________________
प्रजुद्ध भवन
જીવન
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ
વર્ષ ૨૮ : અંક ૨૩
મુખઈ, એપ્રિલ ૧, ૧૯૯૭, મુધવાર આફ્રિકા માટે શિલિગ ૧૨
તંત્રી; પરમાનદ કુંવરજી કાપડિયા
.
ર્યું પાન !
(મૃત્યુ અનિવાર્ય છે, છતાં પ્રબળ જીજીવિષાને કારણે મૃત્યુની ભીતિ પણ એવી જ પ્રબળ હોય છે, પરંતુ પ્રાજ્ઞપુરુષ વૃક્ષ ઉપરથી પડતાં છતાં ઊડતાં દીસતાં પણે” માફક મૃત્યુ સમીપ સરતા હોવા છતાં જાણે કે ઉર્વાભિમુખ હોય એવી રીતે આખરી અંતને ભેટે છે. આ વિચારને નીચેની નોંધમાં બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ લેખ તા. ૧૫-૨-૬૬ના ‘જનસંદેશ’માંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. આમાં જે વ્યકિતવિશેષના ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ૯૦ વર્ષના આરે પહોંચેલા આપણ સર્વના આદરણીય સાક્ષરવર્ય શ્રી હિમતલાલ ગણેશજી અંજારિયા તથા તેમનાં સહધર્મચારિણી સૌ. મુદ્રિકાબહેન છે. પરમાનંદ)
મૃત્યુની પણ એક કલા છે. ફ્રેન્ચ નાટક Cyrano De Bergeracના નાયક Cyrano વૃક્ષ ઉપરથી ભોંય તરફ પડતાં પાંદડાં જોઈને એમાં મૃત્યુની કલા નીરખે છે અને કહે છે (એના અનુવાદ કરીને હું આપું છું):
“પર્ણાહા આવડે છે આ પર્ણોને મૃત્યુની કલા. શાખાથી અવનીનું આ અલ્પ અંતર : ચિત્તમાં અલ્પ શી ભીતિ, કે જઈને ભળવું શુદ્ર ધૂળમાં;છતાં એ ખરતાં કેવી લીલાથી ! પડતાં છતાં ઊડતાં દીસતાં પા”
શરીર જર્જરિત થઈ ગયું હોય, અંગ-ઉપાંગ ક્ષીણ થયાં હોય, પણ માનવને જીજીવિષા તજવી મુશ્કેલ બને છે. માનવ જીવનની આશાને અંત સુધી વળગી રહે છે.
એથી ઊલટું, કેટલાક મનુષ્ય જીવનથી અને જીવનની યાતનાઓથી કંટાળી જઈને મૃત્યુને ઝંખતા જણાય છે.
જીવનની અનન્ત આશા, અને જીવનથી હારી જતી ભીરુતા બંને સામે મનુસ્મૃતિ આવી ચેતવણી આપે છે:
नाभिनन्देत मरणं नाभिनन्देत जीवितम् । कालमेव प्रतीक्षेत निर्देशं भूतको यथा ॥
ન જીવનની સ્પૃહા રાખવી, ન મરણની સ્પૃહા કરવી, પણ જેમ નોકર પોતાના શેઠની આશાની રાહ જુએ તેમ નિયતકાળની રાહ જોવી.
પડતા હોઈએ—મૃત્યુ તરફ ત્વરિત ગતિ કરતા હોઈએત્યારે પણ, પાંદડાંની માફક, હળવાશથી ઊડતાં હોઈએ એમ દેખાવું એવી મૃત્યુની કલા દુર્લભ છે; અને જીવનની સ્પૃહા તજવી છતાં મૃત્યુને ઝંખવું નહીં એવી સ્વસ્થ મનેવૃત્તિ પણ દુ:સાધ્ય છે.
એ દુર્લભ કલા અને એ દુ:સાધ્ય મનોવૃત્તિ જેમણે, સહજ સાધી છે એવા નેવું વર્ષને આરે પહોંચેલા એક વડીલના આ કિસ્સા છે. પોતે શુદ્ધ, સદાચારી, ત્યાગી, સેવાપરાયણ અને અજબ રીતે સ્વાશ્રયી જીવન વિતાવીને હવે મૃત્યુની રાહ જોઈ રહ્યા છે શાંત ચિત્તે કાળ ભગવાનની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા છે.
શ્રી મુબઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
એમનાં પત્ની લગભગ એંશી વર્ષનાં છે, કાને બહુ મુશ્કેલીથી સાંભળી શકે છે, આંખે દેખી શકતાં નથી, શરીરે ક્ષીણ છે.
સંતાનમાં માત્ર એક પુત્રી. પિતાનું પેનશન ઓછું હાઈને એ પુત્રી નોકરી કરે છે. એણે માતાપિતાની પુત્રવત્ સેવા કરવાનું અને એ ખાતર અવિવાહિત રહેવાનું વ્રત લીધું છે.
આ વડીલની જીવન-ભાવના આજના જમાનામાં અજબ ગણાય તેવી છે. પોતાની જરૂરિયાત ઓછી રાખવી, પણ બીજાની આર્થિક મુશ્કેલી દૂર કરવા ઉદાર ભાવે બનતું કરવું; પેાતાનું કામ પોતે જ કરવું, પણ બીજાના કાર્યમાં યથાશક્તિ સહાયભૂત બનવું, પેાતાથી પગે ચાલીને જઈ શકાય તે બીજાના વાહનની અપેક્ષા ન રાખવી; સતત શાંતિમાં રહેવું, અને અન્યને મનદુ:ખ ન કરવું એવી એજીવનભાવના છે. એમનું ચિત્ત કોમળ છે પણ પોતાને જ કારણે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાંથી જરાક પણ ચલિત થઈ જવાય એને એમને ખેદ રહે છે.
એમને ચિન્તા હોય તો એક જ છે: પોતાના ક્ષીણ શરીરનું આવરદા ઔષધ ઉપચારથી વધારીને એકબીજાને ઉપયોગી થવાને બદલે તી આપવી એની.
ઔષધાદિકથી આવે તે જરાક શકિત આવે, વધે તે, થોડુક આયુષ્ય વધે; પણ એથી વૃદ્ધત્વને અને મરણને ટાળી શકાય નહીં એવી એમની પ્રતીતિ છે. અને એથી જ એમને ડૉકટર પાસે ઉપચાર કરાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે શાંતિથી ઉત્તર આપ્યો :
“ડોકટર શું અમને અમર બનાવશે?”
એમના આ ઉત્તરથી આ પંકિતઓ યાદ આવે છે. "यदि मरणमवश्यमेव जन्तो: किमिति मुधा मलिनं यशः कुरुध्वे " જો મરણ નિશ્ચિત છે, અનિવાર્ય છે, તો ફોકટ યશને શીદ મિલન બનાવા છે? યશને મલિન બનાવવાની તા એમને લેશ પણ ચિન્તા નથી, પણ ફોકટની જિજીવિષા સેવવાની એમની અનિચ્છા છે. જે દેહ વહેલા મોડો પડવાના છે, એને ટકાવવાના ફેક્ટ ફાંફાં મારવાં એ એમને પસંદ નથી. એએ જાણે છે કે પોતે હવે ખર્યું પાન છે. એ પાન હજી ખર્યું નથી તો ખરશે, પણ એ ખરતું પાન આયુષ્યની શાખાથી નીચે પડશે ત્યારે એ પડે છે એમ નહીં લાગે, એ ઊડે છે એમ લાગશે. ધીમે ધીમે, હવામાં તરનું, ઊડતું ઊડતું નીચે ઊતરતું અને નીચે ઊતરતું છતાં ઊડનું જણાતું પર્ણ હળવું હોય છે. આ વડીલ પણ મનની એવી હળવાશ જાળવી રહ્યા છે.
અને એમનું મન હળવું છે તે એ કારણે કે એમણે કદી કોઈનું બગાડયું નથી, પોતાના કર્તવ્ય સ્વાશ્રયથી બજાવ્યાં છે, ઋણ કંઈ અદા કરવાનું બાકી નથી રાખ્યું, બીજાને શ્રમ આપ્યો નથી, પણ બીજા ખાતર પોતે શ્રામ લીધા છે. આટલી ઉંમરે પણ મરણને આરે ઊભેલી કાયાનું વરદા વધારવા માટે બીજાને કામ આપવા એમને પસંદ નથી—કાયાને કે જિંદગીને માહ નથી, અને એથી જ ઔષધેપચારનાં ફાંફાં છેવટ ફોકટ છે એવું સૂચવતા, અનેકને બાધપ્રદ બને તેવા, એમના આ ઉદ્ગાર અર્થગંભીર છે:
“ડૉકટર શું અમને અમર બનાવશે?” એમણે મૃત્યુની કલા સાધી છે. આવા મહાપુરુષો વિશે જ મૂળ ફૂન્ચ પંકિતના અંગ્રેજી અનુવાદ કહે છે. “They Know how to die.
રામપ્રસાદ બક્ષી