાવધાનીથી લખાઈ ગયું છે. આ પરિવર્તન શ્રાદ્ધવિધિકારનું છે. તેને મુનિશ્રી ક્લ્યાણવિજયજી અનાગમિક આગમ વિરોધી—જણાવે છે. આ કોઈ લેખકની ભૂલનું પરિણામ છે અને તેનું ગીતાર્થોનું દ્નારા સંશાધન થવું ઘટે છે.
મુનિશ્રી કલ્યાણવિજયજીનું આ સંબંધમાં કહેવું છે કે મૂળ ‘વત્થે જુગલ’ના સ્થાનમાં ‘ચકખુજીગલ’ થયું છે એ તે નિશ્ચિત છે. આ ભૂલ કોના હાથે થઈ તેને નિર્ણય કરવાનું અશકય છે. પણ અમારું તો અનુમાન છે કે આ ભૂલના પરિણામે આપણી શ્વેતાંબરપરંપરામાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ ઉપર પછીના સમયથી ચક્ષુએ ચડવાની પદ્ધતિ નીકળી હશે. આ અમારું અનુમાન સત્ય હોય ત ચક્ષુઓ ચોડવાની પ્રવૃત્તિ સંબોધ પ્રકરણ કે જેમાં ‘વત્કૃપુ ગલ’ન પાઠ છે. ત્યાર પછીની અને ‘શ્રાદ્ધવિધિ કૌમુદી’ કે જેમાં ‘ચકખુ યુગલના પાઠ છે તેની રચના એટલે કે સં. ૧૫૦૬ પહેલાંની છે.
આભરણ અને આંગી રાજ્યાવસ્થાની પ્રદર્શક છે. ભગવાનની મૂર્તિ ઉપર આભરણ અને આંગી ચઢાવીને રાજયાવસ્થાનું પ્રદર્શન ઉત્સવે અથવા પર્વના દિવસેામાં શેશભા આપી શકે છે, પણ દર્શનાર્થીઓમાં આવી આંગી કોઈ પણ કાળે વૈરાગ્યભાવ ઉત્પન્ન કરી શકતાં નથી. ચૈત્યવન્દન કરવાવાળા પિંડસ્થ, પદસ્થ અને રૂપરહિતત્ત્વ—આ ત્રણ અવસ્થાઓની ભાવના ક્યા પ્રકારે કરી શકે? આંગી તથા આભૂષણોની નીચે ઢંકાયલા ભગવાનને જોઈને ‘પદસ્થ અવસ્થા’ અથવા ‘રૂપરહિત અવસ્થા’ના ચિન્તનને અવકાશ જ રહેતા નથી. પરન્તુ ‘પિડાવસ્થા’ના ત્રણ પ્રકારોમાં ‘બાલ્યાવસ્થા’ અને ‘શ્રમણાવસ્થાના'ની ભાવનાને પણ