SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મુંબઈની ચુંટણીના સંદર્ભમાં એ ચર્ચાપત્રા તા. ૧૬-૩-૧૭ ✩ (તા. ૧-૩-૬૭ના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘ચૂંટણી આવી અને ગઈ' એ મથાળા નીચે મે' એક નોંધ લખી છે તે નોંધમાં આ વખતની ચુંટણીમાં સામસામા ઉભા રહેલા શ્રી એસ. કે. પાટિલ અને શ્રી જય ાર્જ ફરનાન્ડીઝ—અંગેના મારા અમુક પ્રત્યાઘાતો રજૂ કર્યા છે. આ બન્ને વ્યકિતઓ અંગે તદન વિરૂદ્ધ દિશાના પ્રત્યાઘાતે રજૂ કરતાં બે ચર્ચાપત્ર મળ્યાં છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) પૂજ્ય મુરબ્બી પરમાનંદભાઈ, માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયાના ‘પ્રબુદ્ધ જીવન' ના અંક મળ્યું. તેમાં તમે કરેલી ચૂંટણીની સમીક્ષા વાંચી; અને તે અંગેના મારા વૈચારિક પ્રત્યાઘાતો તમને જણાવવથી આજની પેઢીના, રાજકારણ પ્રત્યેના આંતરિક વિચારપ્રવાહા તમે સમજી શકશે. આ ચૂંટણીનાં પરિણામે ને તમે ‘અણકલ્પેલા અને ચાંકાવનારા' કહ્યા છે. પરંતુ મારા મતે તો અત્યાર સુધીની ચૂંટણીઓમાં વિજયી બનતી આવેલી કૉંગ્રેસ, આ ચૂંટણીમાં પણ વિજયી બનશે તેવા પ્રમદ સેવતા અને તેથી લેકસંપર્ક ગુમાવી બેઠેલા નેતાઓને સાંભળ્યા પછી મહારથીઓના પરાભવોની પરંપરા ચોંકાવનારી કે વણ૫ી તે નહતી જ. મુંબઈના કહેવાતા “બેતાજ બાદશાહ ” શ્રી સ. કા. પાટિલ ને મળેલ પરાજ્યને મુંબઈના ભાવિ ઉપર દૂરગામી પરિણમે લાવનારી ” ઘટના તરીકે ઘટાવીને; તથા મુંબઈની પ્રજાના સ્વાસ્થ્ય અને સહીસલામતીને શ્રી પટિલની રાજકારણી પ્રતિષ્ઠા સાથે સાંકળીને તમે એક વ્યકિતની કારકીર્દિનું વધારે પડતું મૂલ્યાંકન કર્યુ છે. મુંબઈગરાઓના સ્વાસ્થ્ય અને સુખાકારી વિષે ચર્ચા કરીએ ત્યારે સહજ • કહેવાઈ જાય છે કે મારા વોર્ડમાં જ્યારે પાણી વિગેરે સુધરાઈના બીજા કોઈ પણ ખાતાને લગતી મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે “ ભાંગફોડિયા ” શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝ પાસે ધા નાખવાથી મારી જેવાને દાદ મળી છે, જ્યારે મારા લત્તાના વિધાનસભાના ચાલુ સભ્ય (ફરીથી ચૂંટાઈ આવેલા) શ્રી નામોશીએ તથા શ્રી સદાબા પાટિલે મને ક્યારેય આ બાબતોમાં મદદ નથી કરી. હા! ફકત ચૂંટણી ટાણે તેઓએ - તેમના ટેકેદારો સાથે મારે ત્યાં તેમ જ મારા જેવા બીજા ઘણાએ!ને ત્યાં આવીને મત માટે ધા નાખી છે. બીજું ‘બંધ ’ અને ‘ઘેરા ડાલા’ ને મહારાષ્ટ્ર સરકારે પરોક્ષ રીતે જે ટેકો આપ્યા હતા તેની તમે ખેદ દર્શાવ્યા વગર નોંધ લીધી છે. પરંતુ તેમાં સરકારને દોષિત ઠરાવવાને બદલે તમે દોષના ટોપલે પૂરેપૂરો શ્રી જ્યાર્જ ફરનાન્ડીઝ ઉપર ઢોળી દેવા માંગે છે તે કેમ ચાલે? વળી શ્રી ફરનાન્ડીઝ ‘ઘેરા ડાલા’ કે ‘મુંબઈ બંધ’ અમલમાં મૂકતાં પહેલાં સરકારના લાગતાંવળગતાં ખાતાંઓ સાથે લખાપટી અને મંત્રણા દ્રારા ઉકેલ શોધવાના પ્રયાસ કરે તેને વિષે કંઈ જ લખતા નથી. શ્રી ફનાન્ડીઝ છેલ્લા ઉપાય તરીકે (as a last resort) ‘મુંબઈ બંધ કરાવે અગર ‘મેરચા' માંડે તેને તમે ભાંગફોડિયા કહેા છે,’ જ્યારે મહારાષ્ટ્ર તેમ જ કેન્દ્રની કૉંગ્રેસ સરકારે તેના અત્યાર સુધીના કારોબારમાં પ્રજાના પ્રશ્ન હમદર્દીથી અને વિરોધ પક્ષ સાથે વિચારણા કરીને હલ કરવાના પ્રયત્નો કર્યા જ નથી અને તેથી તેને આ ચૂંટણીમાં ટકો પડયા છે તે વિષે તમે જે મૌન સેવ્યું છે તેથી તમારી સમીક્ષા મહદ્ અંશે પક્ષપાતી ભાસે છે, જ્યારે અમારા જેવાને તો તમારી ક્લમ પાસેથી નિષ્પક્ષ સમીક્ષાની અપેક્ષા હોય છે. આજની પેઢી એ એક Ralistની-વાસ્તવવાદીઓનીપેઢી છે. તેમની નજર વર્તમાન અને ભવિષ્ય પ્રત્યે મંડાયેલી છે. ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિઓની કેવળ શેખીભરી એની એ વાતા ૨૩૧ ✩ નવી કે જૂની પેઢીમાંથી કોઈને ગળે ઉતરે તેવી નથી રહી એટલું હજી પણ કોંગ્રેસના નેતાએ સમજ્યા નથી. જ્યારે શ્રી પાટિલ જેવા ‘નેતા ’ એ પણ ઘણી જ ખેલદિલીથી અવગતના એધાણા પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું કે કોંગ્રેસે નેતાગીરી (Leadership) બદલીને તેની ‘પ્રતિમાને ઉજજવળ કરવાના કાર્યમાં લાગી જવું જોઈએ.' ત્યા૨ે તેમના સરકારી તેમ જ પક્ષગત સહકાર્યકર્તાઓ હજુ પણ શાહમૃગની જેમ પ્રમાદની રેતીમાં તેમનું મેઢું સંતાડીને ચૂંટણીનાં પરિબળોથી ચઢેલી આંધીથી પેતાના પક્ષને બચી ગયેલા માને છે. વળી શ્રી પાટિલ પ્રત્યે “આ ચૂંટણી વિષયક દુર્ઘટના ના સ્પંદર્ભમાં અનેક દિલેા સહાનુભૂતિ અનુભવે છે.” એમ તમે કહો છે પણ તેની સામે મતદાનના આંકડાઓ બાલે છે તે પ્રમાણે અનેક બીજાં દિલે આથી આનંદ પામેલ છે તેનું શું? વળી તમારા જેવા પીઢ સમીક્ષક શ્રી પાટિલના પરાભવ અંગે ઊભી થયેલી પરિસ્થિતિ અલ્પકાલીન નીવડે એમ પ્રાથૅ છે તે સૌથી