________________
.
૫૬
પ્રભુ
સ્થાન મળતું નથી. માત્ર ‘રાજયાવસ્થા’ની ભાવનાનું ચિંતન કરીને અટકી જવું પડે છે જયારે આપણા શાસ્ત્રકારો હ ંમેશા ત્રણે અવસ્થાની ભાવના કરવાનો ઉપદેશ કરે છે. આ ત્રણ અવસ્થાના પર્યાય નામ ક્રમશ: છાસ્થાવસ્થા, કેવલિત્વાવસ્થા તથા મુકતાવસ્થા છે. ચૈત્યવન્દન મહાભાષ્યમાં આ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે:
“આ રીતે જિનબિમ્બ ઉપર નિશ્ચિલ દષ્ટિ કરીને શુભપરિણામી મનુષ્ય ચૈત્યવન્દન કરતી વખતે ભગવાનની ઉકત ત્રણ અવસ્થાઆનું સારી રીતે ચિન્તન કરવું જોઈએ.”
આ અવસ્થાઓની ભાવનાનું સાધન પૂર્વકાલીન પરિકરવાળી મૂર્તિઓમાં હતું. પરન્તુ સ્નાન - વિલેપનની પદ્ધતિએ પરિકરને હઠાવી દીધું અને તેમ થતાં પ્રાતિહાર્ય ઋદ્ધિનું દર્શન પણ ચાલી ગયું અને પદસ્થભાવના સમાપ્ત થઈ ગઈ. શ્રમણાવસ્થાસૂચક નિકેશ મસ્તક પણ સદાકાળ મુગટવડે ઢંકાયેલું રહેવા લાગ્યું અને મેઢુ પણ કુંડલાદિ વડે અલંકૃત રહેવા લાગ્યું. પરિણામે દર્શનાર્થી સામે માત્ર રાજયાવસ્થાને આકાર રહી ગયો, સિદ્ધાકારના બે આકારમાંથી પહેલી પર્યંકાસન પ્રતિમા જ શ્વેતાંબર મંદિરોમાં હોય છે. પરન્તુ સદા આંગી વડે ઢંકાયેલી રહેતી. મૂલનાયકજીની પ્રતિમાની અમૂર્તત્ત્વાવસ્થા દષ્ટિગોચર થતી નથી અને તેની ભાવનાનું પ્રતીક પણ તિરોહિત થઈ જાય છે.
પૂર્વકાળની પૂજાપદ્ધતિ અતિ સુગમ અને સુખસાધ્ય હતી. જયારથી સર્વોપચારી પૂજાનો પ્રચાર વધ્યો, ત્યારથી તે શ્રમસાધ્ય તથા વ્યયસાધ્ય માત્ર નહિ, પણ નિષ્પ્રાણ જેવી બની ગઈ છે. પહેલાંની પદ્ધતિ વિશેષ પરિણામજનક હતી; પરન્તુ ચૌદમી સદીથી નિત્ય સ્નાનવિલેપનના પ્રચાર બાદ તેમાંથી પ્રાણતત્ત્વ ઘટતું ગયું અને સોળમી સદી સુધીમાં તેમાં અનેક અનિષ્ટ પરિણામો ઉત્પન થવા પામ્યા, જેમાં સૌથી વધારે અનિષ્ટ પરિણામ થયું મૂર્તિપૂજાવિરોધી સંપ્રદાયના ઉદ્ભવ. મૂર્તિપૂજા -નિમિત્તક સામાન્ય હિંસાના