________________
તા. ૧૬-૩-૧૭
પ્રભુ જીવન
શ્રી જે. કૃષ્ણમતિ
(ગતાંકથી ચાલુ)
બીજી વાર જ્યારે હું તેમને સાંભળવા ગઈ ત્યારે મૃત્યુ અને મૃત્યુના ભય' એ વિષય ઉપર ચર્ચા ચાલતી હતી. આ ઉપયોગી વિષય નથી એમ કોઈ કહી શકે તેમ નહોતું. કારણ કે એ તો સૌ કોઈ અંગે એક ચોક્કસ બનનારી અને અનિવાર્ય એવી ઘટના છે. આત્મભાનની એ એક શિક્ષા છે કે માનવી મૃત્યુના આગામી જ્ઞાનપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરે છે. કેટલાક લોકો માટે, સિવાય કે પુનર્જન્મ કે મૃત્યુ બાદની કોઈ એક સ્થિતિ વિષે તેમનામાં માન્યતા પોષવામાં આવી હોય, શ્રદ્ધા પેદા કરવામાં આવી હોય, મૃત્યુને એટલે સંપૂર્ણ વિનાશથી જરા પણ ઓછું નહિ, આત્મસાતત્યના સંપૂર્ણ અભાવ—આવી કોઈ સ્થિતિની કલ્પના છે અને પોતાના અહંના સંપૂર્ણ લેપને ભય જ માત્ર સત્તા કે મીલ્કત જ નહિ પણ જ્ઞાન અને વિચારો પ્રાપ્ત કરવાની ઈચ્છા પાછળ રહેલા હોય છે. માણસ આખા વિશ્વને પોતાનું બનાવવા ઈચ્છે છે, કારણ કે જેમાં પોતાપણાનો ભાસ નથી તે તેના અસ્તિત્વને ભયરૂપ—જોખમરૂપ લાગે છે. જાણે કે તે ઉછળી ઉઠશે અને તેને ગળી જશે એમ તેને લાગે છે. પણ તેનું વિશ્વ ગમે તેટલું પહેાળું થાય તે પણ વૈજ્ઞાનિક માનવી અનંત સાગરથી ઘેરાયલા એકટાપુ પર વસતા પ્રાણી જેવા છે. આ કોયડાનો કૃષ્ણમૂર્તિ ઉકેલ દર્શાવી શકશે અને કોઈ માર્ગ દાખવી શકશે ? “મૃત્યુ ભારેં બિહામણી વસ્તુ છે. આપણે બધાં ય તેથી બીતા હોઈએ છીએ, શું તેમ નથી? આપણે તેની પેલે પાર જોઈ શકતા નથી અને તે કારણે જ આપણે તેનાથી ભયભીત છીએ. મૃત્યુનું રહસ્ય સમજવા માટે આપણે આપણી જાતને પ્રશ્ન કરવા જોઈએ; “જીવન એટલે શું ?' આપણું સ્થાન, આપણું ધન, આપણું જ્ઞાન આ બધી વસ્તુઓ જે વડે આપણે આપણી જાતને ઓળખીએ છીએ, આ બધાંનો અંત આવવાની આપણને બીક લાગે છે, શું એમ નથી? આ બધા અનુભવાના સંચય તેને આપણે જીવન તરીકે ઓળખીએ છીએ અને આપણને ખબર છે કે મૃત્યુ આ સર્વના અંત છે. આપણે આ બધું પૂર્વવત્ ચાલુ રહે એમ ઈચ્છીએ છીએ, તેથી આપણે પુનરુથ્થાન, પુનર્જન્મ, જીવનસાતત્યના ભ્રમ ઊભા કરતા ગમે તે સિદ્ધાંતો શોધી કાઢીએ છીએ—એ હેતુથી કે મનની સ્થિતિ ચાલુ રહે..”
