________________
તા. ૧૬-૪-૬૭
. પ્રબુદ્ધ જીવન
૨૫૩
આ દુનિયામાં તેમનું અવતરણ થયું તે પહેલાંની સ્થિતિ વર્ણ- વતાં સ્વામી સત્યભકત જણાવે છે કે
“મને ટૂંઢા સબ સંસાર, પાઉં સત્યેશ્વરકા દ્વાર 1 ભટક રહા થા વિશ્વ બના હુઆ થા ભાત ! પદ વૈભવ ભી મિલ ગયે, ફિર ભી રહી અશાન્ત નિશ દિન મનમેં હાહાકાર, મને ટૂંઢા સબ સંસાર! ”
આમ પિતાની પુણ્ય પિટલી લઈને સ્વામીજી નિયતિના દરબારમાં પહોંચ્યા. નિયતિએ તેમનો પુણ્યસંચય જોઈને જણાવ્યું કે:
“ચાહે બન લે ઈન્દ્ર તુમ, ચાહે લ સામ્રાજય! ચાહે તે રાજા બનો, સાત જન્મ લો રાજય!
તુમ્હારા બહુ પુણ્યભંડાર.” સ્વામીજીએ જવાબ આપ્યો કે, “મને ભેગ, વૈભવ, રાજય, કીર્તિ, કશું ન જોઈએ. મને તે જોઈએ -
સત્યલોકમે ગતિ મિલે, દેખ સકું ભગવાના સત્યેશ્વરકા દૂત બનું, કરૂં સત્યકા દાન ” આ અભિલાષ સિદ્ધ કરવામાં ગરીબી, અપમાન, આફત ખૂબ સહન કરવું પડશે, એમ કહીને આવો મનોરથ છોડવા નિયતિ તેમને ઘણું સમજાવે છે, પણ સ્વામીજીને તે સત્યેશ્વરનાં દર્શન અને સત્યના પ્રચાર સિવાય બીજું કશું ખપનું નથી, એટલે નિયતિ આશીર્વાદ આપે છે કે:
“સત્યેશ્વર કી સાધના, કરો વીર ભરપૂર 1 જો હે બહાર કી કમી, વહ ભી હોગી દૂર
કૃતિમય બને તુમારા ધ્યાના
જાઓ જાઓ હે મતિમાન ” આ રીતે નિયતિનું વરદાન પામીને સ્વામીજી વિદાય થાય છે અને સ્વેચ્છાએ પ્રાપ્ત કરેલી તીવ્ર ગરીબીથી જીવનને પ્રારંભ
એક ભારે મૂંઝવણ અનુભવે છે અને તેના નિકાલ માટે ભગવાન સત્યāર સમક્ષ ફરીથી તેઓ ઉપસ્થિત થાય છે અને જણાવે છે કે:
“આદેશ આપકા પ્રભુ મસ્તકસે વન્દનીય હય મુઝ કો. પર આત્મશ્લાઘા કી લજજા મુઝ કે સતા રહી હૈ અબ છે પૈગંબર તીર્થંકર ખૂદ હી ખુદ કો ભલા કહું કૈસે દુવિધા યહી રહી હૈ, ઈસ પર આદેશ દીજિયે મુઝકો. સત્યેશ્વરને હંસકર મુઝ કે વાત્સલ્ય ભાવસે દેખા ફિર કરુણા કર બોલે તેરા યહ વિનય દેખકર ખુશ હું પર ઈસમે કયા લજ્જા, ભારી કર્તવ્ય હ તુઝે કરના ઉસકે હિ માફક યદિ કહે જગત તે તુમે લજાના કયા તીર્થંકર પૈગંબર જબ તૂ બન જાયગા સુકા તબ જગ ખુદ હી મુખસે તુઝ કે ઈસ નામસે પૂકારેગા પૈગમ્બર તીર્થંકર પ્રચલિત હો જાય નામ જબ જગમે. તબ કયા લા ઈસમે, નિજ મુખ સે ભી કભી કહ જાયે”
આમ ભગવાન સત્યેશ્વરનાં વચનથી સમાધાન પામીને સ્વામી સત્યભકત મૃત્યુલોકમાં પાછા આવે છે અને વર્ષોથી જગદુદ્ધારનું પયગંબર કાર્ય - તીર્થકર કૃત્ય - કરી રહ્યા છે. આવી લોકોત્તર વ્યકિત આજે રાષ્ટ્રપતિપદ ઉપર આવીને ભારતની જનતાની સેવા કરવા માંગે છે એ ભારતના જ અહોભાગ્ય લેખાય.
ન પામીને
જે રાષ્ટ્રપતિ નકર કૃત્ય જ છે અને
વર્ષો વીત્યા બાદ, તેઓ પોતાની જીવનકથામાં વર્ણવે છે તે મુજબ, સંભવ છે કે ૩૫ વર્ષની ઉમર આસપાસ, આધ્યાત્મિક સાધનાના બળે સ્વામી સત્યભકત ભગવાન સત્યેશ્વરના ધામમાં પહોંચે છે અને સત્યેશ્વરનાં સાક્ષાત દર્શન કરે છે. સત્યેશ્વર સ્વામીજીને પૂછે કે છે તારે શું જોઈએ છે? સ્વામીજી જણાવે છે કે મને માત્ર ચાર વર આપો: (૧) સત્ય શોધની શકિત, (૨) હું આપને પયગંબર બનું, (૩) સત્યલેકમાં જયારે ઈચ્છું ત્યારે પ્રવેશી શકું (૪) દેવના દરબારના દર્શન કરું.” આગળ ચાલતાં સ્વામીજી જણાવે છે કે:
સુનકર મેરે ઉદ્ગાર હુએ ખુશ સ્વામી, બોલે, બેટા, તું બના સત્યપથગામી, પૈગંબર કા ભાર ઉઠા લેગા તું, સબ વિદન પ્રલોભન જીત સત્ય દેગા તું. જા કર જગ કો પૈગામ સુના દે મૈર, સંજ્ઞાન જયોતિ દે, જન્મ સફલ હો તેરા. દેતા હું ચારે વરદાન, પૂરે હો અરમાન. સત્યભકત છે. તેરા નામ, સત્યભકિત હે તેરા કામ, પૈગંબર બન દે પૌગામ, બહુત કઠિન હે તેરા કામ,
કરના ચાહે જબ વિશ્રામ, મેરા ખુલા હુઆ હ ધામ.” આ પ્રમાણે વરદાન પામ્યા બાદ એ સત્યેશ્વરના ધામમાં વસતા ભૂતકાલીન પયગંબરો – રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, મહમદ, કાર્લ માર્કસ અને જરથુસ્ત – પ્રત્યેકની અનુક્રમે સ્વામીજી મુલાકાત લે છે અને પ્રત્યેકની સાથે ચર્ચાવાર્તા અને વિચારવિનિમય કરે છે. આ પયગંબરના મીલન બાદ મર્પલેકમાં આવવા પહેલાં સ્વામીજી
રેવન્ડ ચાર્લ્સ ડબીટર અને મીસીસ એનીબેસન્ટ બન્નેએ સાથે મળીને શ્રી કૃષ્ણમૂર્તિને જગષ્ણુરૂ બનાવવાનું અને એ રીતે તેમને દુનિયા પાસે સ્વીકાર કરાવવાને કેવો પ્રપંચ કરે એ ઘટનાની વિગત પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં પ્રગટ થઈ ચૂકી છે. અહીં તે સ્વામી સત્યભકતજી ખુદ પોતે જ પોતાને એક પયગંબર માનવા - મનાવવાની ધૃષ્ટતા કરી રહેલ છે અને અનુયાયી ભકતોની મદદ વડે પિતાને પ્રચાર કરવા મથી રહેલ છે. આથી સંતોષ ન માનતો, હવે તેમને ભારતના રાષ્ટ્રપતિ બનવાની ઘેલછા લાગી છે અને તે પદ માટેની ઉમેદવારીનું હાસ્યાસ્પદ નાટક તેઓ ભજવી રહેલ છે. કોઈ પણ મને વૈજ્ઞાનિક પટે, આજના જમાનામાં પોતે પયગંબર હોવાની વાત કરનાર સત્યભકતજી એક પડકારરૂપ સમસ્યા છે. માનવીનું મન અને મગજ સ્વાભાવિક ભૂમિકા છોડીને અસ્વાભાવિકતા તરફ-normal state માંથી abnormal તરફ આગળ વધતે વધતે કઈ હદ સુધી જઈ શકે છે તેનું દાંત તેમનામાં
પણને જોવા મળે છે. નર્યો દંભ અથવા તે ઘેરી ભ્રમણા અને ઘમંડની પરાકાને અજબ નમુને સ્વામી સત્યભકતજી ૨જુ કરી રહેલ છે.
આ સત્યભકતજીને ‘સત્ય” શબ્દને કઈ અજબ વળગાડ લાગે છે. સત્યનું તેમને ન સમજી શકાય એવું - Obcession અભિનિવેશથયેલ છે. પોતાનું નામ દરબારીલાલ હ. તે બદલી તેમણે સત્યભકત રાખ્યું છે. તેમના આ કામ તું નામ સત્યાશ્રમ છે. એ આશ્રમમાં ઊભું કરવામાં આવેલ સર્વધર્મસમભાવ સૂચવતા મંદિરમાં સત્ય અને અહિંસાની મૂર્તિઓ સાથે પોતાના માનેલા પયગંબરો રામ, કૃણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, જરથુસ્તની મૂતિઓ અને મકા-મદીનાનું એક ચિત્ર મૂકવામાં આવેલ છે. તેનું નામ ‘સત્યાર’ અથવા ‘સત્ય મંદિર રાખવામાં આવ્યું છે. તેમના માસિકનું નામ ‘સત્ય સંદેશ” છે અને તેમનું લખેલું સાહિત્ય ‘સત્ય-પાહિત્ય'ના નામથી ઓળખાય છે અને તેમના એક પ્રચારક અથવા ગણધર જેવા અયોધ્યાવાસી મિત્ર લાલજીભાઈ છે તેઓ પણ “સત્ય-સ્નેહી’ ની અટકથી ઓળખાય છે. આમ “સત્ય” શબ્દનું લેબલ જ્યાં ત્યાં લગાડવાથી સત્ય નજીક આવતું હશે કે દૂરનું દૂર જતું હશે એ પ્રશ્ન છે. આ પ્રશ્નને ઉત્તર ન માની શકાય, ન સ્વીકારી શકાય એવા ચમત્કારથી ભરેલા તેમના “દિવ્ય દર્શન’માંથી મળી રહે છે. અ. છે સ્વામી સત્યભકતને પરિચય અને આ છે તેમની પયગંબરલીલા !
પરમાનંદ