વધારે ખટકે છે. “કાળનું ચક્ર ફરતું રહે છે અને ફરતું રહેવું જ જેઈએ.” એ નિયમને તમારી પ્રાર્થના સુક્ષ્મ અનાદર કરે છે. The old order changeth yielding place to the new. કાળનું ચક્ર ફરતું રહે તે જ ગતિ રહે અને તેમાં જ પ્રગતિ સંભવે. ગિત તે એક માત્ર વિકલ્પ છે. અ - ગતિ અને ~ ગતિ એટલે eternal stagnation, નાને મોઢે કાંઈ ખોટું બેલાયું હોય તે તમે ક્ષમા આપા જ તેવી ખાત્રી છે. લિ૰ આપનો ચાહક સુધીર શાસ્ત્રી. મુરબ્બી શ્રી પરમાનંદભાઈ, અમારે ત્યાં વર્ષોથી ‘ પ્રબુદ્ધ જીવન ' આવે છે. પ્રબુદ્ધ જીવન ‘હરિજન બંધુ ’ના ધેારણે ચલાવવામાં આવે છે અને તેનું વેરણ પણ હંમેશા ઉચ્ચ રહ્યું છે એમ અમારો સ્પષ્ટ ખ્યાલ છે. તેમ છતાં આપની કોંગ્રેસ પ્રત્યેની ભકિત અતિરેકથી ભરપુર જણાય છે, અને તે તા. ૧-૩-’૬૭ના ‘પ્રબુદ્ધ જીવન ના પ્રકીર્ણ નોંધમાં નજરે પડે છે. શ્રમજીવીઓના નેતા શ્રી જ્યોર્જ ફરનાન્ડીઝ વિષે આપે જે કાંઈ જણાવ્યું છે તે વ્યાજબી નથી. મુંબઈના બેતાજ બાદશાહ શ્રી પાટિલ હાર્યા છે રોના દુ:ખમાં આપે ફરનાન્ડીઝને ભાંગફોડિયા તરીકે આલેખતાં જણાવ્યું છે કે, “મુંબઈનું – મુંબઈમાં વસતા આપણા સર્વનું ભાવી ભારે ખતરામાં પડયું છે.” આપણા સર્વનું એટલે કોનું ? સાધનસંપન્ન ગુજરાતીઓ કે પછી મુંબઈમાં વસતા લાખા શ્રમજીવીઓ કે જેમાં મધ્યમ વર્ગના ગુજરાતીએ, નાના દુકાનદાર, ગુમાસ્તાઓ અને મજૂરો આવી જાય છે તેઓનું ? એકતરફી આલેખાતા વર્તમાનપત્રના સમાચાર વાંચી વાંચીને આપને શ્રી જ્યોર્જ ફનાન્ડીઝ વિષે ખોટા ખ્યાલ બંધાયા છે. બીજા અનેક મજુર નેતાએ!ની મદદથી હડતાલ, બંધ, ઘેરા ડાલે'માં તેઓ મેખરે રહે છે, પણ એમણે માલિકો અને મજૂરો વચ્ચે કેટલાં સમાધાન કરાવ્યાં છે તે આપના ખ્યાલમાં નહિં જ હશે. અમારા એટલે મુંબઈમાં છૂટક અનાજ કરિયાણાના ધંધા કરતા નાના દુકાનદારો કે જેઓ વહેલી સવારથી મેોડી રાત સુધી સતત ૧૪થી ૧૬ કલાક શ્રામ કરે છે તેમને દાખલો લ્યે. અમારા સમાજમાં બાપદાદાથી કાગ્રેસ ભકિત હતી. છેલ્લી બધી જ ચૂંટણીઓમાં (૧૯૬૭ સિવાયની) માળે મને દુકાનદાર વર્ગે હંમેશ કોંગ્રેસને તન, મન અને ધનથી સાથ આપ્યો છે. અમારી સંસ્થાઓ મારફતેં મુરબ્બી શ્રી ભુજપુરિયા શેઠની રાહબરી નીચે હજારો રૂપિયાના ગૂજાબહારના ફંડફાળા કાગ્રેસને ચરણે ધરાયા છે.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy