________________
(
૨૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૭
કરી. શ્રી મગનભાઈની વાતથી શ્રી જીવતલાલભાઈ અથવા તો જીવાભાઈ ખૂબ પ્રભાવિત બન્યા અને આ સંસ્થાના પૂરા અર્થમાં તેઓ સૂકાની બન્યા અને સંસ્થાને પોતાનું મકાન પ્રાપ્ત થાય એ માટે ફંડફાળો એકઠો કરવા માટે બે લાખના મકાનની તેમણે યોજના કરી અને તેમણે અને શેઠ માણેકલાલ ચુનીલાલે–પ્રત્યેકે રૂ. ૨૫૦૦૦ મંડાવીને આ ફંડની શરૂઆત કરી. પછી જીવાભાઈ શેઠ કસ્તુરભાઈ પાસે ગયા, તેમણે બે લાખની યોજનાનું કદ વિસ્તારવાની સૂચના કરી અને રૂા. ૫૧૦૦૦ની રકમ આપીને તેમના ઉત્સાહને સવિશેષ ઉત્તેજિત કર્યો. ફંડ વધતાં વધતાં અગિયાર લાખની રકમ સુધી પહોંચ્યું અને તેમાંથી ૨૫૦ બહેનોનો સમાવેશ થઈ શકે અને વિવિધ પ્રકારના શિક્ષણના પ્રબંધ થઈ શકે એવું નવ લાખનું મકાન બંધાવવામાં આવ્યું. આ મકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત થયેલા જૈન શ્રીમાનોએ એ જ વખતે કેવળ સ્વયંસ્કૃતથી દાનને વરસાદ વરસાવવા માંડયો અને એ જ પ્રસંગે બીજા લગભગ દોઢ લાખ એકઠા થયા. આ મુજબ વિસ્તૃત આકાર ધારણ કરી રહેલી આ સંસ્થામાં ગરીબ કુમારિકા, સધવા, વિધવા અને ત્યકતા બહેનોને બહુ ઓછા દરથી રાખવામાં આવશે, તેમને ધાર્મિક, વ્યવહારિક અને ઉદ્યોગનું શિખવવામાં આવશે. અને તેમને ભિન્ન ભિન્ન દ્રવ્યોપાર્જ ક વ્યાવસાય તરફ વાળવામાં આવશે. આજની વધતી જતી મોંઘવારીની ભીંસમાં અને તૂટી જતી કુટુંબસંસ્થાના કાળમાં આ સંસ્થા ગરીબ, નિરાધાર, અસહાય બહેનોને એક મોટા આશીર્વાદરૂપ બની રહેશે એમાં કોઈ શંકા નથી. એક વખત ઠીક ઠીક પાંગરેલી, સમય જતાં આર્થિક સીંચનના અભાવે કરમાવા માંડેલી અને વળી પાછી અનેક શ્રીમાનેની ઉદારતા અને શકિતશાળી કાર્યકર્તાઓના પુરુષાર્થના કારણે એક વટવૃક્ષ જે વિસ્તાર દાખવી રહેલી આ સંસ્થાને સતત ઉત્કર્ષ થતું રહે અને નારીસમાજને એક મોટા ટેકારૂપ બની રહે એવી શુભેચ્છા અને પ્રાર્થના ! શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમે ઉજવેલ હીરક મહોત્સવ
પાલીતાણા ખાતે આજથી ૬૧ વર્ષ પહેલાં ઉભું કરવામાં આવેલ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમનો તા. ૨૬-૨-૬૭ના રોજ શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટીના પ્રમુખસ્થાને હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો. પાલીતાણા ખાતે ઉજવાયેલા આ સમારંભ પહેલાં મુંબઈ ખાતે આ સંસ્થાના લાભમાં શ્રીમાન સારાભાઈ લક્ષ્મીચંદ ઝવેરીના પ્રમુખપણા નીચે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી એક મનરંજક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ દ્વારા આશરે દોઢેક લાખની રકમ એકઠી કરવામાં આવી હતી. પાલીતાણા ખાતે યોજવામાં આવેલ હીરક મહોત્સવમાં ત્રણ દિવસને ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતે. તા. ૨૬મીના રોજ યોજવામાં આવેલ મુખ્ય સમારંભમાં શ્રી જયતીલાલ રતનચંદ ઝવેરી અને શ્રી નાનચંદ જેઠાભાઈ દોશીને અતિથિવિશેષ તરીકે નિમત્રવામાં આવ્યા હતા. આ મહોત્સવ ભારે શાનદાર રીતે ઉજવાયો હતો.
