SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૪-૧૭ ઈચ્છા - કામના-ના બળને એક ઉદ્ગારમાં સુરેખ રીતે વર્ણવામાં આવ્યું છે: “ઈચ્છા ખરે આભ સમી અનન્તિકા.” (૧૫૦) સાધકને વળી વળીને વિષય વળગે તે તેથી એણે કંટાળી જવાનું નથી. બલકે અકંપ રહીને લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. મથી રહ્યો સાધક મેહ જીતવા, તેને સ્પશે જે વિષય વળી વળી અછાજતા કેંક અનેક રૂપ, એને ઘટે ક્રેપ કર્યો ને ભિક્ષુએ.” (૧૧૦) સાધકે મનમાં એટલી એક ગાંઠ વાળવાની છે કે આત્મા પોતે તારનાર છે, બધું વાંછિત આપનાર છે: આત્મા વૈતરણી નદી ... આત્મા કામદુધા ધેનુ”. (૨૧૧) માણસે યુદ્ધ બીજા કોઈની સાથે કરવાનું નથી, પોતાની સાથે જ કરવાનું છે. .. “પોતે સામે જ ઝૂઝી લે, બાહ્ય યુદ્ધથી શું વળે? તે પામે સુખ તે જાતે જીતે, પિતાની જાતને” (૨૧૬) અને પછી ગોળધીના બે અક્ષર ઉમેર્યા છે: : આત્મા જીન્ય જીત્યું સર્વ.” (૨૧૭) . માણસ પોતે જેટલું પોતાનું બૂરું કરી શકે છે તેટલું ગળાકાપુ દુશમન પણ કરી શકતો નથી. . “ન કંઠરો અરિ બૂરું આચરે; કરી દુરાત્મા નિજ જેટલું ખરે” (૨૧૮). ધર્માચરણને નિશ્ચયપૂર્વક જે વળગ્યો છે તે ઈન્દ્રિયોનાં પ્રલોભન સામે અકંપ ઊભે રહી શકે છે. આત્મા થયો નિશ્ચિત જેહને કે, ‘તજીશ હું દેહ, ને ધર્મશાસન', - તે તેને ચળાવી નવ ઈન્દ્રિય શકે, ઝંઝાનિલ મેરુ મહાદ્રિને યથા.” (૨૧૯).. એ જ વાત ફેરવી ફેરવીને કહેવામાં આવી છે. સમાધિવાળી સહુ ઈન્દ્રિયો વડે આત્મા સદા રક્ષિત રાખવા ઘટે. (૨૨૦) ઉપનિષદના ઋષિએ ‘આત્મા રથારૂઢ જાણો, શરીર એ જ છે રથ” એવા રૂપકથી વાત કરી છે. મહાવીર વાણીમાં નૌકાનું રૂપક છે; “શરીરને કહ્યું નાવ, જીવ નાવિક છે કહ્યો, કહયે અર્ણવ સંસાર તરે જેને મહર્ષિઓ.” (૨૨૧) આવા આત્મજિત, સંસારને તરી જનારાઓની ક્ષમાશકિત અખૂટ હોય છે, અને તેથી તે સૌના પૂજય ઠરે છે: “ઉત્સાહથી કંટક લેહના જને આશાભર્યા મેં ગરજે સહી લે; આશા ત્યજી કર્ણશરો સહે જે કાંટાળ વાણીમય, તેહ પૂજય” (૨૪૮) શમની આવી શકિત વડે શ્રમણ થવાય, બ્રહ્મા–ચર્યાથી બ્રાહ્મણ થવાય, બાહ્મ આળપંપાળથી નહિ. ન મુંડને શ્રમણ કો, કારથી ન બ્રાહ્યણ મુનિના વનવાસેથી, કુશવસ્ત્ર ન તાપસ (૨૬૫) શમે કરી શમણ, ને બ્રહ્મચર્યોથી બ્રાહ્મણ, શાને કરી મુનિ થાય, તપથી થાય તાપસ.” (૨૬૬) " સાચા શ્રમણ કે બ્રાહ્મણ કે મુનિ કે તાપસને પ્રાણી માત્ર પ્રત્યે અવૈરભાવ, અહિંસાભાવ, પ્રેમભાવ જ ઊછળવાને. વિશ્વના ચોકમાં રોના હૃદયને મધુર ઉષ ગાજી રહેવાને: “મિત્ર હું સર્વ જીવોને, વેર મારે ન કોઈથી.” (૩૧૩) ઉમાશંકર જોશી આગમ વાણી ૨૮૯. જ્યારે જીવતત્ત્વ અને અજીવ તત્ત્વ એ બન્નેને પણ જે સારી રીતે સમજે છે ત્યારે તે, તમામ જીવોની બહુ પ્રકારની ગતિને પણ બરાબર સમજી શકે છે. અર્થાત જીવો પોતપોતાના વિવિધ સંસ્કારોને લીધે વિવિધ જન્મ ધારણ કરે છે એ હકીકત તેના ધ્યાનમાં આવે છે. ૨૯૦. જયારે તમામ જીવોની બહુ પ્રકારની ગતિને જે જાણે છે તે જ, પુણ્ય અને પાપની તથા બંધ અને મોક્ષના સ્વરૂપને સમજી શકે છે. ૨૯૧. જયારે પુણ્ય અને પાપનું તથા બંધ અને મોક્ષનું સ્વરૂપ બરાબર જાણવામાં આવે છે, ત્યારે જ સ્વર્ગીય ભેગે તરફ તથા માનવીય ભેગો તરફ અરુચિ થાય છે - કંટાળો આવે છે. અર્થાત “તે બન્ને જાતના ભેગો સાર વગરની છે એમ બરોબર સમજાય છે. ૨૯૨. જયારે સ્વર્ગીય ભોગાય સાર વગરના છે એમ બરાબર સમજવામાં આવે છે, ત્યારે રાગદ્વેષથી થતે અત્તર સંબંધ અને બહાર સંબંધ આપોઆપ છૂટી જાય છે, તજી દેવાય છે. ૨૯૩. જયારે રાગદ્રયોથી થતો આંતર સંબંધ અને બહારનો કૌટુંબિક સંબંધ પણ આપોઆપ છૂટી જાય છે ત્યારે સાધક, માથું મુંડાવીને - સઘળા શણગાર છોડી દઈને - અનગર ભાવની પ્રવ્રજયાને સ્વીકારે છે - અનગારની જેમ અનાસકત થઈને રહે છે. ૨૯૪. જયારે તેનું માથું મુંડાવીને અને મનને પણ મુંડાવીને, અનગાર ભાવની પ્રવ્રજયાને સ્વીકારે છે, ત્યારે જ ઉત્તમોત્તમ સંયમ'રૂપ ધર્મને સ્પર્શી શકે છે - અડકી – આચરી શકે છે. અર્થાત્ ત્યારે જ અનાસકત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે.’ ૨૯૫. જયારે અનાસકત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે ત્યારે જ તે અજ્ઞાનને લીધે જે જે ઘણા જુના એવા રાગદ્રષમય સંસ્કારો ચિત્તમાં પડેલા હોય છે તે તમામને ખંખેરી કાઢે છે. અર્થાત અનાસકત ભાવે રહેનારના જીવનમાં જ અહિંસા વગેરેના આચારો વણાઈ જતાં પછી ચિત્તમાં વિશ્વબંધુવને ભાવ પ્રગટ થાય છે અને એમ થયા પછી મારું-તારું અને પિતાનું-પારકું એવા ભાવ આપોઆપ છૂટી જાય છે. ૨૯૬, જયારે અજ્ઞાનને લીધે પેદા થયેલા ઘણા જુના રાગદ્રષમય એવા સંકુચિત સંસ્કારોને ચિત્તમાંથી ખંખેરી કાઢે છે ત્યારે જ તે સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શન મેળવી શકે છે. ૨૭. સર્વવ્યાપી જ્ઞાન અને સર્વવ્યાપી દર્શનને જયારે મેળવી શકે છે ત્યારે જ તે જિન થાય છે–રાગ ઉપર સંપૂર્ણ વિજય મેળવે છે, કેવળી થાય છે-કેવળ આત્મામય થાય છે તથા અલકના સ્વરૂપને જાણી શકે છે. ૨૯૮. જયારે જિન થાય છે, કેવળી થાય છે અને લોક તથા અલકના સ્વરૂપને જાણી લે છે, ત્યારે જ તે પોતાના મનની, પોતાના વચનની અને પોતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રેકી દઈને શૈલેષી દશાને એટલે હિમાલય પર્વત જેવી સ્થિર દશાને - અર્કપ દશાને પ્રાપ્ત થાય છે. ૨૯૯, જ્યારે પિતાના મનની, પોતાના વચનની અને પિતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શૈલેષી દશાને પામે છે ત્યારે જે પોતાના તમામ મલિન સંસ્કારોને - સંકુચિત સંસ્કારોનેસમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલે તે સિદ્ધિને પામે છે. . ૩૦૦. અને જયારે પિતાના તમામ મલિન સંસ્કારોનો સમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલ સાધક સિદ્ધિને - કૃતકૃત્યતાને - પામે છે ત્યારે જ તે, સમગ્ર લોકના માથા ઉપર રહેનારો એ શાશ્વત સિદ્ધ બને છે. અર્થાત કૃતકૃત્યતાના ભાવને પામેલે સાધક સમસ્ત લોકો શિરોમણિ બને છે અને કાયમી–જેને કદિ વિનાશ નથી એવોસિદ્ધ બને છે. (“મહાવીર વાણી” માંથી ઉધૂત) નેહસંમેલન આપણા સંઘના સભ્ય શ્રી શાન્તિલાલ હ. શાહ દિલહીની લોકસભામાં ચૂંટાયા છે તથા આપણ સર્વને અતિ નિકટ એવા શ્રી. ભાનુશંકર યાજ્ઞિક મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા છે–આ. અંગે આપણા દિલનો આનંદ પ્રદર્શિત કરવા માટે તા. ૧૭૪-૬૭ સેમવારના રોજ સાંજના છ વાગ્યે શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મજીદ બંદર રોડ ઉપર, બરોડા બાંકની સામે આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડગ્ન મરચન્ટસ એસોસીએશનના હોલમાં સંઘના સભ્યોનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું છે. - મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy