________________
તા. ૧-૪-૬૭
પ્રભુ જીવન
પ્રવચન
[ ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે અમદાવાદ ખાતે ગયા જાન્યુઆરી માસની ૧૬ તથા ૧૭મી તારીખે હ. કા. આર્ટસ કોલેજમાં આઆર્ય રજનીશજીએ બે વ્યાખ્યાના આપેલાં, તે બન્ને વ્યાખ્યાનની એક સળંગ નોંધ તૈયાર કરીને અમદાવાદનિવાસી મારા મિત્ર શ્રી વૈકુંઠલાલ ગારધનદાસે થોડા સમય પહેલાં પ્રબુદ્ધ જીવનને લક્ષમાં રાખીને મારી ઉપર મેકલેલી, જે નીચે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. પરમાનંદ] મને એક નાની વાર્તા યાદ આવે છે તે આપને સંભળાવું. એક અંધારી મધ્યરાત્રિએ એક બાઈ ભર્યા ભર્યા મહોલ્લામાં ખૂબ જોરથી રડતાં-રડતાં મદદ માટે બૂમા પાડવા લાગી. “ અરે,! કોઈ આવે ! મારા—ઘરમાં આગ લાગી છે. એને બુઝાવી નાંખા—હિ તો મારું ગરીબનું ઘર આગમાં ભસ્મીભૂત થઈ જશે.” લોકો જાગી ઊઠયા! દોડી આવ્યા-જુએ છે તે પેલી બાઈ રડવાને બદલે હસતી હતી. લોકોએ પૂછ્યું “કેમ બહેન ! શું થયું? આગ કયાં લાગી છે? ઘડી પહેલાં રડતાં હતાં હવે હો! છે કેમ ?” બાઈએ કહ્યું, “મેં તે આપ સૌને તમારી ગાઢ નિદ્રામાંથી જાગૃત કરવા માટે જ બૂમેા મારેલી. આગ માત્ર મારા ઘરમાં જ લાગી નહોતી—ઘર ઘરમાં આગ લાગી છે. હું જાગી ગઈ. તમને સૂતેલા જોયા મને લાગ્યું કે તમને પણ જગાડું. મે બૂમા પાડી તમને જગાડયા.” પેાતાની આગ આપલેાકોને દેખાતી નથી પણ બીજાના ઘરની આગ બૂઝાવવા આપ સૌ તત્પર થયા છે. તમારા ઘરની આગ તમને દેખાતી નથી, કારણ તમારી આંખ ઉપર અજ્ઞાનતાના પડળ છે. અંતરચક્ષુ ખૂલી જાય તો સમજાશે કે આજે ઘર ઘરમાં આગ જલી રહી છે, છતાં લોકો શાંતિથી ઊંધે છે. પોતાની આગને જેઈ શકતાં નથી અને બીજાંની આગને ઓલવવા દોડીએ છીએ. આજે વ્યકિતઘર ઘર—સારૂપે જગત—જુદા જુદા પ્રકારના સંઘર્ષો અને અશાંન્તિની આગમાં બળી રહયા છે. એ આગને ઓલવવાનો ઉપાય શું? માનવીએ આજે વિજ્ઞાનની દિશામાં ખૂબ પ્રગતિ કરી છે, પણ વિજ્ઞાનની મદદથી એ આગને ઓલવી શકશે ખરો? વિજ્ઞાને તો એ આગને વધુ પ્રજવલિત કરી છે. વધુ ઘેરી બનાવી છે. માનવી ભૂલી જાય છે કે વિજ્ઞાન એ બહારનું સાધન છે, તેની તાકાત અંતરની આગને બૂઝાવવા માટે લેશમાત્ર કામ આવતી નથી. અંતરની આગ તા, આંતરિક—આત્મિક સાધનાથી—ક્રિયાઓથી—બુઝે. આપણા યુગમાં બે મહાન યુદ્ધો થયાં. એ બે યુદ્ધોમાં આશરે દસ કરોડ આદમીઓએ પ્રાણ ખાયાનો અંદાજ છે. વિજ્ઞાનની ભૌતિક તાકાતનો આનાથી વધુ સચોટ પૂરાવે કર્યાંથી જડશે? તે શું ધર્મથી અંતરની આગ બૂઝાવી શકાશે? હું ના કહું છું. એકાંગી વિજ્ઞાન જેટલા જ એકાંગી ધર્મ પાંગળા છે, ખતરનાક છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયમાંથી માનવીને સાચી શાંતિ મળી શકે તેમ છે. વિજ્ઞાન અને ધર્મની વચ્ચે—એક પુલ–એ સેતુની જરૂર છે, પણ ધર્મ એટલે શું? ધર્મ એટલે—સંપ્રદાય—સેંગઠ્ઠન—વાડાબંધી, ધર્મ એટલે હિંદુ-મુસ્લિમ—ઈશાઈ–જૈન એવા માનવીને વિભાજિત કરનારા જુદા જુદા ફીરકા ? એ રીતે તે માનવજાત——જુદા જુદા વાડાઓમાં પોતાની જાતને બંધ કરી તોતીંગ દીવાલો ઊભી કરે છે. પેાતપેાતાના સંપ્રદાયના પાયા ઉપર મંદિરો-મજિદો-દેવળા બાંધી ધર્માચરણ કર્યાના દાવાઓ કરે છે. ગીતા—ઉપનિષદવેદના સિદ્ધાંતાની ચર્ચા-વિચારણા-ટીકા ટીપ્પણમાં જ ધર્માચરણ કર્યાના સંતોષ માને છે. ધર્મ એ વિચાર નથી, ધર્મ એ ઉપચાર છે. તાત્ત્વિક વૈચારિક બંધનોથી પર એવી એ એક અનુભૂતિ છે, જે તર્ક - બુદ્ધિ અને વિચારથી પર છે. એ અનુભવવાની વસ્તુ છે, વર્ણ
૨૩૯
સાર
નથી પર છે. રામકૃષ્ણપરમહંસ એક અંધજનની વાત કરતા હતા. એ અંધને પ્રકાશનાં દર્શન કરવા હના. અંધજનને પ્રકાશને બદલે સદા સર્વદા અંધકારના જ દર્શન થતા હોય છે. બહાર પ્રકાશ વિદ્યમાન હોવા છતાં એ કહે છે “બહાર, અંદર સર્વત્ર અંધકાર સિવાય કશું જ નથી.' કારણ તેની આંખાએ પ્રકાશના - વસ્તુનાં દર્શન કરવાની શકિત ખાઈ નાંખી છે. પંડિતોને તેણે પૂછ્યું, “દૂધ હું પીઉં છું પણ તે કેવું છે તેનું યથાર્થ દર્શન મને તમે કરાવી શકો ખરા?' પંડિતાએ દૂધનું વર્ણન ભાતભાતની રીતેાએ કરવા માંડયું. ખૂબ ખૂબ દાખલા–સરખામણી દ્રારા સમજાવવા કોશિસ કરી;પણ, દૂધનું યથાર્થ સ્વરૂપ તે ન જ સમજી શકયા. કારણ તેની આંખામાં રોગ હતા. વિચારથી આંખોના રોગ ન મટે, ઉપચારથી મટે. માટે હું કહું છું કે, ધર્મ એ વિચાર નથી, ઉપચાર છે. આંખોનો યોગ્ય ઉપચાર થાય—આંખનું તે જ પાછુ મળેતો દૂધ માત્રનું નહીં—જગતની સર્વ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય – દેખાય. ધર્મનું વાંચન, કથા, કીર્તન, ભજન, શ્લોકો, મંત્રાના ઉચ્ચારણમાત્રથી માનવ મનની અશાંતિની આગ બુઝી નથી. દસ હજાર વર્ષથી માનવજાત, જન્મ, પુનર્જન્મ, પાપપુણ્ય, ધર્મ-અધર્મ, કર્મ અકર્મ—આવા જટિલ પ્રશ્નોના ઉકેલ શોધી રહી છે. પ્રવચનકારો, ધર્માચાર્યો, મઠાધિપતિઓ, તત્ત્વજ્ઞા કોઇ તેના સર્વગ્રાહી ઊકેલ આપી શકયા નથી. એક બીજી નાની વાત મને યાદ આવી. એક હબસી ગેારાઓના મંદિરમાં, પ્રભુ ત્યાં હશે એમ માની, જવા લાગ્યો. પાદરીએ તેને રોકયા અને કહ્યું કે, “ભાઈ! તું પવિત્ર બનીને આવ, પ્રભુના મંદિરમાં - દેવળમાં અપવિત્રાને પેસવા દેવાના હુકમ નથી.” હબસી પાછા ફરી ગયા. રાત્રીના એકાન્તમાં પોતાની કલ્પનાના પ્રભુ સમક્ષ એકચિતે પ્રાર્થના કરવા લાગ્યો. પવિત્રતાની દીક્ષા માટે! પ્રભુ હાજર થયા અને કહેવા લાગ્યા “મંદિરમાં જવાથી પવિત્ર નહીં બનાય - મારાં દર્શન તને બધે થશે. મંદિર કે દેવળમાં નહીં જ થાય. દસ હજાર વર્ષથી હું પોતે, મંદિરમાં મને પેસવા દેવા માટેની કાકલુદીઓ કરતા આવ્યો છું, પણ મંદિર અને દેવળના જડ પહેરેદારોએ મને પણ દાખલ થવા દીધા નથી.” પ્રાર્થનાના નિશ્ચિત સ્કુલ પ્રકારો આ પ્રભુ અંગેને માત્ર તાત્ત્વિક અભ્યાસ કે તેના વિચારો કે વાદવિવાદ—આપણને પવિત્ર બનવામાં મદદરૂપ નથી થતા. એ માટે, આંખાના ઉપચારની જેમ, એક પ્રકારની વૈજ્ઞાનિક ક્રિયા-પ્રક્રિયા આચરણવિધિનો આપણે પ્રયોગ કરવા પડશે. તે જ પ્રકાશનાં પૂંજ સમા એ પરમતત્ત્વની અનુભૂતિ થશે. અને એ અનુભૂતિ વિના ચિત્તશાંતિ કદી લાધી શકે તેમ નથી. સચરાચર જગતમાં—પરમ તત્ત્વના આવિર્ભાવસમા આ ચિત્રવિચિત્ર જગતના સર્વ પ્રાણીઓમાં—માનવ—પ્રાણી પ્રમાણમાં જેટલી વધુ અશાંતિ ભાગવે છે, તેટલી અશાંતિ કોઈ પ્રાણી ભાગવતું મેં જોયું નથી. પ્રભાત થતાં પક્ષીંગણા ભાતભાતના અવાજે દ્વારા તેમના અંતરમાંથી ઝરતા આનંદ પ્રગટ કરે છે. તેને માનવીના પ્રભાતમાં જાગતાની સાથે કરાતાં બડબડાટ-ફરિયાદ—અસુખ–ના અવાજો સાથે સરખાવા. એકમાં કેવળ આનંદ દેખાશે; બીજામાં અશાન્તિનાં જ દર્શન થશે. સુખદુ:ખની અનુભૂતિને આધાર મનના વળાંક ઉપર અવલંબે છે. પ્રતિક્ષણ-પ્રતિપ્રહર ગમે તેવા ગમતા અણગમતા બનાવશે અને અનુભવાની વચ્ચે જે માનવીના ચહેરા ઉપરની પ્રફ ુલ્લિતતા, આનંનદીપણું જરા પણ ઓછાં થતાં નથી તે જ સાચા ધર્મ-પુરુષ છે, ધર્મ એટલે પ્રકાશ પામ્યાના માપદંડ આજ છે. બે ફકીર ઝુંપડ' બાંધી નદીના કિનારે રહેતા હતા. વાવાઝાડાનું તાફાન એક દિવસ આવ્યું, ઝુંપડાને અડધો ભાગ છૂટી પડ્યો. આ પ્રકારના ઝુંપડાના અર્ધભાગના નાશ ઉપર - બંને