વે, મૂ. જૈન વિભાગનાં બાળકોને લક્ષમાં રાખીને આ સંસ્થાની ૧૯૬૨માં દહેગામનિવાસી સ્વ. ૨નીલાલ નારણદાસ કાનજીના પ્રયાસ વડે ચાર વિદ્યાર્થીઓથી શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રારંભના વર્ષોમાં ભાવનગરવાળા સ્વ. શેઠ ત્રિભોવનદાસ ભાણજી, મારા પિતાશ્રી સ્વ. કંવરજી મુળચાંદ શાહ વગેરે વડીલે આ સંસ્થાના વિકાસમાં ખૂબ રસ લેતા હતાં. સંસ્થાના વહીવટ સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધવાના હેતુથી ઉપર જણાવેલ વડીલે જ્યારે પણ શ્રી શત્રુંજયની યાત્રાર્થે પાલીતાણા જતા હતા ત્યારે આ સંસ્થામાં જ ઉતરતા અને હું પણ મારા પિતાશ્રી સાથે આ સંસ્થામાં ઘણીવાર એ રીતે રહેલે. એ દિવસે, જ્યારે સંસ્થાને હીરક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે, સહેજે યાદ આવે છે. વર્ષોના વહેવા સાથે ભાવનગર નિવાસી સ્વ. ચત્રભૂજ મેંતીલાલ ગાંધીએ આ સંસ્થામાં ખૂબ રસ લેવો શરૂ કર્યો; તેમના તરફથી તેમજ તેમની મારફત સંસ્થાને મોટા પ્રમાણમાં આર્થિક મદદ મળવા માંડી. તેમની ઉદારતાના પરિણામે આ સંસ્થાના અનુસંધાનમાં એક હાઈસ્કૂલ ઊભી કરવામાં આવી છે અને તે સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. એ જ પિતાના સુપુત્ર અને જૈન સમાજના આગેવાન શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધી પણ આજે સંસ્થાની કાર્યવાહી અને વિકાસમાં તેમના પિતાશ્રી જેટલે જ રસ લઈ રહ્યા છે. ઉપર જણાવેલ સમારંભના અન્તમાં આભારવિધિ કરતાં તેમણે બાલાશ્રમ હસ્તક ચાલતી હાઈસ્કૂલને
વિવિધલક્ષી બનાવવામાં આવે અને તે રીતે ટેકનિકલ વિભાગ ઉભા કરવામાં આવે છે તે દિશાએ બને તેટલા મદદરૂપ થવા તેમણે તત્પરતા દેખાડી છે.
ઉત્તરોત્તર વિકસતી અને વિસ્તરતી જતી આ સંસ્થા પિતાને હીરક મહોત્સવ આવા ઠાઠમાઠથી ઉજવી શકે એ માત્ર એ સંસ્થા માટે નહીં પણ આખા જૈન સમાજ માટે આનંદ અને ગૌરવને વિષય ગણાય, બાલાશ્રમમાં રહીને ભણેલા અને ત્યાર બાદ અન્યત્ર રહીને ઉચ્ચ શિક્ષણ પામેલા આજે ૧૫૦૦થી વધારે યુવાને ગૃહસ્થ જીવનમાં અને દ્રવ્યોપાર્જક વ્યવસાયમાં સારી રીતે સ્થિર થયા છે. તેમના આ પ્રકારના જીવન–ઉત્થાનમાં બાલાશ્રયમને કેટલે મોટો ફાળો ગણાય ? બાલાશ્રમ ન હોત તો તેઓ આજે કયાં હોત ? આવી કલ્યાણકારી અને ઉપકારી સંસ્થાને સતત ઉત્કર્ષ થતું રહે એવી પ્રાર્થના. મહારાષ્ટ્ર રાજ્યના નવા મંત્રીમંડળમાં નિમાયેલા શ્રી ભાનુશંકર યાજ્ઞિકને અભિનંદન
મહારાષ્ટ્ર રાજ્યના નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલ શ્રી ભાનુશંકર યાજ્ઞિકને આપણા સર્વના હાર્દિક અભિનંદન ! ભાનુભાઈ આપણામાંના ઘણાને પરિચિત છે, કારણ કે મુંબઈના જાહેર જીવન સાથે ખાસ કરીને કેંગ્રેસી રાજકારણ સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા છે. તેઓ અમુક સમય માટે બોમ્બે પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યની વિધાન સભામાં છે. આ વખતે મુંબઈની પ્રદેશ કેંગ્રેસને નવા મંત્રી મંડળમાં સામેલ કરવા માટે બે નામ સુચવવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે સૂચવાયેલાં બે નામમાં એક નામ પ્રદેશ સમિતિનાં પ્રમુખ શ્રી પી. જી. ખેરનું હતું બીજું નામ ભાઈ ભાનુશંકર યાજ્ઞિકનું હતું. આ બન્ને મહાનુભાવોને સ્વીકાર કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં ભાનુભાઈ એક જ માત્ર ગુજરાતી છે. તેઓ આપણા સર્વના સ્નેહ અને આદરને પાત્ર હોઈને તેમની નિમણુંક આપણા માટે આનંદ અને ગૌરવને વિષય બને છે. નવા મંત્રીમંડળના એક સભ્ય તરીકેની તેમની કામગીરી યશસ્વી બને અને લેકકલ્યાણની સાધક બને અને તેમની હવે પછીની કારકીર્દી અધિકતર ઉજજવળ બનતી રહે એવી તેમના અંગે આપણી શુભેચ્છા અને શુભ પ્રાર્થના છે!
પરમાનંદ
ઘરમાં એકઠાં થયેલાં ઔષધે સંધના
કાર્યાલયમાં મોકલી આપો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઈમાં વસતા પ્રબુદ્ધ જીવનના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં ડાકટરે અનેક પ્રકારની પેટન્ટ દવાચો, મલમ તથા ઈજેકશને લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવો ઔષધે લાવવાની ડાકટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયલાં તેમ જ નહિ વપરાયેલાં ઔષધે અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયલાં છતાં ઉપયોગમાં લઈ શકાય તેવાં ઔષધોને અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઈ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સભ્ય તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાચતપાસ કરીને તે ઔષધો તેની જરૂરિયાતવાળા લોકોને વહેંચી આપવામાં આવશે. તો પિતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયોગમાં આવે તેવાં ઔષધ સંઘના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સચ્ચે તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.