________________
તા. ૧૬-૪-૬૭
પ્રભુત્વ વન
ચૂંટણી પછીના બે મહિના
☆
ચૂંટણી પછી કેન્દ્રમાં તેમ જ મહારાષ્ટ્ર, ગુજરાત, માયસાર, આન્ધ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ તથા હરિયાણામાં કૉંગ્રેસ સરકારની રચના થઇ. કેરલ, મદ્રાસ, ઓરિસ્સા, બંગાલ, બિહાર તથા પંજાબમાં બીજા પક્ષાએ સાથે મળી સરકારની રચના કરી. રાજસ્થાનમાં રાષ્ટ્રપતિનું શાસન લાવવું પડયું. આ બે મહિના દરમિયાન પણ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કોંગ્રેસ શાસનનો અંત આવ્યો છે અને પંજાબમાં બીન કોંગ્રેસ શાસનનો અંત આવે એવાં ચિન્હ છે, રાજસ્થાનમાં સત્તાસ્થાન પર આવવા સુખડિયા અને વિરોધપક્ષાએ ઠીક કાવાદાવા અને તોફાનો કર્યા", પણ ગવર્નર સંપૂર્ણાનંદના સાથ છતાં, સુખડિયા સત્તાસ્થાન પર આવી ન શકયા અને કેન્દ્ર સરકારે, ગવર્નર સંપૂર્ણાનંદની ભલામણથી વિરોધ પક્ષને સત્તા પર આવવા ન દીધા. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કૉંગ્રેસની પાતળી બહુમતી હતી. તેમાં હરિયાણામાં ૧૩ અને ઉત્તર પ્રદેશમાં ચરણસિંહની આગેવાની નીચે ૧૭ કોંગ્રેસજનોએ પક્ષત્યાગ કરી, વિરાધપક્ષમાં મળી, કોંગ્રેસને ગબડાવી. પોંડીચેરીમાં કૉંગ્રેસ સત્તા પર આવી, પડી, ફરી આવી. આ ત્રણે રાજ્યામાં જે શરમજનક રીતે કૉંગ્રેસજનાઓ, સત્તા મેળવવા, પક્ષબદલા કર્યો તે લોકશાહી માટે ભયરૂપ છે અને કૉંગ્રેસજનાની નૈતિક અધાગિતના સૂચક છે. ઉત્તરપ્રદેશમાં ચન્દ્રભાણ ગુપ્તાના અને હરિયાણામાં ભગવદ્દયાળ શર્માના વર્તનથી કોંગ્રેસનાને ગમે તેટલા અસંતોષ હોય તો પણ,કોંગ્રેરા પક્ષ તરફથી ચૂંટાઈ આવી, કોંગ્રેસ સરકારની રચના થવા દીધી અને પછી થોડા દિવસમાં તેમને “જાણ” થઈ કે કેંગ્રેસ સડી ગયેલી છે, તેથી વિરોધપક્ષમાં ગયા અને ત્યાં મુખ્યપ્રધાન અથવા પ્રધાનો થયા, એ અક્ષમ્ય છે. આંધ્રના બ્રહ્માંનંદ રંડીએ આથી ચેતી જઈ અસંતુષ્ટ કોંગ્રેસજનેમાંથી ચાર પ્રધાના ઉમેર્યા, પંજાબમાં ગુરનામસિંગ સરકારની હાર થઈ તેમાં પતિયાળાના મહારાજાની આગેવાની નીચે કોંગ્રેસ સભ્યોએ અગત્યના ભાગ ભજવ્યો. અને હવે પતિયાળા મહારાજાની આગેવાની નીચે કાગ્રેસ સભ્યો સરકાર રચવા તૈયાર થયા છે.
આ ઉપરથી એમ લાગે કે કોંગ્રેસ અથવા બીનકાગ્રેસ પક્ષા કોઈ પણ ભોગે સત્તા મેળવવા તત્પર રહ્યા છે. આ રમત ક્યાં સુધી ચાલશે ? સત્તા પર જે પક્ષ આવ્યા હોય તેને, પ્રજાહિતમાં, થોડો સમય સ્થિરપણે કામ કરવા દેવાની વૃત્તિ દેખાતી નથી. બંગાળ, બિહારમાં કાગ્રેસજના બીનકાગ્રેસ સરકારને જંપીને કામ કરવા દેશે? આનો અર્થ એમ નથી કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પેાતાની ફરજ ન બજાવવી, પણ સરકાર તોડી પાડવાના પ્રપંચ ન કરવા એટલા જ છે.
કેન્દ્રમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ, વિરોધ પક્ષના સહકાર મેળવવા, વખતો વખત અપીલ કરી, પ્રયત્નો કર્યા, પણ તેમાં સફળતા મળી હોય તેમ જણાતું નથી. કેન્દ્ર સરકારનું પહેલું પગલું, રાજસ્થાનમાં રાષ્ટ્રપતિનું શાસન વિરોધ પક્ષ સાથે સંઘર્ષનું કારણ બન્યું. ગવર્નર સંપૂર્ણાનંદે પરિસ્થિતિનું કુશળતાથી સંચાલન કર્યું હોત તો આ સંઘર્ષ ટાળી શકાયા હોત. રાજસ્થાનમાં વિરોધપક્ષને સરકાર રચવાની તક આપવી જોઈતી હતી અને તેમાં તે નિષ્ફળ જાય અને કદાચ નિષ્ફળ જ જાત તો રાષ્ટ્રપતિનું શાસન અનિવાર્ય બનત. કેન્દ્ર સરકારનું પગલું technically constitutional હતું. રાષ્ટ્રપતિના શાસનને વધારે ન લંબાવવાનો નિર્ણય લઈને કેન્દ્ર સરકારે ભૂલ સુધારી લીધી છે. પણ રાજસ્થાનમાં કોઈ પક્ષ લાંબા વખત રાત્તાસ્થાન પર ટકી શકે તેમ નથી, સિવાય કે કેટલાક ધારારાજ્યે પક્ષાન્તર કરે જે અસંભવ નથી.
બીજો પ્રસંગ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગીના. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તેમાં વિરોધપક્ષાના સહકાર
3
૨૪૯
✩
માગ્યો. આ બાબતમાં વિરોધપક્ષના વર્તનના બચાવ થઈ શકે તેમ નથી. વિરોધપક્ષે એમ માનતા લાગે છે કે કાગ્રેસ તેમને સાથ માગે એટલે કોંગ્રેસને આદેશ આપવાના તેના અધિકાર છે. લોકસભામાં કોંગ્રેસની બહુમતી છે તે જોતાં અધ્યક્ષ કૉંગ્રેસ ઉમેદવાર હોય તે સ્વાભાવિક છે. અને વિરોધપક્ષે તે સ્વીકાર્યું હોત તો ઉપાધ્યક્ષ તરીકે વિરોધપક્ષના ઉમેદવારને કાગ્રેસ જરૂર સ્વીકારત. ઉપાધ્યક્ષ બાબતમાં પણ વિરોધ પક્ષ સર્વસંમત ન થયા, એટલે કૉંગ્રેસને પેાતાના ઉમેદવાર મૂકવાનું બહાનું મળ્યું. જો કે ચૂંટણી પહેલાં વિરોધ પક્ષે સર્વસંમત થયા હોત અને કાગ્રેસે સ્વીકાર્યું હોત તો સારું થાત, પણ કૉંગ્રેસ પક્ષને શ્રીમતી ઇન્દિરા ગાંધી સમજાવી ન શકયાં.
પણ સૌથી કમનસીબ બનાવ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગીને લગતા છે. આ સર્વોચ્ચ પદો માટે આવા કટોકટીના પ્રસંગે, સર્વસંમત પસંદગી થઈ હોત તો દેશનું સદ્ભાગ્ય લેખાત અને તે પદના અધિકારીઓને બળ મળત અને વિશ્વાસપૂર્વક તેઓ કામ કરી શકત. દુર્ભાગ્યે વિરોધપક્ષાએ આ પ્રસંગને દેશના હિતની દષ્ટિએ વિચારવાને બદલે, પોતે લાભ મેળવવાની અથવા કૉંગ્રેસને કફોડી સ્થિતિમાં મૂકવાની તક માની. આ પદ માટેની સૂચનાઓ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વિરોધ પક્ષોના આગેવાનો પાસે માગી ત્યારે તેમણે સૂચવેલ નામે સંબંધે સઁગ્રેસ વિચાર કરે તે પહેલાં તે નામે તેમણે જાહેર કરી દીધાં, અને કૉંગ્રેસ તે બન્ને સ્વીકારે તેવી અપેક્ષા રાખી. આ સર્વથા અયોગ્ય હતું. Congress was presented with a fiat accompliૐગ્રેસ આ તે જ સ્વીકારે અને વિરોધ પક્ષે પણ તે જાણતા હોવા જોઈએ. વળી જે બે નામેા—શ્રી સુબ્બારાવ અને અલીયાવર જંગ—તેમણે સૂચવ્યા તે, સાવ અણધાર્યા અને કોઈની ક્લ્પનામાં નહી એવા હતાં. આ બે વ્યકિતઓની સંમતિ પણ તેમણે મેળવી ન હતી. ડા. રાધાકૃષ્ણન અને ડૉ. ઝાકીરહુસેન આ પદા ઉપર ચાલુ રહે એવી સામાન્ય માન્યતા હતી. વિરોધ પક્ષામાંથી સ્વતંત્ર પક્ષે અને જનસંઘે ડૉ. રાધાકૃષ્ણન ચાલુ રહે તેમ જાહેર કર્યું હતું. છતાં વિરોધપક્ષના આગેવાનોએ ઈરાદાપૂર્વક પોતે એકમત છે એવું દેખાડવા, અને કૉંગ્રેસ વિરોધપક્ષાના અભિપ્રાયને વજન નથી આપતી એવી ફરિયાદને અવકાશ આપવા, આવી અજાણી વ્યકિતઓની પસંદગી કરી. દુર્ભાગ્યે કોંગ્રેસના વરિષ્ઠ મંડળમાં પણ આ વિષે તીવ્ર મતભેદ હતા. વડા પ્રધાન અને કેંગ્રેસ પ્રમુખ ઉપર છેડવામાં આવ્યું પણ તેઓ એકમત ન થયા અને છેવટ કંટાળીને ડૉ. રાધાકૃષ્ણને નિવૃત્ત થવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. જો કે તેમનું કથળેલું સ્વાસ્થ્ય અને ઉંમર જોતાં અને વર્તમાન કટોકટીમાં રાષ્ટ્રપતિ ઉપર જે બોજો આવવાના છે તે વિચારતાં ડૉ. રાધાકૃષ્ણન પણ આ બોજો ઉપાડી શકત કેકે ! તે વિષે ઘણાને શંકા હતી. હવે કાગ્રેસ તરફથી રાષ્ટ્રપતિપદ માટે ડૉ. ઝાકીર હુસેન અને ઉપરાષ્ટ્રપતિપદ માટે શ્રી વી. વી. ગીરીની પસંદગી જાહેર થઈ છે. પણ આ બધામાં ૫. વધારે કમનસીબ હકીકત તો વિરોધપક્ષો તરફથી રાષ્ટ્રપતિ માટે શ્રી સુબ્બારાવની પસંદગીની છે. સર્વોચ્ચ અદાલતના ચાલુ વડા ન્યાયમૂર્તિ વિરોધપક્ષાના ઉમેદવાર તરીકે રાજકારણમાં પ્રવેશે તે બધી રીતે અનિચ્છનીય છે. અલબત્ત, એક નાગરિક તરીકે આ પદ માટે હરીફાઈ કરવાના શ્રી સુબ્બારાવને અધિકાર છે. પણ જે ઉચ્ચ સ્થાન તેઓ ભાગવે છે અને Judiciary રાજકારણથી અલિપ્ત રહે એવી અપેક્ષા આપણે રાખીએ, તે જોતાં તેમનો નિર્ણય આશ્ચર્યજનક અને ભાવિ માટે ભયરૂપ છે. નિવૃત્ત, ન્યાયમૂર્તિ ઉમેદવારી કરે તે સમજી શકાય. વિરોધપક્ષાને સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિની કોટિની વ્યકિત જોતી હોત તો ત્રણ ચાર નિવૃત્ત વડા ન્યાયમૂર્તિઓ—શ્રી સુબ્બારાવ કરતાં લેશમાત્ર ઓછી લાયકાતના