________________
૨૫૪
પ્રબુદ્ધ જીવન
પુનર્જન્મની માન્યતા અંગે વિચારણા
(જાન્યુઆરી માસના અખંડઆનંદમાં ગાંધીજીના પુનર્જન્મ અને અવતાર” એ મથાળા નીચે પ્રગટ થયેલ કાકાસાહેબ કાલેલકરના લેખમાંથી ઉદ્ધૃત).
હું પૂર્વજન્મમાં માનું છું એટલે કે અનેક માણસને એના વર્તમાન ભવ પહેલાં અનેક જન્મ મળેલા હોવા જોઈએ અને આ ભવ પૂરો કર્યાં પછી અનેક જન્મ લેવાનું પણ માણસના ભાગ્યમાં હાઈ શકે છે. આમ, પૂર્વજન્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખવા છતાં, એને વિષે ખાસ જાણવાની ઈચ્છા મને થતી નથી. ઈશ્વરે માણસ પાસેથી એના પૂર્વભવનું જ્ઞાન છૂપું રાખ્યું છે એ સારું છે એમ માનવા તરફ મારું વલણ છે—જો કે હું જાણું છું કે પુરાણામાં માણસના પૂર્વજન્મની અસંખ્ય વાતો ડગલે અને પગલે આવે છે. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે, “મારા અનેક જન્મો થયા છે અને તારા પણ થયા છે, પણ અર્જુન, તું તે જાણતો નથી.”
ભગવાને એમ નથી કહ્યું કે “ચાલ, હું તને તારા પૂર્વભવા વિષે વિગતે કહું છું.”
કર્મના સિદ્ધાન્તમાં માન્યા પછી અનેક જન્મના સિદ્ધાન્તમાં માન્યા વગર છૂટકો જ નથી હોતા, સનાતન વૈદિક ધર્મના, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો સામાન્યપણે જન્માન્તરમાં માને છે. કેટલાક પારસીઓ કહે છે કે અમારા ધર્મમાં પણ જન્માન્તર ઉપર વિશ્વાસ રખાય છે. ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મ આપણી પેઠે પુનર્જન્મમાં માનતા નથી એમ મનાય છે, જો કે દેશી અને પરદેશી કેટલાય બિનહિન્દુ પુનર્જન્મમાં માનતા દેખાય છે.
માણસને આ ભવે પૂર્વભવનું જે સ્મરણ હોય છે તેને આપણા ધર્મમાં જાતિસ્મરણજ્ઞાન કહ્યું છે. ઉપર કહ્યું છે તેમ આપણા ધર્મગ્રંથોમાં અને ઈતિહાસ–પુરાણોમાં પુનર્જન્મની વાતા ડગલે ને પગલે આવે છે. તે વાતો સાચી જ છે એમ માનવાનું કારણ નથી. પુરાણામાં આવતી અનેક ક્થાએ કાલ્પનિક બોધકથાઓ હોય છે. પુનર્જન્મ ઉપર આપણા લોકોના દઢ વિશ્વાસ હોઈ, ધર્મબોધ માટે ગમે તેવી કાલ્પનિક થાઓ ઉપજાવી કાઢવી એ આપણા લોકો માટે સ્વાભાવિક અને સહેલું કાર્ય છે. એ બધી વાર્તાઓ સાચી છે, ખરેખર બનેલી છે એમ ભાળા લોકો માને છે. તેઓ જાણતા નથી એમાંથી કેટલી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે અને માણસ ખોટે રસ્તે પણ ચડે છે. સ્વર્ગના એક દેવના મનમાં કલ્પના ઊઠી કે આ ભવે જે મારી માતા છે તે પછીના ભવમાં, સંભવ છે કે, મારી કાન્તા પણ થશે. એક કિસ્સા હું જાણું છું કે જેમાં એક માણસે પોતાના ગુરુ ને પૂછ્યું કે, “તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશાં ચાલું છું, છતાં કેમ મારું મન એક પરસ્ત્રી પ્રત્યે આટલું જોરથી આર્ષાય છે.” ગુરુ મહારાજે પોતાના પ્રિય શિષ્યને મુંઝવણમાંથી મુકત કરતાં કહ્યું કે, “મને એમાં આશ્ચર્ય નથી થતું. પૂર્વજન્મમાં તમે બન્ને પતિ-પત્ની હતાં. એટલે જ તમારી વચ્ચે આટલું આકર્ષણ છે.”
એક ભવના સંબંધો શુદ્ધ રીતે સાચવતાં માણસને કેટલી બધી મુશ્કેલી પડે છે, ત્યાં પૂર્વભવના સંબંધો જાણી એમને વફાદાર રહેવાનું માથે આવે તે માણસની શી વલે થાય ? અને પૂર્વજન્મ વિષેની વાત સાચી જ છે એ તો શ્રદ્ધાથી જ માની લેવાનું ને ? એમાં કોકવાર છેતરપીંડી હોવાના સંભવ રહે છે. ઘણી વાર કેવળ કલ્પના જ હોય છે અને શ્રદ્ધાથી માણસ માને છે કે એ વાત સાચી હોવી જૅઈએ. એટલે હું તે પૂર્વજન્મમાં અને પુનર્જન્મમાં માનવા છતાં એને અંગે કશી જિજ્ઞાસા સેવતા નથી.