વિષય અંગે આચાર્ય હરિભદ્રસૂરિના સમયમાં ઉહાપોહ થયા હતા. તેને શ્રુતધર આચાર્યશ્રીને કુવાના દષ્ટાંતદ્નારા ઉત્તર દેવા પડયા હતા. તાત્કાલિક વિરોધી સ્થિતિના સમાધાન માટે આચાર્યશ્રીને જિનપૂજાના વિષયમાં સૌથી વધારે લખવું પડયું હતું, અને પરિણામે મૂર્તિપૂજા સામેના વિરોધથી મૂર્તિપૂજાને તત્કાળ કોઈ ખાસ હાનિ પહોંચી નહોતી. વિક્રમની તેરમી સદીમાં અંચલગચ્છીય આચાર્યોએ ફળ, નૈવેદ્ય, ધાન્ય તથા દીપક પૂજાનો વિરોધ કર્યો હતો. તેનું પરિણામ પણ શૂન્યમાં આવ્યું હતું. પરન્તુ સર્વ પ્રતિમાઓના નિત્યસ્નાનવિલાપનની પતિ દાખલ થવા બાદ આ વિષયની અતિ પ્રવૃત્તિઓના કારણે લેાકમાનસમાં વિપરીત ભાવનાઓ તીવ્રથી વધીને તીવ્રતર થતી ગઈ, કારણ કે ‘ઉપયોગા ધર્મલક્ષણમ'ની અવહેલના અધિકતમ થતી રહી. આ વિરોધ લેાંકાશાહના નામ ઉપર નોંધાયા. આમ કહેવાનું કારણ એ છે કે લાંકાશાહ કોઈ પ્રસિદ્ધ વકતા તેમ જ નામાંકિત વિદ્રાન નહાતા. ઉપલબ્ધ પ્રમાણેાથી એમ જ સિદ્ધ થાય છે કે તેઓ માત્ર શાસ્ત્ર-લેખક—વ્યવસાયી હતા. પરન્તુ સાધારણ જનતાને અધિક ભાગ ધનવાનોની પૂજા–વિષયક અતિપ્રવૃત્તિઓના કારણે ત્રાસી ઊઠયા હતા અને લાંકાશાહદ્વારા તેમની આંતરિક વિરોધભાવનાનો વિસ્ફોટ થયો હતો. બારમી સદીમાં ‘નિત્ય સ્નાન -વિલેપન’ નું જે દેશવ્યાપી આંદોલન ઊઠયું તેનું આ સૌથી વધારે અનિષ્ટ પરિણામ નિપજ્યું હતું. પરન્તુ મૂર્તિપૂજક વર્ગ આમ છતાં પણ એ કાળે ચેત્યો નહિ અને આજે પણ હજુ ચેત્યો નથી. નવપદ - આરાધના, ઉપધાન, વર્ષીતપ વગેરે વગેરે અનેક રૂપોમાં આ પ્રવૃત્તિઓ ધર્મનું અનિવાર્ય આવશ્યક અંગ બની ગઈ તેમ જ બનતી જતી રહી છે, અને લોકમાનસને ક્ષુબ્ધ બનાવી રહી છે. સોળમી સદીમાં મુસલમાની તથા ઈસાઈ પ્રોટેસ્ટન્ટ ધમે મૂર્તિપૂજાવિરોધી પ્રેરણાને વેગ આપીને મુખર બનાવી તેા આજ કાલ રશિયાના સામ્યવાદ આથી પણ વધારે પ્રમાણમાં મૂર્તિવિરોધને પ્રેરિત કરી રહેલ છે.
જીવન
તા. ૧૬-૪-૬૭
આપણી સરકારની અર્થ તેમ જ ધર્મનીતિ પણ આડંબરી પ્રદર્શનપછી ભલે તે સામાજિક, રાજકીય અથવા તો ધાર્મિક હાય—આ સર્વ પ્રદર્શનો વિરૂદ્ધ લાકોને ઉશ્કેરી રહી છે, કારણ કે જીવનનિર્વાહ કઠિરતરથી કઠિનતમ થઈ રહ્યો છે. ભૂખે ભજન ન હો હિં ગોપાલા’ની ભાવના આજે જોર પકડી રહી છે. ભગવાન બુદ્ધે ભૂખ્યાની ભૂખ મટાડીને ધર્મના ઉપદેશ આપ્યો તો સંસારમાં બૌદ્ધધર્મીઓ જૈનો કરતાં કેટલા બધા વધી ગયા, જે કે મહાવીરને માનવાવાળા રાજાએ જેટલા મળ્યા હતા તેટલા બુદ્ધને મળ્યા નહોતા. આજે પણ આપણામાં એ દષ્ટિકોણ પેદા થયા નથી કે જૈનધર્મી કોઈ ભૂખ્યો ન રહે. આમ જયાં છે ત્યાં અન્ય લોકો પ્રત્યે કરુણાવૃત્તિ દાખવવાનું તો પૂછવું જ શું? આપણા ધાર્મિક આડમ્બરી ઉત્સવો પણ એ જ પ્રકારના સ્વર્ગના પરવાનારૂપ બની ગયા છે કે જેમ મધ્ય યુગમાં ખ્રિસ્તી લોકો પાપને મોં માંગી ભેટ આપીને પોતા માટે સ્વર્ગના પરવાના લખાવી લેતા હતા. ફરક એટલા જ છે કે આ ધન આપણાં મંદિરોના ભંડારની વૃદ્ધિ કરે છે. પહેલાના ચૈત્યવાસીઓ માફક આપણા સાધુઓ જો કે, કોઈ સંપત્તિના માલીક હોતા નથી, એમ છતાં પણ, આ સંચિત ધનના ખર્ચ કરવામાં નિર્ણાયક મત આજે પણ ધર્માચાર્યોને જ હોય છે. આવી સ્થિતિ લાંબો સમય ચાલી ન જ શકે. સમય જતાં જૈન મુનિ અને જૈન ગૃહસ્થ ચેતી જાય એવી કામના છે.
Y
જો કે આ લેખની પ્રેરણા તથા સામગ્રી અધિકાંશમાં મુનિશ્રી ક્લ્યાણવિજયજીનું સઘ–પ્રકાશિત પુસ્તક શ્રી. જિનપૂજાવિધિસંગ્રહમાંથી લેવામાં આવી છે, પરન્તુ આ લેખ માટે લેખક જ સંપૂર્ણપણે જવાબદાર છે, અન્ય કોઈ નહિ. મુનિશ્રીના અભિપ્રાયને વ્યકત કરવામાં જે કાંઈ ભૂલચૂક અને પ્રમાદ થયો હાય તો તે માટે મુનિશ્રીના હું ક્ષમાપ્રાર્થી છું.
અનુવાદક: પરમાનંદ
મન રે... (ગાન)
મન રે, તારૂ ગૂંજન તે શા રાગે? આવડે એ તે! લાગતા ઓછા
નિતનવા સૂર માંગે ..........મન આલાપ તારા આજ અધૂરા, બીનતારે ઝણકાર ન પૂરા, સાય અધીરા મન, તને સહુ
સૂર પુરાણા લાગે; આવડે એ તે લાગતા ઓછા નિતનવા સૂર માંગે !.........મન ચંચલ તારી ચાલ નિરાળી, કોઈ તાને એકતાલ ન ભાળી,
ઝૂલતી યે
ઝીલાનું
જાગે;
સ્પંદન આવડે એ તો નિતનવા
ઓછા
માંગે ..........મન
ગીતા પરીખ
દીક
એવું
લાગતા
સૂર
મૂળ હિંદી શ્રી કસ્તુરમલ બાંડિયા
વિષયસૂચિ કરુણાનું અમૃત આગમવાણી ચૂંટણી પક્ષના બે મહિના બિહારની પ્રજાની વહારે ધા ! ગારક્ષાના પ્રશ્નની જટિલતા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સ્વામી સત્યભકતના પરિચય પુનર્જન્મની માન્યતા અંગે વિચારણા જૈન પૂજાવિધિમાં અપેક્ષિત પાયાનું સંસ્કરણ
મન રે... (કાવ્ય)
મહાપ્રસ્થાનના પથ ૫૨-૨૪ આત્માનું આત્મા સાથે મિલન
પૃષ્ઠ
ઉમાશંકર જોષી
૨૪૭ ૨૪૮
ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૪૯ મુનિયાવિન્યજી ૨૫૦ નવલભાઈ શાહ
પરમાનંદ
૨૫૧ પર
કાકા કાલેલકર
૫૫
કસ્તૂરમલ બાંર્ડિયા ગીતા પરીખ ૨૫૬ પ્રબોધકુમાર સંન્યાલ ૨૫૭ કિશાર
૨૫૯
૨૫૪