________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પબુ જીવન
પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણ વષૅ ૨૮ : અ ૨૪
ક્ષુબઇ, એપ્રિલ ૧૬, ૧૯૬૭, રવિવાર આફ્રિકા માટે શિલિગ ૧૨
તંત્રી, પરમાન કુંવરજી કાપડિયા
કરુણાનું
(પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ સંપાદિત કરેલ મહાવીર વાણી'ના ખુરોવચન તરીકે લખી આપેલા શ્રી ઉમાશંકર જોશીને લેખ નીચે પ્રગટ કરવામાં આવે છે. આ લેખ ભગવાન મહાવીરના ધર્મબોધના નીચેાડરૂપે છે. તેમાં આપેલી પદ્યપંકિતઓ મહાવીર વાણીમાં સંગ્રહિત કરેલ પ્રાકૃત ગથાઓમાંથી પસંદ કરાયલી પંકિતઓને ગુજરાતી અનુવાદ છે. તે પંકિતઓ સાથે આપેલા સંખ્યાંક મૂળ ગાથાઓના સંખ્યાંક છે. પરમાનંદ)
‘મહાવીર’ એમને શા માટે કહ્યા હશે? – નાનપણથી મનને કુતૂહલ થતું. કોઈ રણાંગણની લડાઈ સાથે તો એમને કશી લેવા દેવા નથી. જૈન ‘જિન' ના અનુયાયી. જિન એટલે જીતનાર. કોના જીતનાર? ધીમે ધીમે એ બંને શબ્દો યોજવા પાછળ રહેલા ઔચિત્યના પરિચય થયો. હ્રદયે સાક્ષી પૂરી:
તમે મહાવીર, તે શત્રુ હાથમાં; સંજીવનીશું નિજ આત્મ-કોષ સીંચી અહિંસામૃત, જીવમાત્રની સમક્ષ ઊભા અભયે ખુદાભર્યા, તમે જયસ્વી જિન, લોકમાત્રને રાખો સદાયે અભયે; કર્યા વ
તે માન, માયા, વળી ક્રોધ, લોભ, દુજૈ ય ચારે રિપુ, ને થયા જિન,
પૃથ્વી ઉપર માનવના પણ ઠરવા માંડયો એ સાથે સાથે બાહ્ય પ્રકૃતિને સમજવાની એમની મથામણ શરૂ થઈ ચૂકી. દસવીસ લાખ વરસથી પૃથ્વી ઉપર એ વિચરે છે, પણ છેલ્લા ત્રણ
સૈકાઓમાં અને ખાસ કરીને છેલ્લા દશકાઓમાં એ દિશામાં એની ગતિ ઘણી વધી છે. પેાતાની અંત:પ્રકૃતિને સમજવાની મથામણ પણ કાંઈ એણે ઓછી કરી નથી. છેલ્લાં પાંચેક હજાર વરસમાં જુદા જુદા દેશામાં એ અંગેની કેટલીક મહાન પ્રયોગશાળાઓ ચાલી છે.
બાહ્ય પ્રકૃતિને સમજવા દ્વારા તેની ઉપર ‘વિજય” મેળવવાની વાત પણ માણસ કરવા લાગ્યો છે. પણ એને અંત: પ્રકૃતિ અંગેની સમજ કેળવવાની, એની ઉપર વિજ્ય મેળવવાની, આજે—કદાચ પહેલાં કદી ન હતી તેટલી જરૂર છે. એ વસ્તુઓની ગેરહાજરીમાં બાહ્ય પ્રકૃતિ અંગેની સમજ કે તેની ઉપર મેળવેલા વિજયનો ઝાઝા અર્થ દેખાતા નથી, કેમકે એના અસ્તિત્વને જ સંશયમાં લાવી મૂકનારાં એ નીવડયાં છે.
વિજ્ઞાને આપેલી રિદ્ધિઓ, સિદ્ધિ, શકિતઓ જો માનવને ખાઈ જવાની ન હોય, અને હૂં એના વિકાસમાં ઉપકારક નીવડવાની હાય, તે ધર્મ વગર અધ્યાત્મ વગર—તેને ચાલવાનું નથી. ધર્મના અધ્યાત્મનાં સત્યો આત્મસાધકોની પ્રયોગશાળાઓમાં હજારા વરસાથી
શ્રી મુ‘બઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
fidgether hother'17
@
અમૃત
✩
તારવવામાં આવ્યાં છે અને વારવાર સ્વાનુભૂતિથી નાણી જોવામાં આવ્યાં છે. એથી તો જુદા જુદા ધર્માંની, પાયાની વાતમાં, એક્મતી છે.
ભગવાન મહાવીરની સંસાર એમનાં કરૂણા એમાં કલેશ સહન કરતા
પ્રયોગશાળામાં તારણો શાં જોવા મળે છે? નેત્રાને દુ:ખસંભૂત લાગે છે. સૌ જીવાને જોઈ એમનું હૃદય કકળી ઊઠે છે: “હા દુ:ખિલ સંસાર, જીવા સૌ કલેશ જયાં સહે” (૧૯૭) પહેલી વાત એમને જે સૂઝે છે તે છે સૌ જીવો પ્રત્યેની અનુક’પા, અહિંસા.
“સૌ જીવા જીવવું ઈચ્છે, મરનું કો ના ઈચ્છતું” (૧૫)
એથી તમામ પ્રાણધારીઓ પ્રત્યે સંયમપૂર્વક વ્યવહાર કરવા, સમતાભાવથી વર્તવું એ યોગ્ય છે.
અસત્ય વચન કે આચરણમાં હિંસા રહેલી જ હોય છે. એનું સૂચન માર્મિક રીતે થયું છે:
આત્માર્થે, અન્ય અર્થે વા, ક્રોધથી, ભયથી થવા, નહીં હિંસાભર્યું જૂઠ વદનું કે વદાવવું” (૨૨) આત્માના મુખ્ય દુશ્મના ચાર ગણાવવામાં આવ્યા છે: માન, માયા, (શઠતા, કપટ), ક્રોધ અને લાભ. એમને શી રીતે વશ કરવા? ક્રોધ, માન માવતા વડે,
“ઉપશમે
માયા આર્જવભાવેથી, લાભ સંતોષથી જીતે,” (૧૪૬) આત્માર્થીને પ્રમાદ ન પોસાય. તેથી પુરાણ અને લોકકથાના ભારૂ ડપંખી (જેને બે મુખ હોઈ અસાવધપણે એક મુખથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ બેસે તો મરી જ જાય) ની જેમ અપ્રમત્ન રહીને વર્તવાનું કહ્યું છે :
“ભારુંડ પંખી સમ સસંચર અપ્રમત્ત.” (૧૦૬) આત્માનું રક્ષણ કરવા ઈચ્છનારે સદા અપ્રમત્ત જ રહેવું રહ્યું. ‘આત્માનુરક્ષીચર અપ્રમત્ત.” (૧૦૯)
અપરિગ્રહ અંગે મહાવીર ભગવાનનું નિરીક્ષણ એવું છે કે ટકી રહેવા માટે અનિવાર્ય એવી સામગ્રી સાધક પાસે હોય તે પરિગ્રહ ગણાય નહિ, પણ સામગ્રી અંગેની ‘મૂર્છા’ (આસકિત, મમતા) એ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ કથી.’(૫૮)
“સાધકે જીવનધારણા માટે કેવી રીતે વર્તવું?
જે રીતે ભમરો ચૂસે દ્રુમના પુષ્પનો રસ,
પુષ્પને ન વિલાવે તે, પોતે પામે પ્રસન્નતા ..” (૬૫) એ રીતે સાધકે પેાતાના નિર્વાહ અકલેશકર રીતે કરવા જોઈએ. જો સાધક બાહ્ય પદાર્થોની ઉત્તેજના અનુભવવા લાગ્યો, તે તેની ઉપર કામનાઓ ચારે તરફથી આક્રમણ કરવાની: “ઉદૃીમને ઘેરતી કામનાઓ,
વિહંગ સ્વાદુફળ વૃક્ષને યથા.” (૧૩૫)