“જ્ઞાનપ્રાપ્તિનું કોઈ સાધન હાથ આવે તો તેના જોરે મળે તેટલું જ્ઞાન મેળવવું જોઈએ. કોક વખતે એમાંથી ઘણા લાભ થવાના. જ્ઞાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાનથી કોઈને નુકસાન થવાનું નથી.'' ઈત્યાદિ વૈજ્ઞાનિકોની શ્રાધ્ધા હું જાણુ છું. અને તેથી પૂર્વ
તા. ૧૬-૪-૬૭
જન્મની શોધ કરવા પાછળ પડેલા અતિમાનસશાસ્ત્રી (અંગ્રેજીમાં જેમને પેસાઈકોલોજિસ્ટ કહેવામાં આવે છે) પ્રત્યે મારા મનમાં સહાનુભૂતિ અને આદર છે, અને છતાં જ્યારે લોકોને મોઢે પૂર્વજન્મની કે જન્માન્તરની વાતો સાંભળું છું, ત્યારે એને વિષે મારા મનમાં કુતૂહલ જાગતું નથી અને એ દિશામાં તપાસ કે શેાધ કરવાનું મન થતું નથી. આને હું મારી કેવળ મર્યાદા માનું છું. પૂર્વજન્મની વાર્તાઓ નાનપણથી એટલી બધી સાંભળી છે કે હું તેથી ધરાયો છું. કાકા કાલેલકર
પૂરક નોંધ
ઉપરના લખાણમાં કાકાસાહેબે પુનર્જમની માન્યતા અંગે જે વિચારણા રજૂ કરી છે તેનું નીચેની અંગ્રેજી ઉકિતમાં આપણને સચોટ સમર્થન મળે છે : -
"It is folly to be wise where ignorance is bliss" જ્યાં અજ્ઞાન સુખકર છે ત્યાં ડાહ્યા થવું—વધારે ઝીણવટથી ચકાસણી કરવી—એ મૂર્ખાઈ છે.
પૂર્વજન્મનું સામાન્ય માનવી માટે કોઈ પણ કાળે સ્પષ્ટ, વિશ્વસનીય અને સ્થાયી જ્ઞાન શકય નથી. પૂર્વજન્મના સ્મરણના કિસ્સાઓ અપવાદરૂપ કિંદ દિ આપણા સાંભળવામાં આવે છે. આ કિસ્સાઓમાં ઉપસ્થિત થયેલું પૂર્વજન્મનું સ્મરણ ધુમ્મસથી આચ્છાદિત એવા કોઈ સ્થૂળ દૃષ્ય જેવું હોય છે. તે દેખાય છે છતાં પૂરું ન દેખાવા જેવું હોય છે; તેની વિગતો પુરી વિશ્વસનીય હોતી નથી. અને આવું જ્ઞાન અલ્પકાલીન હેાય છે; જોતજોતામાં તે જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય છે. વસ્તુરિથતિ આવી હોવાથી પૂર્વજન્મના તથ્યને અથવા તત્ત્વને સ્વીકારવા છતાં, તે જાણવા પાછળ ફાંફા મારવા એ કોઈ પણ રીતે લાભપ્રદ નથી. જે વ્યકિતવિશેષ આ વિષયનું વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવા માગતી હોય તેની વાત જુદી છે. પણ સામાન્ય માનવીએ પુનર્જન્મ અંગે અનુમાનપ્રાપ્ત શ્રદ્ધાથી સંતોષ નાનવા અને એના ઊંડાણમાં ઉતરવાના પ્રયત્ન ન કરવા એમાં જ તેનું શ્રેય છે.
અહિં એક બીજો પ્રશ્ન પ્રસ્તુત બને છે. ધારો કે કોઈ અમુક વ્યકિતને જોતાં અને તેના વિશેષ પરિચયમાં આવતાં, આપણામાંના કોઈના દિલમાં એવું તીવ્ર સંવેદન—જાણે કે પૂર્વજન્મના સ્મરણ ઉપર આધારિત હોય તે પ્રકારનું ઉત્કટ સંવેદન—થાય કે તે વ્યકિત તેની પૂર્વજન્મની માતા છે, ભગિની છે, પત્ની છે, અથવા પિતા છે—તો તે વ્યકિત અંગે આ જન્મમાં તેણે કઈ રીતે વિચાર કરવો ?, તે વ્યકિત વિષે પૂર્વસ્મરણને સુદઢ કરીને તેની પ્રત્યે તે પ્રકારન ભાવ ધારણ કરવા અને વ્યવહાર આચરવેશ કે તે સ્મરણને મનમાં એમ ને એમ સમાવી દેવું અને જરા પણ આગળ ન વધવું ? આવી પરિસ્થિતિમાં એ સ્મરણને જરા પણ ઉત્તેજન ન આપવું અને ઊગ્યું એવું જ દબાવી દેવું—એમાં જ આપણું, તે વ્યકિતનું અને બંને સાથે સંબંધ ધરાવતા સમાજનું શ્રેય છે. પૂર્વજન્મના એવા કોઈ સંબંધના બન્નેના મૃત્યુ સાથે અન્ત આવી ગયો છે અને તે સગપણ સંબંધને અદ્યતન જીવન સાથે કશે પણ સંબંધ નથી એમ સુદઢપણે સ્વીકારવું, વર્તવું અને વિચારવું ઉચિત છે. આ અન્યથા વર્તનાર અને વિચારનાર પોતાના ચાલુ જીવનમાં નવી ગુંચે અને કર્તવ્યધર્મને લગતી નવી અથડામણેા પેદા કરે છે અને બન્ને પક્ષ માટે અનિચ્છનીય અને કદિ કદિ વૈમનસ્યયુકત વાતાવરણ ઊભું કરે છે.
આ મુદા ઉપર જ થોડા દિવસ પહેલાં આચાર્ય રજનીશ સાથે ચર્ચા કરવાનો પ્રસંગ ઊભા થયા હતા. તેમના પણ ઉપર મુજ
બનો અભિપ્રાય હતા.
પરમાનંદ