________________
૨૪૨
સર કે ગેરકાયદે સઘળી ક્રિયાઓની જવાબદારી તેને માથે છે. આ નિરાધાર આદમી (એરંગઝેબ પોતે) તે માટે જવાબદાર નથી, કેમકે મરેલાઓના અંજામ પાછળ જીવતા રહેલાઓની દયા ઉપર જ આધાર ખે છે. ઉઘાડે માથે
કલમ ચેાથી—આ ભમતા. રખડુ આદમીને ‘સાચા રાહમાંથી આઠે રસ્તે જનારાઓ ' ની ખીણમાં ઉઘાડે માથે દફનાવજે, કારણ કેબેહાલ બની ચુકેલા જે કોઈ પાપીને મહાન શહેનશાહ ( ખુદા) ની સમીપ ખુલ્લું માથે લઈ જવામાં આવે છે તે અચુક ખુદાની રહેમને લાયક ઠરે છે.
પ્રબુદ્ધ જીવન
કલમ પાંચમી–મારા જના પરના કોફીન ( શબ પેટી ) પર ‘ ગાઝી'ના નામે ઓળખાતા સફેદ ખરબચડા કપડાનું ઢાંકણ ઢાંકો. ઉપર છત બાંધવાની, સંગીત વગાડનારાઓના જ્યુસની અને હઝરત પયગંબરના જન્મના ઉત્સવ (માલુદ) ઊજવવા જેવી સઘળી ક્રિયાઓ બંધ જ રાખજો,
કલમ છઠ્ઠીઆ બેશરમ પ્રાણી ( ઔરંગઝેબ ) ના લશ્કરી રસાલામાં જે નકરો દખ્ખણના વેરાના અને જંગલામાં રખડતા રહ્યા છે તેમના તરફ માયા બતાવવી એ આ સલ્તનતના બાદશાહ (મારા વારસ ) ની ફરજ હશે છે. એટલે એ લોકોએ કોઈ દેખીતા અપરાધ કરેલા હોય તો પણ મોટું મન રાખીને એ અપરાધની અવગણના કરો અને ઉદાર દિલથી તેમને માફી બક્ષો. દાવપેચ
કલમ સાતમી—કારકૂના ( મુતાસદી ) તરીકેની કામગીરીમાં ઇરાનીએના કરતાં વધારે કાબેલ બીજી કોઈ પ્રજા નથી, તેમ જ લડાઈમાં પણ શહેનશાહ હુમાયુના જમાનાથી આજ લગી આ પ્રજાના કોઈ સિપાહીએ રણક્ષેત્રમાંથી કદી પીઠ ફેરવી નથી અને તેમાંના કોઈના મજબૂત પગ લડાઈના મેદાનમાં કદી થરથર્યાં નથી. ઉપરાંત તે લોકોએ કદી પોતાના માલિક સામે દગા કરવાના અપરાધ કર્યો : નથી, પરંતુ તે લોકોની એવી હઠ છે, કે તેમના તરફ પુષ્કળ આદરમાન બતાવવું જોઈએ. તેથી કરીને તેમની સાથે કામ પાડવામાં કાયમ મોટી મુશ્કેલી પડે છે. છતાં તમારે ગમે તેમ કરીને તેમની સાથે પડખું પાનું નીભાવી લેવાનું છે અને તેમ કરવામાં દાવપેચનો ઉપયોગ કરતા રહેવું.
પીછેહઠ
લમ આઠમીનુરાની લોકો હંમેશાં યોદ્ધાઓ જ રહ્યા છે. છાપા મારવામાં, દરોડા પાડવામાં અને રાતને વખતે હુમલા કરી દુશ્મનોને પકડવાના કામમાં તેઓ ઘણા કાબેલ છે. ચાલતી લડાઈએ પણ તેમને હટવાના હુકમ આપવામાં આવે તે તેથી તેઓ વહેમાતા નથી, નિરાશ થતા નથી કે શરમાતા નથી. આ બાબતમાં તેઓ હિન્દુસ્તાનીઓની સરાસર નરી બેવકૂફીથી સેંકડો ગાઉ છેટા રહેનારા છે, કેમકે હિન્દુસ્તાનીઓ તે માથું મૂકે, પણ લડાઈમાં પેાતાનું સ્થાન મૂકતા નથી. ( પાછા હટતા નથી) આ પ્રજા ઉપર તમે મહેરબાની રાખતા રહેજો, કેમકે ઘણા પ્રસંગોએ બીજી કોઈ પણ પ્રજાના માણસા જે કેટલાક જરૂરી કામો કરી શકતા નથી તેવાં કામે આ પ્રજા કરી શકે છે.
બદનામી
કલમ નવમી—દુવાને લાયક એવા બારાહના સૈયદ તરફ તમે કુરઆને શરીફની આયાત ( જેમાં કહેલું છે કે હઝરત પયંગબરના
C
તા. ૧-૪-૬૭
નજીકના સગાંઓને તમે હક્ક પ્રમાણે દાન આપજો) મુજબનું વર્તન બતાવજો અને તેમનું આદરમાન સાચવવામાં તથા તેમના તરફ મહેરબાની બતાવવામાં કદી ઉણપ આવવા દેશે નહીં. કુરઆને શરીફની પાક આયાતમાં કહેલું કે ‘(મારાં) સગાંવહાલાઓ તરફ પ્યાર બતાવવા સિવાય તમારી પાસેથી તેમને માટે હું બીજો કશા બદલા માગતા નથી. ' તે પ્રમાણે) આ ખાનદાન તરફ પ્યાર બતાવવા એ હઝરત મહમ્મદ (સ.) ના પયગંબરપણાની કિંમત છે. આ પ્યાર બતાવવામાં કશી કચાશ રાખશે નહીં અને તેનું રૂડ, ફળ તમને આ દુનિયામાં તેમ જ બીજી દુનિયામાં પણ મળશે. પરંતુ બારાહના સૈયદા સાથેના વ્યવહારમાં અત્યંત સાવચેતી રાખવી, દિલમાં તેમના તરફ ભરપૂર પ્યાર ભલે રાખવા, પણ બહારથી તેમના દરજ્જો કદી વધારવા નહીં, કારણ કે રાજ્ય કારોબારમાં કોઈ ભાગીદાર મજબૂત કે જોરાવર થાય તે તે તરત રાજ્યગાદી પોતાના હાથમાં લેવા માગે છે. જો તમે રાજ્યની લગામ જરાતરા પણ તેમના હાથમાં સોંપશેા તો તેનું પરિણામ તમારી બદનામીમાં આવશે. આળસ ન કરો
કલમ દસમી—સલ્તનતના હાકેમે બનતા સુધી હમેશાં ફરતા રહેવામાં આળસ કરવી ન જોઈએ. એક ને એક જગ્યામાં લાંબા વખત રહેવું નહીં, કેમકે તેમ કરવાથી દેખીતી રીતે ભલે આરામ મળતા હોય, પણ આણંદ હજારો મુશ્કેલીઓ અને આફતો ઊભી
થાય છે.
ક્લમ અગિયારમી-તમારા દીકરાઓના કદી વિશ્વાસ કરતા નહીં. તેમ જ તમારી હયાતી દરમિયાન તેમને તમારી બહુ નજીક આવવા દેતા નહીં, કારણ કે જો શહેનશાહ શાહજહાને દારા શિકોહ પ્રત્યે આવી રીતના વર્તાવ રાખ્યો ન હોત તો તેના ( દારાના ) જે કરુણ અંજામ આવ્યો તેવા આવ્યો ન હાત. ‘રાજાના શબ્દ વાંઝીયો છે' એ કહેવત હંમેશાં લક્ષમાં રાખજો. કલમ બારમી-સલ્તનતને લગતા સઘળા સમાચારોથી સદા વાફેક રહેવું એ રાજ્યવહિવટના મુખ્ય આધારસ્તંભ છે. એકાદ ક્ષણ પૂરતી પણ આ કામમાં બેદરકારી રાખવાથી વરસાના વરસે લગી બદનામી ભાગવવી પડે છે. પાજી શિવા (શિવાજી) નાસી છૂટયો તે મારી બેદરકારીનું પરિણામ હતું ને તેને લઈને ) મારે (મરાઠાઓની સામે) જિંદગીના છેવટ લગી સખત જહેમત ઉઠાવવી પડી છે.
નસીબદાર નંબર
આંકડાઓમાં બારના આંકડો પાક ગણાય છે, મેં બાર કલમેથી મારૂ આ વિસયતનામું પૂરું કર્યું છે.
જો તમે આનાથી નસીહત ( શીખામણ ) લેશે તે તમારા ડહાપણ ઉપર મારું ચુંબન છે. જો તમે આની અવગણના કરશેા તે – અફ્સોસ ! અફ્સોસ !
(નોંધ : ‘અલીજાહ ’ના ઈલ્કાબ ઔરંગઝેબે પોતાના બે શાહઝાદા મુઆઝમ અને આઝમને આપેલા હતા. અહીં જેને વિષે
ઉલ્લેખ છે તે આઝમ હોવા જોઈએ કેમકે બાદશાહના અંતકાળ પહેલાં થોડા વખતથી આઝમ તેની તહેનાતમાં રહેતા હતા. સંગ્રાહક : શ્રી રામુ પરમાનંદ ઠક્કર જૈન પ્રકાશ'માંથી ઉધ્ધત
ઘરમાં એકઠાં થયેલાં ઐષધા સઘના કાર્યાલયમાં માકલી
આપે!
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે જે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમા તથા ઈન્જેક્શનો લખી આપે છે અને ધાર્યા મુજબના આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યાં ન આવ્યાં અને નવાં ઔષધો લાવવાની ડાકટરા સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયલાં તેમ જ નહિ વપરાયલાં ઔષધા અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયલાં તથા થોડા પ્રમાણમાં વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોન અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સદસ્યો તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધા એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાચતપાસ કરીને તે ઔષધા તેની જરૂરિયાતવાળા લોકોને વહેંચી આપવામાં આવશે. તા પેાતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયોગમાં આવે તેવાં ઔષધો સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સઢ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે,
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.