SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રબુદ્ધ જીવન ‘અજોય દા’ * ચૂંટણી પહેલાં વિરોધ પક્ષેાની નિર્બળતા જોતાં વર્ષોથી એમ માનવામાં આવતું હતું કે કૉંગ્રેસના વિકલ્પરૂપે સબળ વિરોધ પક્ષ ખુદ કાગ્રેસમાંથી જ આવશે. હવે જ્યારે ખરેખર કૉંગ્રેસમાં ભંગાણ પડી રહેલ છે ત્યારે જર્જરિત કાગ્રેસના વિકલ્પરૂપે સન્નિષ્ઠ કૉંગ્રેસીઆના પક્ષ રચાશે એવી આશા ફળતી લાગતી નથી, કારણ કે જે કાગ્રેસીઓ બળવા કરીને કાગ્રેસનો ત્યાગ કરી રહેલ છે તેમાં અજય મુકરજી જેવા સાધુ પુરુષો પણ છે અને હરિયાણામાં કૉંગ્રેસ સરકારને પછાડનાર તેર કાગ્રેસીઓ જેવા તકસાધુઓ પણ છે. અજય મુકરજીએ બંગાળમાં બંગલા કૉંગ્રેસ, સામ્યવાદીઓ, સમાજવાદીઓ વગેરેના શંભુમેળાનું સંયુકત દળ રચીને તેની જે સરકાર બનાવી છે તેમાં જોડાયેલાં પક્ષાને પણ તકસાધુઓ કહી શકાય. પરંતુ મુખ્ય પ્રધાન અયબાબુ માટે ઘસાતું બાલવા પહેલાં વિચાર કરવા જોઈએ. તેમની સાથે સંમત ન થવું તે એક વાત છે, તેમની નિંદા કરવી તે જુદી વાત છે. એમની પ્રામાણિકતા અને એમના ચારિત્ર્યની વિરુદ્ધમાં તેમના દુશ્મનો પણ કંઈ નહિ કહે. તેમના વિરોધી પણ કોંગ્રેસીએ કરતાં તેઓ ગાંધીજીના તત્વજ્ઞાનની વધુ નજીક છે. ૬૬ વર્ષના કુંવારા અજયકુમારને ઘરવાળી નથી તેમ ઘર પણ નથી અને બેંકમાં ખાતું ખોલવા નાણાં પણ નથી. બંગાળની પ્રદેશ કોંગ્રેસમાં અને બંગાળની કૉંગ્રેસ સરકારમાં સડો અને ગેરવહીવટ હોવા વિષે તેમની કડવી ફરિયાદો હતી, પરંતુ ‘ સિન્ડીકેટ ' ના સમર્થ સભ્ય અતુલ્ય ઘાષ બંગાળના સરમુખત્યાર હતા અને જ્યારે અયબાબુએ કામરાજ પાસે તેની કડવી ફરિયાદા કરી ત્યારે કામરાજે પણ તેમની ફરિયાદોની ઉપેક્ષા કરીને પેાતાની લાચારી ઢાંકી. પરિણામ એ આવ્યું કે અજય મુકરજીએ કેંગ્રેસ સામે બળવા કરીને બંગલા ( બંગાળી ) કૉંગ્રેસની સ્થાપના કરી; ચૂંટણીમાં ૨૮૦ બેઠકમાંથી કૉંગ્રેસને ૧૨૭ બેઠકો મળી, માર્કસવાદી સામ્યવાદીઓ ૪૨, બંગલા કૉંગ્રેસ ૩૪, સામ્યવાદી પક્ષ ૧૬, ફોરવર્ડ બ્લોક ૧૩, સંયુકત સમાજવાદી ૭, પ્રજાસમાજવાદીઓ ૭, બીજા આઠ પરચૂરણ પક્ષે ૨૨ અને અપક્ષી ઉમેદવારો ૧૪૩ બેઠક જીતી ગયા. આમ, કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં તે સરકાર રચી શકે તેવી સ્થિતિમાં ન હતી. તેના વિરોધીઓના શંભુમેળા હોવા છતાં તેઓ બધા એક બાબતમાં એક મત છે: કેંગ્રેસને સત્તા પર આવવા દેવી ન જોઈએ. કૉંગ્રેસ કરતાં પણ સામ્યવાદીઓ, તેમાં પણ ચીનતરફી સામ્યવાદીઓ ઓછા ખરાબ છે એમ માનીને અજયબાબુને સરકાર રચવી પડે એ એક કરુણતા છે. પરંતુ તે માટે તેમને દોષ દેતાં પહેલાં કોન્ગ્રેસે આત્મખોજ કરવી જોઈએ. ૧૧ વર્ષ સુધી સિંચાઈ પ્રધાન તરીકે રહ્યા પછી, ૧૯૬૨ માં કાગ્રેસ સંસ્થાને “બળવાન બનાવવા” કામરાજ યોજના નીચે તેમની નિવૃત્તિ સ્વીકારવામાં આવી હતી. તેઓ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા, પરંતુ અહીં અમુલ્ય ઘોષ સાથે તેએ અથડામણમાં આવ્યા. તેમની આપખુદી સામે લડી લેવાના પરિણામે કાગ્રેસમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના કોષાધ્યક્ષ અનુલ્યબાબુ હારી ગયા છે. “અજોય દા’ના લાડકા નામે ઓળખાતા અયબાનુનો જન્મ મિદનાપુર જિલ્લામાં થયો હતો અને ત્યાં ૧૯૪૨ માં તેમના ગામ તાલુકમાં સરકારી મથક પર હલ્લા કરીને “ તામુલુક જાતીય ” સરકાર સ્થાપવા માટે તેમને લાંબી અને આકરી સજા થઈ હતી. તેમણે ગેરિલા સેનાપતિની અદાથી વ્યૂહરચના કરીને, કિસાનોની સેના રચીને સર્વત્ર ભાંગફોડ કરી હતી અને સરકારી મથકનો કબજો લઈ લીધા હતા. અજય મુકરજી પડછંદ માણસ છે અને પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવે છે. અનુલ્ય સાથે તેમને પાયાના મતભેદ હતા. અજય તા. ૧-૪-૬૭ પૂવી * કાગ્યે સંગ્રહ : લે. ગીતા પરીખ (પબ્લીશર્સ : વેારા એન્ડ કુાં. મુંબઈ-૨. કિંમત : રૂા. ૩-૫૦.) બહેન ગીતા પરીખને આ પહેલા જ કાવ્યસંગ્રહ છે. ૧૯૫૧થી માંડી આજ સુધીમાં લખાયેલાં ૯૦૦ જેટલાં કાવ્યોમાંથી ૧૦૦ કાવ્યો અહીં પસંદ કરીને મૂકવામાં આવ્યાં છે. દરેક કાવ્યને મથાળે રાગનું નામ અને છેવટે રચના-તારીખ આપેલી છે. આ નાનકડા કાવ્ય સમુચ્ચયમાં વિવિધતા ભરી પડી છે. શૈલીની વિવિધતા, વિષયની વિવિધતા, કાવ્યનાં પ્રકારોની વિવિધતા અને છેલ્લે રાગની વિવિધતા. જીવનની જુદી જુદી બાજુઓ તથા જુદા જુદા અનુભવેદ્ય વિષેનું એમનું તીવ્ર સંવેદન આપણાં હૃદયને સ્પર્શ કરી જાય છે. આઠેક વર્ષની ઉમરે કાવ્ય લખવાની બહેન ગીતાબહેને શરૂઆત કરી હતી. બી. એ. અને એમ.એ. થવા સુધીમાં આઠનવ વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતના અભ્યાસ કર્યાં. ૧૯૫૧માં એમનું સૌ પ્રથમ કાવ્ય’‘કુમાર’માં પ્રસિદ્ધ થયું. ત્યારથી આજ સુધીમાં કવિતાક્ષેત્રે એમણે ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. ગુજરાતનાં કવિઓમાં અને સવિશેષે સ્રી-કવિઓમાં તેમને આગવું સ્થાન મળ્યું છે. એમનાં કાવ્યા અવારનવાર ‘કુમાર’, સંસ્કૃતિ’, કવિલોક’ ‘દક્ષિણા’ ‘પ્રબુદ્ધ જીવન’, ‘કવિતા-અનિયતકાલિક’, ‘કેસૂડાં’, ‘મંજરી’, વગેરે