જેમ જેમ તેઓ બેલતા ગયા, તેમ તેમ તેઓ જાણે કે પોતાના શબ્દોના ગુંચળામાં જ ગૂંચવાતા જતા હોય અને પોતાની જાતને વ્યકત કરવાની મથામણ કરતા હોય એમ કહેવા લાગ્યા કે “તમને ખાત્રી છે કે તમે આ બધું સમજો છે ? Do listen ! ધ્યાન આપા! હું જે કહેવા માંગુ છું તે તમે બરાબર સમજો એ અત્યંત અગત્યનું છે.” કરુણાજનક ગાંભીર્યપૂર્વક તેઓ જરા આગળ ઢળ્યા. “સંભવિત છે કે તમારામાંનું કોઈ પણ મને ધ્યાનથી સાંભળતું નથી. તમે શબ્દો સાંભળો છે, પણ તરત જ તમે તેના અર્થ ઘટાવવા માંડો છે. તમારું મન તમારા ધર્મસંપ્રદાયથી, તમારાં નૈતિક અને સામાજિક મૂલ્યોથી, તમે વાંચેલા કોઈ પુસ્તકથી, તમારા શિક્ષણથી, ઘેરાયલું છે, અને પૂર્વગ્રહના આ આવરણ દ્વારા તમે મને સાંભળી કે સમજી ન જ શકે. તમે એમ માને છે કે તમારા અભિપ્રાયો, તમને મળેલી ડિગ્રીઓ અને એવું બધું તમને બુદ્ધિમાન બનાવે છે, પણ આ બધું અનુભવાના, સ્મરણાના, તમારાંમાં જે વડે સાતત્યના ભ્રમ પેદા થાય છે તે ખ્યાલેને–વિચારોના કેવળ સંગ્રહ છે. તેની પેલે પાર શું છે? હું જીવતા છું એ દરમિયાન, આ સાતત્યના અંત જે એ વસ્તુ છે કે જેને હું મૃત્યું કહું છું—એનો હું અનુભવ કરી શકું છું? ખરેખર જેમાં સાતત્ય છે તે કદિ પણ બુદ્ધિમત્તા નથી. માત્ર તેજ મન કે જે ક્ષણ પ્રતિ ક્ષણ મૃત્યુ પામે
૨૩૩
છે, મૃત્યુનો અનુભવ કરે છે તે જ મન ખરેખર પ્રજ્ઞાસંપન્ન મન છે, અને જ્યારે આ બધી વસ્તુઓ જેનું આપણે મન ઘણુ' મેટું મૂલ્ય છે તે સર્વથી આપણા અનુભવથી, આપાણા જ્ઞાનથી વગેરે વગેરેથી આપણા મનને ચિત્તને—મુકત કરી શકીએ ત્યારે જ જીવન શું છે તે આપણે જાણી શકીએ-સમજી શકીએ, ત્યાર બાદ મૃત્યુ અંગે કોઈ સમસ્યા નહિ રહે. જીવન શું છે તે જાણવું એ મૃત્યુ શું છે તે સમજવા બરાબર છે, અને માત્ર બુદ્ધિશાળી—પ્રજ્ઞાસંપન— મન જ મૃત્યુની સમસ્યાના સર્જક રીતે સામનો કરી શકે છે, અને આપણે સર્જક બનીએ એ એટલું બધું અગત્યનું છે, અને આપણી ચર્ચા આજે આપણે અહિં જ સમાપ્ત કરીએ.”
