SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રભુ હુ જીવન તા. ૧૬-૪-૧૭ નહિ એવા– તે વિચારી શકત. વિરોધપક્ષનું આ વર્તન સર્વથા અયોગ્ય છે અને પસંદગી કરતાં તે કરી, પણ કદાચ વિરોધ પોમાંથી પણ કેટલાકને પસ્તા થતી હશે. તેવી જ રીતે . ઝાક્તિહુસેનની પસંદગી જે રીતે કોંગ્રેસને કરવી પડી તેમાં કેંગ્રેસની નિર્બળતા અને આંતરિક મતભેદ દેખાઈ આવે છે અને તેથી પરિણામ ભયમાં મુકાય છે. આવી રીતે શાસક પક્ષ અને વિરોધપક્ષે વચ્ચે અંતર વધતું રહ્યું છે. પણ છેવટે, વિરોધપક્ષને સહકાર અને સંમતિ એટલે શું ? વિરોધ પક્ષ આ સરકારને તેડી પાડવા જ કટિબદ્ધ થયા છે અને પિતે તેમ કરી શકશે એમ માને છે. પાર્લામેન્ટનું કામકાજ સરળતાથી ચાલે, લેકશાહીની રીતરસમ જળવાય એવી બાબતમાં કદાચ તેમને સાથ મેળવી શકાય. પણ બુનિયાદી બાબત–આર્થિક કે વિદેશનીતિ–તેમાં Consensus સંભવે જ કેમ ? કોંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટપણે જાહેર કરવી જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. એ નીતિ લોકહિતમાં છે તેની પ્રજાને ખાત્રી કરી આપવી જોઈએ. પણ ઉપર જણાવી તે તે રાજકીય કે સત્તાસ્થાનની વાત થઈ. મુખ્ય વસ્તુ તો આર્થિક નીતિની છે. તેમાં નાણાંપ્રધાન શ્રી મેરારજી દેસાઈએ કેટલેક દરજજે પોતાની ભાવિ નીતિ જાહેર કરી છે. અવમૂલ્યાંકનથી દેશને લાભ નથી થશે તેમ તેમણે કહ્યું. પણ એતો હવે હકીકત છે. તેમાંથી લાભ ઊઠાવવા જે પગલાં લેવા જોઈએ તે પગલાં, કેટલાં લેવાય છે તે જોવાનું રહ્યું. તેમણે વિશેષમાં જાહેર કર્યું છે કે (૧) Deficit financing પોતે કોઈ સંજોગોમાં નહિ કરે (૨) Plan within resources-સાધનનાં પ્રમાણમાં યોજના (૩) વધારે કરવેરા નહિ. (૪) રાજ્યોને વધારે પડતા નાણાં (overdraft) બેંકોમાંથી ઉપાડવા દેવામાં નહિ આવે. . બજેટ વખતે આ નીતિ વધારે સ્પષ્ટ થશે, પણ તેને પાયો આ જ હશે. સ્વતંત્ર પક્ષ આવી જ નીતિની હિમાયત કરે છે. વધારામાં, કરવેરા ઓછા કરવા અને અંકુશે નાબૂદ કરવાની તેની માંગણી છે. આ નીતિ મુજબ પ્લાન મોટા પ્રમાણમાં ઓછા કરવા પડે. વિદેશી સહાયે આપણી આર્થિક નીતિ ઉપર ભરડે લીધે છે અને મળતી વિદેશી સહાયને માટે ભાગ અગ ઉ લીધેલ નાણાં તથા તેનું વ્યાજ ભરપાઈ કરવામાં જાય છે તેમ જ વિદેશી સહાયને લીધે તે દેશને માલ-અને અવમૂલ્યાંકનથી વિશેષ–દોઢ-બમણા ભાવે આપણે ફરજિયાત લેવો પડે છે. આ વિષચક્રમાંથી કેમ છવું ? વહેલી તકે સમાજવાદી સમાજરચના કરવાનું જેનું ધ્યેય છે એ પક્ષ શ્રી મેરારજી દેસાઈએ જાહેર કરેલ આર્થિક નીતિથી એ ધ્યેય હાંસલ કરી શકશે? આવી નીતિથી ઝડપભેર આર્થિક પ્રગતિ થશે ? કેંગ્રેસ ૧ ને શ્રીમતી ઈન્દિરા ગાંધીની કેબીનેટ આવી નીતિ સ્વીકારશે ? રાજ્ય નવા કરવેરા નાખવા માગતા નથી, બલ્ક જમીનમહેસૂલ, અનાજરાહત અને બીજી રીતે આવક ઓછી કરે તો over-draft અથવા કેન્દ્રની નાણાંકીય સહાય વિના કેમ ચલાવશે ? ૩૫૦ કરોડની ખાધ છે, કદાચ વધે. લશ્કરી ખર્ચ ઓછા કર નથી. સરકારી વહીવટીખર્ચ ઓછો થતો નથી, લાંચરૂશવતખોરી ઓછી થાય નહિ, વહીવટી કાર્યક્ષમતા વધે નહિ, કુગાવો અટકાવ, મેઘવારી કાબૂમાં લેવી, ઉત્પાદન વધારવું, નિકાસ વધારવી – આ બધા સંજોગોમાં, અને વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તે, પ્રજાના બધા વર્ગોએ—અને ઉપલા વર્ગોએ વિશેષ–મોટા ભેગ આપવા પડશે અને ભારે હાડમારી વેઠવા તૈયાર રહેવું પડશે. પ્રજા પાસેથી આ ભાગ મેળવી શકે અને હસ્તે મુખે હાડમારી વેઠાવી શકે એવી નેતાગીરી છે કે જેથી એવું ઉત્સાહજનક વાતાવરણ આપણે સર્જી શકીએ? શ્રી મોરારજી દેસાઈએ ભારે મેટી જવાબદારી ઉઠાવવાની રહે છે અને આવતું બત?? તેમની, કેંગ્રેસની અને પ્રજાની કટી હશે. આ બધા આર્થિક પ્રશ્નને અને અન્નપરિસ્થિતિને વિચાર કરવા રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠક દિલ્હીમાં ચાર દિવસ મળી. નિખાલસતાથી ચર્ચા થઈ, પણ કોઈ સ્થાયી સમજૂતી થઈ હોય તેમ જણાતું નથી. છતાં સહકારથી કામ કરવાની ભાવના જણાઈ. આઠ રાજ્યમાં બીન કેંગ્રેસી સરકાર છે, તેથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ થશે એવા ભય માટે અત્યાર સુધી ખાસ કારણ મળ્યું નથી. શ્રીમતી ઈન્દિરા ગાંધી અને મેરારજી દેસાઈએ ભારપૂર્વક જાહેર કર્યું છે કે બધા રાજ્યો સાથે બંધારણપૂર્વક અને સમાનભાવે વર્તન થશે. ૧૨-૪-૬૭. - ચીમનલાલ ચકુ ભાઈ શાહ બિહારની પ્રજાની વહારે ધાઓ ! ( [ મુનિશ્રી યશોવિજયજીએ મુંબઈમાં યોજાયેલ ઉપધાન-તપમાલારોપણ પ્રસંગે બિહાર દુકાળ રાહત કાર્યને અનુલક્ષીને તા. ૨૭-૨-૬૭ ના રોજ આપેલું પ્રવચન ટુંકાવીને નીચે આપવામાં આવે છે. આ રાહતકાર્યમાં ‘નાણાંની મદદ મેકલવા ઈચ્છતા ભાઈ–બહેને મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩, એ ઠેકાણે નાણાં ભરી શકે છે. તંત્રી] બિહારની ધરતી ઉપર સેંકડો નહિ, હજારે નહિ, પણ લાખ માનવીએ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. મેતના એના તેમના ઉપર ઊતરી ચૂક્યા છે. જો સમયસર રાહત નહીં પહોંચે તે ખચિત માનજો કે લાખે માનવીઓ મૃત્યુની ગાદમાં પેઢી જશે. આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે એવું ન બને, પણ જો બની ગયું તે આજના વૈજ્ઞાનિક યુગમાં લાખો માનવીઓને મેતના ઘાટે ઉતારનારી કથા આ દેશની કરુણ કહાંકકથા બની જશે, અને ઈતિહાસ તે આ રાષ્ટ્રના રાહબરોને અને પ્રજાને કદિ માફ નહીં કરે. બિહાર એ તે જેમના શાસનમાં આપણે સહુ આત્મસાધના કરી રહ્યા છીએ એ શ્રમણ ભગવાન મહાવીરની જન્મભૂમિ અને વિહારભૂમિ છે. કહે છે કે વિહારના કારણે જ પ્રસ્તુત ધરતી ‘બિહાર’ ના નામથી ઓળખાય છે. પણ આજે કમનસીબી એ છે કે આજે એ ભૂમિના માનવીઓ અત્યંત ભૂખમરાની આફતમાં સપડાયાં છે. આજે ત્યાં ખાવા ધાન નથી, અનાજ નથી, અનાજ ખરીદવા પૈસા નથી, અને પીવાના પાણીના પણ સાંસા પડયા છે. લોકો ઘાસ બાફીને ખાય છે, જીવડાંએ ભેગા કરી રાંધી ખાય છે, પાંદડા ખાય છે. પહેરવા કપડાં નથી. અનેક સ્ત્રીઓને કપડાના અભાવે બહાર નીકળવું શરમરૂપ બન્યું છે. કંપારી છૂટે એવી એમની વીતક કથા છે. જૈન ધર્મે વિશ્વના પ્રાણી માત્ર સાથે મૈત્રી અને કરૂણાની - ભાવનાને નાતે બાંધવાનું પ્રબોધ્યું છે. એમાં દેશ કે કાળના ભેદ બતાવ્યા નથી. એમાં સમગ્ર જીવસૃષ્ટિ વચ્ચે કયાંયે દિવાલે રાખી નથી. એમાં ગમે તે સ્થળે, ગમે તે સમયે, કોઈ પણ દુ:ખી જીવની દયા- રક્ષા કરવાની વાત કહી છે, તે જૈનેની સવિશેષ ફરજ બની જાય છે. આજના ઉત્સવ પ્રસંગે અધિક જવાબદારી સમજીને એ આપણા દુ:ખી માંડુઓની વહારે દોડવું જોઈએ અને એના દુ:ખદર્દના ભાગીદાર બનવું જ જોઈએ. રખે એમ માનતા કે આ દુ:ખ પરપ્રાંતનું છે. રખે એમ સમજતા કે આ દુ:ખ આપણી પ્રજાનું નથી. જૈન ધર્મે માનવતાની ફરજ અદા કરવામાં કશે ટાળ રાખવાનું શીખવાડયું નથી. તમે તમારી માનવતાને અત્યારે બહેલાવે અને યથાશકિત ફાળો આપી માનવતાને શોભાવ. ' - તમો એ ધરતીના માન છે કે જે ધરતી ઉપર એક જ મહામાનવી પાક. એ માનવી નામે હતે. ‘જગડુશા’, જેમને આપણે સહુ કોઈ જાણીએ છીએ. આમના હૈયામાં દયા-કરુણાનાં નાયગરાને ધોધ વહેતું હતું. ગુજરાત વગેરે સ્થળોમાં બારવર્ષો દુકાળ પડયો ત્યારે એણે પોતાનાં અન્નભંડારો કશા પણ ભેદભાવ રાખ્યા વિના ખુલ્લા મૂકી દીધા, સ્થળે સ્થળે દાનશાળાઓ ખેલી, લાખે માનવીએ અને પશુઓ મૃત્યુને કોળી બને તે અગાઉ તેમને ઉગારી લીધા. આ રત્ન જેન કુળનું હતું. આ વળી તમે સહુ એ જ ભૂમિના સંતાનો છે, જે ભૂમિ ઉપર આવેલા ‘હડાલા’ ગામના પેલા ખેમા દેદરાણીએ હોડમાં મુકાએલી “શાહની અટકને અમર રાખી. ગુજરાતના અમુક ભાગમાં દુષ્કાળ પડયો હતો. બહારથી અનાજ લાવવા અઢળક નાણાં જોઈએ. ચાંપાનેરના મહેમદ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy