SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪–૧૭ પ્રબુદ્ધ જીવન ૨૫૧ બેગડાએ મહાજનને દરબારમાં બોલાવ્યું, મહાજનને કહ્યું કે, “તમે , મહાજન ગણાઓ છો અને મહાજન તરીકેના હકકો પણ ભોગવે છે, માટે તમારી ફરજ બજાવવાનો સમય આવ્યો છે. મારું ફરમાન છે કે એક મહિનામાં જો દુષ્કાળ માટે નક્કી કરેલાં નાણાં ભેગાં કરીને નહીં આપે તે હવે તમારા નામ આગળ ‘શાહ’ શબ્દ લખે છે, બોલો છો, તે કાયમને માટે બંધ થશે.” બાદશાહે આપેલું અલ્ટિમેટમ મહાજને સાંભળી લીધું, મહાજન ફરતું ફરતું “હડાલા” આવ્યું, ખેમાને મલ્યું, ખેમાને મહાજન ઉપર ઉતરેલી આફત કહી અને દુકાળની વાત સંભળાવી. ખેમાએ એ અલ્ટિમેટમ તરત જ સહર્ષ ઝીલી લીધું અને પિતાના ધનના ઢગલા મહાજનને ચરણે ધરી દીધા અને ‘શાહની અટકને જીવતી રાખી, દુષ્કાળની દારુણ હાલતમાંથી પ્રજાને ઉગારી લીધી. આ પણ જૈન કુલનું રત્ન હતું. આ બન્ને દષ્ટાંતે તમે સહુ યાદ રાખી એને પડઘો પાડજે. મુનિ યશે:વિજયજી ગેરક્ષાના પ્રશ્નની જટિલતા (૧૬ ફેબ્રુઆરીના “વિશ્વવાત્સલ્યમાંથી સાભાર ઉદ્ભૂત) સંપૂર્ણ ગોવધબંધી માટે થયેલા ઉપવાસનાં પારણાં થયાના સમાંચાર સાંભળ્યા એથી અંતરને રાહત થઈ. ગાયને માટે એ નિમિત્તે દેશભરમાં સારું હવામાન તૈયાર થયું. ગાય ભારતીય સંસ્કૃતિનું પ્રતીક અને આર્થિક જીવનને આધારભ છે – એ વાત સૌ કોઈ સ્વીકારે છે. હું વર્ષોથી ગાયોની સેવાનું કામ કર્યું છે અને અનુભવે લાગ્યું છે કે ગેરસેવાનું કામ. આંગણે ગાય રાખવાનું કામ આજે સૌથી વધારે કપરૂં છે; કારણ કે વર્ષોથી ગાયના વૈજ્ઞાનિક વિકાસનું કામ આપણા દેશમાં બંધ થયું છે. પરિણામે વિકસતા વિજ્ઞાન અને જીવન . સાથે ગાયની ઓલાદ આપણે વિક્સાવી શક્યા નથી. દિવસે દિવસે જમીન ઉપર માણસ અને ઢેરને જિવાડવાનું પ્રમાણ વધતું જાય છે. જમીનનું પ્રમાણ તેનું તે છે અને માણસે વધ્યાં છે. આપણા દેશમાં અનાજની ખેંચ છે. પરિણામે વધારે ને વધારે જમીન ખેડાતી ગઈ છે. એટલે પહેલાં ગાય વગડામાં ચરીને આવતી અને સાંજે દૂધ આપતી એ હવે રહ્યું નથી. અશકય બન્યું છે. એટલે ગામડામાં પહેલાં ફકત શન રૂપિયે, શુન આને ને શન પાઈમાં દૂધ મળતું. હવે ગાયને પણ આંગણે બાંધી ગમાણે નીરણ કરે તો જ તે સારી રીતે પોષાઈ શકે અને કોઈ પણ માણસ ગણતરીથી આ કામ કરવા જાય તો ગાય, આજની એની ઉત્પાદનશકિત, ગાયના દૂધના મળતા ભાવમાં પોષાય એવી જ નથી. '' દિવસે દિવસે આપણે ત્યાં ઘાસચારાની અને પાણીની તંગી વધતી