________________
૨૩ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૭ .
છતાં રામ રે એક નાનકડે સુવાલ - શહેર સુધરાઈમાં અમેને લેવા પડતા આસરે ૩૫ જેટલાં લાયસસે એક કરવા માટે અનેક વેળાની કાલુદીરો અને પ્રયત્ન બહેરા કાને અથડાયાં; અને છેવટે શ્રી જ્ય ર્જની નેતાગીરી નીચે રચે કાઢવો પડયો. ૧૯૪૨ ની સાલમાં મળતો નફો આજ સુધી એટલે ૧૯૬૭ માં પણ તે નફાથી
મારે રેશનીંગ ચલાવવું પડે છે. અભણ જેવા દુકાનદારે બીજો કયે બંધ કરી શકે ?
શ્રી પૅર્જને ભાંગફોડીયા ગણવામાં આવે છે પણ પાનશેત બંધનું પ્રકરણ રચનાત્મક હતું કે? બીજા તે સેંકડે. દાખલા આપીએ તે ઓછા છે. આપશ્રી પૅર્જની એક મુલાકાત જરૂર લ્યો તે સત્ય શું છે તે તમે ને જરૂર સમજાશે. આશા છે કે આ બાબતને આપ જરૂર ન્યાય આપશે.
દામજી સેજુ મેતા, એક દુકાનદાર તંત્રી નોંધ: આ બને ચર્ચાપત્રોને વિગતવાર જવાબ આપવાની હું કોઈ જરૂર જોતું નથી. મુંબઈને મળેલી લોકસભાની બેઠકોમાંથી એક બેઠક માટે ઉભા રહેલા બે પ્રતિનિધિએમાંથી પરાભવ પામેલા શ્રી એસ. કે. પાટીલ અને સફળતાને વરેલા શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝના આજ સુધીના જાહેર જીવન અંગે મારે અમુક દષ્ટિકોણ અને અભિગમ છે, ચર્ચાપત્રો લખનાર બંધુઓને તેથી જુદો જ દષ્ટિકોણ અને અભિગમ છે અને તેના પરિણામે મારા પ્રત્યાઘાતથી તેમના પ્રત્યાઘાતમાં. એટલે મોટો ફરક પડે છે. અહિ મારે એક બાબત કબૂલ કરવી જોઈએ કે હું જેટલે એસ. કે. પાટીલને જાણું છું તેટલો જર્જ ફર્નાન્ડીઝને જાણતા નથી. અમુક ' વર્ગને થતા અન્યાય અને ભેગવવી પડતી અગવડે દૂર કરવામાં જ્યોર્જ ફરનાન્ડીઝે જે કાંઈ સેવા બજાવી હોય તે વિશે મને બહુ ઓછી માહીતી છે. તેમને હું માત્ર “મુંબઈ બંધ’ અને ‘ઘેરા ડાલોના પ્રચંડ પુરસ્કત તરીકે ઓળખું છું. કોઈ પણ દેશ કે શહેરના અમુક વર્ગોનું હિત સાધવા ખાતર અખત્યાર કરવામાં આવતા આ ઢબના આત્યંતિક પગલાંઓ મારા અભિપ્રાય મુજબ લોકશાહીને અત્યન્ત ઘાતક છે અને સામુદાયિક જબરદસ્તીનાં દ્યોતક છે. નાગરિકોની ચાલુ જીવનવ્યવસ્થાનું રૂંધન કરીને અને રાજ્યસત્તાના ગળે ટુંપે દઈને પોતાની માગણીઓ મંજુર કરાવવાના આ પ્રયોગ છે. આવાં પગલાંઓના કારણે આમજનતાને પારવિનાની હાડમારીઓ અને યાતનાઓ ભોગવવી પડે છે. અને એમ છતાં આ અંગે માત્ર આવાં પગલાંઓને આદેશ આપનાર નેતાનું રૂવાડું ફરકતું નથી હોતું. ઉલટું લેકોની હાડમારીઓ જેટલી વધારે તેટલી પોતાના આન્દોલનની સફળતા વધારે–આવા ખ્યાલપૂર્વકની નિષ્ફર મોદશા. તેનામાં નજરે પડે છે. સુલેહ શાન્તિ અને સમજાવટના માર્ગે અને લોકશાહી સાથે સંગત એવા ઉપાય વડે પરિસ્થિતિ પલટવાના અહિંસક માર્ગની તેમાં કેવળ અવગણના હોય છે. આવા “ધ” અને “ધરા ડાલ’ની પ્રવૃત્તિને દેશના સમજુ અને શાણા વર્ગે સચોટ ભાષામાં વખેડી નાખી છે અને આવી પ્રવૃત્તિ દેશ માટે કેટલા મોટા ભયસ્થાનરૂપ છે અને દેશમાં વિક્સતી લોકશાહી માટે કેટલી બધી ખતરનાક છે તે તરફ અનેક દેશહિતચિન્તકાએ ભારતના પ્રજાજનનું સારા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરમાનંદ એક રમુજી છતાં રહસ્ય પૂર્ણ કથા
(સ્વીડનવાસી સ્વેન હેડિન નામને યુરોપના એક અગ્રણી ભૂગોળસંશોધક ઓગણીસમી સદીના છેવાડે થઈ ગયો. તે ૧૯૫૨ની સાલમાં ૮૮ વર્ષની વૃદ્ધ ઉમરે અવસાન પામ્યો. તેણે ૧૮૮૫ની સાલથી ૧૯૦૯ સુધીના મધ્ય એશિયાના પ્રવાસની સાહસકથાઓ “my life as an explorer” એ મથાળાથી પુસ્તક- આકારે ૧૯૨૫માં
પ્રગટ કરેલ. તે પુસ્તક મૂળ સ્વીડીશ ભાષામાં હતું. તેનું આજથી ૪૨ વર્ષ પહેલાં અંગ્રેજીમાં ભાષાન્તર થયેલું. તેને ગુજરાતી અનુવાદ સંક્ષેપમાં સ્વામી આનંદે બે વર્ષ પહેલાં “એશિયાનાં ભ્રમણ અને સંશોધન” એ નામથી તૈયાર કર્યો અને અમદાવાદની બલગેવિંદ કુબેરદાસની કંપનીએ (ગાંધી માર્ગ અમદાવાદ-૧.)એ અનુવાદ બે ભાગમાં પ્રગટ કર્યો છે અને પ્રત્યેક ભાગની કિંમત રૂા. ૩ રાખવામાં આવી છે. આ અત્યન્ત રોમાંચક પ્રવાસવર્ણનમાંથી નીચેની એક રમુજી કથા ઉદધૃત કરવામાં આવી છે. પરમાનંદ)
અહીંની કોઈ દરગાન શેખે કુરાન ભણાવી ગણાવીને ચેલે તૈયાર કર્યો.
પેલે કહે :
“હવે હું દુનિયામાં નીકળું, ને કિસ્મતને અજમાવું. મને દુવા આપે, ને ઘોડું બંધાવો.”
મુરશદે એક ગધેડો દીધો અને કહે, “જ, અલ્લા તારી પડખે રહો. મારી દુઆ છે.”
પેલે રણવગડાની વાટે નીકળે ને રાત દિવસના પંથ કરી રણ ઓળંગ્યું. પણ ગધેડો ભૂખ્યા તરસ્યો મરી ગ ! ખાડો ખોદી
ત્યાં જ દાટ. માથે એકલવાયો બેઠો રૂએ. ત્યારે કોઈ તાલેવંતની વણઝાર નીકળી. - સાંઈ બાબા! શું બન્યું? આટલું બધું કાં રહે ?''
“ભાઈએ! મારો એકના એક મિત્ર મુએ. હાય રે! મારે બેલી, આ રણવગડાની વાટે મને અંતરિયાળ છોડી ગયા !''
કહી વળી દૂઠો મૂકો. આમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા આ સાંઈની મિત્રનિષ્ઠા અને વફાદારી જોઈ પેલા તાલેવન્ત વણઝારા એટલા બધા પીગળી ગયા કે એમણે ત્યાં ને ત્યાં સાંઈના મિત્રની યાદગીરીમાં ભવ્ય રોજો બાંધવાની બાંહેધરી દઈ સાંઈનું સાન્તવન કર્યું.
પછી તો આ ધર્મકાર્ય માટે તાબડતોબ ઈંટપથ્થર, આરસમરમર જેવી કિંમતી બાંધસામગ્રીની પિઠ ચાલુ થઈ, અને રણવગડા વચ્ચે આભ ઊંચા ઘુમ્મર -મિનારાવાળો ભવ્ય રોજે ઊભે થઈ ગયે, જેની નામના દુનિયા આખીમાં ફેલાઈ ગઈ. દૂરદૂરના દેશના જાત્રાજુઓ ત્યાં આવવા લાગ્યા. - પેલા કાશધરના મુરશદ શેખને કાને પણ આ ખ્યાતિ પહોંચી. ને “ઘરડે ઘડપણ હું યે આ જગવિખ્યાત તીર્થસ્થાનની જાત્રા કરી લઉં !' એવી મંછાથી રૂ. ૨ જયારતે નીકળયા, દડમજલ કરતાં મહિને પનરે પહોંચ્યા. જુએ તે વર્ષો અગાઉ પિતાને ત્યાંથી નીકળેલા મુરીદ રોજાના મુજાવરની જગ્યાએ બેઠા છે! ઓળખતાં વેંત મુરશદજીને હૈયે હરખ માય નહિ ! આવા મેટા સ્થાને પિતાને મામૂલી ચેલે કઈ રીતે પહોંરયો ? પણ બધા વચ્ચે પૂછવું કઈ રીતે ? રાત પડી અને લેકની અવરજવર ઓછી થઈ ત્યારે એકાંતે બેસીને પૂછા કરી :
“બેટા, તને મારી હજાર લાખ દુઆ. પણ ભાઈ, હું યે તારો મુરરાદ. મને કહે તે ખરે કે આવડી મોટી ઈજાને હોદે તું કેમ રીતે પહોંચ્ય! કયા પીર અહીં થઈ ગયા, જેની દરગા પર આવડો ભવ્ય રોજો બંધાય છે?”
ચેલાએ કાનમાં કહ્યું : '
“તમે મને ચડવા સારુ ગધેડે આપેલે ને ? એ જ આ જગ્યાએ મરી ગયેલે !”
મુરશદજીએ વાહવા કરી. લગાર રહીને ચેલે પૂછયું :
“મુરશદજી! તમે કાશધરમાં જ્યાં મને ભણાવતાં એ દરગા કયા પીરની ? તારાવાળા ગધેડાના બાપની !”
સ્વામી આનંદ
'