________________
તા. ૧૬–૩–૧૭
પ્રભુ જીવં
પ્રકી નોંધ
✩
લોકસભાનિયુકત શ્રી સદાશિવ ગોપાલ બર્વેનું અકાળ અવસાન
મુંબઈના ઉત્તર-પૂર્વ વિભાગમાંથી લાકસભાની બેઠક માટે શ્રી વી. કે. કૃષ્ણમૅનન સામે માટી બહુમતીપૂર્વક તાજેતરમાં ચૂંટાયેલા શ્રી એસ. જી. બવૅ નું દિલ્હી ખાતે છઠ્ઠી માર્ચના રોજ એકાએક અવસાન થતાં ભારતને એક અત્યન્ત તેજસ્વી અને આશાસ્પદ રાજકારણી અને આયોજનનિષ્ણાત એવા એક પનોતા પુત્રની ખોટ પડી છે. તેમની ઉંમર આશરે ૫૩ વર્ષની હતી. ફર્ગ્યુસન કૅલેજ અને કેબ્રીજ યુનિવર્સિટી દ્વારા તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને તેઓ ૧૯૩૫ની સાલમાં મુંબઈ રાજ્યની વહીવટી નોકરીમાં જોડાયા હતા. મુંબઈના દ્વિભાષી રાજ્યમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં ઉત્તરોત્તર વધારે ને વધારે જવાબદારીભર્યા હોદ્દાઓ ભાગવીને ૧૯૬૧માં તેમણે પોતાની સનદી નાકરીનું રાજીનામું આપ્યું હતું અને ૧૯૬૨માં મહારાષ્ટ્ર રાજ્યની વિધાન સભામાં તેઓ ચૂંટાયા હતા અને મહારાષ્ટ્ર રાજ્યના અર્થસચિવના સ્થાન ઉપર તેઓ નિયુકત થયા હતા. અને ત્યાર બાદ બીજાં ખાતાં તેમણે સંભાળ્યા હતા. ૧૯૬૫ના એપ્રિલ માસમાં તેમની પ્લાનિંગ કમિશનના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૬૬નાં ડીસે’બરમાં આ સ્થાનનું રાજીનામું આપીને મુંબઈ બાજુની લોકસભાની બેઠક માટે તેમણે ઉમેદવારી નોંધાવી અને આ ચૂંટણીમાં તેમને યશસ્વી સફળતા મળી. ભારતના અર્થસચિવ સચીન્દ્ર ચૌધરી આ વખતની ચૂંટણીમાં હારી જતાં, ભાવી અર્થસચિવ તરીકે શ્રી બવેનું નામ બોલાતું હતું. પણ વિધાતાને એ મંજુર નહાતું. છઠ્ઠી માર્ચની રાત્રે પંદર વીશ મીનીટના હ્રદયરોગના હુમલાઓ તેમના પ્રાણ હરી લીધા અને અત્યન્ત આશાસ્પદ બની રહેલી ઉજજવલ જીવનકારકિર્દીના એકાએક અન્ય આવ્યો. ગ્રામદાન, પ્રખંડદાન, જિલ્લાદાન : વિનોબાજીની અપૂર્વ સિદ્ધિ
ગ્રામદાન આન્દોલને તાજેતરમાં એક અસાધારણ મોટો વિક્રમ સાધ્યો છે. તેના આજ સુધીનો વિકાસ સમજાવતાં ભૂમિપુત્રના તંત્રી તા. ૨૬-૨-૩૬૭ના ભૂમિપુત્રમાં નીચેની રજૂઆત કરે છે:
“અને ગ્રામદાનનું અભિનવ સ્વરૂપ દેશ સમક્ષ મુકાયું. જમીનની માલીકી સમસ્ત ગ્રામસભાની. વીસમા ભાગની જમીનનું ભૂમિહીના માટે દાન. વરસે ચાલીસમા ભાગની આવક ગ્રામકોષ માટે સમપણ, ગ્રામસભાના કારભાર સર્વાનુમતીએ ચલાવવાના સંકલ્પ, સામાજિક ન્યાય અને ગ્રામસ્વરાજની દિશાના એક સુરેખ, સુઘડ કાર્યક્રમ.