માસિક-સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. આકાશવાણીએ પણ એમનાં કાવ્યોને સ્થાન આપ્યું છે. ‘પૂર્વી’માં સૌ પ્રથમ તો મુકતકોની મધુરી રમઝટ છે. આથી શ સુધીનો અભ્યાસ કરવા છતાં ખરા જીવનથી અજ્ઞ' રહેવાના વિચાર નવી રીતે રજૂ થયા છે. (ધુ ૫૦) છેલ્લે લખાયેલા ‘હાઈકુ’ શૈલીનાં મુકતકોમાં કલ્પનાના મધુર વ્યોમવિહાર છે. પછી પ્રેમકાવ્યોના ગુચ્છાની શરૂઆત થાય છે. પ્રેમની સાથે જ ઝંખના, વિરહ, મિલન, સમર્પણ વગેરે ભાવા ઝીલતાં પચીસેક કાવ્યો છે. બાળકનાં આગમન સાથે માતાનું હૃદય ગાઈ ઊઠે છે: “મારા લાડકવાયા લાલ, સુઈ જા! સુઈ જા !” ઘરના ઉંબરમાં પહેલાં માત્ર ચંપલ અને બૂટ રહેતાં તેમાં નાનકડી મોજડી ઉમેરાય છે એ ચિત્ર કેવું મધુર છે? દામ્પત્ય જીવનના બીજા અનેક નાના મોટા સંવેદનાકાવ્યોમાં આલેખાયેલાં છે. ત્યારબાદ તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક ચિંતન, પ્રભુના અનુભવ થતાં વિરલ આનંદ, કાવ્યોમાં વ્યકત થાય છે. એક રીતે જોઈએ તે, આ કાવ્યસંગ્રહમાં ગીતાબહેનના જીવનનું આખું ક્રમબદ્ધ દર્શન આપણને થાય છે. ‘પૂર્વી’એ એક રાગિણીનું નામ છે. આ કાવ્યસંગ્રહ ખરેખર સમૃદ્ધ કાવ્યસંગ્રહ છે. ‘આમુખ’માં શ્રી સુન્દરમે લખ્યું છે તેમ રચના સુરેખ અને નાની નાની દ્રાક્ષ જેવી છે. ગુજરાત આ કાવ્યોનો રસાસ્વાદ માણશે એવી આશા આપણે પણ વ્યકત કરીએ ! સુબોધભાઈ એમ. શાહ તા. ક. ગુજરાત સરકારે ગુજરાતી ભાષામાં લખાયેલાં સાહિત્યનાં જુદાં જુદાં પ્રકારનાં વિશિષ્ટ ગુણવત્તાવાળાં ૪૨ પુસ્તકોને ૧૯૬૬-૬૭ના વર્ષ માટે ઈનામી પુસ્તકો તરીકે જાહેર કર્યા છે. તેમાં ‘પૂર્વી’ને પણ સ્થાન મળે છે. અને કાવ્ય વિભાગમાં ‘પૂર્વી’ને પ્રથમ પારિતોષિક રૂા. ૧૦૦૦ મળે છે. બહેન ગીતાબહેનને અનેક અભિનદન. મુકરજીનો આગ્રહ એવા હતા કે જે મૂડીવાદીઓ સમાવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમની પાસેથી કાગ્રેસે ફંડફાળા સ્વીકારવા ન જોઈએ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા જોઈએ. જ્યના નાના ભાઈ વિશ્વનાથ સામ્યવાદી છે, ચૂંટણીમાં જ્યારે જ્યારે તેઓ અથડામણમાં આવ્યા છે ત્યારે મોટા ભાઈ જ જીત્યા છે; અજયના પ્રધાનમંડળમાં બીજા બંગલા કૉંગ્રેસી ડા. પી. સી. ઘોષ (૭૬) પણ કુંવારા છે અને ભારતના એક પ્રખ્યાત રસાયણ શાસ્ત્રી છે, અજયબાબુ પણ વિજ્ઞાનશાસ્ત્ર ભણ્યા છે. હવે તેઓ બંને કેવાક કીમિયાગાર નીવડે છે તે જોઈશું. (‘જન્મભૂમિ—પ્રવાસી’માંથી સાભાર ઉષ્કૃત) સામ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy