________________
૨૫ર
પ્રભુનૢ જીવન
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સ્વામી સત્યભકતના પરિચય
આગામી મે માસની છઠ્ઠી તારીખે ભારતના રાષ્ટ્રપતિ તથા ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ પદ માટે ચાલુ એપ્રિલ માસની ૧૩ મી તારીખ સુધીમાં ઉમેદવાર વ્યકિતઓનાં નામની સરકારી દફતરે નોંધણી થવાની હતી. ઈચ્છવાયોગ્ય તો એ હતું કે બધાં રાજકીય પક્ષા એકમત બનીને પ્રત્યેક પદ માટે એક એક વ્યકિતનું નામ રજૂ કરે અને કશી પણ સ્પર્ધા અથવા હરીફાઈ સિવાય સર્વાનુમતે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અથવા તો નિમણૂક થાય. પણ આવી એકમતી નહિ સધાવાના કારણે પ્રસ્તુત સ્પર્ધા અનિવાર્ય બની છે. આજના રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને, જો તેમને ચૂંટવામાં આવે તો, એ પદ ઉપર ચાલુ રહેવાની ઈચ્છા દર્શાવી હતી, પણ આ સંબંધમાં કોંગ્રેસ તથા બાકીના વિરોધ પક્ષ) તરફથી જુદાં જુદાં નામેા રજૂ થતાં અને આ માટે તીવ્ર રસાકસી જેવી પરિસ્થિતિ ઉભી થતાં, તેમણે ફરીથી ચૂંટાવા અંગે પોતાની અનિચ્છા દર્શાવી છે. તેમને બાદ કરતાં, છાપાંઓ દ્વારા મળતી ખબર મુજબ, રાષ્ટ્રપતિ પદ માટે કુલ વીશ નામે નોંધાયા છે, જેમાં વર્ધાના સ્વામી સત્યભકતને સમાવેશ થાય છે. આમાં કોન્ગ્રેસ તરફથી ડૉ. ઝાકીર હુસૈનનું નામ અને સંસદના ગર્વ વિરોધપક્ષાએ એકઠા થઈને તેમના તરફથી સુપ્રિમ કોર્ટના ચોફ જસ્ટીસ શ્રી સુબ્બારાવનું નામ સૂચવવામાં આવ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસ તરફથી માઈસેારના રાજ્યપાલ શ્રી વી. વી. ગિરિનું નામ અને સંસદના સર્વ વિરોધપક્ષ તરફથી અલીગઢ યુનિવર્સિટીના અધ્યાપક મહમદ હબીબનું નામ સૂચવવામાં આવ્યું છે.
ઉપર જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિપદ માટે પેાતાની ઉમેદવારી જાહેર કરનાર સ્વામી સત્યભકતે, જો પોતાને એ પદ ઉપર નિયુકત કરવામાં આવે તે તે કેવી નીતિ ધારણ કરશે, ભારતની પ્રજાની કંઈ રીતે સેવા કરશે, દેશના બધા રાજકીય પક્ષેા સાથે મેળ સાધીને ભારતના રાજકારણી નાવનું પોતે કેવી રીતે સંચાલન કરશે એના વિગતવાર ખ્યાલ આપતું એક ઉદ્ઘાષણાપત્ર તાજેતરમાં બહાર પાડયું છે. રાજકારણના ક્ષેત્રે તદ્દન અપરિચિત એવી આ તે કોણ મહાન વ્યકિત છે કે જેના મગજમાં આવી મહત્ત્વાકાંક્ષા પેદા થઈ છે, જે આવા મહત્ત્વના સ્થાન માટે પોતાને સુયોગ્ય અધિકારી માને છે તેવા પ્રશ્ન અનેકના દિલમાં કુતૂહલ પેદા કરશે. આ કુતૂહલને તૃપ્ત કરવાના હેતુથી તે વ્યકિતવિશેષનો પરિચય નીચે આપવામાં આવે છે.
તા. ૧૬-૪-૧૯
મધ્ય પ્રદેશમાં આવેલા શાહપુર ગામમાં ઈ. સ. ૧૮૯૯ના નવેમ્બર માસમાં એક અત્યન્ત ગરીબ એવા એક દિગંબર જૈન કુટુંબમાં તેમના જન્મ થયેલે પિતાનું નામ નાન્ડુલાલ; માતાનું ગૌરી. બાળકનું નામ દરબ રીલાલ પાડવામાં આવેલું. ચાર વર્ષની ઉમ્મરે તેમણે માતા ગુમાવી, બાર વર્ષની ઉમ્મરે તેમનું કુટુંબ સાગર શહેરમાં આવીને વસ્યું અને દરબારીલાલે સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ કર્યો. એ દરમિયાન માતાના અભાવમાં તેમને ઉછેરનાર ફઈ સ્વર્ગવાસ થયા. ચૌદ વર્ષની ઉમ્મરે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમની બુદ્ધિ ભારે તેજસ્વી હતી. તેમના અભ્યાસ ખૂબ આગળ વધી રહ્યો હતો. ૧૯ વર્ષની ઉમ્મરે તેમણે ક્લકામાં લેવાતી ‘ન્યાયતીર્થ’ની પરીક્ષા પસાર કરી અને કાશી વિદ્યાલયમાં શ. ૩૫ ના પગારે તેઓ નિમાયા. તેઓ સ્વતંત્ર અને સુધારક વિચારના હાઈને અને પ્રસંગેાપાત પોતાના વિચારોની નિડરપણે રજુઆત કરતા હોઈને તેઓ કાશીમાં હતા તે દરમિયાન સ્થાનિક સ્થિતિચુસ્ત સમાજની ઠીક ઠીક અથડામણમાં આવેલા. જીવનના બદલાતા સંયોગે તેમને ૨૧ વર્ષની ઉમ્મરે ઈંદોર લઈ ગયા. એક કુશળ દાર્શ
નિક અને અધ્યાપક તરીકે તેમની ખ્યાતિ ચોતરફ ફેલાવા લાગી. સમય જતાં તેઓ મુંબઈ આવ્યા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ધામિક અધ્યાપક તરીકે તેમણે કેટલાંક વર્ષ સેવા આપી. તેમના આ મુંબઈ નિવાસ દરમિયાન મને તેમની સાથે ઠીક ઠીક પરિચયમાં આવવાનું બનેલું અને તેમની બુદ્ધિપ્રભાથી હું પ્રભાવિત થયેલા. તેઓ સમર્થ વ્યાખ્યાતા છે, મર્મસ્પર્શી વિવેચક છે, સ્વતંત્ર ચિન્તક છે, અને જૈન ધર્મતત્ત્વના ઊંડા અભ્યાસી છે—એ રીતે તેમને હું ઓળખતા થયા.
સમય જતાં તેમણે મુંબઈ છેડયું અને વર્લ્ડ જઈને તેઓ વસ્યા અને શરૂઆતમાં સ્વ. શેઠ જમનાલાલ બજાજના અનુમોદનથી અને પં. દરબારીલાલજીના ભકત ઉપાસક જેવા શેઠ ચિર જીલાલજી બડજાતેના સહકારથી, ૧૯૩૬ની સાલમાં સર્વધર્મ સમભાવના આદર્શ ઉપર આધારિત, એવા એક આશ્રમની તેમણે સ્થાપના કરી અને તેને ‘સત્યાશ્રમ' નામ આપવામાં આવ્યું. સાથે સાથે તેમણે ‘સત્યસંદેશ’ નામનું માસિક શરૂ કર્યું અને તેમનાં અનેક લખાણા પુસ્તકાકારે પ્રગટ થવા લાગ્યાં. સત્યના અનન્ય ઉપાસક હાવાના તેઓ દાવો કરવા લાગ્યા અને એ દાવાની પરિપૂતિરૂપ પોતાની જાતને પણ પં. દરબારીલાલજીના સ્થાને ‘સત્યભકત’ના સૂચક નામથી તેઓ ઓળખાવવા લાગ્યા. એ વર્ષોમાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમને વ્યાખ્યાન આપવા માટે અવારનવાર નિમંત્રણા આપવામાં આવતાં. તેમના મૌલિક ચિન્તન વડે અને અસાધારણ વક્તૃત્ત્વના કારણે શ્રોતાઓ તેમના વિષે મુગ્ધતા અનુભવતા.
અહિં એ જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે ગાંધીજી એ જ વર્ષોમાં વર્લ્ડની બાજુએ આવેલા સેવાગ્રામમાં વસતા હતા; વિનાબાજીની કર્મભૂમિ પણ એ જ બાજુએ હતી. પણ એ બધું વર્ધાની એક દિશાએ હતું; ખં. દરબારીલાલજીની અથવા તો સ્વામી સત્યભકતની વસાહત વર્ષાની બીજી દિશાએ હતી. અને એવું જ અન્તર ગાંધી - વિનાબા અને દરબારીલાલજીનાં વલણ અને વિચારસરણીમાં ઊભું થયું હતું.
સમયના વહેવા સાથે દરબારીલાલજી અથવા સ્વામી સત્યભકત પાતા વિષે એમ માનવા અને મનાવવા લાગ્યા કે આજ સુધીમાં તેમના અભિપ્રાય મુજબ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, મહમદ, જરથ્રુસ્ત અને કાર્લ માર્કસ એ મુજબના પયગંબરો થયા છે અને પોતાનું કાર્ય કરીને વિદાય થયા છે અને હવે તેમની હરોળના આધુનિક જગતના તેઓ પોતે એક અને અનન્ય પયગંબર પેદા થયા છે અને ભગવાન સત્યેશ્વરના સંદેશા જગતને સંભળાવવો પહોંચાડવા એ તેમના જીવનનું મિશન—ધર્મકાર્ય બન્યું છે. આ ભાવભકિતથી તેમને પૂજતા ઉપાસતા અનુયાયીઓનું એક નાનું સરખું મંડળ કેટલાંક વર્ષોથી ઊભું થયેલ છે અને તેમના આ ધર્મકાર્યને ગણ્યાંગાંઠયા પ્રચારકો અહિતહીં ઠીક ઠીક પ્રચાર કરી રહેલ છે.
આ સત્યભકતજીની પયંગરપ્રાપ્તિ અંગે સવિશેષ પ્રકાશ પાડે તેવું ‘દિવ્ય દર્શન’ એ નામનું ૧૮૫૦ પંકિતઓનું હિન્દી ભાષામાં એક મહાકાવ્ય તેમના તરફથી બે વર્ષ પહેલાં બહાર પાડવામાં આવ્યું છે અને તેની અંદર પેાતાના જન્મથી માંડીને પયગંબરપ્રાપ્તિ સુધીના આત્મવૃતાન્ત તેમણે આલેખ્યો છે. આ કાવ્યકથા ભારે રોચક અને રસાળ છે. હિન્દી ભાષા અને કાવ્યરચના ઉપરના તેમના પ્રભુત્ત્વના આ પુસ્તકમાં આલ્હાદક પરિચય થાય છે. સ્વામી સત્યભકતની સ્વકલ્પિત મહત્તાના કાંઈક ખ્યાલ આવે તે હેતુથી તેમાંનાં બે ત્રણ પ્રસંગે અહિં ઉતારવા મન થાય છે.