“ગતિ વધી. બે વર્ષમાં બીજા બે-ત્રણ હજાર ગ્રામદાન થયાં. પણ આટલેથી શું વળે ? એને તો ક્રાન્તિ કરવી છે. એટલે આજથી દોઢ બે વર્ષ પહેલાં ‘તૂફાન’ શબ્દ નીકળ્યો. ગ્રામદાનનું તૂફાન જગાડો. તૂફાની વાયરો વાય છે અને એક એક ઝાડપાન ડોલી ઊઠે છે તેમ પ્રેમમયી ક્રાન્તિ માટે સામૂહિક પ્રેરણાથી બધા આ કામમાં ભળે.
“દોઢ-બે વર્ષમાં તૂફાનની કાંઈક ઝાંખી થઈ. ૧૩-૧૪ વર્ષમાં કુલ સાત હજાર ગ્રામદાન થયેલાં તે આંકડો આજે ૩૫ હજારે પહોંચ્યા છે. આમ દાઢ—બે વર્ષના ગાળામાં દેશભરમાં ૨૮ હજાર ગ્રામદાન થયાં. અને આ સંખ્યા કરતાં યે વધુ મહત્ત્વના છે વિચારસેરના વિકાસ, આ દોઢ વર્ષમાં ગ્રામદાનની વાત પ્રખંડદાન અને જિલ્લાદાન સુધી પહોંચી છે અને તેને લીધે આ કાર્યક્રમનું પ્રાણવાન સ્વરૂપ વધુ છતું થયું છે.
“એકલદોકલ, છૂટુંછવાયું ગ્રામદાન ધસમસતા અવળા પ્રવાહમાં કર્યાંય તણાઈ જાય છે અને તણાઈ ન જાય તો યે ચારેકોરના અફાટ મહેરામણ વચ્ચે એ એકલા અટુલા ટાપુની કોઈ હસ્તી જણાતી નથી. માટે ગ્રામદાન થાય તે એક સાથે અમુક સઘન ક્ષેત્રામાં
૨૨૯
થાય, આખા ને આખા પ્રખંડ (બ્લોક) ગ્રામદાનમાં ભળે, પછી એ રીતે પાસે પાસેનાં પ્રખંડોનાં પ્રખંડદાન થતાં થતાં તાલુકા, સબડિવિઝન અને જિલ્લાના અખંડ ક્ષેત્રોને આવરી લેવામાં આવે તા તમારી ક્રાન્તિની વ્યૂહરચના નક્કર બો. ક્રાન્તિનું સ્વરૂપ ત્યાં કંઈક ખીલી શકે. ક્રાન્તિ-બીજ ત્યાં પાંગરી શકે, છેલ્લા દોઢ વર્ષમાં આ દર્શન પણ સ્પષ્ટ થયું.
‘દેશભરમાં સવાસે જેટલા પ્રખંડો ગ્રામદાનમાં સામેલ થયા છે અને હમણાં બિહારમાં દરભંગા જિલ્લાનું જિલ્લાદાન જાહેર થયું છે અને તે ય નાનોસૂનો જિલ્લા નથી. તેમાં કુલ ૪૪ પ્રખંડ છે. વસ્તી છે ૪૮ લાખની. એટલે આખા હિન્દુસ્તાનના એક ટકો. (આજના સૌરાષ્ટ્રથી મોટો). વળી આદિવાસી કે પછાત જિલ્લા નથી, શિક્ષિત ને જાગૃત જિલ્લા છે. જમીન પણ સારી છે. ગંગાના કાંઠો છે.'
આવું જિલ્લાદાન સિદ્ધ કરવા માટે વિનોબાજીને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. શ્રી સિદ્ધક્ષેત્ર શાવિાશ્રમના વિકાસની પ્રેરક ક્યા
તા. ૨૬-૨-’૬૭ના રોજ સવારના ભાગમાં આજથી ૪૩ વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ માટે આશરે નવ લાખના ખર્ચે બંધાવવામાં આવેલ નૂતન ભવનના ઉદ્ઘાટન સમારંભ શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટીના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યા હતા. આ ભવનના ઉદઘાટનનું શુભ કાર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંગળ પ્રસંગ ઉપર જૈન શ્વે. મૂ. કોમના દૂર દૂરનાં સ્થળાએ વસતા આગેવાનો ઉપસ્થિત થયા હતા અને એ કારણે આ સમારંભ સંમેલને નાનીસરખી અખિલ ભારતીય જૈન પરિષદનું રૂપ ધારણ કર્યું હતું. આ સંસ્થાના અદ્યતન વિકાસ સાથે મુંબઈના શેરબજારના અગ્રગણ્ય વ્યાપારી અને જૈન સમાજના અગ્રગણ્ય આગેવાન શ્રી જીવતલાલ પ્રતાપશીને પુરુષાર્થ જોડાયેલો છે. પ્રસ્તુત પ્રસંગ ઉપર તેમણે કરેલું હૃદયસ્પર્શી નિવેદન સંસ્થાના મથી માંડીને આજ સુધીના ઉત્કર્ષના ઈતિહાસ બહુ સુંદર રીતે રજૂ કરે છે. તેનો ટૂંક સાર નીચે મુજબ છે:
આ સંસ્થાની સ્થાપના ભાવનગરના જાણીતા શ્રેષ્ઠી સ્વ. નરોત્તમદાસ ભાણજીનાં ધર્મપત્ની શ્રી સૂરજબહેન અને મેાતીશા શેઠની ધર્મશાળાના મુનીમ સ્વ. મેાહનલાલ ગાવિંદજીનાં ધર્મપત્ની શ્રી હરકોરબહેનના હાથે ઈ. સ. ૧૯૨૪ની સાલમાં શ્વે. મૂ. જૈન બહેનોને લક્ષમાં રાખીને કરવામાં આવી હતી. બીજમાંથી અંકુર ફટ અને વેલા પ્રગટે એમ આ સંસ્થા ધીમે ધીમે ઊંચે આવવા લાગી, થોડો સમય આમ ચાલવા બાદ સંસ્થાના કાર્યમાં ઓટ આવવા માંડી; આર્થિક પરિસ્થિતિ વિષમ બનવા લાગી અને આજથી બાર વર્ષ પહેલાં સંસ્થાને બંધ કરવાની જાહેરાત કરવા સુધીની સ્થિતિ ઊભી થઈ. આવી નિરાશાજનક સ્થિતિમાંથી એકાએક અણધાર્યું આશાનું કિરણ ફુટયું. સંસ્થા બંધ થવાની છે એવા સમાચાર છાપામાં વાંચતાં પૂર્વ આફ્રિકામાં વસતા મબાસાવાસી એક જૈન મહાનુભાવનું દિલ દ્રવી ઊઠયું. તેમનું નામ શ્રી મગનલાલ જાદવજી દોશી, તેમણે સંસ્થા તરતી થાય એટલી રકમ તરત જ મોકલી આપી અને પછી પણ એમને ત્યાં આવતા નાના મેટા પ્રસંગાએ નાની મોટી રકમે તેઓ મેકલતા રહ્યા, સમયાન્તરે તેઓ પાલીતાણા આવ્યા અને સંસ્થાના આત્મારૂપ કાર્યવાહક શ્રી મનસુખલાલ જીવાભાઈને મળ્યા અને તેમના કહેવાથી મુંબઈ ખાતે શેઠ જીવનલાલ પ્રતાપસીને મળ્યા અને આ સંસ્થાનું સુકાન સંભાળવાની તેમણે તેમને વિનંતિ