કાંઈક અચકાતાં અચકાતાં તેમના વાર્તાલાપનો છેડો આવ્યા અને તેઓ ત્યાંથી ચાલ્યા જવા માટે એકાએક ઊભા થયા. સામે બેઠેલી સ્ત્રીઓથી ભાગી છૂટવાના તેઓ પ્રયત્ન કરતા હોય. અમ લાગ્યું. આમાંની કેટલીક તો તેમને પકડી પાડવા આતુર હોય એવા ભાસ થયા. ઘણુંખરું, આમાંની ઘણીખરી ઘેલી અને વેવલી સ્રીઓ હતી કે જે તેમની સાથે નિકટના પરિચયની અપેક્ષા રાખતી હતી પણ આવા પક્ષપાત તેઓ કોઈ પ્રત્યે પણ દાખવી શકે તેમ હતું જ નહિ. આમ છતાં તેઓ આ બાબતમાં એટલે કે તે સ્ત્રીઓ તેમને ઘેરી વળે એ પહેલાં તેમનાથી છૂટવાની ચિંતામાં હોય એમ લાગતું હતું, કારણકે તેઓ તેમનાથી ભડકતા હોય એવી રીતે લગભગ આકુળવ્યાકુળ દેખાતા હતા. કેટલાક મહિનાઓ બાદ, જ્યારે કાશી ખાતે મારી તેમની સાથે ઓળખાણ કરાવવામાં આવી ત્યારે જાણે કે હું તેમની પાસેથી એવું કંઈક માંગીશ જે તે આપી શકે તેમ ન હોય કે આપવા માગતા ન હોય. એવા તેમને કાંઈક ભય હોય એ રીતે મારાથી તેઓ સંકોચાતા લાગ્યા અને અમારી વચ્ચે કોઈ મુકત ચર્ચા થવા પામી નહિ. વાર્તાલાપના સંમેલનોમાં તેઓ સ્વસ્થપણે બેસતા હતા, પણ નજીકમાં મળવાનું બને અને વધારે સ્વાભાવિકતાથી મળવાનું બને ત્યારે તેમનું હલનચલન વધી જતું હતું અને તેઓ વધારે નાજુક – નબળા – દેખાતા હતા. એક શરમાળ માનવી તરીકે તેઓ જાણીતા હતા પણ અહીં એથી પણ કાંઈક વધારે હતું, આસપાસ બેઠેલા લોકો અંગે તેઓ કાંઈક ક્ષેાભ અનુભવતા હોય એમ લાગતું હતું અને તેમની સાથેની વાતચીતમાં અંગત બાબત વિષે તેઓ હંમેશાં મૌન સેવતા હતા. તેઓ પ્રેમની ઘણી વાતો કરે છે, પણ મને તેમનામાં કોઈ પ્રેમસંબંધ અંગેની નિરાશાને જ ભાસ થતા જ રહ્યો છે. કદાચ આને લીધે જ એમ બનવા પામ્યું હોવા સંભવ છે કે પોતાના જે અનુભવ ઉપર તેમના સર્વ વાર્તાલાપો આધારિત છે તે અનુભવ અંગે તેમણે પેાતાના કોઈ પણ અનુયાયીને કદિ એક પણ શબ્દ, મારી જાણ ગુંબ, કહ્યો નથી. જેમને સત્ય લાધ્યું નથી એ બધા શોધક રહેવાને સરજાયા છે. શ્રીકૃષ્ણમૂર્તિને મળવા જાણવામાં અમુક જેખમ છે કારણ કે, મીસ રહીના તૈયબજીએ મને કહેલું તે મુજબ તેઓ બધા સામે એક જ લાકડીને ઉપયોગ કરે છે. દાખલા તરીકે, જેઓ ભકિત તરફ વળેલા છે તેવા લોકોને મદદરૂપ બને તેવું તેની પાસે કશું નથી. તેઓ માત્ર બુદ્ધિશાળી-તર્કપ્રધાન – લોકો માટે છે.
કૃષ્ણમૂર્તિ મારે મન ભાગ્યે જ એવી વ્યકિત છે કે જેમનામાં દિવ્ય – અતી ન્દ્રિય – શકિતઓ હોવાના હું આરોપ કરૂં. અને તેથી જ્યારે તેમની નજીકના અનુયાયીઓમાંથી કોઈ એક બહેનને કૃષ્ણમૂર્તિમાં આવી શકિત હોવાનું કહેતા સાંભળ્યાં ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. તેણે સોગંદ ઉપર જણાવ્યું કે, “હું કૃષ્ણમૂર્તિના ચાલુ સમાગમ અને સાન્નિધ્યમાં રહેતી હોઈને,મારા સમગ્ર જીવનમાં હું પાયાનું પરિવર્તન અનુભવી રહી છું. જાણે કે જાદુ હોય તેમ, જે લોકોની