જાય છે. છેલ્લાં પંદર વર્ષમાં પશુના ચારાની એકકે એક વસ્તુના ભાવ ત્રણથી ચારગણા વધ્યા છે. એટલે ગોવંશના રક્ષણ માટે જેવો તેવો પુરૂષાર્થ કર્યો ચાલે એવું નથી. સૌથી પહેલી અને પાયાની વાત છે સારી ઓલાદની ગાયો વધારવી. પણ એટલાદ તે એક દિવસમાં સુધરતી નથી. એ કામ ઘણું ખર્ચાળ ને મૂડી રોકનારૂં છે. પણ એ પાયો છે, એને માટે જે કાંઈ ખર્ચ ભેગવીએ એ દેશની શકિત વધારનારું છે. ઘસાઈ ગયેલી ગાય આજની પરિસ્થિતિમાં કોઈને પણ પિયાવાની નથી. એટલે જ્યાં સુધી દેશની એકકેએક ગાય ટંકે ૧૦ રતલ દૂધ આપતી ન થાય ત્યાં સુધી કોઈ પણ ગણતરીપૂર્વક પાલન કરનારને ગાય ન પોષાય, પછી બીજો મુદો એ છે કે દશ રતલ દૂધ મેળવવા માટે એટલે જ પૌષ્ટિક સૂકો ને લીલો ચારે જોઈએ, સારાં સંતુલિત ખાણદાણા જોઈએ. સારી ઓલાદ તે આપણે ગાયના માં આગળ જે કાંઈ નીરીએ તેને કાર્યક્ષમ રીતે દૂધમાં ફેરવી નાંખે. પણ નીરવાનું તે જોઈએ ને? ગુજરાતની મેટા ભાગની જમીન સૂકી ખેતીની છે. માત્ર ચૌદ ટકા જમીનમાં પિયતની સગવડ છે, અને તે પાણીમાંથી બહુ ઓછું પાણી ઘાસચારાના ઉત્પાદનમાં વપરાતું હશે. હું ક્યાં કામ કરું છું ત્યાં એક એરે સરેરાશ ૫૦૦ પૂળા ઘાસથી વધારે ઘાસ ઉત્પન્ન થતું નથી. હવે એક ગાયને સારી રીતે ધરવવા અને તેની પાસેથી પૂરનું દૂધ લેવા માટે જો ઓછામાં એાછા ચાર જ પૂળાની ગણતરી કરીએ તો એક ગાયને સારી રીતે જિવાડવા બે એકર જમીન જોઈએ. વળી ગાય એકલી રહેતી નથી. સારી સચવાયેલી ગાય પંદરમે કે સળગે મહિને વિયાય. એટલે એનાં વાછરડાંને માટે પણ સારો જોઈએ. આટલી સૂકી જમીન આપણે ફાજલ પાડી શકીએ એમ છીએ? ગાયને જિવાડવી એટલે જમીન ઉપર ઘાસચારે પેદા કરો. આ કામ જે કરે તેને જ ખબર પડે કે જેટલું કહેવું સહેલું છે એટલું કરવું અને આર્થિક બંને પાસાં સરખાં કરી કરવું–અઘરું છે. એવી જ વાત ગાયો માટેના ખાણદાણાની છે. ખાણદાણામાં મુખ્યત્વે કઠોળનું ભૂસું જોઈએ, ખેળ જોઈએ. એની કેટલી તંગી છે. છેલ્લાં બે વરસથી હું મારી ગે શાળામાં તુવેર કે ચૂની કે મગ કે મદનું ભૂસું આપી શકતો જ નથી. ખેાળના ભાવ પણ મારે ત્યાં ગાયના દૂધના મણના જેટલા ભાવ ઉપજે છે તેથી વધુ છે. હવે વિચાર કરો કે સારૂ ગેપાલન કરવું હોય તે ગાય જેટલું દિવસનું દૂધ આપે તેથી અડધું ખાણ દૂધ માટે અને અઢીથી ત્રણ રતલ ગાયના પોષણ માટે મૂકવું જોઈએ જ. એ ન મૂકો તો ચાલે જ નહિ. આટલા ખાણની રીતે આંકડા મૂકી જુઓ અથવા અનુભવ કરી જુએ. આ વાત હું સારા ગોપાલનની કરૂં છું, પણ તેથી નિરાશ થવાની જરૂર નથી. ગાયની સેવા આપણી પાસે ઘેડા ત્યાગની, થોડું ઘસાવાની અપેક્ષા રાખે છે. જે કોઈ આંગણે એક ગાય રા. તેની પાસે ઓછામાં ઓછી ૧૦ ગુંઠા પિયતની જમીન હોય અને તેના પર પોષ્ટિક લીલા શારશ બારે મહિના તૈયાર કરવામાં આવે તો જ ગાય અને તેની ઓલાદ અને તે પણ મર્યાદિત પ્રમાણમાં સાચવી શકાય, - ત્રીજો મુદ્દો છે ગાયના દૂધને ભાવ. પહેલાં જે અર્થતંત્ર હતું તેમાં ગાયના દૂધને માટે ખર્ચ નોરતે. હવે તે જે કાંઈ ગાયને આપે છે તેમને માટે ભાગ વેચાતો લેવો પડે છે. અને તે રકમ જે ગાય પાળનારને ન મળે તો તે ગાયને છોડી દેશે. એટલે ગાયનું દૂધ, તેનું બજાર અને તેના ભાવોને પ્રશ્ન આવે જ છે. સામાન્ય રીતે આપણે સૌ ગાયને ચાહીએ, ગાયની માતારૂપે પૂજા કરીએ, પણ ગાયનું દૂધ પસંદ ન કરીએ, અને કરીએ તો એના ભાવ ભેંસના દૂધ કરતાં ઓછા આપીએ. જે આપણી આ મનોવૃત્તિ રહી તે આપણી તીવ્ર ભાવના હોવા છતાં ગાયોની આપણે સાચા અર્થમાં રક્ષા નહીં કરી શકીએ. એટલે ગાયના દૂધનું પોષાય એવા ભાવે બજાર મળવું જોઈએ અને જે કોઈ ગાયની સેવામાં, ગારક્ષામાં માનતે હેય તેણે ગાયના દૂધના પડતરભાવ કરતાં સ્વેચ્છાએ વધુ ભાવ આપવા જોઈએ. કારણકે વર્ષોથી ગાયની જે અવદશા થઈ છે તેને સુધારવા માટે તેને વધુ આપવાની, તેને સારી રીતે પિષવાની જરૂર છે. - આ કામ એકલું સરકારનું નથી. છેવટે તે સરકાર કાયદો કરી ગોવધબંધી કરી શકે. આપણા ગુજરાત રાજયમાં તે એ નિયમન છે. છતાં એની જે રચનાત્મક બાજુ છે તે મારે મન વધારે મહત્ત્વની છે. એ છે સેવાની. હું સેવા શબ્દ પૂરા વૈજ્ઞાનિક અર્થમાં વાપરું છું. માત્ર ભકિત કે લાગણીથી પૂજા કે શહેરમાં એક આને આપી પૂળી ઘાસ નીરે છે એ નહિ; એમાં ભકિત છે, પણ વિજ્ઞાન નથી. જેની આપણે હાથે સેવા કરીએ તે લાંબે વખત સુધી લાચાર તે ન જ રહેવી જોઈએ. એની શકિત. એટલી વધવી જોઈએ કે આપણે ગાયમાતાની સેવા કરીને અને ગાયનાં દૂધ - ધી આપણને પશે. એ કામ કરતાં કરતાં લાંબે ગાળે બે પાસાં સરખાં થઈ રહે એ માટે આપણે સૌ સમજપૂર્વક કામે લાગીએ! નવલભાઈ શાહ - મહાવીર જ્યન્તી અંગે વાયુપ્રવચન એપ્રિલ માસની બાવીશમી તારીખ શનિવારના રોજ રાત્રીના ૭થી ૧૧૫ સુધી એલ ઈન્ડિયા રેડીએના મુંબઈ કેન્દ્ર ઉપરથી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા મહાવીર | જયતી અંગે ભગવાન મહાવીર વિશે વાર્તાલાપ કરશે.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy